પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-16

Flashback Continues

હું તને ફરી થી મળીને બધુ જ યાદ અપાવવા માંગતો ન હતો,

વર્ષો વીતતા ગયા હું હમેશા થી તારા પર દૂર થી નજર રાખતો હતો, અને સમયંતરે સ્વરલેખાજી ને તારી ગેરહાજરી માં મળીને તારા ખબર પૂછીને ચાલ્યો જતો, આમ વર્ષો વીતતા ગયા.તું પોતાની નવી જિંદગી માં ઘણી ખુશ હતી.પરંતુ કિસ્મત ને તારી આ ખુશી બરદાશ્ત થઈ નહીં.

આપણી બંને ની કિસ્મત તને ફરીથી નજરગઢ ખેંચી લાવી.

નજરગઢ માં કદમ રાખતા જ તું અલગ અલગ મુસીબત માં પડવા લાગી અને ના ચાહતા હોવા છતાં મારે તારો જીવ બચાવવા તારી સમક્ષ આવવું પડ્યું.

પરંતુ તારા નજરગઢ આવવા થી મારી જિંદગી બદલી ગઈ, સૂકી બંજર પડેલી મારી આ જિંદગી માં તે ફરીથી પ્રેમ નું નવસિંચન કર્યું.તારી નફરત પણ મને ગમતી હતી કારણ કે ગુસ્સા માં પણ તું મારી સાથે વાત તો કરતી હતી, તારી સાથે વાર્તાલાપ કરવા વર્ષો થી મારા કાન તરસી ગયા હતા.બાકીની કહાની તું જાણે છે.

Flashback Over

આ બધુ સાંભળ્યા બાદ નંદની પાસે કહવા માટે શબ્દો નહતા,માત્ર એની આંખો સંપૂર્ણ કહાની બયાન કરતી હતી.

પૃથ્વી: તું નથી જાણતી નંદિની કે તારા પૃથ્વી માટે આ વર્ષો કેટલા આકરા હતા,તારા વિના એક એક પળ મે એક સદી સમાન વિતાવ્યો છે,ક્યારનો હું તને સંપૂર્ણ સચ્ચાઈ બતાવવા માંગતો હતો,આજે મને મારી અધૂરી જિંદગી મળી ગઈ.

નંદિની: હું તને વચન આપું છું કે આજ પછી પૃથ્વી ને કોઈ દિવસ નંદિની ના વિરહ માં નહીં રહવું પડે.

બંને એકબીજા ને ભેટી પડ્યા,

ત્યાં વિશ્વા બોલી

વિશ્વા:ઓ...પ્રેમી પંખિડા ઓ તમારું મિલન પત્યુ હોય તો આ બાજુ જોવો, હું પણ અહી જ ઊભી છું,નંદિની દોડીને વિશ્વા ને વળગી પડી.

નંદિની: તો વિશ્વા તું આટલા વર્ષ ક્યાં હતી ?

વિશ્વા: મારી કહાની પણ તારી કહાની ની સાથે જ શરૂ થઈ...

તને જ્યારે નજરગઢ થી દૂર લઈ ગયા,ત્યારે તારા વિરહ માં પૃથ્વી આમ તેમ ભટકવા લાગ્યો અને મારા થી દૂર થઈ ગયો.તમે બંને જ હતા જે મારા સૌથી નજીક હતા અને મને એકલતા સતાવવા લાગી.એક દિવસ એક vampire એ એક વ્યક્તિ પર હુમલો કર્યો, હું એને રોકવા ગઈ, પણ એ વ્યક્તિ નું ખૂન મારા હાથ માં લાગી ગયું.અને એની સુગંધ મારા શરીર માં પ્રવેશતા જ મારી વર્ષો જૂની તરસ જાગી ઉઠી,અને મે એ વ્યક્તિ ના શરીર માથી સંપૂર્ણ ખૂન ચૂસી લીધું,વર્ષો બાદ પ્રાપ્ત થયેલા માનવ રક્ત થી મારા અંદર નો દાનવ જાગી ગયો.એકલતા અને ગુસ્સા થી ભરેલી હું આદમખોર થઈ ગઈ.એક પછી એક હત્યાઓ કરતી ગઈ.મારી તરસ શાંત થતી નહતી,મે એકલી એ જ આખા ગામે ગામ ને મારા શિકાર બનાવ્યા.ત્યારે બધા vampires એ નિર્ણય લીધો કે મને મોત ને ઘાટ ઉતારવા માં આવે.પૃથ્વી ને આ વાત ની જાણ થઈ એ તુરંત મારી પાસે આવ્યો.વર્ષો બાદ એને જોઈને હું ખુશ હતી.પણ પૃથ્વી એ દગા થી સ્વરલેખાજી સાથે મળીને મને બળપૂર્વક Hibernation માં મોકલીને ધરતી ના પેટાળ માં કેદ કરી દીધી.

પૃથ્વી: એ દગો ન હતો વિશ્વા..જો મે તને એ દિવસે કેદ ના કરી હોત તો vampires મળીને તને નષ્ટ કરી દેવાના હતા.અને તું માનવ રક્ત પીને એટલી શક્તિશાળી થઈ ગઈ હતી કે તને કાબૂ કરવી અત્યંત મુશ્કેલ હતી એટ્લે મારે સ્વરલેખાજી ની મદદ લેવી પડી.પરંતુ હું તને છોડીને ગયો એ બદલ હું ક્ષમા ચાહું છું, નંદિની ના વિરહ માં હું બધુ જ ભૂલી ચૂક્યો હતો.

વિશ્વા: હા હું સમજુ છું ભાઈ.. અને એ માટે હું તને માફ પણ કરી ચૂકી છું.

નંદીની : માફી તો તારે મારી પણ માગવી પડશે પૃથ્વી..એ વખતે તે મારી સાથે પણ દગો કરીને શુધ્ધ રક્ત પીવડાવ્યું અને પોતે મારા વિના એકલો આ આગ માં સળગતો રહ્યો. બધી ભૂલ મારી જ છે... મને માનવ જીવન આપવા માટે તમારે બધા ને કેટલું સહન કરવું પડ્યું.

પૃથ્વી: આ વિરહ તો મારા નસીબ માં હતો જ, અને તારા જીવન ના બદલે મારે મારૂ જીવન આપવું પડ્યું હોત તો હું એમાં પણ જરા પણ વિચાર ના કરતો.

વીરસિંઘજી: ચાલો એ બધુ છોડો.. આપણે સ્વરલેખા પાસે જવું જોઈએ. એ પણ આ પ્રસન્નતા ના પૂરા હકદાર છે.

નંદિની :હા સાચી વાત છે. એમના વગર આ સંપૂર્ણ ઘટના ક્રમ અધૂરો છે.

બધા આ જંગલ માં થી નીકળી ગયા.

પણ એક વ્યક્તિ અહી આ બધો જ વૃતાંત જંગલ ની ઝાડી માં છુપાઈને સાંભળતો હતો.

એમના નીકળતા જ એ વ્યક્તિ બહાર આવ્યો.એની ક્રોધ ભરાયેલી આંખો માથી આંસુ ટપકતા હતા.

એ વ્યક્તિ નો ચેહરો ધીમે ધીમે સ્પષ્ટ થયો એ વ્યક્તિ અવિનાશ હતો.

અવિનાશ : મને એમ લાગ્યું કે પૃથ્વી સદાય માટે મારા માર્ગ થી હટી ગયો છે પરંતુ એ તો હજુ પણ જીવિત છે.

નંદીની.....  તારી આ સંપૂર્ણ કહાની માં એક હિસ્સો હજુ પણ ખૂટે છે.અને એ અતૂટ હિસ્સો હું છું.પૃથ્વી ફક્ત એની નહીં, સાથે સાથે મારી યાદો પણ તારા દિલ માંથી સદાય માટે છીનવી લીધી.

એને તો એની સંપૂર્ણ કહાની બતાવી દીધી પણ હું....

મારી કહાની પર કોણ વિશ્વાસ કરશે, કોણ સમજશે મારા એક તરફા પ્રેમ ને ?

તું મારૂ જીવન છે નંદિની ....તારા માટે હું સંપૂર્ણ બદલાઈ ગયો.મે એ આદમખોર પિશાચો નો શિકાર કરવાનો બંદ કર્યો ફક્ત તારા ખાતર.

તું પૃથ્વી ના પ્રેમ ને સ્વીકારી શકી કારણ કે એ તારા માટે તારો પ્રેમ હતો,પણ મારા નિર્દોષ પ્રેમ નું શું ?

પૃથ્વી ની જેમ હું પણ મારી જિંદગી તારા માટે ત્યાગ કરવા તૈયાર છું.બસ તું એક વાર માંગી તો જો

નંદિની.....

પણ એ દુષ્ટ .... એ ક્રૂર...  પૃથ્વી એ મારા અસ્તિત્વ ને જ નામ શેષ કરી દીધું.

અવિનાશ આકાશ સામે જોઈને જોર થી બરાડયો... 

હું એ પૃથ્વી ને નામ શેષ કરી નાખીશ ..... એના સંપૂર્ણ ખાનદાન ને નષ્ટ કરી નાખીશ.... આ ધરતી ને સંપૂર્ણ પિશાચો થી મુક્ત કરી નાખીશ..એના ક્રોધ થી નીકળેલી જ્વાળા માથી આજુબાજુ નું જંગલ સળગવા માંડ્યુ.

અહી આ બાજુ નંદિની અને બીજા બધા સ્વરલેખાજી ના ત્યાં પહોચ્યા...પેહલા તો સ્વરલેખા આ બધા ને એકસાથે જોઈને ડઘાઈ ગયા.પણ નંદિની ભાગીને સ્વરલેખાજી ને ગળે લાગી ગઈ..

“એક સગી માતા કરતાં પણ તમે મારા માટે વધી ગયા, મારા માટે જે તમે કર્યું છે,કદાચ કોઈ ના કરી શકત”.

સ્વરલેખા: શું થયું ? આમ કેમ બોલે છે ? અને તમે બધા અહી ? બધુ ઠીક તો છે ને ?

નંદિની : ઠીક ? ઠીક નહીં... અત્યંત ઠીક છે...મને સર્વ સત્ય ની જાણ થઈ ચૂકી છે.

નંદિની એ સ્વરલેખાજી ને સર્વ વૃતાંત કહ્યો.

સ્વરલેખાં ના આંખ માં આંસુ આવી ગયા “કેટલા દિવસ થી હું આ દિવસ ની રાહ જોતી હતી”.

વિશ્વા: આખરે બધુ શુભ થઈ ગયું. બસ હવે શું જોઈએ છે ?

પૃથ્વી : ના વિશ્વા ... હજુ અવિનાશ જીવિત છે.જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી કઈ પણ શુભ નથી અને ભૂલીશ નહીં werewolves નંદિની વિશે જાણી ચૂક્યા છીએ.

ના જાણે મને કેમ ? એક અત્યંત વિનાશકારી જંગ સામે દેખાઈ રહી છે.

નંદિની: જંગ ? કેવી રીતે ?

પૃથ્વી : આજે આપણે અમુક werewolves નો નાશ કર્યો છે , એટ્લે એમનો બદલો લેવા અને નંદિની ને પ્રાપ્ત કરવા માટે એ ભેડીયા ઓ અવશ્ય આવશે.

વિશ્વા : તો શું છે ? આપણે કઈ એમના થી ડરતા નથી, અને ભૂલીશ નહીં આપણે એમના કરતાં અત્યંત  શક્તિશાળી છીએ.

પૃથ્વી :હા પણ ત્યારે જ્યારે તેઓ પાંચ-દસ હોય ત્યારે ....પરંતુ જ્યારે એમનું મોટું ઝુંડ આપણાં પર હુમલો કરશે ત્યારે ?

મને એવું લાગે છે કે આપણે નંદિની ને અહી થી ખૂબ જ દૂર લઈ જવી જોઈએ.

નંદિની : ના પૃથ્વી .... ક્યાં સુધી આપણે એના થી ભાગતા ફરીશું. કોઈ દિવસ તો એમનો સામનો કરવો જ રહ્યો. અને હવે આપણે સાથે છીએ તો ડર શું લેવા ?

સ્વરલેખા : ના નંદની ... પૃથ્વી સાચું કહે છે. તું અહી રહીશ તો ચારે બાજુ દુશ્મનો થી ઘેરાયેલી રહીશ.

નંદિની: પણ ?

વિશ્વા : પણ કહી નહીં નંદિની ... આપણે અહી થી સ્થળાંતર કરીશું.

નંદિની: આપણે બધા ?

પૃથ્વી : હા નંદિની આપણે બધા ... આ વખત તને એકલો છોડી ને ક્યાય જવાનો નથી.     

નંદિની : હા પણ જઈશું ક્યાં ?

સ્વરલેખા:  નજરગઢ થી 200 (320km) માઈલ પર એક નાનું એવું નગર છે, ત્યાં મારી એક witch મિત્ર રહે છે, જે નદી ના કિનારે છે.અને ત્યાં આપણે શાંતિ થી રહી શકીશું.

વિશ્વા :ઠીક છે .. તો નક્કી કે કાલે સવારે જરૂરી સામાન લઈ આપણે ત્યાં જવા રવાના થઈશું.

સ્વરલેખા: તમે 3 તો તેજ ભાગી શકશો પણ હું અને નંદિની ?

પૃથ્વી : નહીં સ્વરલેખાજી આપણે બધા એકદમ સાધારણ માનવી ની જેમ એકસાથે યાત્રા કરીશું.

વીરસિંઘજી : હા પણ ખાલી એજ જ તકલીફ છે કે અત્યંત સ્ફૂર્તિલા ઘોડા સાથે પણ 200 માઈલ કાપતા 3 દિવસ લાગી જશે, અને વચ્ચે રસ્તા માં જો નંદિની ની ઓળખ થઈ ગઈ તો ?

સ્વરલેખાજી : તમે એની ચિંતા ના કરશો ... હું મારી શક્તિ થી એના ફરતે એક એવું રક્ષા કવચ બનાવી દઇશ કે એને કોઈ સૂંઘી પણ નહીં શકે.

વીરસિંઘજી : ઠીક છે તો પછી કરો યાત્રા ની તૈયારી.

ચારેય જણા પોત પોતાનો જરૂરી સમાન એકત્ર કરવા લાગ્યા, પૃથ્વી અત્યંત તેજસ્વી અને ખડતલ ઘોડા શોધી લાવ્યો.

સૂર્ય ની પહલી કિરણ સાથે બધા ઘોડા પર સવાર થઈ ગયા.

પાંચેય ના ઘોડા પવનવેગે દોડવા લાગ્યા.પસાર થતાં થતાં જંગલના રસ્તા કિનારે પેલી બેન્ચ આવી,નંદિની ની નજર એના પર પડતાં એ ત્યાં ઊભી રહી ગઈ અને ઉતરી ની બેન્ચ પાસે ઊભી રહી ગઈ. પૃથ્વી નું ધ્યાન પડતાં એને પણ ઘોડો થોભ્યો અને નંદિની પાસે આવ્યો, પેલા ત્રણ પણ ઊભા રહ્યા.  

પૃથ્વી એની પાસે આવ્યો.

પૃથ્વી : શું જોવે છે નંદિની ?

નંદીની : આ જંગલ ને ....એ આપણાં થી અલગ નથી , આપણાં  જીવન નો હિસ્સો છે ,આપણાં પ્રેમના સાક્ષી છે,અને આ બેન્ચ ....આને કેમ કરી ભૂલી શકાય ?

કોઈ દિવસ વિચાર્યું નહતું કે જે નજરગઢ માં આટલા વર્ષો વિતાવ્યા એ નજરગઢ ને આમ રાતો રાત છોડીને ભાગવું પડશે.

પૃથ્વી : વિચાર્યું તો મે પણ નહતું, પણ આપણે સદાય માટે નથી જઇ રહ્યા,જ્યારે આપણાં માથે થી સંકટ ટળી જશે ત્યારે આપણાં જંગલ માં આપણે પુનઃ આવી જઈશું. એટ્લે બહુ ના વિચાર અને ચાલ.

નંદીની એ બેન્ચ પર પ્રેમ થી હાથ ફેરવ્યો અને ઘોડા પર બેસી ગઈ.

તેઓની યાત્રા પુનઃ શરૂ થઈ.....

દિવસ આથમવા આવ્યો. એટ્લે એમને વિસામો લેવાનું વિચાર્યું, એક ઝરણા પાસે અશ્વો ને રોકીને બધા એ આરામ કરવાનું વિચાર્યું.

વિશ્વા એના અશ્વ ને પાણી પીવડાવતી હતી ત્યાં એને જંગલ માંથી કઈક ખળભળાટ નો અવાજ સંભળાયો. એને પૃથ્વી ને અને બધા ને સાવચેત કર્યા.

તેઓ એ ચારે બાજુ નજર દોડાવી, પણ લાગ્યું કે કઈક વહેમ છે.

બધા થોડીક વાર માં ફરી થી પોત પોતાના કામે લાગ્યા.

અચાનક વિશ્વા ના ગરદન માં ચાંદી ની સાંકળ આવી અને 3 ભયંકર દેખાવ વાળા માનવો કૂદીને અનેક સાંકળો થી વિશ્વા ને જકડી લીધી .

આ બાજુ એવી રીતે પૃથ્વી ને અને વીરસિંઘ ને પણ આવા માનવો એ જકડી લીધા ચાંદી ની સાંકળો થી જકડી લીધા.

સ્વરલેખાજી ને પણ એક આવા માનવે પકડી લીધી અને એક કાચ ની શીશી માંથી જાદુઇ પ્રવાહી સ્વરલેખા ને જબરદસ્તી પીવડાવી દીધું, એ ત્યાજ બેહોશ થઈ ગયા.  

ખાલી નંદીની આઝાદ હતી પણ એ કઈ પણ કરવા માટે અસમર્થ હતી.

ચાંદી ના સાંકળો ના દર્દ ના કારણે પીડા થી તેઓ ચિત્કાર કરી રહ્યા હતા.

નંદીની જોર થી બોલી “ કોણ છો તમે બધા ? અને અમને કેમ પકડ્યા છે ?

પૃથ્વી બોલ્યો “ તું અહી થી ભાગ નંદિની ... આ werewolves છે ....

નંદીની : ના ...હું તમને લોકો ને છોડીને ક્યાય નહીં જાવ..

પાછળ થી અવાજ આવ્યો....

“ બિલકુલ સાચું કહ્યું નંદની ....તું નહીં હવે એ લોકો તને છોડીને જશે”.

એક કાળા ઘોડા પર અવિનાશ એ લોકો ની વચ્ચે આવ્યો.

નંદીની : અવિનાશ ? તું અહી ?

અવિનાશ : હા નંદિની ....કેમ ?મને જોઈને આનંદ ના થયો તને ? મને લાગ્યું આપણે મિત્રો છીએ.

નંદિની : આ મજાક નો સમય નથી અવિનાશ, આ લોકો ને આઝાદ કર.

અવિનાશ : આઝાદ તો હું કરીશ પણ જીવન થી.

અવિનાશ અશ્વ પર થી ઉતરી ને નંદિની પાસે ગયો.

અવિનાશ : હું ગમે એટલો ગુસ્સા માં હોવ પણ જ્યારે તને જોવું છું ત્યારે હું એકદમ શાંત થઈ જાવ છું ....વિચાર્યું હતું કે પૃથ્વી ને ખૂબ જ દર્દનાક મોત આપીશ પણ ,હવે એમ લાગે છે કે એને આસાની થી ખત્મ કરી દેવો જોઈએ.

અવિનાશ એ બધા werewolves ને આદેશ આપ્યો કે ચાંદી ની સાંકળ મુક્ત કરો.એને એના મંત્રો થી એક ઘેરો બનાવી બધા ને એ ઘેરા માં કેદ કર્યા પણ તેઓ હજુ પણ wolves ના સિકંજા માં હતા.

અવિનાશ: તમને લોકો ને આશ્ચર્ય હશે કે મે તમને કેવી રીતે શોધ્યા ? ..આસાન હતું ..મારી બહેન એ નંદિની ના ફરતે કવચ બનાવ્યું હતું, એના પોતાના ફરતે નહીં.. એટ્લે મે સ્વરલેખા નો પીછો કર્યો હું જાણતો હતો કે તમે બધા મારા સાથે છો. ત્યારબાદ મે મારા મિત્રો આ ભેડીયાઓનો સંપર્ક કર્યો અને તમારા પાસે પહોચી ગયો....પણ સાચે યાર બહુ ભગાવ્યા તમે લોકો એ.....  આટલે દૂર સુધી આવવું પડ્યું મારે.   

અને હા .... મે એવું સાંભળ્યુ છે કે તને તારી યાદો પછી મળી ગઈ? હા Confuse થવાની જરૂર નથી.કાલે જ્યારે તમારી ખોવાયેલી યાદો ની મહાગાથા ચાલતી હતી ત્યારે હું ત્યાંજ હતો,મને એક વખત એવું લાગ્યું કે તને પૃથ્વી ની સાથે હું પણ યાદ આવીશ ....

નંદની : મતલબ ?

અવિનાશ : મતલબ એમ કે નંદની ...હું પણ તારા જીવન નો એક અતૂટ હિસ્સો છું ..તું મારી જિંદગી છે,ફક્ત તારા માટે હું હજારો વર્ષો ની કેદ તોડી ને ભાગ્યો છું.

નંદની : તું શું બોલે છે મને કઈ સમજાતું નથી.

અવિનાશ એ નંદિની ને જોર થી ખભા થી પકડી લીધી ને ગુસ્સા માં બરાડયો...

“જો તને આ પૃથ્વી યાદ આવ્યો તો હું કેમ નહીં ?”

જોર થી પકડવા થી નંદીની ને પીડા થવા લાગી...

ઘેરા માં થી પૃથ્વી એ પડકાર નાખ્યો.

“ ઓય કાયર .... હિમ્મત હોય તો મને સ્પર્શ કરી જો.. નંદિની ને સ્પર્શ પણ કર્યો તો તારું માથું ધડ થી અલગ કરી દઇશ”.

અવિનાશે એ એના શબ્દો પર ધ્યાન ના આપ્યું ..

પણ એને જોયું કે જોર થી પકડવા થી નંદની ને પીડા થઈ રહી છે એને તરત હાથ છોડી દીધા અને એને નંદિની ના હાથ એના હાથ માં પકડ્યા.

અવિનાશ : મને માફ કરી દે નંદની ....તને દર્દ પહોચડવાનો મારો કોઈ ઉદેશ્ય નથી ...તું તો મારો પ્રાણ છે ..તને દર્દ થાય અને જીવ મારો જાય છે.

નંદિની એ એના હાથ ખેંચી લીધા.

અવિનાશ : મારા સાથે આવો દુર્વ્યવહાર કેમ ? હું તને એ પૃથ્વી કરતાં પણ વધારે ચાહું છું.

પણ મને લાગે છે કે આ પૃથ્વી જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તું મારી નહીં થઈ શકે.... સૌ પ્રથમ આ પૃથ્વી ને જ રસ્તા માં થી હટાવવો પડશે.

એટલું બોલી ..અવિનાશ નીચે પડેલું લાકડું લઈને પૃથ્વી તરફ ધસી ગયો.

ત્યાં પાછળ થી એક વ્યક્તિ એ અવિનાશ ને પાછળ થી પકડ્યો અને બોલ્યો ....

“નહીં અવિનાશ ....પૃથ્વી મારો શિકાર છે ....”

અવિનાશ એ પાછળ વાળીને જોયું .... એક વ્યક્તિ રઘુવીર હતા.   

                      

***

Rate & Review

Verified icon

Kandhal 2 months ago

Verified icon

Abhi Barot 2 months ago

Verified icon

Kanzariya Jayesh 3 months ago

Verified icon

Menka Patel 3 months ago

Verified icon

Sapna Patel 4 months ago