krossing ગર્લ - 21


પ્રકરણ-5

શાહી ચસ્કા

નવરાત્રીના પડઘમ વાગી રહ્યા હતાં. સ્કૂલથી લઈ બજારોમાં યુવા હૈયાઓનો કલબલાટ વધી ગયો હતો. ઇશીતાને ગરબે રમવાનો ગાંડો શોખ હતો. એની સાથે જોડીમાં રમવા છેલ્લા પંદર દિવસથી મારી લેફ્ટરાઈટ લેવાઈ રહી હતી.  મને રાસના સામાન્ય સ્ટેપ જ આવડતા. કાગરીમાં તો છોકરાને રાસ લેવાની છૂટ જ નહોતી. આજે પણ ત્યાં નવરાત્રિએ મા જગદંબાની આરાધના અને સ્ત્રીઓ માટે રાસ રમવાનો તહેવાર ગણાતો. એ સમયમાં જ પરીક્ષા આવતી હોવાને લીધે હું કોઈ સગા-સંબંધીના ઘરે પણ ના જઈ શકતો. મિત્રો જોડે આજુબાજુના ગામમાં ગરબી જોવા જતો. બાજુના તાલુકાના પાર્ટી પ્લોટના પાસનો ભાવ સાંભળી શરીરમાં ગરબા રમ્યા વગર પરસેવો વળી જતો.

ઇશિતાએ પોતાના કૉલેજના ફ્રૅન્ડ સર્કલમાં મારી જોડે જોડી બનાવીને રમવાન જીદ પકડી હતી. મારે રોજ સ્કૂલેથી છૂટીને 1 કલાક માટે દાંડિયા ક્લાસમાં જવું પડતું. આટલા ટૂંકા સમયમાં મને અવનવા સ્ટેપ્સ શીખતાં પરસેવો વળી ગયો હતો. સાગર મારી જોરદાર મજાક ઉડાવતો ફોનમાં બોલેલો, “યે લડકિયાં કમબખ્ત ઇતની ખૂબસુરત હોતી હૈ નાયમરાજ કો ભી મુજરા કરને પે મજબૂર કર દેતી હૈતો તુ ક્યા ચીજ હે સાલે...

તે સાચું કહી રહ્યો હતો. મને ઘણી બાબતો ના ગમતી પરંતુ ઇશિતાને લીધે બધું પરાણે સ્વીકારવું પડતું.ક્યારેક તેની જીદ, તો ક્યારેક માસૂમિયત તો ઘણીવાર તેના સ્ત્રી સહજ નખરાં આગળ હું લાચાર બની જતો. તેણે મારા માટે નવેનવ દિવસના કપડાં સિલેક્ટ કરવામાં જ ત્રણ દિવસ કાઢ્યા હતા. પોતાના ડ્રેસિંગ તો બહુ પહેલા જ સિલેક્ટ કરી લીધા હતા. નવરાત્રિ તેના માટે વર્ષનો સહુથી મોટો તહેવાર હતો. કદાચ આ છેલ્લી નવરાત્રિ તેને સિંગલ રહી ઉજવવા માટે મળવાની હતી. એટલે તે કોઈ કસર બાકી રાખવા નહોતી માગતી. 

"કાના તને ખબર છે ને ક્યાં દિવસે કયો ડ્રેસ પહેરવાનો છે. મેં તને બધા ફોટો મોકલ્યા છે. ચેક કરી લેજે. તને ભૂલી જવાની બહુ ટેવ છે" તે મોબાઈલમાં સૂચના આપતાં બોલી.

"હા, ઈશુ તું આજ વાત મને કેટલી વાર કહીશ. મને બધુ યાદ છે. અરે મોજડી અને પાઘડીને તેના મેચિંગ ફુમતાંનો કલર પણ પણ રાતે ઊંઘમાં દસ વાર બોલું છું" મેં કંટાળીને કહ્યું.

" ગુડ બોય...& હવે લાસ્ટ 6 ડે બાકી છે. તું 22.5 કપલ સ્ટેપ્સ અને દુહાના ચલતી સ્ટેપ્સની પ્રેક્ટિસ બરાબર કરજે. હજુ એમાં જોઈ એવું પરફેક્શન નથી આવતું.  આ વર્ષે પણ 'બેસ્ટ ગ્રુપ પર્ફોમન્સ' નો એવોર્ડ આપણા ગ્રૂપને મળવો જોઈએ." તે ઉત્સાહમાં આવી બોલી.

"ભગવાન તારી દરેક ઈચ્છા પુરી કરવાની મને શક્તિ આપે." કહી મેં કોલ કટ કરી નાખ્યો. મને ક્યારેક લાગતું આ મારો જીવ લઈને રહેશે.

ઇશિતા સાથે ડાન્સની પ્રૅક્ટિસ વખતે સર્જાતી રોમેન્ટિક મોમેન્ટ્સ મારામાં હોર્મોન્સના ગજબના તોફાનો પેદા કરતી હતી. પરસેવાના ઝાકળબિંદુથી લથબથ તે એટલી બધી ખૂબસુરત લાગતી કે તેને પ્રેમથી નવડાવી દેવાનું મન થતું. પણ ખબર નહીં અંદરથી કશુંક અટકાવતું હતું. રાહુલે તેની નવી ગર્લફ્રૅન્ડ સાથે જવાનો હતો. હેપ્પી તો વર્ષોથી ફક્ત સ્ત્રીઓ માટે યોજાતા ગોપી રાસ’ સિવાય ક્યાંય જતી નહોતી. મીરા આ વેકેશન તેના કઝિન ફેમીલી સાથે એન્જોય હતી. મીરાએ નવરાત્રિ ઇશિતા સાથે  એન્જોય કરવાનું કહતાં કહ્યું. "કાના, આવો ચાન્સ ફરી નહીં મળે. ગરબે રમવાનો આટલો શોખ ધરાવતી અને આવી ખૂબસૂરત પાર્ટનર શોધવા જતાં પણ ના મળે. માટે એના બધા નખરાં સહન કરી લેજે. તારે આ નવરાત્રીને એની લાઈફની બેસ્ટ અને સ્પેશ્યલ નવરાત્રી બનાવવાની છે. આને દિલથી એન્જોય કરજે." 

 "જો તમારામાં ડાન્સસ્ટોરીટેલિંગ, કવિતા કે ફોટોગ્રાફીની આવડત હોય તો દુનિયાની કોઈ પણ છોકરી તમને પ્રેમ કરવા તૈયાર હોય છે.” સાગર છોકરીનાં છપ્પાંમાં આવું બ્રહ્મજ્ઞાન આપે છે. તું ઇશિતાને નોરતાં પૂરા ના થાય ત્યાં સુધી સમીર ભાટિયા સાથે મુલાકાત ના કરાવતો. ત્યાર પછી તારા રેફરન્સ સાથે ઇશિતાને તેના નંબર આપી દેજે.” સાગર ફોન ઉપર સૂચના આપી રહ્યો હતો. તે છેલ્લાં નોરતે ઘરે પધારવાનો હતો. એટલે આઠ નોરતાં ઇશીતા સાથે રમવાનું ફિક્સ હતું. ના રમવાના કોઈ બહાના ચાલે એમ નહોતા.

શા માટે હું તેમને કૉલ કરી ઍપોઇન્ટમેન્ટ લઈ લઈશ. અમે બંને સાથે જ જઈશું તેમને મળવા.” મેં વિરોધ કરતાં કહ્યું.

નો... જરાય નહીં. તારે એવું કશું જ કરવાનું નથી. શા માટે એ હું તને આવીને સમજાવીશ.” સાગરે આટલું કહી ફોન કટ કરી દીધો.

નવરાત્રિ નજીક આવતી ગઈ તેમ સાગરના છપ્પાંનો સ્કોરફર્સ્ટ એક્ઝામનું પ્રેશરઇશિતાના નખરામીરાની કેરરાહુલનું ટેન્શન અને મારું બ્લડપ્રેશર બધું હાઈલેવલ સુધી પહોંચી ગયું હતું.

આખરે નોરતાની એ રાત આવી પહોંચી. ગામડામાં તો લગ્નપ્રસંગ સિવાય ક્યારેય રાસ લીધા નહોતા. આદ્યશક્તિની આરતી સાથે મારા જીવનના એક નવા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો હતો.

પગને ધરાર નાચતા કરી દે તેવી મ્યુઝીક સિસ્ટમ... લાઇટિંગ ઇફેક્ટથી રચાતી રંગોની અદભુત જાદુગરી... ગાયકો દ્વારા અવનવા ગરબાની રમઝટ સાથે અપાતું જોરદાર પરફોર્મન્સ અને ચારે બાજુ થીરકતી યુવાની... માતાજીની આરાધનાના આ પર્વમાં દરેક છોકરી અદભુત સુંદર લાગતી હતી. ઇશિતાનું 16 ફ્રેન્ડ્સનું હતું. બધા છેલ્લા ચાર વર્ષથી સાથે જ નવરાત્રિ ઉજવતા હતા. જેમાં કેટલીક છોકરીઓ ફક્ત રમવા ખાતર રમતી. જ્યારે અમુક ગરબે રમતી વખતે એટલી સુંદર લાગતી કે તેમને સતત નિહાળ્યા કરવાનું જ મન થતું.

આ આઠેય દિવસ મેં છોકરીઓ સાથે નૃત્ય અને સંગીતની પણ આરાધના કરી. બૅકલેસ ચોલીમાં છલકાતું પીઠનું સૌંદર્યગરબાના સ્ટેપમાં સર્જાતી કમરની લચકક્યારે છાતી પરથી સરતો ચૂંદડીનો છેડોતો ચલતીની ધૂનમાં હવામાં બિંદાસ બનીને ઘૂમતે ઘેઘૂર ઘાઘરોક્યાંય નશીલી આંખોના ટકરાતા જામ અને ઇશ્કબાજીના વિખેરાતા રંગોચહેરા પર પરસેવા અને મેકઅપની લાલીમા પીયુ સાથે રાસ રમ્યાનો સંભોગની ચરમસીમા જેટલો જ વર્તાતો આનંદ. વચ્ચેના રાઉન્ડમાં ગુમ થઈ જઈ એકાંતમાં ખેલાતા કામુક રાસદાંડિયાની ટક્કર અને મ્યુઝિકના તાલે હિલોળે ચડતું યૌવનજિંદગીને ચાહવાનું મન થઈ જાય તેવી જામતી નૃત્ય અને સંગીતની રંગત.

એ ચાર કલાક રાસની રમઝટમાં હું થાકીને લોથપોથ થઈ જતો. નવમા દિવસે સાગર આવી ગયો હતોપણ આવતાંવેંત જ ક્યાંક ગુમ થઈ ગયો. આ સમાચાર સાંભળી ઇશિતા ખરેખર હરખાઈ ગઈ હતી. એ હરખ ગરબાના ગ્રાઉન્ડમાં પ્રવેશતા તેનો ચહેરો છુપાવી ના શક્યો.આજે તે સાક્ષાત કામની દેવી હોય તેવું ધરીને આવી હતી. તેનો ચહેરોઆંખો અને ચાલ અનોખી કહાની કહી રહ્યાં હતાં. આજે તે કંઈક અલગ જ મૂડમાં હતી. મેં એ બધું ઇગ્નોર કરી દીધું. આજે છેલ્લા નોરતે મને પણ મન ભરીને રમવાના કોડ હતા. કોને ખબર પછીની નવરાત્રિ કેવી હશે ! મોટા સ્પીકરોમાંથી સંગીતના સૂર રેલાયા ત્યાં જ મારા હૃદય અને મન બંને ખુશ થઈ ગયા. જેને આ નવરાત્રિમા ધૂમ મચાવી દીધી હતી. એ નવા ગીતના શબ્દો સાથે તાલ મિલાવવા પગ થનગની રહ્યા હતાં.

તારી કામણગારી  આંખો....મને ઘેલું લગાડે રે...

હું મન ભરીને રમ્યો. આજે મારો રમવાનો અંદાજ પણ કંઈક અલગ જ હતો. ગ્રૂપની બીજી છોકરીઓ સહિત આજુબાજુ રમતાં બીજા ગ્રૂપે પણ મારા વખાણ કર્યા. મારી રમતના વખાણ સામે ઇશિતાનું રૂપ ઈર્ષ્યાથી સળગી રહ્યું હોય એમ લાગતું હતું. મારા થતા વખાણ તેને જરાય ગમતા નહોતા. મને સમજાયું નહીં તેને અચાનક શું થઈ ગયું હતું. તે કંઈ કહેતી નહોતી પણ હું સમજી શકતો હતો. બટ તેના નારાજ થવાનું કારણ હું જાણી ના શક્યો. આખરી નોરતાંના આખરી રાઉન્ડમાં એ વાત નજરઅંદાજ કરી મેં મારી લાઈફની બેસ્ટ નવરાત્રી ઉજવી. આખરે નિયમોએ સંગીત અને નૃત્યની સફર અટકાવી દીધી. દુનિયાનો સહુથી 'લોગેસ્ટ ડાન્સિંગ ફેસ્ટિવલ' પૂરો થયો. 

અમારા ગ્રૂપને 'બેસ્ટ ગ્રુપ પર્ફોર્મન્સ' નો એવોર્ડ પણ મળ્યો.આ ખુશીમાં અને લાસ્ટ ડે હોવાથી ગ્રૂપમાં બધાએ આજે પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. પણ ઇશિતાએ જોઈન થવાની ના પાડી દીધી. તેના બધા ફ્રેન્ડ્સ તેને મનાવી રહ્યા હતાં. તે મને પણ પોતાની સાથે આવવાનું કહી રહી હતી.

 મેં કહ્યું, “ઇશિતાયાર પાર્ટીનું સેલિબ્રેશન કરીને જઈએ. બહુ મોડું નહીં થાય. હું તને ઘરે ડ્રોપ કરી દઈશ."

 તે લાલઘૂમ આંખો સાથે ગુસ્સે થતાં બોલી." પહેલાં તો તું રમવાની ના પાડતો હતો. હવે બધું પૂરું થઈ ગયું. હજુ તારે શેનું સેલિબ્રેશન કરવાનું બાકી છે ?"

" તને શું થઈ ગયું અચાનક ? તું આમ કેમ બીહેવ કરે છે ?" મેં પૂછ્યું.

"ઇ એમ ઓલ રાઇટ... મને કંઈ નથી થયું એન્ડ મને શા માટે થવું જોઈએ. હું તારી ગર્લફ્રેન્ડ થોડી છું પણ તને કોઈ જોડે વધુ પડતો લગાવ થઈ ગયો છે ... ..... !" તે ગ્રુપની બીજી ગર્લ્સ તરફ નજર નાંખતાં બોલી.

"તું શું બોલે છે તેની ખબર છે તને ?  ..... અરે યાર તું આવું વિચારી પણ કંઈ રીતે શકે ?" મને ઇશીતા પર સખત ગુસ્સો આવી રહ્યો હતો.

" યસ, આઈ નો વેરી વેલ, મને લાગે છે. મારા રહેતાં તું ખુલીને એન્જોય નહીં કરી શકે. મારે નીકળવું જોઈએ." કહેતાં તે ત્યાંથી જવા લાગી.

"ઇશીતા....ઇશીતા... પ્લીઝ ... ". હું બૂમો પાડતો રહ્યો. તે ના રોકાઈ.

"ક્રિષ્ના રહેવા દે.... તે પાછી નહીં આવે... દર વર્ષે  લાસ્ટ ડે એ તેને આ પ્રોબ્લેમ થાય છે. એન્ડ દિવાળી પહેલાં તેનો બોયફ્રેન્ડ બદલાઈ જાય છે." ગ્રુપમાંથી કોઇ બોલ્યું.

હું સાંભળીને સ્તબ્ધ બની ગયો.
***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Nipa 6 months ago

Shailesh Panchal 6 months ago