પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૪

રીસેસ માં તે મારી ઇચ્છા પૂરી ન કરી. પરંતુ અત્યારે તારા આખાં જીસ્મ ને અને તારી રગે રગને હું ચુમી લઈશ. તારા જીસ્મ ને છેક ઊંડેથી પારખી લઈશ. બસ આટલું જ કહી પ્રો.શિવે દિવ્યા સાથે બળાત્કાર ગુજાર્યો. બિચારી દિવ્યા મૂંગા મોં એ આ બધું સહન કરી રહી હતી. કોણ જાણે એવી તે કેવી મજબૂરી હશે કે તેણે ચૂપચાપ પોતાનું શરીર આ નરાધમોને સોંપી દીધું.એક તરફથી પોતાના કોઇ પણ નરાધમો આ દુષ્ટ કાર્ય કરી પોતાની ઈચ્છા ઓ પૂરી કરી રહ્યાં હતાં. કોણ જાણે ! આ કેવો સમય હશે કે એક છોકરીનું શોષણ થઈ રહ્યું છે.
      
           દિવ્યા સાથે થઈ રહેલો આ અત્યાચાર જોઈ વિઘ્યાને ખૂબ ગુસ્સો આવ્યો અને તે જોશ માં ને જોશમાં જ રહી હતી. પરંતુ ત્યાં જ કૃપલીએ તેનો હાથ પકડી અંદર જતાં રોકી લીધી.
        
           કૃપાલી પ્લીઝ મને અંદર જવા દે હું એ નરાધમોને છોડીશ નહીં. આજે એ કાલમુંઆ ઓનો છેલ્લો દિવસ.
         
             નહી વિધ્યા. તું અત્યારે કઈ જ નહી કરે. તું જોઈ રહી છે ને આટલું બધું થયા પછી પણ દિવ્યા ના મુખમાંથી એક આહ ! પણ નથી નીકળી. એટલે આપણે સૌ પ્રથમ દિવ્યાને આના વિશે પૂછવું પડશે. પછી આપણે આ નીચ ને જોઈ લઈશું. બળાત્કાર કરવાનો બહુ શોખ છે ને ! ઉપરથી નીચે સુધી નંગા કરીને કોલેજના કમ્પાઉન્ડમાં  ના ઊભા રાખું તો મારું નામ પણ કૃપાલી નહી . કૃપાલી એ આમ, જોરદાર ડાયલોગ મારી વિધ્યા ને ઓફિસ માં જતી અટકાવી દીધી પરંતુ હવે તે બંને ના શિરે આ કાળ મૂઆ ઓના કાળા કામ વિશે જાળવવાનું ભૂત સવાર હતું.

          વિધ્યા અને કૃપાલી બંને હોસ્ટેલ પહોંચે છે. તે બંને ના હોસ્ટેલ પહોંચ્યા પછી લગભગ અડધી કલાક પછી દિવ્યા પણ આવી જાય છે. દિવ્યા કૃપાલી અને વિધ્યા ના રૂમની બાજુના રૂમ માજ રહેતી હતી. દિવ્યાના આવતાની જાણ થતાં જ વિધ્યા અને કૃપાલી દિવ્યાને પોતાનાં રૂમમાં બોલાવે છે.અને થોડી વાર બંને દિવ્યા સામે ચિંતા ના ભાવથી જોઈ રહે છે.
          
          ઓ ! મહરાણીઓ આમ મૂર્તિની જેમ શું જોઈ રહ્યા છો!... જાણે કંઈ થયું જ ન હોય એમ દિવ્યા એ પૂછ્યું.
            
           દિવ્યા..... કૃપાલીએ દિવ્યાના ખભા પર હાથ મૂકી પોતાની વાતને આગળ દબાવતાં કહ્યું. તારી સાથે આટઆટલું થાય છે ને તું સહન કેમ કરે છે? તેં અમને કહ્યું કેમ નહિં?

            શું થાય છે? શું ન કહ્યું?.....દિવ્યાએ પુછ્યૂં.

            દિવ્યા હવે અજાણ બનવાથી કંઇ નહીં થાય. તું જયારે પ્રિન્સીપલ ની ઑફિસમાં ગઈ ત્યારે અમે તારી પાછળ- પાછળ જ આવેલા અને પેલાં નરાધમોએ જે દુષ્ટ અત્યાચાર તારી સાથે કર્યો છે. તેનાથી એમને ઘણું દુ:ખ થયું. પરંતુ આમ, ચૂપચાપ સહન કરવાથી તો કંઈ જ નહિ થાય..... કૃપાલીએ કહ્યું.
                 
             કોણ નરાધમ ? કેવો અત્યાચાર ? દિવ્યા પાછળ ફરીને હકીકતને છુપાવવાની કોશિશ કરે છે.
      
             દિવ્યા હવે કંઈ છુપાવ નહી.   અમે અમારી આંખે સત્ય જોયું છે. હવે તું સત્ય શું છે એ કહે ? વિધ્યા વચ્ચે જ બોલી ઉઠી.
               
            હવે દિવ્યાના મનમાં હકીકત નો બોજ વધારે લાગી રહ્યો હતો. તેને પોતાની સાથે થયેલા દુષ્કર્મો નજર સમક્ષ વારંવાર દેખાય આવતા હતા. તેની આંખો માંથી આસું ઓની ધારાઓ વહી ગઈ હતી. ડૂસકે ડુસકે રડતી દિવ્યા જ્યાં ઊભી હતી ત્યાં જ બેસી જાય છે. પરંતુ તે કંઇ બોલી શકતી નથી.
                   
              વિધ્યા પાણીનો ગ્લાસ ભરી દિવ્યાને આપે છે. અને તેને પોતાને સંભાળવા માટે સાંતવના આપે છે.
                 
              દિવ્યા તારી સાથે જે થયું છે તે જાણીને અમને પણ દુ:ખ થયું છે. એનો અર્થ એમ તો નથી કે આપણે ચૂપચાપ આ બધું સહન કરતાં રહીએ. આનો કાંઈક તો રસ્તો શોધવો જ પડશે. એ દુષ્ટો ને સજા તો થવી જ જોઈએ. જેલની હવા ના ખવરાવું તો મારું નામ પણ કૃપાલી નહી.... આમ, કૃપાલી ફિલ્મના ડાયલોગ સાથે દિવ્યાને હિંમત આપે છે.
              
             દિવ્યા હવે તું શરૂઆતથી કહે ? આ બધું કેવી રીતે ? અને શું ચાલી રહ્યું છે ?... વિધ્યા એ દિવ્યાના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ એક બાજુએ મૂકતા કહ્યું.
         
             ખૂબ લાંબી કહાની છે આમ, કહી દિવ્યાએ પોતાની સાથે થઈ રહેલા અત્યાચારો  વિશે વિગતે વર્ણવતા કહ્યું.....
      
             આજથી એકાદ મહિના પહેલા મારી લાઇફ ખૂબ જ સુંદર હતી. ખૂબ ખુશહાલીથી ભરેલી હતી. મારા જીવનનાં એ સૌથી સુંદર દિવસો હતા. કારણ કે આ દિવસોમાં આપણી કોલેજ ના એક છોકરા સાથે મને પ્રેમ થયેલો. તેનું નામ હતું અજય. અજય કોલેજ માં કહી શકાય તો સૌથી સુંદર દેખાતો હતો. અજય પણ મને પ્રેમ કરતો હતો. જેનાથી હું તદન અજાણ હતી. મારા માં તેની સામે પ્રેમનો ઇજહાર કરવાની તેવડ ન હતી. એટલે ઘણાં ઇંતજાર પછી અજય પોતાના પ્રેમનો ઈજહાર કરવા મારી પાસે આવ્યો. અહીંથી શરૂ થયેલી અમારી પ્રેમ કહાની.

દિવ્યા શું તું પણ મને પ્રેમ કરે છો? અજયે એકબાજુએ થંભાવી દીધેલાં ધબકારાંને ધીમે ધીમે છોડતાં કહ્યૂં.

ઘણાં સમયથી આંખો તો ટકરાતી જ હતી. પણ આજે હ્રદયના ધબકાર પણ ટકરાયા. આ પળના અહેસાસથી તદ્દન અજાણ દિવ્યાનું મોં આશ્ર્શ્રર્યનું માર્યુ ખુલ્લુને ખુલ્લુ જ રહી ગયું. બંને મો હાથ મો માંથી કોઈ શબ્દ ના નીકળે એટલે મુખ પર જ દાબી દીધા હતાં. અચાનક આવીને અજયે પોતાનો પ્રેમ કબુલ કર્યો. હવે તેનો જવાબ પણ શૂં આપવો? અજયની સામે કંઈ બોલી તો ન શકી. પણ બંને હોઠ પહોળા કરી એક સરસ મજાની પ્રેમનું તીર મારતી મુસ્કુરાહટ અજયને સોંપતી ગઈ.

           Loading......

દિવ્યા કોલેજમાં પ્રોફેસરના રૂપમાં છુપાયેલાં આ નરાધમોનો અત્યાચાર કેમ સહન કરી રહી છે? તેની પાછળ શું કારણ છે? શું આ અત્યાચારોનો અંત આવશે?

તમારો અંગત અભીપ્રાય વોટ્સેપ પર મેસેજ કરી જણાવી શકો છો. 8487935845

***

Rate & Review

Sapna 3 months ago

Vijay Kanzariya 4 months ago

Ajju Patel 4 months ago

Anita 4 months ago

Nipa Upadhyaya 5 months ago