pruthvi ek adhuri prem katha bhag 15 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-15

Flashback continues-

મંત્ર નું અર્થઘટન થયા બાદ સૌ કોઈ અચરજ માં હતા કે શું આ શક્ય છે,પણ સ્વરલેખાજી એ કહ્યું કે આ પ્રાચીન લેખ નકલી નથી મતલબ એમાં જે કઈ પણ લખેલું છે એ સનાતન સત્ય છે.

પણ આ ખજાના નો ઉપયોગ એ જ વ્યક્તિ કરી શકે જેને આજ સુધી કોઈ હત્યા કરી ના હોય, પણ એક પણ vampire એવો ન હતો કે જેને એક પણ માનવ નો શિકાર કર્યો ના હોય સિવાય કે તું (નંદિની )પણ તું આના માટે તૈયાર નહોતી કારણ કે એ શુધ્ધ ખૂન થી ફક્ત તું જ માનવ રૂપ માં પુનઃ આવી શકે , અને તું મને છોડીને એકલા આ પગલું ભરવા તૈયાર નહોતી.મહા મેહનતે અમે બધા એ તને સમજાવી અને ખાલી આ લેખ નું સત્ય જાણવા પૂરતી તને ત્યાં જવા તૈયાર કરી.આખરે સ્વરલેખાજી એ કહ્યું કે માનવ બનવા નું તારા નસીબ માં છે એટ્લે જ તું આ જ સુધી માનવ હત્યા થી વંચિત રહી,કદાચ કિસ્મત ને તારા જેવા પવિત્ર જીવ ની આ દુર્દશા મંજૂર નહોતી એટ્લે જ આ પ્રાચીન લેખ આપણાં હાથ લાગ્યા એટ્લે આ મોકા નો દુરુપયોગ ના કરવો જોઈએ.

ત્યારે તે એમ જણાવ્યુ કે આ ચાર બુંદ માં થી બે બુંદ તું અને બે બુંદ હું પીવું તો કદાચ આપણે બંને માનવ થઈ જઈએ.ત્યારે સ્વરલેખા જી કહ્યું કે હા એ થઈ શકે એમ છે. આ વાત જાણી ને અત્યંત ખુશ હતી.પરંતુ તારા ગયા બાદ મને સ્વરલેખા જી મને જણાવ્યુ કે એમણે તને અસત્ય કહ્યું કે બુંદો ની વહેચણી થઈ શકશે. એમને મને જણાવ્યુ કે લેખ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચાર બુંદ જ એક વ્યક્તિ ને લેવી પડશે.અને તું ઉત્સાહ માં એ ભૂલી ગઈ હતી કે મે તો માનવ હત્યા પણ કરી હતી જેથી એ શુધ્ધ ખૂન મને કોઈ પણ સંજોગો માં માનવ બનાવે એમ નહોતું. પરંતુ તને એ બહાને ત્યાં લઈ જવા કોઈ એ સત્ય તને જણાવ્યુ નહીં,સ્વરલેખા એ મને જણાવ્યુ કે સમય નો લાભ ઉઠાવી હું એ ચારેય બુંદ તને પીવડાવી દવ.

હવે પ્રશ્ન હતો કે આ કંટક પહાડ છે ક્યાં ?

સ્વરલેખા જી એ પોતાની શક્તિ ઓની મદદ થી દિશાસૂચક મંત્ર નો ઉપયોગ કરીને એ પહાડ નું સ્થાન પ્રાપ્ત કરી લીધું, એ પહાડ આપણાં નજરગઢ ના જંગલ થી ઘણો દૂર હતો.

એનો નક્શો લઈ કંટક પહાડ ની યાત્રા ની શરૂઆત કરી, સ્વરલેખા જી આપની સાથે ના આવ્યા કારણ કે એ એક witch હતા એટ્લે vampires જેટલી જડપ થી ભાગવામાં અસમર્થ હતા.પણ એમને અમને ચેતવણી આપી હતી કે આ ખજાનો વર્ષો થી રક્ષયેલો અને અત્યંત કીમતી છે એટ્લે એણે પ્રાપ્ત કરવા માટે તમારે અમુક મુસીબતો નો સામનો કરવો પડશે,જેથી દરેક પગલે સાવચેત રહજો.

જરૂરી સમાન લઈ હું, તું, વિશ્વા અને વીરસિંઘજી નીકળ્યા, પવન વેગે રોકાયા વગર આપણે એ દિશા માં આગળ વધ્યા,આશરે 18 કલાક મુસાફરી બાદ આપણે ત્યાં પહોચ્યા.

ત્યાં પહોચતા જ અમે જોયું કે કંટક પહાડ એ એક પહાડ નહીં પણ આખી પહાડો ની ગિરિમાળા છે.નક્શો એ ફક્ત આ જગ્યા સુધી પહોચવા નો હતો, કયો પહાડ મુખ્ય છે એનો આમાં કોઈ ઉલ્લેખ નહોતો.સ્વરલેખા જી ના કહેવા પ્રમાણે મુસીબતો ની શરૂઆત થઈ ગઈ હતી.બધા જ પહાડ એક સરખા લાગતા હતા.

પરંતુ હાર માનવાનો સવાલ નહોતો. થોડીક વાર આરામ કર્યા બાદ અમે વિચાર્યું કે અહી જેટલા પણ પહાડ છે એનું એક વાર નિરીક્ષણ કરી લેવું.અવશ્ય એનો કોઈ સંકેત મળશે.અસંખ્ય પહાડો મા આપણે ચાર જણા વહેચાઈ ગયા. અને દરેક પહાડ નું અવલોકન કરવા લાગ્યા કે કોઈ કદાચ ગુફા મળી જાય.

કેટલાય પહાડો નું દિવસ ભર નિરીક્ષણ કર્યા બાદ ચારેય ભેગા થયા ત્યારે જાણ થઈ કે આ પહાડો માં તો અસંખ્ય ગુફાઓ છે, હવે અમને સ્વરલેખાજી ની ખૂબ ખોટ સારતી હતી.જો એ વખતે એ હાજર હોત તો એમના જાદુ થી કદાચ મદદ મળી જાત.

ત્યારે તે અમને જણાવ્યુ કે સ્વરલેખાજી એ કહ્યું હતું કે એ ખજાનો હજારો વર્ષો થી રક્ષયેલો છે મતલબ કે પહાડ માટે અલાયદી સુરક્ષા ની વ્યવસ્થા ચોક્કસ હશે.આપણે બધા બીજા દિવસે પુનઃ ગિરિમાળા ના પાછળ ના ભાગ તરફ ગયા થોડીક શોધખોળ બાદ વિશ્વા ને એક પહાડ પર ધ્યાન ગયું.એ પહાડ બીજા કરતાં થોડો અલગ હતો.એ પહાડ એ રીતે ગોઠવાયેલો હતો કે આકાશ માં થી જાણે આખી ગિરિમાળા નું કેન્દ્ર હોય એટ્લે, જ્યારે વિશ્વા એ પહાડ ના શિખર પર જઈને જોયું તો એ નજારો અદ્ભુત હતો. એણે બધા ને ત્યાં શિખર પર બોલાવ્યા, ત્યાં પહોચ્યા બાદ જાણ થઈ કે આ પહાડ તો સાચે જ પહાડો નું કેન્દ્ર છે, કારણ કે આ એક માત્ર પહાડ હતો જેના પર થી સમગ્ર જંગલ અને આખી પહાડો ની ગિરિમાળા દેખાતી હતી.અમે બધુ નિરીક્ષણ કરતાં હતા ત્યાં વીરસિંઘજી ને લાગ્યું કે આ જ્ગ્યા પર આપણે એકલા નથી કોઈ આપની આસપાસ છે.

વિશ્વા પાસે સૂંઘવાની શક્તિ અદ્ભુત હતી, એણે જણાવ્યુ કે આપણી આસપાસ werewolves છે,એ werewolves આ ખજાના ની રક્ષા કરતાં હતા.વીરસિંઘજી એ કહ્યું કે વિશ્વા અને એ werewolves ને વ્યસ્ત રાખશે ત્યાં સુધી આપણે બંને એ ગુફા શોધી લઈએ જેમાં એ ખજાનો છે.જેવા જ werewolves આપની સમક્ષ આવી જાય તમે બંને પલાયન કરી જજો. બધુ જ યોજના અનુસાર થયું.

થોડીક ક્ષણો માં werewolves આપણી સમક્ષ આવી ગયા. વિશ્વા એ ઈશારો કરતાં જ આપણે બંને પહાડ થી નીચે ભાગ્યા, બે werewolves આપનો પીછો કરવા ગયા પણ વિશ્વા વચ્ચે આવીને એમને રોકી લીધા અને શિખર પર werewolves નું આ બંને સાથે યુધ્ધ ચાલુ થઈ ગયું.તું અને હું ગુફા શોધવા લાગ્યા, ત્યાં મને એક ગુફા દેખાણી જે એક મોટા વિશાળ દરવાજા થી બંદ હતી. અને મોટા મોટા પથ્થર પડેલા હતા.અને મશાલ સળગતી હતી આપણે ત્યાં પહોચી ને એ પથ્થર ખસેડયા અને દરવાજા ને ખોલવા નો પ્રયત્ન કર્યો પણ દરવાજો ટસ થી મસ ના થયો.મે જોયું કે દરવાજા ના બહાર મશાલ હતી,એમાં થી એક મશાલ થોડી થોડી સળગતી હતી અને એક સાવ બુજેલી હતી, ત્યાં પડેલી લાકડી થી મે થોડી આગ લઈ બુજેલી મશાલ સળગાવવાનો પ્રયત્ન કર્યો,પણ એ મશાલ સળગતી જ નહતી, હું સમજી ગયો કે આ મશાલ જ ચાવી છે પણ એણે કેમ કરી સળગાવવી પડશે.

પરંતુ એટલામાં એક werewolf ત્યાં આવી ચડ્યું, એણે જોતાં જ મે એને રોકવાની કોશિશ કરી પણ તને એના થી દૂર રાખી, લડાઈ વખતે એ ભેડીયા ના ખૂન ની ધાર સળગતી મશાલ પર પડી પણ તે છતાં એ મશાલ બુજાઈ નહીં.હું રહસ્ય જાણી ગયો. અને મે તને અવાજ લગાવ્યો કે નંદિની .. તારું રક્ત બુજેલી મશાલ માં પૂરી દે.. તું કઈ સમજી તો ના શકી પણ મારા કહવા પ્રમાણે તે તારા હાથ માં થી થોડું ખૂન કાઢીને એ મશાલ માં પૂરી દીધું.તારું રક્ત એ મશાલ માં પડતાં ની સાથે ભડકા થી મશાલ સળગી ઉઠી. અને એક ધડાકા ભેર દરવાજો હલવા માંડ્યો અને થોડી વાર માં એ વિરાટ દરવાજો એની જાતે જ ખૂલી ગયો.દરવાજો ખૂલવાથી એ ભેડીયા નું ધ્યાન ભંગ થયું અને મે એનો વધ કરી નાખ્યો. ત્યારબાદ એક મશાલ સળગાવીને અંધારી ગુફા માં આપણે પ્રવેશ કર્યો.

ચારેબાજુ અંધારું અને ઉબડ ખાબડ રસ્તા માં આપણે આગળ વધી રહ્યા હતા.ચામાંચીડિયા અને અન્ય જીવજંતુઓ આજુબાજુ માં ઉડતા હતા, થોડાક આગળ ચાલતા થોડું અજવાળું દેખાણું ત્યાં પહોચ્યા બાદ આગળ જઈને જોયું તો ગુફા બે ફાંટા માં વહેચાયેલી હતી,એટ્લે ગુફા ના બે રસ્તા હતા,હવે એમાં થી કયો રસ્તો સાચો હશે અને કયો ખોટો એ મુજવણ માં હતા ત્યાં પાછળ થી કોઈક નો આવવાનો અવાજ સંભળાયો, પાછળ વાળીને જોયું તો એક સળગતી ચીજ નજીક આવી રહી હોય એવું લાગતું હતું, ધીમે ધીમે એ સળગતી ચીજ સ્પષ્ટ થઈ એ એક મશાલ હતી જે એક વ્યક્તિ ના હાથ માં હતી અને બીજી વ્યક્તિ એની સાથે ચાલીને આવતી હતી.થોડીક વાર બાદ જ્યારે ચેહરો સ્પષ્ટ થતાં જોયું તો જેના હાથ માં મશાલ હતી એ વ્યક્તિ વીરસિંઘજી હતા અને બાજુ વાળી વ્યક્તિ સ્વરલેખાજી.સ્વરલેખાજી ને જોઈને અત્યંત આશ્ચર્ય થયું અને આનંદ પણ.સ્વરલેખાજી એ જણાવ્યુ કે “આ અનમોલ ક્ષણ ગુમાવવા માંગતી નહોતા ,હું તમારા જેટલી ફાસ્ટ નથી ભાગી શકતી એટ્લે અશ્વ પર સવાર થઈ ધીમે ધીમે અહી પહોચી,મને લાગ્યું કે કદાચ તમને મારી જરૂર પડી શકે છે.

મે એમને કહ્યું “ સારું કર્યું તમે અહી આવ્યા ,થોડા વહેલા આવ્યા હોત તો આ જ્ગ્યા શોધવા માં આટલી મુશ્કેલી ના પડી હોત.પણ વિશ્વા ક્યાં છે , અને બધા werewolves નું શું થયું ?”

ત્યારે વીરસિંઘજી એ જણાવ્યુ કે અમુક wolves ભાગી ગયા અને અમુક નો વધ કરી દીધો ,હવે વિશ્વા ગુફા ની બહાર આપની રક્ષા માટે પેહરો આપે છે.

મે સ્વરલેખાજી ને જણાવ્યુ કે ગુફા માં બે રસ્તા છે તો કયો રસ્તો સાચો હશે.

એમને તરત જ પોતાની શક્તિ થી ગુફાનો સાચો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો.પરંતુ ઘણા પ્રયત્ન બાદ પણ અસફળ રહ્યા,એમને કહ્યું કે કદાચ એમની શક્તિ અહિ કામ નહીં કરે, પરંતુ એમને મને પૂછ્યું કે આ ગુફા નો દ્વાર કઈ રીતે ખૂલ્યો તો મે જણાવ્યુ કે તારા રક્ત થી આ દ્વાર ખૂલ્યો.એમને થોડું વિચાર્યું અને એમને તારી પાસે તારા થોડાક રક્ત ની માંગણી કરી,તે ફરીથી તારા હાથ માંથી પોતના fangs ની મદદ થી રક્ત કાઢ્યું , સ્વરેલેખાજી એ પોતાની સાથે રાખેલી એક બેગ માથી એક જુનો માટીનો વાડકો કાઢ્યો,તે એ ખૂન થી વાડકો ભર્યો,ત્યારબાદ સ્વરલેખાજી એ વાડકો એ ગુફાના ના બંને દરવાજા વચ્ચે ઊભા રહી અમુક મંત્ર બોલવાના શરૂ કર્યા, અને મંત્ર બોલતા બોલતા એ વાડકા માનું લોહી નીચે વહાવવા માંડ્યા,થોડીક વાર માં એ ખૂન જમીન પર એકઠું થઈ એક રેલો નીકળ્યો જે બે માથી એક દરવાજા માં ચાલ્યો ગયો.સ્વરલેખાજી એ આંખો ખોલી અને કહ્યું કે અહી જ આપની મંજિલ છે.આ વાત થી હું સ્પષ્ટ સમજી ગયો કે ફક્ત નંદિની જ આ શુધ્ધ ખૂન ની હકદાર છે,બીજું કોઈ નહીં, એટ્લે જ આ જગ્યા વારંવાર એના ખૂન ની પરીક્ષા કરે છે.

આપણે સૌ આગળ વધ્યા,આગળ વધતાં અમને એક અદ્વિતીય પીળો પ્રકાશ દેખાણો.એટલો તેજ કે આંખો પણ અંજાઈ જાય.ત્યાં પહોચતા જ અમે જોયું તો અમને અમારી આંખો પર વિશ્વાસ ન થાય એટલું સોનું, હીરા,ઝવેરાત ના ઢગલા હતા,અમારા પગ માં પણ સોના ના સિક્કા જ હતા.જે શિયાળા રાત માં ચમકતા ધ્રુવ અને શુક્ર માં તારા ની જેમ દેદીપ્યમાન હતા.અમે કઈ પણ હરકત કરીએ પેહલા જ સ્વરેલેખાજી એ અવાજ નાખ્યો”સાવચેત ...અહીની દરેક વસ્તુ એક માયાજાળ છે,જે તમારી પરીક્ષા કરશે,અહીની કોઈ પણ વસ્તુ ને હાથ લગાવ્યા પેહલા એ શોધો જેના માટે અહી સુધી આવ્યા છીએ.

બધા ચારે બાજુ શુધ્ધ ખૂન ને શોધવા લાગ્યા.

ચારેબાજુ શોધતા વીરસિંઘજી ને એક મોટું સંદૂક દેખાણું જેના પર અસંખ્ય સોનમહોરો હતી જેના થી એ ઢાંકઈ ગયું હતું, વીરસિંઘજી એ બધા ને ત્યાં બોલાવ્યા એ સંદૂક બતાવ્યુ,સ્વરલેખાજી એ તને કહ્યું કે તું ધીમેક થી એ સંદૂક અહી લઈ આવ.તું સોનામહોરો હટાવી ને સંદૂક બહાર લાવી.એ સંદૂક પર એજ પ્રાચીન લિપિ માં લખાયેલા મંત્રો હતા જે આપણ ને મળ્યા હતા. પણ આ સંદૂક ખોલવાની કોઈ ચાવી નહોતી.સ્વરલેખાજી એ એ સંદૂક પર લખેલા એ મંત્ર મોટેથી વાંચ્યા,મંત્ર પૂરા થતાં જ સંદૂક આપોઆપ ખૂલી ગયું.એ સંદૂક માં અસંખ્ય જૂના સાહિત્યો પડ્યા હતા જે પ્રાચીન લિપિ માં લખાયેલા હતા. એમાં સૌથી નીચે એક મેંલા કપડાં માં કઈક વીંટેલું હતું.સ્વરલેખા જી એ એ ઉઠાવ્યું એ કપડું ખોલતા ની સાથે જ....

એમાં થી એક નાની કાચ ની શીશી નીકળી જેમાં ચાર બુંદ રકત હતું..

એજ હતું શુધ્ધ ખૂન ..... આપનો અસલી ખજાનો.થોડીક વારા માં આજુબાજુ માથી બધુ જ સોનું હીરા વગેરે ગાયબ થઈ ગયું ફક્ત વધ્યો તો મશાલ નો પ્રકાશ.પણ એ કપડાં પર કઈક પ્રાચીન લિપિ માં લખેલું હતું.સ્વરલેખાજી એ મનમાં વાંચ્યું. એ થોડીક વાર ચૂપ રહ્યા.એમના ચહેરા પર સ્પષ્ટ ચિંતા દેખાતી હતી.

સ્વરલેખાજી જાદુ થી મારા સાથે telepathy થી જોડાયા એટલા એમના મન નો અવાજ ખાલી હું જ સાંભળી શકતો હતો.એ વખત નો સંવાદ કાઇક આવો હતો.

“સ્વરેલખા : પૃથ્વી .. આમાં એવો ઉલ્લેખ છે કે જે પણ પવિત્ર પિશાચ આ શુધ્ધ ખૂન ની ચાર બુંદ ગ્રહણ કરશે એના નેત્રો માંથી રક્ત નીકળશે એ રક્ત નું બીજા કોઈ પિશાચે પણ પાન કરવું પડશે તો જ આ શુધ્ધ ખૂન અસરકારક રહેશે,તથા જે પણ પિશાચ આ શુધ્ધ ખૂન નું પાન કરશે એની આજ સુધી ની તમામ યાદ (memory)એ એના નેત્ર માંથી રક્ત પાન કરવા વાળા પિશાચ માં સમાઈ જશે.મતલબ કે આજ પછી નંદિની ને કઈ પણ વાત એના જન્મ થી માંડીને આજ સુધી ની યાદ નહીં રહે,એટ્લે...

પૃથ્વી: એટ્લે કે મારી નંદિની.......... મને સદાય માટે ભૂલી જશે.

સ્વરલેખા : તો શું તું આ ત્યાગ આપવા તૈયાર છે ? આ નિર્ણય હું તારા પર છોડું છું.મને લાગે છે ત્યાં સુધી તારે આ પગલું ના ભરવું જોઈએ,તું એના વગર નહીં જીવી શકે.

પૃથ્વી : અહી પ્રશ્ન મારા જીવવા નો નથી સ્વરલેખાજી ... મારી નંદિની નો છે ,એની પાસે મોકો છે માનવ બનવા નો ,સદાય માટે આ શ્રાપિત જીવન માથી મુક્ત થવાનો, અને એ આ શ્રાપ ના લાયક નથી એ તમે પણ જાણો છો,એટ્લે જ તો એની કિસ્મત પણ એને અહી સુધી ખેંચી લાવી છે, હું એટલો સ્વાર્થી નથી કે મારો પ્રેમ એટલો સ્વાર્થી નથી.તમે આગળ વધો અને આ શુધ્ધ ખૂન નંદિની ને પીવડાવો.”

સંવાદ પૂરો થતાં મારા આંખ માં તને સદાય માટે ખોવાનું દૂ:ખ હતું. તે મારા આંખ માં આંસુ જોઈને પૂછ્યું કે પૃથ્વી તારા આંખ માં આંસુ કેમ છે , એટ્લે મે તને હસતાં હસતાં કીધું કે આતો ખુશી ના આંસુ છે આજે વર્ષો પશ્ચાત આપણે પુનઃ માનવ બનીશું.

સ્વરલેખાજી એ મૌન તોડ્યું અને બોલ્યા નંદિની આમાં એમ લખ્યું છે કે સૌ પ્રથમ જે પિશાચ શુધ્ધ ખૂન પીશે એની આંખ માથી રક્ત ના આંસુ નીકળશે, અને જે પણ પિશાચ આ રક્ત નું પાન કરશે ....

આટલું સાંભળતા જ મારો જીવ ઊંચો થઈ ગયો કે કદાચ સ્વરલેખાજી ભાવનાઓ માં વહીને તને સત્ય ના જણાવી દે.

સ્વરલેખાજી એ મારા સામે વિલાયેલા મોઢે જોયું,મે એમને સત્ય ના જણાવવા વિનંતી કરી.

એમને મારી વિનંતી નું માન રાખ્યું.

એમને વાક્ય પૂરું કર્યું કે જે પણ પિશાચ એ અશ્રુ રૂપી રક્ત નું પાન કરશે એ પણ સદાય માટે માનવ બની જશે.

એ સાંભળી ને તું આનંદિત થઈ ગઈ અને મને કહવા લાગી કે પૃથ્વી મે તને કહ્યું હતું ને કે આપણે બંને ને કોઈ અલગ નહીં કરી શકે.હવે આપણે માનવ બની ને સાથે રહીશું.

મારા આંખ માં આંસુ હતા અને સ્વરલેખા ના પણ..

સ્વરલેખા એ તને કહ્યું કે ...નંદિની હવે વિલંબ ના કર.... અને શુધ્ધ રક્ત નું પાન કર.

તે ભોળપણ માં એ કાચ ની શીશી હાથ માં લીધી અને બોલી ..પૃથ્વી ફક્ત તારા માટે... યાદ રાખ પૃથ્વી અને નંદિની ને ભગવાન પણ અલગ નહીં કરી શકે.

એમ કહી એ ચાર બુંદ તું ગ્રહણ કરી ગઈ. એ ચાર બુંદ તારા અંદર જતાં જ તારી આંખો બંદ થઈ ગઈ અને તું મૂર્છિત થઈ ગઈ.

અને મે તને મારા હાથો માં પકડી લીધી.

તારા બંને આંખો માથી રક્ત રૂપી અશ્રુ વહેવા લાગ્યા,

સ્વરલેખાજી બોલ્યા “હજુ સમય છે પૃથ્વી વિચારી લે...”

મે કહ્યું “હું તો ક્યારનોય વિચારી ચૂક્યો છું...”

એટલું કહી તારા ચંદ્ર સમાન તેજસ્વી મુખ પર એક રક્ત રૂપી આંસુ ઓની બુંદો ને હું ગ્રહણ કરી ગયો.

જેમ જેમ તારા રક્ત ની એક એક બુંદ મારા અંદર શરીર માં જતી હતી એમ એમ તારા જન્મ થી માંડી ને તમામ યાદો મારા માં સમાઈ રહી હતી.

આપણી સંપૂર્ણ યાદો મારા માં આવી ને એક થઈ ગઈ,તારા બધા સંસ્મરણો તારા બધા દૂ:ખ ,તારા બધા દર્દ ,તારી બધી ભાવનાઓ સદાય માટે મારી થઈ ગઈ. થોડીક વાર માં તારા આંખ માથી રક્ત નીકળતું બંદ થઈ ગયું અને તું.....

મને હમેશા માટે ભૂલી ગઈ.

તું મૂર્છિત હતી. હું તને મારી બાહો માં લઈ બસ એકટસ જોઈ રહ્યો હતો.હું જાણતો હતો કે તું જાગ્યા પછી મને ઓળખીશ નહીં એટ્લે હું તને છેલ્લી વાર જીવ ભરીને જોઈ લેવા માંગતો હતો અને હું તને આ દૂ:ખદ યાત્રા ફરી કોઈ દિવસ યાદ નહીં અપાવું એ મે નક્કી કરી લીધું હતું.

મે તને એ દિવસ વચન આપ્યું હતું કે હું આજીવન તારી દરેક મુસીબત થી રક્ષા કરીશ.પણ કોઈ દિવસ તારી સમક્ષ નહીં આવું.એટલામાં વિશ્વા અંદર આવી, એ અને વીરસિંઘજી હજુ હકીકત થી અજાણ હતા.સ્વરલેખાજી એ એમને સંપૂર્ણ વાત સમજાવી.એ બંને પણ બેસુદ થઈ ગયા. આટલા વર્ષો ના સંબંધ એક પળ માં ખતમ થઈ ગયા.વિશ્વા એ પૂછ્યું કે શું સાચે નંદની ને કઈ યાદ નહિ રહે ? ત્યારે સ્વરલેખાજી એ કહ્યું કે એ તો એના મૂર્છા માં થી બહાર આવ્યા બાદ જ જાણ થઈ શકે.

સ્વરલેખા એ કહ્યું કે હજુ મુસીબત પૂરી થઈ નથી. એમને જણાવ્યુ કે જેમ મંત્ર માં કહ્યું હતું કે આ શુદ્ધખૂન વ્યક્તિ નું જે werewolf રક્તપાન કરશે એ શ્રાપ મુક્ત અને સર્વ શક્તિશાળી થઈ જશે.

મતલબ કે આજ થી આજીવન નંદિની ની એ ભેડીયા ઓથી રક્ષા કરવી પડશે.

અમે તને સાચવીને ગુફા માંથી બહાર લઈ આવ્યા.

અને સ્વરલેખાજી એ મંત્ર ની શક્તિ થી તારા પર એક કવચ ની રચના કરી જેથી અમુક દિવસ સુધી તને કોઈ પણ werewolf સૂંઘી ના શકે.

હું તને મારા હાથો માં ઉપાડી ને 3 દિવસ સુધી યાત્રા કર્યા બાદ ઘરે લાવ્યા.

ઘરે પહોચ્યા બાદ હું ફક્ત તારા પાસે જ બેઠો હતો એ આશા માં કે ક્યારે તું આંખો ખોલે અને એ મંત્ર ખોટો સિધ્ધ થાય, અને તું ઉઠી ને કહે “પૃથ્વી”. તારા મોઢા માં થી એ શબ્દો સાંભળવા મારા કાન ક્યારને આતુર હતા.

7 દિવસ પછી જ્યારે તારી મૂર્છા તૂટી.

અમે બધા ત્યાં જ ઊભા હતા.તે જેવી આંખો ખોલી હું તારા સમક્ષ ઊભો હતો,આજે પણ યાદ છે મને એ દિવસ જ્યારે તે મને જોઈ ને કહ્યું હતું “કોણ છે આ વ્યક્તિ ?...

તમે બધા કોણ છો ?હું કોણ છું ?

મને કઈ યાદ કેમ નથી આવતું ?.............”

એટલું જ સાંભળતા જ હું પવન વેગે ત્યાથી ભાગી ગયો. વિશ્વા અને વીરસિંઘજી પણ ત્યાથી નીકળી ગયા.

ખાલી સ્વરલેખાજી ત્યાં રહ્યા અને તને શાંત કરી.અને તને સૂવાડી ને બહાર આવ્યા.

મારા પર દૂ:ખ નો પહાડ તૂટી પડ્યો હતો ,મારૂ જીવન અર્થહીન નિરાધાર હતું.

સ્વરલેખાજી એ મને સમજાવ્યું કે નંદિની ની રક્ષા હવે તારી જવાબદારી છે,તારા પ્રેમ ને સાબિત કરવાનો સમય આવી ગયો છે ,અને તારો પ્રેમ સાચો હશે તો આજ નહીં તો કાલ તારો પ્રેમ ફરી જાગશે,નંદિની ફરીથી તારી પાસે આવશે,તારો ત્યાગ વ્યર્થ નહીં જાય,તું આશા કોઈ દિવસ છોડતો નહીં.

બસ એ જ ઉમ્મીદ માં મે પોતાને મનાવ્યો.

મે સ્વરલેખાજી ને કહ્યું કે હવે નંદિની અમારા સાથે રહેશે તો હમેશા સંકટ માં રહેશે એટ્લે તમે એને નજરગઢ થી દૂર લઈ જાવ ,અને તમારા સાથે એ સદાય સુરક્ષિત રહેશે.

સ્વરલેખાજી એ એમ જ કર્યું, એ તને નજરગઢ થી ખૂબ જ દૂર લઈ ગયા.

ત્યાં જઈને તારો નવો જનમ થયો એક નવી જિંદગી એક નવું નામ “અદિતિ”.

અને હું અહી જ રહી ગયો. સદાય માટે, તારી યાદો સાથે......

તારો પૃથ્વી ...નજરગઢ ના જંગલ માં ભટકતો રહ્યો હતો મારી નંદિની ની યાદ માં....

ક્રમશ......