krossing ગર્લ - 19


રાહુલ માટે આજે બહુ મહત્ત્વનો દિવસ હતો. રાજકોટની એમ.એફ. હુસેન’ આર્ટ ગેલેરીમાં ચિત્રોનું ભવ્ય એક્ઝિબિશન યોજાયું હતું. તેમાં શહેરના યુવા ચિત્રકારોને પણ પોતાનાં ચિત્રો પ્રદર્શિત કરવાની તક મળી હતી. તેમાં એક નામ રાહુલનું હતું. અમારી સ્કૂલ અને કલાસ માટે આ બહુ પ્રાઉડ મોમેન્ટ હતી. સ્કૂલના બોર્ડ અને શિક્ષકો આ પ્રદર્શન નિહાળવા ઉત્સાહિત હતાં. જે મુકામે પહોંચતાં લોકોની જિંદગી વીતી જતી હોય તે રાહુલે ઉઘડતી યુવાનીમાં હાંસલ કર્યો હતો.

 તેણે ક્લાસમાં અમને બધાને આમંત્રણ આપ્યું હતું. બીજા કોઈએ રસ ના દાખવ્યો. મીરાને ખૂબ ઇચ્છા હતી પરંતુ તેને બહારગામ જવાનું હોવાથી તે આવી શકે તેમ નહોતી. હેપ્પીને તો ચિત્રોના નામથી જ ચીડ ચડતી. લોકો મૂરખના સરદાર છે. આવા ઢંગધડા વગરના ચીતરામણા પાછળ સમય અને પૈસા બંને બગાડે છે.” તે રાહુલને ચીડવવાની એક પણ તક ના છોડતી. મને એકલાં જતાં શરમ આવતી હતી પણ રાહુલનું એક્ઝિબિશન હતું એટલે ચિત્રોમાં કંઈ જ ખબર પડતી ના હોવા છતાં હું સમયસર આર્ટ ગેલેરીએ પહોંચી ગયો. રાહુલની બેનમૂન કારીગરી અને તેની મહેનત મેં નજરે નિહાળી હતી. તે ભલે આ ફિલ્ડમાં નવો હતો. પરન્તુ તેનું કામ કોઈ સિદ્ધહસ્ત ચિત્રકારની બરોબરી કરી શકે તેવું હતું. ન્યૂઝપેપરોમાં રાહુલની ટેલેન્ટના બહુ વખાણ થયેલા. આર્ટ ગેલેરીના પ્રવેશદ્વાર સુધી આ વિચારો મારા કદમ સાથે તાલ મિલાવતાં હતાં. ગેલેરીના પ્રવેશદ્વારે રાહુલ મને જોતાં જ ભેટી પડ્યો.

વેલકમ ડીઅરમને ખબર જ હતી. કોઈ આવે કે ના આવે પણ તું તો આવીશ જ.” તેણે અમુક લોકો સાથે મારી ઓળખાણ કરાવી. પછી અન્ય મહેમાનોને વેલકમ કરવામાં વ્યસ્ત બની ગયો. હું આમતેમ જોતો આર્ટ ગેલેરીમાં ચિત્રો જોવા લાગ્યો. આમાંના મોટાભાગના મેં રાહુલના ઘરે જોયેલા હતાં.

હેલ્લોલેડીઝ એન્ડ જેન્ટલમેનએટેન્શન પ્લીઝ. ચિત્રનગરી’ નામ રાજકોટની ઓળખ બની ગઈ છે. દેશના અતિપ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ. હુસૈનને અંજલી આપવા આ વર્લ્ડકલાસ આર્ટ ગેલેરીને તેમનું નામ અપાયું છે. રાજકોટ કોર્પોરેશન દર વર્ષે આ આર્ટ ગેલેરીમાં ચિત્રનગરી’ નામના ભવ્ય પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરે છે. દર વર્ષે ચિત્રોની અલગ-અલગ થીમ હોય છે. હું 'એબ્સર્ડ આર્ટ'ના જાદુથી ચમકી રહેલી તમારી આંખો તેના માટે રહેલું સન્માન જોઈ શકું છું. શહેરના બહુ જ ફેમસ ચિત્રકારો સાથે કેટલાક યંગથીગ્સને પણ આ વર્ષે પોતાની આર્ટ અહીં પ્રેઝન્ટ કરવાની તક મળી છે.

હું RJ નંદિનીએક્ઝિબિશનના પાંચમા અને અંતિમ દિવસે તમારું બધાનું સ્વાગત કરું છું. તમે આ પાંચ દિવસમાં અલગ-અલગ આર્ટિસ્ટના કેટલાય પેઇન્ટિંગ્સ જોયા છે. તમારો કીમતી સમય આપી તેમની કલાની કદર કરી છે. આ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તમારું આભારી છે. આપણે હવે શહેરના યુવા ચિત્રકારોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ હું બોલાવીશ મિ. રાહુલ પંડિત’ જેમની ઍબ્સર્ડ આર્ટ લોકોના દિલમાં વસી ગઈ છે. પ્લીઝ કમ હીયર. તેમને તાળીઓથી વધાવો. માનનીય કલેક્ટરશ્રીને કહીશ કે તેઓ મોમેન્ટો આપી રાહુલની આર્ટને પ્રોત્સાહિત કરે.સૌ એ તાળીઓથી આ ક્ષણને વધાવી લીધી. રાહુલનું સન્માન થયું એ ક્ષણને મેં મારા મોબાઈલના કેમેરામાં કેદ કરી.

નેક્સ્ટ છે નિરજા ઠક્કર... પ્લીઝ વેલકમ ડીયર. આ મારી ખાસ ફ્રૅન્ડ છે. તેના અમુક ચિત્રોએ તો નેશનલ લેવલ પર પણ ખાસ્સી ચર્ચા જગાવી છે. તેમને મોમેન્ટો આપી સન્માનિત કરશે શહેરમાં હમણમાં જ પોસ્ટીંગ થયેલા ACP વિનોદ મલિકજેઓ ખુદ ચિત્રોના બહુ મોટા પ્રશંસક છે. પોતાના અત્યંત વ્યસ્ત સમય વચ્ચે પણ યંગ જનરેશનને પ્રોત્સાહિત કરવા માટે ખાસ અહીં પધાર્યા છે.” તાળીઓનો ગડગડાટ ચાલુ જ હતો.

હે ભગવાન ! આ તો મીરાના પપ્પા હતા.” તેમની પર્સનાલિટી જબરદસ્ત લાગતી હતી. દેખાવમાં તે કોઈ હીરો જેવા ડેશીંગ લાગતા હતા. મને હવે મીરાના ઇન્ટેલીજન્સ અને સુંદરતાનું રહસ્ય સમજાયું. પહેલી વાર કોઈ પોલીસ ઑફિસરને જોઈ ડર ના લાગ્યો.

ચાર યુવા ચિત્રકારોનો સન્માનનો નાનકડો પ્રસંગ પૂરો થયો. બધા વિખેરાયા. ચિત્રોની ચર્ચા કરવા લાગ્યા. હું પણ દરેક ચિત્ર ના સમજાવા છતાં ધ્યાનથી જોતો હતો. ક્યારેક મીરાના પપ્પા સામે નજર નાખી લેતો. તેમની આસપાસ લોકોનું ટોળું જમા થયું હતું. હેય ક્રિષ્નાકમ હીયર...” રાહુલની બૂમ સંભળાઈ.

મેં તેની સામે જોયું. તે મને બોલાવી રહ્યો હતો. હું તેની પાસે ગયો, “ડેડમીટ માય વેરી ક્લોઝ ફ્રૅન્ડ એન્ડ બ્યુટીફૂલ પર્સનક્રિષ્ના પટેલ.

ઓહહાઉ આર યુ માય યંગ બોય. તું તો સમજદાર લાગે છે. રાહુલની જેમ આ પેઇન્ટિંગ કે કોઈ અધર આર્ટના રવાડે ના ચડતો. ફ્યુચર બરબાદ થઈ જશે. ઓન્લી કોન્સન્ટ્રેટ યોર સ્ટડી.” તે મારી સાથે હાથ મિલાવતા બોલ્યા.

યસ સર’ હું ખાલી આટલું જ બોલી શક્યો. હજુ તે વધુ કંઈ કહે તે પહેલાં કોઈએ તેમને બોલાવ્યા. તે ત્યાં ચાલ્યા ગયા. રાહુલ ખૂબ ગુસ્સામાં હતો. તેના પપ્પા રાહુલ પર ગર્વ લેવાને બદલે શરમ અનુભવતા હતા. મેં તેના ખભે હાથ મૂકીને શાંત રહેવા માટે સમજાવ્યો. તેનો મૂડ ખરેખર ઑફ થઈ ગયો હતો. તે બીજા લોકો સાથે વાતોએ વળગ્યો. તેમના અભિનંદન અને શુભેચ્છાઓ ઝીલવા લાગ્યો. હું ફરીથી આમતેમ ફરતો ડાફોળિયા મારવા માંડ્યો. અહીંયાં સ્ત્રીઓ પણ ઘણી હતી પણ યંગ ગર્લ્સ બહુ ઓછી હતી. મોટાભાગની બહુ ચિત્રવિચિત્ર ફેશનના કપડાં પહેરીને આવી હતી. જાણે કોઈ ફેશન શોમાં આવ્યો હોય એવું લાગતું હતું. મને એનાઉન્સર RJ નંદિની વિશે વિચાર આવ્યો. તે ગ્રાન્ડ FMના ઉદઘાટનમાં પણ હતી. શું તે કોઈ એફ.એમ. ચેનલમાં રેડિયો જૉકી હશે મીરા અને રાહુલના પપ્પા વાતો કરતાં કરતાં મારી બાજુમાં આવીને ઉભા રહ્યાં.

ડૉક્ટર પંડિતયુ આર વેરી લકી. મેં તમારા સનના પેઇન્ટિંગ્સ જોયા. તે ખૂબ સારા ચિત્રો દોરે છે. તેને ફ્રીડમ આપજો. એ એબ્સર્ડ આર્ટમાં બહુ નામ કમાઈ શકે છે.” મીરાના પપ્પા બોલ્યા.

શું મજાક છે એક ડૉક્ટર ફેમિલીનો છોકરો પેઇન્ટર... તમને ખબર તો છે દેશમાં પેઇન્ટરની શું વેલ્યૂ છે. મારે મારી રેપ્યુટેશનના સરેઆમ ધજાગરા નથી કરવા. આ તો એની મમ્મીનો બહુ આગ્રહ હતો એટલે.બાકી આવા એક્ઝિબિશન માટે હું ક્યારેય પરમિશન ના આપત. ઇટ્સ ટોટલી ટાઇમ વેસ્ટીંગ વર્ક.” રાહુલના પપ્પા અણગમતા ચહેરે બોલ્યા.

ડૉક્ટર પંડિતઇટ્સ ગોડ ગિફ્ટ . બહુ રેર લોકોની પીંછીમાં આવો જાદુ હોય છે. લોકોની જિંદગી વીતી જાય છે આવો કસબ કેળવવા માટે. જ્યારે રાહુલ તેના ફર્સ્ટ સ્ટેજમાં આટલી નાની ઉંમરે આવા પેઇન્ટિંગ સર્જી શકે છે... ઇટ્સ અમેઝિંગ... આઈ એમ નોટ જોકીંગ.” મીરાના પપ્પાએ કહ્યું.

લીસનકમિશનર સાહેબ. ડો. પંડિતને નામ અને દામ મેળવવા કેટલી સ્ટ્રગલ કરવી પડી છે તેની એને જ ખબર છે. હું નથી ઇચ્છતો કે મારો સન ડૉક્ટર તરીકેનું પોતાનું બ્રાઇટ ફ્યુચર છોડી આવા ટાઈમપાસ કામમાં તેની લાઈફ વેસ્ટ કરી નાખે. તમને ખબર છે... આજના ટાઈમમાં સર્વાઈવ કરવા માટે શું શું કરવું પડે છે... હાતમને ક્યાંથી ખબર હોય નહીં... નિયમિત... એન્ડ બીજી ઈન્કમ પણ... યુ નો વોટ આઈ સે...” રાહુલના પપ્પાએ કહ્યું.

યસઆઈ અન્ડરસ્ટેન્ડિંગ વેરી વેલ. મારા અને તમારા સન રાહુલ જેવા થોડા લોકોના હૃદયમાં હજુ સંવેદનાઓ ધબકે છે. એટલે જ આ દેશ હજુ જીવવા જેવો છે. તમારી રેપ્યુટેશન અને સ્ટેટસની ભૂખે તો દેશને ક્યારનો બરબાદ કરી દીધો છે. નદી પર બંધ બાંધી તમે કદાચ થોડા સમય માટે તેના પાણીને રોકી શકો. જો કાયમ રોકવા માટેની જબરદસ્તી કરો તો નદી રસ્તામાં આવતું બધું ખેદાનમેદાન કરી પોતાનો રસ્તો કરી લે. ટેલેન્ટનું પણ કાંઈક આવું જ છે. એ પોતાનો રસ્તો જાતે કરી લેશે. અલ્લાહતમને આ બધું સહન કરવાની શક્તિ આપે.

બીજુંગવર્નમેન્ટ મને પૂરતો પગાર આપે છે. મારે ક્યારેય વધારાની ઇન્કમની જરૂર પડતી નથી. એટલે જ તમારી સામે ઊભો રહી ખુમારીથી વાત કરી શકું છું. ગુડ લક ડો. પંડીત ફોર યોર ફ્યુચર.” મીરાના પપ્પા ત્યાંથી આગળ નીકળી ગયા. જતાં જતાં એક નજરમાં મને માપતાં પણ ગયા. રાહુલે આ બધું નોટીસ કર્યું. તેને લાગ્યું મેં તેમની વચ્ચેની બધી વાતચીત સાંભળી હતી. મને રાહુલના પપ્પાના વિચારો સાંભળી સખત આંચકો લાગ્યો. ખરેખર મને રાહુલની ચિંતા થવા લાગી. જો એને પેઇન્ટિંગ કરતો બંધ કરી દેવામાં આવશે તો એ કેમ જીવી શકશે ?

*********

જન્માષ્ટમીના ફોટોશૂટની ભૂલ ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પોતાનું વસૂલી કરી રહી હતી. સાગરે મારા પર ગાળોનો વરસાદ વરસાવી રહ્યો હતો. કરાટે કીક વડે સરખો કરીને ધોઈ નાખ્યો હતો. મારા પપ્પાએ મને આજ દિન સુધી ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નહોતો પણ સાગરે પીઠપેટહાથડોકઘૂંટણની ઉપર પીઠ જ્યાં આવે ત્યાં કીકની સટાસટી બોલાવી હતી. મારે એ ભૂલ માટે સાંભળવું પડશે એ થશે તે પાક્કું હતું. પણ આ હદે માર સહન તેની કલ્પના ય નહોતી.હું લંગડાતો લંગડાતો ચાલતો હતો. 

તેને ચા બનાવી લાવવાનો ઓર્ડર ફેંક્યો. મેં ચા બનાવી. અમે બંને બાલ્કનીમાં હીંચતામાં હીંચકતાં ચા પી રહ્યા હતા. તેણે થોડા સમય પછી મૌન તોડતાં કહ્યું, “કાનજીતને ખરેખર યાદ નહોતું રહ્યું કે તું નાટક કરે છે ?”

રીયલમાં સાગરમા કસમ બસ... હું કંઈ ખોટું થોડું બોલું. તું કૅમેરાની મેમરી ચેક કરી લેજે. આખી શોભાયાત્રામાં એ એક જ ઘટનાને બાદ કરતાં બધું શૂટિંગ હશે. યારહું જાણી જોઈને આવું થોડું કરું ખબર નહીં એ સમય જ એવો હતો. હું ભાન ભૂલીને એ દૃશ્ય જોતા ના રહી શક્યો. મેં કૅમેરો પણ સેટ કરેલો હતો પણ શૂટિંગ મોડ ઓન કરતાં જ ભૂલી ગયેલો.” મેં કહ્યું.

એ ક્યાંય સુધી ખામોશ બેઠો રહ્યો. ચા પૂરી થઈ ગઈ હતી. તે કંઈ જ ના બોલ્યો. તેની ખામોશી મને ઘણી વાર અકળાવતી. ખબર નહીં તે કેવા વિચારોમાં મગ્ન હતો. હું નહાવા ચાલ્યો ગયો. પછી દર્દથી કણસતો કણસતો સૂઈ ગયો. સવારે ઊઠીને બાલ્કનીમાં ગયો ત્યારે હજુ પણ તે ત્યાં જ બેઠો હતો. અત્યારે તેને એકલો છોડી દેવામાં જ શાણપણ હતું. આજે સ્કૂલમાં મીરા પણ ગેરહાજર હતી. મારું પહેલી વાર ભણવામાં મન ના ચોંટ્યું. મને સાગરની ખામોશીના જ વિચાર આવ્યા કરતા. હેપ્પી અને રાહુલે બહુ પ્રયત્નો કર્યા. મારો સેડ મૂડ સારો ના જ થયો. હું ઘરે આવ્યો. માછલીઘરની ઉપર એક કાગળ પડ્યો હતો.

“10 દિવસ માટે હિમાલયમાં ટ્રૅકિંગ માટે જાઉં છું.” મને કંઈ સમજાતું નહોતુ. આવડું મોટું ઘરઆટલી સુવિધાઆ બધા માટે પૈસા ક્યાંથી આવતા હશે. તે શું કામ કરતો હશે. આ વખતે આવે એટલે પૂછીને જ રહીશ. મેં મનોમન નિર્ણય કર્યો.

મનને ઉદાસી ઘેરી વળી. બધી વાતોનો સખત કંટાળો આવતો હતો. ઇશિતાના કેસમાં સાગરે મને સરખો કરીને ફસાવી દીધો હતો. પહેલા સરપ્રાઈઝ મદદ કરવાનું કહી પછી હાથ ઊંચા કરી દીધા હતા. હું તેને માંડ મનાવી શક્યો હતો. આવા સેડ મૂડમાં તેને ફોન કરવાનું ઠીક ના લાગ્યું. ઘરે ફોન જોડ્યો. બધા સાથે વાતો કરી. થોડું સારું લાગ્યું. ગીતા કોઈ કૉમ્પિટિશન માટે બહાર ગઈ હતી. તેને કૉલ લાગતો જ નહોતો. મેં મીરાને ફોન કર્યો. તેણે કટ કરી નાખ્યો. મૅસેજમાં કલાક પછી કૉલબૅક કરીશ એમ કહ્યું. તેને બીજી વાર ફોન કરવો પડે એવી કોઈ ઈમરજન્સી નહોતી. રાહુલ તો આમેય પહેલેથી જ સેડ હતો. તેથી તેને વધારે ઉદાસ કરવા મન ના માન્યું. કમ્પ્યૂટરમાં ગેમ રમ્યો. મોબાઈલમાં ફની વિડિયો જોયા. હું કંટાળ્યો. ખબર નહીં કેમ ક્યાંય ગમતું નહોતું. કશું જ સારું લાગતું નહોતું. હું માછલીઓ પાસે ગયો. તે જાણે કહી રહી હતી – “રિલેક્સ માય બોય. આ સમય પણ વીતી જશે.” હું રડી પડ્યો.

મારા રૂમમાં જઈને સીધો જ બેડ પર પટકાયો.વિના કારણે ખબર નહીં ક્યાંય સુધી રડતો રહ્યો. જિંદગીમાં પહેલી વાર હું મન મૂકીને રડ્યો.


***

Rate & Review

Heena Suchak 3 months ago

V Dhruva 4 months ago

ashit mehta 4 months ago

Nipa 5 months ago

Shailesh Panchal 5 months ago