krossing ગર્લ - 15


આજનો દિવસ મારા માટે ખાસ બની રહેવાનો હતો. મારા અને ઇશિતાના રીલેસન મોબાઈલ ચેટમાં ખાસ્સા આગળ વધી ગયા હતા. આજે હું તેની સાથે ફર્સ્ટ ટાઈમ 'રોમાન્સ ડેટ' પર જવાનો હતો. મને આ ટાસ્કનો કોઈ અનુભવ નહોતો. શું કરવું કેમ વાતો કરવી કયા સબ્જેક્ટ પર વાતો કરવી હું માછલીઘરની માછલીઓ પાસે જવાબ માગી રહ્યો હતો. 

શું આના પણ કોઈ ખાસ રુલ્સ કે ફોર્માલિટી હશે ? ગીતાએ પણ પોતાનો બોયફ્રૅન્ડ દૂર હોવાથી આવું કંઈ જ્ઞાન આપ્યું નહોતું. મેં નેટ પર સર્ચ કર્યું. મારી સામે માહિતીનો ખજાનો ઠલવાઈ ગયો. હવે તો બધું ગુજરાતીમાં પણ અવેલૅબલ હતું. સાચું કહું તો બે કલાકની મથામણ પછી પણ આ બધી ઓનલાઈન ટિપ્સ મગજમાં ના ઉતરી. ઘણો વિચાર કર્યો. કોઈ અંતિમ નિર્ણય પર ના આવી શક્યો. માછલીઓને ક્યાં આવું કોઈ ટેન્શન હતુંતે તો પોતાની ધૂનમાં આમથી તેમ ફરતી હતી.

હું રૂમમાં ગયો. નાહીધોઈને તૈયાર થયો. મારી પાસે બહુ કપડાં નહોતાં. મારા બધા કપડાં ગીતા ચોઇસ કરતી. મને તો કયા કપડાં સારા કહેવાય તેની પણ ખબર ના પડતી. સાગર આવે પછી તેની સાથે શોપિંગ પર જવાનું નક્કી કર્યું. અત્યારે તો સાગરના વોર્ડરોબમાંથી ગમ્યું તે જીન્સ અને ટીશર્ટ ઉઠાવી લીધા. આવડે એવી રીતે સરસ તૈયાર થયો. 

મારે 30 મિનિટમાં કાકાની કીટલી’ સામે રહેલા શોપિંગ મોલની કૉફીશોપમાં પહોંચવાનું હતું. ઘડિયાળ પણ જાણે અટકી અટકીને ચાલતી હોય તેવું લાગતું હતું. હું ધીરે ધીરે ચાલીશ તેમ વિચારીને મોજાં લઈ હોલમાં આવ્યો. ઇશિતા ડાયરેક્ટ ત્યાં જ આવવાની હતી. હું સોફા પર બેસી મોજાં પહેરી રહ્યો હતો એટલામાં ઘરનો દરવાજો ખુલ્યો.

ત્રણ દિવસથી ગુમ થયેલો સાગર આજે ઘરે પધાર્યો હતો. તે કંઈ ગીત ગણગણી રહ્યો હતો.વાહ રેમેરે બબ્બર શેર. આ બધો જોકર જેવો ઠઠારો કરીને કઈ બાજુ ?” તે મને જોતાં બોલ્યો.

તેની સામે ખોટું બોલવાનો કોઈ અર્થ નહોતો, “ઇશિતા સાથે ડેટ પર.” મેં કહ્યું.

તે હસીહસીને બેવડો વળી ગયો. વૉટ અ જોક ! સાવ આવી રીતે ?” તે બોલ્યો.

તો કેમ હીરો બનીને જાઉં. મને નથી ફાવતું યાર આવું બધું.” મેં ગુસ્સામાં કહ્યું. તેણે મને જોકર કહ્યું તેથી ખરાબ લાગ્યું હતું.

યસફર્સ્ટ ડેટ છે. છોકરી અંજાઈ જવી જોઈએ. નોટ બાય યોર ક્લોથ્સબટ યોર પર્સનાલિટી અને હ્યુમિનિટી વીથ કેર. ઘરમાં છોકરીને જોવા આવે ત્યારે માબાપ ઘરમાં કંઈ ના હોય તો પણ ઉછીના ઉધાર કરીને કેવી છાકો પાડવાની ટ્રાઈ કરે છે. બાય ધ વે... આજે તારે ડેટ કૅન્સલ કરવી પડશે. હું 20 મિનિટમાં ફ્રેશ થઈને આવું છું. પછી આપણે ગ્રાન્ડ FM’ના ઓપનિંગમાં જવાનું છે.” કહેતાં તે સીડીના પગથિયાં ચડવા લાગ્યો.

મારે નથી આવવું ... મારી ફર્સ્ટ ડેટ છે. મારા બહુ ઈમ્પોર્ટન્ટ & સ્પેશ્યલ છે. બીજું મારે ઇશિતાને શું જવાબ આપવો ત્યાં તો આપણે ગમે ત્યારે જઈ શકીએ છીએ.” મેં પહેલી વાર તેની સામે નજર ઊંચી કરીને વાત કરી.

છોકરીને કાયમ માટે તમારા પ્રેમમાં પાગલ કરવા આશ્ચર્યજનક આંચકા આપવા જરૂરી છે એ પણ કોઈ કારણ વિના.” સાગર શેખ છોકરીનાં છપ્પાંમાં આવું બ્રહ્મજ્ઞાન આપે છે. પણ સાંભળઆ લોકો માટે છે અને અધૂરું છું. તારા માટે હજુ બાકી છે. એ ગુસ્સે થાય પછી એને એવી જ મોટી સરપ્રાઇઝ આપવીજેથી તેનો ગુસ્સો પ્રેમમાં કન્વર્ટ થઈ જાય.” તે તેના રૂમના દરવાજા પાસે પહોંચી ગયો હતો.

પણ આ સારું ના કહેવાય. કોઈ વ્યક્તિને ટાઈમ આપ્યા પછી કારણ વગર મળવા ના જવું ...  આ ખોટું કહેવાય. એન્ડ પાર્કમાં ત્યાં આજે જ જવું જરૂરી છે.” મેં પૂછ્યું.

યસઅત્યારે તારી ડેટ કરતાં એ પાર્ક વધુ ઇમ્પોર્ટન્ટ છે. લાઇફમાં જીવવા માટે પ્રેમ અને રોમાન્સ સિવાય પણ ઘણું બધું હોય છે. અમુક લેસન અમુક ટાઈમ પછી શીખવા મળે એનો કોઈ મિનીંગ ના રહે. ગ્રાન્ડ FM’ની એ મોમેન્ટ્સ ક્યારેય પાછી નહીં આવે. એન્ડ ઇશિતા સામેની બિલ્ડિંગમાંથી છ મહિના માટે ક્યાંય જવાની નથી. સો ડૉન્ટ વરી અબાઉટ હર. આમ પણ છોકરીઓને બધું પોતાનું ધાર્યું ના કરે એવા છોકરાઓ વધુ ગમે છે.” કહેતાં એ રૂમમાં ઘુસી ગયો. મારી ફર્સ્ટ ડેટની પથારી ફરી ગઈ. મારો મૂડ સાવ ઑફ થઈ ગયો. મને સાગર પર સખત ગુસ્સો આવતો હતો પણ હું કશું કરી શકું એમ નહોતો.

*********

રિબન કટ થતાંની સાથે જ બધાએ આ ઉદ્ઘાટન સમારોહને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. શહેરના આમંત્રિત મહેમાનોએ સ્ટેજ પર જગ્યા લીધી. બાકી ઘણા લોકો ખુરશીમાં ગોઠવાયા. ઑડિયન્સમાં ફક્ત વૃદ્ધો જ નજરે નહોતાં ચડતાં. યુવાનો પણ બહુ મોટી સંખ્યામાં હાજર હતાં. કોઈને પરાણે હાજરી પુરાવા આવવું પડ્યું હોય એવું લાગતું નહોતું. મેં આજુબાજુ નિરીક્ષણ કર્યું. સ્ટેજ પર વક્તાઓ પોતાનું ટૂંકું ભાષણ આપી રહ્યા હતા.

સાગર આ સફેદ ઝભ્ભા અને લેંઘાવાળા ભાઈ કોણ છેજેમણે આ પાર્કનું ઉદ્ઘાટન કર્યું ?” મેં પૂછ્યું.

અરે યાર તું એમને નથી ઓળખતો કઈ દુનિયામાં રહે છે તું ?” સાગર ભાષણ સાંભળવામાં મગ્ન હતો.

હું કંઈ અહીયાં થોડો રહું છું તે બધાને ઓળખતો હોઉં.” હું બોલ્યો.

એ છે પ્રો. પવન દેસાઈ. આ વર્ષે જ ભારત સરકારે તેમને સમાજ સેવામાં આપેલા યોગદાન બદલ પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કર્યા છે. ગ્રાન્ડ FM પાર્ક એ આ મિશનનું જ એક એડવેન્ચર છે.” તે મારા કાન પાસે મોં લાવીને બોલ્યો.

આ ગ્રાન્ડ FM પાર્ક શું છે કોઈ નવી ટાઇપનો બિઝનેસ પાર્ક છે કે શું ?” મેં પૂછ્યું.

તે થોડો ચીડાયો. અરે ડફોળતને એટલી પણ નથી ખબરગ્રાન્ડ FM એટલે ગ્રાન્ડ ફાધર એન્ડ મધર પાર્ક. મીન્સ મોટી ઉંમરના વડીલો કે પછી ઘરડા નાના-નાની માટેનો પાર્ક. આ પાર્ક બહુ મોટો છે. આપણે અહીંયાં અવારનવાર આવવાનું થશે. તેના કારણો હું તને પછી સમજાવીશ.” તે બોલ્યો.

ઓહ હો ! આ તો ખરેખર બહુ સારૂં કામ કહેવાય.” મને પ્રોફેસર માટે માન ઉપજ્યું. હું પણ વધારે સવાલ પૂછ્યા વગર શાંતિથી ભાષણ સાંભળવા લાગ્યો. બેચાર વક્તા પછી એન્કર બોલી, “મને ખ્યાલ છે આપ બધા તેમને સાંભળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો. ખરેખર રાજકોટ બહુ નસીબદાર છે આવી વ્યક્તિ આપણી વચ્ચે છે. હવે હું પ્રો. પવન દેસાઈને વિનંતી કરીશ તેઓ પોતાનું વક્તવ્ય આપે.” ફરીથી બધાએ તાળીઓ પાડી તેમને સન્માન આપ્યું. તેઓ ધીમી ચાલે માઇક સુધી પહોંચ્યા. બધાની આતુરતાનો અંત લાવતા તેમને બોલવાનું શરૂ કર્યું.

મને આજે ખરેખ ખૂબ આનંદ થાય છે. મારી કર્મભૂમિ પર મારું એક સપનું સાકાર થતું જોઈને. આ માટે તમે જે તન-મન અને ધનથી સહયોગ આપ્યો છે એ માટે આપ બધાનો હું સદાય ઋણી રહીશ. આજે વડીલોની સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર છે ત્યારે એક જુદી જ વાતથી મારા વક્તવ્યની શરૂઆત કરીશ.

હું હમણાં એક શાળાની મુલાકાતે ગયેલો. ફ્યુચર લૅબ’ નામ જ કેટલું સરસ છે નહીં. ભવિષ્યની પ્રયોગશાળા’ વિસ્મય જેવા યંગ છોકરાએ આવો ક્રાંતિકારી વિચાર અમલમાં મૂકી ખરેખર બધી જ રીતે ખૂબ મોટું જોખમ ખેડ્યું છે. તેની ઍજ્યુકેશન સિસ્ટમસ્ટાફ મૅનૅજમૅન્ટ અને યુનિક કૉન્સેપ્ટ જોઈને લાગ્યું કે દેશનું ભવિષ્ય બહુ જ સુરક્ષિત હાથોમાં જઈ રહ્યું છે.

લોકોની રૂઢિગત માનસિકતા બદલવી એ બહુ અઘરું કામ છે. તેને જો ધર્મની આસ્થાના કેન્દ્રો સાથે જોડી દો તો તેથી સહેલું કામ એક પણ નથી. એ સ્કૂલ ઍડ્વાન્સ ટૅકનૉલૉજીનો ઉપયોગ કરી જે રીતે આગળ વધી રહી છે તે ખરેખ અભિનંદનને પાત્ર છે. મેં ત્યાંની હ્યુમન લૅબ’ પણ જોઈ. કદાચ દેશની કે વિદેશની સ્કૂલના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો હશે જ્યાં તમને માનવતાજીવનના મૂલ્યો અને સંસ્કારના પાઠ ભણાવવામાં આવશે. દેશની દરેક સ્કૂલ અને યુનિવર્સિટીને આવી લૅબની જરૂર છે. દુનિયામાં સૌથી અમૂલ્ય અને શાશ્વત કોઈ ચીજ હોય તો એ છે માનવતાના મૂલ્યો’.

કદાચ ભાષાપ્રદેશપહેરવેશરહેણીકરણી બધું જ અલગ હશે પરંતુ વિશ્વમાં કોઈપણ જગ્યાએ ડાબી બાજુ ધબકતા હૃદયમાં રહેલી કરુણા અને પ્રેમ એક સમાન જ હશે. મુશ્કેલીના સમયમાં લોકોને ધર્મ કે જાતિ યાદ આવતી નથી. તમને સખત તરસ કે ભૂખ લાગી હોય ત્યારે એ તૃપ્ત કરી રહેલા વ્યક્તિ કોણ છે એ તમે જોતા નથી. ત્યારે જ્ઞાતિધર્મરંગ-રૂપ કશું યાદ આવતું નથી. ધંધામાં પણ જ્યારે સ્વાર્થ આવે ત્યારે કોણ આપણું કે કોણ પારકું એ કંઈ જોવાતું નથી.

બહુ જ ઝડપથી બદલાતી ટૅકનૉલૉજીના યુગમાં માનવીય સંવેદનાઓ એટલી ઝડપથી અપડેટ નથી થઈ રહી. આજના સમયમાં શહેરના એક વિસ્તારમાં એક વ્યક્તિ આખું વર્ષ જમી શકે તેટલો ખર્ચ એક નાનકડી પાર્ટી માટે થાય છે. જ્યારે બીજા વિસ્તારમાં ભૂખથી ટળવળતાં બાળકોનાં હાડપિંજર જેવા શરીર જોવા મળે છે. કદાચ આ અસમાનતા જ ગુન્હાઓનુ જન્મસ્થાન બની રહી છે. તમારી કાચી ઉંમરમાં સતત પરિવર્તન પામતા વિચારોને એક પૉઝિટિવ દ્દષ્ટિકોણ મળી રહે એ માટે આવા મૂલ્યોની સમજણ હોવી ખાસ્સી જરૂરી છે.

હું આ અસમાનતા દૂર કરવા માટે વર્ષોથી ઝઝૂમી રહ્યો છું. બધું કંઈ તેમની કામ ના કરવાની દાનતને લીધે નથી થતું. અમીરો દ્વારા આવા વંચિતોનું દરેક સ્તરે શોષણ થાય છે. હાપહેલા કરતાં ભાષા બદલાઈ છે. શોષણનું સ્વરૂપ બદલાયું છે. પણ શોષણમાં ઘટાડો થવાને બદલે ઊલટાનો વધારો થઈ રહ્યો છે. આને અટકાવવું પડશેનહીં તો આવનારા વર્ષોમાં દેશમાં ગંભીર સામાજિક કટોકટીનું નિર્માણ થશે.

હું જોઈ રહ્યો છું રાજકોટ જેવા મધ્યમ કક્ષાના શહેરોમાં છેલ્લા દસેક વર્ષથી એક નવી સમસ્યા ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એ છે વડીલોની એકલતા’. છોકરાઓ ભણીગણીને નોકરી માટે બીજા રાજ્ય કે મેગાસીટીમાં સ્થાયી થઈ રહ્યાં છે. ત્યારે આ શહેરોની હાઇરાઇઝ બિલ્ડિંગોમાં કેદ વડીલોની આંખોમાં એકલતા કોરી ખાતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એ પાછા બધા નાના ગામડામાંથી આવ્યા હોય છે. પરાણે પોતાની જાતને અહીંના વાતાવરણ સાથે અનુકૂળ સાધતી કરે છે. દરેકની અંગત રીતે સંભાળ લેવી શક્ય નથી. પરંતુ આ પાર્કના છાંયડામાં તે પોતાની જ ઉંમરના લોકો જોડે હળીમળી શકે માટે નાનકડી શરૂઆત કરી છે. વૃદ્ધાવસ્થાને પણ પોતાનો આગવો અંદાજ કે ઓળખ હોય છે. બસ આ પાર્કમાં એ સતત ખીલેલો રહે તો મારો હેતુ સાર્થક થયેલો ગણાશે. દિવસના થોડા કલાકો તે હસીખુશીથી જીવી શકે તો એ એકલતાનું સ્વરૂપ બદલાઈ શકે છે. જીવન માટેનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે.

સરકારે ભલે પદ્મશ્રીથી મારું સન્માન કર્યું હોય. પણ પવન દેસાઈ કોઈ એવડી મોટી હસ્તી નથી. તમારે કોઈ પ્રશ્ન હોયકોઈ મદદ જોઈતી હોય કે સૂચનો આપવા હોય વિના સંકોચે ગમે ત્યારે પાર્કમાં પધારી શકો છો. અંતમાં એક નાનકડી વાત કહીશયાદ રાખજો.

જ્યારે પણ તમારા મનમા કોઈ અલગ વિચાર સ્ફૂરે ત્યારે એના પર કામ જરૂર કરજો. શરૂઆતમાં લોકો હાંસી ઉડાવશેપાછા પાડવાના પ્રયત્નો પણ કરશે. પરંતુ અડગ રહેજો. હિંમત ના હારતા. આ બધું એ લોકો જ કરશે જેનામાં આવું નવું વિચારવાની ક્ષમતા નથી. હું પણ શરૂઆતમાં એકલો જ હતો. એક મારી પત્ની ટેકામાં અડગ ઉભેલી હતી. આજે મને હેરાન કરવાવાળા લોકો મારા વખાણ કરતાં થાકતાં નથી. શરૂઆત નાના દીવાથી જ થાય. અંદરના તેલના જોરે તમારું કાર્ય ચાલુ રાખવું પડશે. જો એમાં ખરેખર સચ્ચાઈ હશે તો ધીમે ધીમે કેટલાય હાથ વાટની સલામતી માટે રક્ષણ આપવા આજુબાજુ ગોઠવાતા જશે. તમે અનેક લોકોના વિશ્વાસ અને હિંમતનું કેન્દ્ર બની જશો. એક વાર સળગવાનું ચાલુ કર્યા પછી બુઝાઈ નહીં શકો. ક્યારેક દાઝીને પણ તમારે સતત સળગતું રહેવું પડશે......આજીવન... કારણ તમારી આ જ્યોત જાણે- અજાણે કેટલાય લોકોના સપનાંને જીવવાનું કારણ બનતી હોય છે."

મારી બંને આંખો આંસુ વહાવી રહી હતી.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago