krossing ગર્લ - 20


સાગરને ગયાના હજુ બે દિવસ જ થયા હતા. આજની રવિવારની રાત મારા માટે સ્પેશ્યલ હતી. ઇશિતા સાથે સાંજે મારી ફર્સ્ટ ડેટ હતી.માંડ કરીને એને મનાવી હતી. મીરાએ તેના પપ્પાનું એક જૂનું બ્લેઝર મને ધરાર પહેરાવ્યું હતું. તેણે મને પાર્ટીવેર કપડામાં મસ્ત તૈયાર કર્યોહતો. મારું આજનું રૂપ જોઈને મને પણ હું ગમવા લાગ્યો હતો. તે પોતે તો કોઈ જોડે ડેટ પર ગઈ નહોતીછતાં કેટલીય ડેટીંગ ટીપ્સ તેણે મને આપી. તેણે અમુક એવા સિક્રેટ શેર કર્યા જે ફક્ત છોકરીઓ જ આપસમાં જાણતી હોય. જે સાંભળીને હું અવાચક બની ગયો હતો. તેમાં અમુક વાતો તો એવી હતી જે મને પણ બોલતાં શરમ આવતી. પણ તે સાવ સહજતાથી બધું કહી રહી હતી. સાથે એક પ્રોમિસ પણ લીધું કે ડેટ પૂરી થયા પછી એ જે સવાલો પૂછશે તેના જવાબો મારે આપવા પડશે.” 

"મીરા તું તારા સાઇકોલોજી સ્ટડીના એક્સપેરિમેન્ટ મારા પર કરવા માંગે છે. એટલે આવી બધી ટિપ્સ આપે છે." મેં પ્રોમિસ આપીને પૂછ્યું.

"ગધેડા ઉ યુ આર બેસ્ટી & સમથિંગ સ્પેશ્યલ ફોર મી. મારે તારા પર આવા  કોઈ સ્ટડી કરવાની જરૂર નથી. તેના માટે આખી દુનિયા પડી છે." તેને નારાજ થતાં કહ્યું.

"સોરી મીરું . મારો આવો કોઈ ઈરાદો નહોતો. બસ આ તો તને ગુસ્સે કરવા અમસ્તું જ ...." મેં વાત સાંભળતાં કહ્યું.

"ચાલ, ઉપડ વાયડા' તેણે મારી પીઠમાં ધબ્બો મારી 'તિતલી' ની ચાવી આપતાં કહ્યું. પાછું કાલે સ્કૂલે લઈને આવવા માટે કહ્યું.

હું ન્યારી ડેમના કિનારે હમણાં જ શરૂ થયા ડેટિંગ ડેસ્ટિનેશનમાં દાખલ થયો. ઇશિતાએ પહેલેથી જ ટેબલ બુક કરાવી લીધું હતું. હું સમયસર જ હતો પરંતુ તે વહેલી આવી ગઈ હતી. તેણે વાયોલેટ અને યલો કલરના કોમ્બિનેશનનું વન-પીસ પહેર્યું હતું. માથા પર અજીબોગરીબ હેરસ્ટાઈલ લીધી હતી. આછો મેકઅપ અને ગુલાબી લીપસ્ટીકથી સજાવેલા તેના હોઠ વડે તે વિચિત્ર લાગતી હતી. તે પોતાની જગ્યાએ ઊભી થઈ. મને હગ કરવા માટે તેણે પોતાના બંને હાથ ખોલ્યા. હું પરાણે તેને ભેટ્યો. પછી મીરાએ કહેલું એ પ્રમાણે પહેલા તેને વિવેકથી ખુરશીમાં બેસાડી પછી હું મારી ખુરશીમાં જઈને બેઠો. અમે બંને સામસામે ખુરશીમાં બેઠા હતા. તેને આ રીતે તૈયાર થયેલી જોઈને મને સખત અણગમો ઉત્પન્ન થયો. કોણ જાણે કેમ આજે તે આ બહુ વિચિત્ર લાગી રહી હતી. મીરાએ ડેટિંગની બધી ઍટીકેટ્સ અને આંટીઘૂંટી સમજાવી હતી પણ અમલ કેમ કરવો એ સમજાતું નહોતું.

વેઈટરે પાણી આપ્યું. સાથે જ ટેબલની સજાવટ કરવા લાગ્યા. ટૅબલને ખૂણે અને સાઈડમાં મીણબત્તીઓ ગોઠવી. ડેમસાઈટ પર ખુલ્લી જગ્યામાં મંદ મંદ પવન સાથે ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હતું. બીજા ટેબલ પર બેઠેલા કપલો પોતાના પાર્ટનર સાથે વાતોમાં મશગૂલ હતા. વેઈટરે આખા ટેબલને શણગાર્યું. પછી અમને કેકનો એક પીસ સર્વ કર્યો.

નાઇસ લૂકિંગતું આજે ખરેખર મસ્ત લાગે છે.” મેં પરાણે વખાણ કરી શરૂઆત કરી.

ઓહો થેંક્સ. મને એમ કે તને ખાસ ગમ્યું નહીં હોય. એટલે તેં કોઈ કૉમ્પ્લિમેન્ટ ના આપ્યું. બાય ધ વે યુ ઓલ્સો લુકિંગ વેરી ડેશિંગ. કોઈ વેલ એક્સપિરિયન્સ પર્સને તને પ્રિપેર કર્યો લાગે છે આ ડેટ માટે.” તે લુચ્ચા હાસ્ય સાથે બોલી.

ના એવું કશું જ નથી. છોકરાઓ આમ તો કેરલેસ હોય છે પણ છોકરીનું નામ પડે એટલે કંઈ  તૈયાર થવામાં કંઈ બાકી ના રાખે એન્ડ સાગર વિશે તો તને ખબર જ હશે ?” હું મીરાને વચ્ચે લાવવા માગતો નહોતો. નહીં તો મારી  આ 'રોમાન્સ ડેટ' ચાલુ થાય પહેલાં જ પુરી થઈ જાત.

“ઓહો ! તો આ બધો સાગરનો કમાલ લાગે છે. તો સાગરે તને ડેટિંગ ટિપ્સ પણ આપી હશે નહીં ? એન્ડ આ તારી ફર્સ્ટ ડેટ  લાગે છે માટે તું આટલો બધો એક્સાઇટેડ છે.” તેણે કેકનો પીસ લઈને અડધો ખાધો પછી અડધો પીસ મને ખવડાવ્યો.

મને તો ડેટ વિશે અહીંયાં રાજકોટ આવીને ખબર પડી. હા ક્યારેક છાપામાં કે ન્યૂઝમાં હીરો-હીરોઈનોના ડેટના વિશે માહિતી મળતી. અમારે ત્યાં તો તારીખમાં જવાનું છે” એમ સંભળાય ત્યારે સમજી લેવાનું આ ભાઈને કોર્ટમાં કેસની તારીખ હશે. યસહું ફર્સ્ટ ટાઈમ જ ડેટ પર આવ્યો છું. મને આનો કોઈ એક્સપિરિયન્સ નથી એટલે જ થોડું વિચિત્ર લાગે છે.” હું મીરાના રુલ્સ તોડતાં બોલ્યો.

તે હસવા લાગી. "હું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યાં સુધીમાં 5 બોયને ડેટ કરી ચૂકી હતી. નાવ યુ આર... આઈ થીંક 46...મેય બી"

બા રેઆટલા બધા... કોઈની સાથે પ્રેમ થયો કે નહીં... આઈ મીન વાત આગળ વધી કે નહીં...” હું મારી ઓરિજિનલ સ્ટાઈલમાં આવતાં બોલ્યો. વેઈટરે સ્ટાર્ટર તરીકે સૂપ અને સલાડ સર્વ કર્યા.

“4 બોયસ્ સિવાય ખાસ કોઈ નહીં. એકે તો મને મેરેજ માટે પણ પ્રપોઝ કરેલું. બટ હી વૉઝ નોટ માય ટાઈપ. એનામાં કોઈ સ્ટાઈલએટીટ્યૂડ કે ચાર્મ નહોતો. હા અમુક સાથે તો જસ્ટ ફન કે તેમનું સ્ટેટસ જોઈને જ ડેટ પર જતી.” તેણે કોઈ મોટા પરાક્રમ કર્યા હોય તેમ બોલી.

અમે સૂપ પીવાનું સ્ટાર્ટ કરી દીધું. ક્યારેક સલાડના કોઈ પીસ સાથે લેતો. હું આટલી શાંતિથી કે નિરાંતે જમી શકતો નહીં. માંડ માંડ પોતાના પર કંટ્રોલ કરી રહ્યો હતો.

તું લાઈફમાં શું બનવાનો. આઈ મીન તારે કૅરિયર વિશે શું પ્લાન છે ?” તેણે પૂછ્યું.

હજુ તો કશું ડિસાઇડ નથી કર્યું પણ અમુક ફિલ્ડમાં કૅરિયર નહીં બનાવું એટલું નક્કી છે. જેમ કે ડૉક્ટર કે તેની સાથે રિલેટેડ કોઈ ફીલ્ડમાં કેરિયર નહીં બનાવું.” મારી સામે રાહુલના પપ્પાનો ચહેરો આવી ગયો.

તો પછી સાયન્સ લાઈન શા માટે પસંદ કરી અત્યારે એન્જિનિયરની તો કોઈ વેલ્યૂ નથી.” તેને આંચકો લાગ્યો હોય એમ પૂછ્યું.

ડૉક્ટર ના બનવાનું હજુ ગયા ગુરૂવારે જ નક્કી થયું બીજું તારી જેમ જર્નાલિસ્ટ પણ નહીં બનું. સમીર ભાટિયાની વાતો પરથી લાગે છે એ અર્ધસત્યના ફિલ્ડમાં આપણું કામ નહીં.” હું મક્કમ મને બોલ્યો.

વોટસમીર ભાટિયા તું ઓળખે છે એમને અરે યારહું લાસ્ટ થ્રી મન્થ્સથી તેમની ઍપોઇન્ટમેન્ટ લેવાની ટ્રાય કરું છું. પ્લીઝ હેલ્પ મી. મારે તેમને મળવું છે ગમે તેમ કરીને...” તે ઉત્તેજીટ અવાજે બોલી.

એ અમારી સ્કૂલમાં હ્યુમન લૅબનું ઓપનિંગ કરવા માટે આવેલા. તેઓ બહુ ઇન્ટેલિજન્ટ અને નીડર છે. તેમણે પોતાના કોન્ટેક્ટ નંબર આવ્યા છે. કદાચ મળવું હોય તો મળી પણ શકાય.” મેં કહ્યું.

ક્રિષ્નાપ્લીઝ તું એમની સાથે મારી મિટીંગ ગોઠવી આપને... હું તને એક મસ્ત મજાની ટ્રીટ આપીશજેની તને ઇમેજીન પણ નહીં હોય.” તે બહુ ઝડપથી બદલાઈ રહી હતી.

ઓકે... હું તેમને કૉલ કરીને વાત કરીશપછી તને કહીશ.” મેં કહ્યું.

તેણે ઊભા થઈને મારા કપાળ પર એક કીસ કરી, “થેંક્સ સ્વીટહાર્ટતું નહીં સમજી શકેતેં મારી ડેટને આજે કેટલી સ્પેશ્યલ બનાવી દીધી છે.

પછી તો અમે ડિનર પૂરું થયું ત્યાં સુધી ઘણી બધી વાતો કરી. મને તો હજુ પણ ડેટનો કન્સેપ્ટ મગજમાં નહોતો ઉતરતો. માનવ સ્વભાવના એક પાસાનો બહુ નજીકથી અનુભવ થયો. લોકોને જરૂર પડ્યે પોતાના સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. એક જ ઝાટકે તમે વિચારી ના શકો એટલું પરિવર્તન એ વ્યક્તિમાં આવી જાય છે. ઇશિતા કંઈ ખરાબ નહોતી. તે સામાન્ય લોકોની જેમ જ સહજપણે વર્તી રહી હતી. તેની ટ્રીટ શું હશે તેનો પણ મનોમન અંદાજ આવી ગયો હતો.

તેણે પોતાના પાસ્ટ વિશે ઘણી બધી વાતો કરી. પોતાના ખરાબ અનુભવો પણ પ્રામાણિક અને નિખાલસ બનીને શેર કર્યાછતાં પણ તેણે ઘણું છુપાવ્યું હોય એવું લાગ્યું. કદાચ તેને સમજાઈ ગયું હતુંહું તેને સમીર ભાટિયા સુધી આસાનીથી પહોંચાડી શકું એમ છું. ફ્યુચર લૅબ’ શું હતું એ બહુ સારી રીતે જાણતી હતી. તે ફર્સ્ટ ડેટમાં વધારે પડતી ઓપન થઈ રહી હતી. મને એ સારી રીતે સમજાઈ ગયું કે સમીર ભાટિયાની મુલાકાત સુધી હું જેમ કહું તેમ કરવા તે તૈયાર હતી. પરંતુ એક વાત નહોતી સમજાતી. તે જર્નાલિઝમની સ્ટુડન્ટ હોવા છતાં તેને મળવા માટે ઍપોઇન્ટમેન્ટ કેમ નહીં મળતી હોય ?

મારી ડેટ પર રોમેન્ટિક વાતોને બદલે આવી બધી અલક-મલકની વાતો થઈ. શું ડેટ પર જતાં બધા કપલ આવું કરતાં હશે ! કે પછી ફર્સ્ટ ડેટ સામેના પાત્રને ફક્ત જજ કરવા માટે હોય છે ? 

ખબર નહીં કેમ પરંતુ પ્રેમ કે રોમાન્સ માટે જે બેકાબૂ આકર્ષણ સામેના પાત્ર પ્રત્યે થવું જોઈએ એ મને ઇશીતાએ પ્રત્યે થયું જ નહીં ......


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Nipa 6 months ago

Shailesh Panchal 6 months ago