krossing ગર્લ - 22


રાજેશ્વરી સેન ઉર્ફે રોક્સી મેમ. અમે પ્રેમથી બધા શિક્ષકોના આવા નામ પાડેલા. રોક્સી મેમ અમને ગુજરાતી ભણાવતા હતા. ગવર્નમેન્ટે ગુજરાતી ફરજિયાત બનાવ્યું હતું એટલે અમે તેને ઓપ્શનમાં લઈ શકીએ તેમ નહોતા. તેઓ સ્કૂલમાં સૌથી વધુ અનુભવી અને ગંભીર કહી શકાય તેવા શિક્ષક હતા. તેમનું નૉલેજ જબરદસ્ત હતું. અમને ક્યારેક તેઓ ઓલ્ડ ફેશન જેવા લાગતાં.

મિત્રોગુજરાતી ભાષા પાસે ગૌરવ લઈ શકાય તેવો શબ્દવૈભવ છે. કોઈ વાત કે સંબંધની સ્પષ્ટતા માટે અલગ-અલગ શબ્દો છે. આજે આપણે તેના વિશે થોડી વાતો કરીશું. ઈંગ્લિશમાં અંકલ અને આન્ટી કહો એટલે બધું આવી જાય. આમાં કોણ પપ્પાના મોટા ભાઈનાના ભાઈપિતરાઈ ભાઈ છેકુટુંબમાં કેટલા નજીક કે દૂરના સગાં છે એ કંઈ ખબર ના પડે. આજની જનરેશનને આ બધા સંબંધોની બહુ ચીડ ચડે છે. મારા બાળકો પણ એમાં આવી જાય. ગુજરાતી ભાષા અદભુત છે. દરેક સંબંધ પોતાની આગવી ઓળખ કે નામ સાથે રજૂ થાય જેથી ખબર પડે કોની માનમર્યાદા રાખવાની છે અને કોની સાથે હસીમજાક કરી શકાય. માસીફઈસાળીનણંદસાસુકાકીભાભુસાલાવેલી.

આ બધા શબ્દો જાણે પોતીકા લાગે. અંગ્રેજીમાં એક જ શબ્દમાં સરળતાથી રજૂ કરી શકો પણ તે શબ્દોમાં રહેલી આત્મયીતા ગાયબ થઈ જાય. ગુજરાતીમાં તો દરેક સંબંધ પર કેટલાં મજાના ગીતો લખાયેલા છે. અંગ્રેજી પાસે આ વૈભવ નથી. આ ચાર્મ નથી. ઈટ્સ સિમ્પલ લેન્ગ્વેજ. લોકોને આમ પણ માથાકૂટમાં પડવું બહુ ગમતું નથી. અંગ્રેજીની લોકપ્રિયતાનું એક કારણ આ પણ છે. બધાને સરળ વાતો ગમતી હોયપણ ભાષાનો વૈભવ શું છે એ થોડું વિસ્તારથી સમજાવું. એક સરસ ઉદાહરણ આપું – “નખરા વગરની નારએટીટ્યૂટ વગરનો કલાકાર અને પ્રામાણિક નેતાગમે ખરા પણ હોય નહીં.

અમે બધા હસી પડ્યા. કાનાઆ રોક્સી મેમ પાસેથી ઘણું શીખવા જેવું છે. એ દેખાય છે એના કરતાં ઘણા બુદ્ધિશાળી અને હોશિયાર છે.” મીરાએ કોમેન્ટ પાસ કરી.

"આમ તો બધા કહેતા હોયમને સીધીસાદી છોકરી બહુ ગમે. થોડા દિવસ સાથે રહેશો તો તેની સાદગી અને સરળતાથી કંટાળી જશો. તે થોડી નખરાળીશરમાળ કે શણગાર સજી અલ્લડ અદાઓ વિખેરે ત્યારે તેની સાચી સુંદરતા પ્રગટ થાય. ભાષાનું પણ આવું જ છે. સરળ શબ્દો શીરાની જેમ તરત જ ગળે ઉતરી જાય. એક હદ પછી આ સરળતા કંટાળો અપાવે. દર વખતે તરત ગળે ઉતરી જતાં શિરાને બદલે ક્યારેક  મોહનથાળઅડદીયારસગુલ્લાખીર કે રસમાધુરીનો સ્વાદ પણ લેતાં રહેવું જોઈએ.

જ્યારે કોઈ વાર્તા વાંચો ત્યારે તેમાં શબ્દો સાથે વર્ણન કે થોડી કલ્પના ભળે તો ઓર મજા આવે. કોઈ વાર્તાને શબ્દોથી શણગારો. લાગણીઓના થોડા લાડ લડાવો કે પછી રસઝરતા સંવાદોથી ઘટનાને આબેહૂબ નજર સમક્ષ ઉભી કરો. આ શબ્દોની તાકાતથી કરી શકો. એમાં જેટલું વૈવિધ્ય હશે એટલી જ દરેક વાત કે લાગણીઓ સ્પષ્ટપણે વ્યક્ત કરી શકશો." તેમની વાકધારા શ્વાસ લેવા માટે અટકી.

મીરાની વાત સાચી લાગી. રોક્સી મેમ સાદા ડ્રેસમાં ભણાવવા આવતા. નિવૃત્તિની આરે પહોંચેલા હતા પણ તેના વિચારો એટલાં જૂનવાણી નહોતા.

"મારો યુવાની સુધીનો સમય બંગાળમાં વીત્યો. બંગાળના લોકોનો ભાષાપ્રેમ અદભુત છે. તેમનામાં સાહિત્યની સમજ છે. તે યોગ્ય કદર પણ કરી જાણે છે. હું તો ચાર ભાષાનું રિમિક્સ વર્ઝન છું. તમે અંગ્રેજીહિન્દીગુજરાતીઉર્દૂ બધું વાંચોબોલવાનો પ્રયત્ન કરો. તેમાંથી ગમતા શબ્દોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ પણ કરી શકાય. હું હવે તમારી પાસે ફક્ત ગુજરાતીમાં જ વાતચીત કરવા માટે આગ્રહ ના રાખી શકું. મારે પણ સમય સાથે પરિવર્તન પામી અંગ્રેજી શીખવું પડે. સમય સાથે અને તમારી જનરેશન સાથે તાલ મિલાવતાં શીખવું પડે.   આવડતી ભાષામાંથી જે ઉત્તમ અને સરળ હોય એ શબ્દોનો ઉપયોગ વધારવો પડે. હવે આ સહ-અસ્તિત્વ જરૂરી છે. આજના ગ્લોબલ વર્લ્ડમાં તેના વગર છૂટકો નથી. અંગ્રેજીના ઉપયોગથી ગુજરાતી ભાષા કંઈ મૃતઃપ્રાય નહીં બની જાય. જે તે સમયકાળમાં ઉત્તમ સર્જન થયું તે પોતાની ગુણવત્તાને કારણે સદાય માટે ટકી રહેવાનું. એ પોતાની જગ્યા અનામત રાખી લેશે. એને કોઈ પ્રચાર-પ્રસારની જરૂર નહીં પડે. આ બધા માટે શબ્દોના ઉપયોગ અને વ્યાકરણની પૂરતી સમજ હોવી જરૂરી છે.

યાદ રાખવું – શાકમાં જેમ મીઠું વધારે પડી જાય તો ખારું લાગે એમ ભાષામાં ક્યારેક અમુક શબ્દો કે વાક્યપ્રયોગનો વધુ પડતો દુરાગ્રહ તેની મજા મારી નાખે છે. ભાષામાં લચીલાપણું હોવું જોઈએ. જડતા ના ચાલે. એ સાચું કે લખવાની અને બોલવાની ભાષા અલગ હોય પરંતુ જરૂરી નથી કે જે બોલતા હોય એ લખી ના જ શકો. મહત્ત્વનું છે તમે જે કહેવા માગો એ સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ. બોલવામાં આવડે એટલા અંગ્રેજી શબ્દો છૂટથી વાપરો. કારણ કે આજના ગ્લોબલાઈઝેશનના યુગમાં અંગ્રેજીમાં વાતચીત કરતાં આવડવી અનિવાર્ય છે. હાકોઈ એવી હોશિયારી પણ કરે કે ફલાણા દેશના લોકો તો ફક્ત પોતાની ભાષામાં જ બધું કામ કરે છે. ભલે કરે તેઓ. આપણે આગળ જવાનું છેપાછળ નહીં. તેમના માતૃભાષા પ્રેમને યોગ્ય ઠેરવતાં પહેલાં તેમની પ્રગતિ અને એ કાર્યના ફાયદા ચકાસી લેવા.

મને લાગે છે આજે લેક્ચર થોડું વધારે લાંબું થઈ ગયું. આવી ચર્ચાઓ તો ચાલુ જ રહેશે. આજે આપણે વાક્યપ્રયોગ અને તેમાં શબ્દોનો ઉપયોગ કઈ રીતે તેને વધુ અસરકારક બનાવે છે તે મુદ્દો અહીં બે વ્યક્તિના સંવાદમાંથી શીખીશું."

તેમણે ક્લાસમાંથી એક છોકરા અને છોકરીને ઊભા કર્યા. બંનેને એક સિચ્યુએશનનો ટાસ્ક આપ્યો. બંને અજનબી હોય અને બસ સ્ટેશન પરની પ્રથમ મુલાકાત.

કાનાઆઈ લવ ધીસ ટીચર. હું તેમની ટીચિંગ મેથડના પ્રેમમાં પડી ગઈ છું. દેશને રોક્સી મેમ જેવા બહુ બધા શિક્ષકોની જરૂર છે. લેંગ્વેજનેને તેના ઓરિજીનલ સ્વરૂપમાં સાચવી રાખવી હોય તો.” મીરાની ચશ્મા પાછળ રહેલી કાળી કીકીઓમાં અહોભાવની લાગણીઓ સ્પષ્ટપણે ચમકી રહી હતી.

મને પણ તેમની શીખવાડવાની સિસ્ટમ ગમતી પરંતુ મારે ક્યાં લેખક બનવું હતું કે આ શબ્દોનું રાજકારણ શીખવાની જરૂર પડે. ક્યારેક કોઈ ફોટા વિશે વાત કરવી હોય કે કોઈને કંઈ સમજાવવું હોય ત્યારે મને શબ્દો ના સૂઝતાં. ઘણી વાર આ શબ્દોના અભાવે સાગર સાથે ચર્ચામાં મારી વાત ખુલ્લીને રજૂ ના કરી શકતો. કોઈ વાતને પરફેક્ટ રીતે રજૂ કરવા કે લાગણીઓ દર્શાવવા અણીના સમયે જ શબ્દો દગો દઈ દેતા. આ વખતે ભાષાવૈભવના જ્ઞાનની ખોટ સાલતી.

આજે રોક્સી મેમને સાંભળ્યા પછી નક્કી કર્યું – હવે શબ્દોની જાદુઈ દુનિયામાં ઊંડા ઉતરવું પડશે. અંગ્રેજી શીખવા જેટલું જ આ કામ પણ જરૂરી છે. ગમે તે થાય હવે આ ભાષાના ભૂતનો નિકાલ કર્યે જ છૂટકો.

*********

સાગરનો ગુસ્સો ઉતરી ગયો હતો. તે ઇવેન્ટ ઓલરેડી બીજા ત્રણ ફોટોગ્રાફરોએ શૂટ કરી હતી એટલે કોઈ પ્રોબ્લેમ નહોતો. તેણે હિમાલયના ટ્રેકિંગના ફોટા બતાવ્યા. હું જોતો જ રહી ગયો. એ પહાડી સોંદર્યની બેનમૂન ફોટોગ્રાફી. મને પહેલી વાર તેના ચહેરા પર થાક વર્તાતો હતો. જાણે કશુંક પામી લીધુ હોય તેમ તેની ખામોશી વધુ ગહન બનતી જતી હતી.

તેણે સ્કૂલ અને મધુમાસીના ખબર પૂછ્યા. પોતે ટ્રૅકિંગ વિશે અને બીજી ઘણી બધી વાતો કરી. તેણે નવો મોબાઈલ વસાવ્યો હતો. તેણે સોફા પર લંબાવ્યું. સો  વોટ અબાઉટ ઇશિતા ક્યાં સુધી પહોંચ્યો એ કેસ ?” તેણે પૂછ્યું.

તેં મારી વાટ લગાવી પછી માંડ મનાવી એને. અમે ડેટ પર ગયેલા. સાથે ગરબા પણ રમ્યાં. છેલ્લે નોરતે બધાએ મારા બહુ વખાણ કર્યાંજે એનાથી સહન ના થયા. દસ દિવસ માટે બ્લોક કર્યો છે મને.” મેં કહ્યું.

ઓહફરગેટ ઇટ. તું એને બહુ સિરિયસલી ના લેતો. એ ફક્ત તારા ફર્સ્ટ એક્સપિરિયન્સ માટે છે. તારે એમાંથી શીખવાનું છે. છોકરીઓની પસંદનાપસંદતેના હાવભાવબોડી લેંગ્વેજખાસ તો તેની આંખો અને ખામોશીથી કહેવાતી વાતો.” તે ખિસ્સામાંથી નાનકડી દડી કાઢી રમવા લાગ્યો.

ઇશિતા આમ તો સારી છોકરી છે. ફ્રૅન્ડલી છે. થોડી મેચ્યોર પણ છે. હા ક્યારેક અમુક બાબતો ના ગમે તેની. પણ બધાની બધી વાતો ગમે એ જરૂરી પણ નથી. ફર્સ્ટ ડેટમાં જ કોઈ પોતાના બધા સિક્રેટ થોડા શેર કરી દે ?”

કોઈ છોકરીના વોટ્સએપની ટાઈમલાઈન હાઈડ થાય એટલે સમજી લેવાનું કે સંબંધોના બગીચામાં રોમાન્સના નવા પુષ્પો ખીલી રહ્યા છે.” સાગર શેખ છોકરીનાં છપ્પાંમાં આવું બ્રહ્મજ્ઞાન આપે છે. એન્ડ... હજુ એક્સ્ટ્રા... ફક્ત તારા માટે જ.... સાંભળ... એ ડબલ રાઈટના સિમ્બોલને ચૅટિંગ સમયે બ્લૂ થવામાં વાર લાગે એટલે નેટવર્કમાં ફિલિંગ્સની કોઈ એરર છે એ નક્કી સમજવું.

સાગરની વાત સાચી હતી. આવું તો ચૅટિંગ વખતે ઘણી વાર બનતું. પણ મેં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. મને લાગતું કદાચ કોઈ કામ કરતી હશે.

ફર્સ્ટ ડેટ પછી સમીર ભાટિયા માટે તેણે મને કેટલી વાર કહેલું. હું તેને એક કે બીજું બહાનું બતાવી ટાળી દેતો. મેં હજુ સીધી તેમનો કોન્ટેક્ટ જ નહોતો કર્યો. મને ઇશિતાને આમ લટકાવી રાખવામાં મજા આવતી હતી. સાગરતું કહે છે એ સાચું પણ હોઈ શકે.” મેં કહ્યું.

એ છોકરી સાથે તારું આગળ વધવું તારી લાઈફ માટે જોખમકારક છે. એ બહુ પઝેસિવ છે. પાછું પોતાને પૂરતી ફ્રીડમ જોઈએ. રિલેસનશીપમાં કશું જ વન-વે ના ચાલે. બ્લૉક પૂરા થાય પછી તેને સમીર ભાટિયાના નંબર આપી દેજે. સમીર ભાટિયા સાથે એની વાત થાય પછી તે તારી સાથે બ્રેકઅપ કરવાનું નક્કી કરે તો દેવદાસ ના બની જતો. આવું થવાનું જ છે. હું તેને ઓળખું છું.

ઓ.કે.મને પણ તેના માટે કોઈ ખાસ ફિલિંગ નથી.” મેં કહ્યું. પછી મીરા વિશે અને રાહુલના પેઇન્ટિંગ એક્ઝિબિશનના કિસ્સા વિશે વાત કરી. વાઉયુ આર ગોઇંગ વેરી ફાસ્ટ એન્ડ શાર્પ.

મને આ વાતનો અર્થ ના સમજાયો. મેં તેને મારા વખાણ માની લીધા.

આ મીરા મલિકનામ કંઈ મગજમાં નથી બેસતું. તેં શું કહ્યું એના ફાધર ACP છે ?” તે અટકીને બોલ્યો.

યસતેમનુનં હમણમાં જ રાજકોટમાં ટ્રાન્સફર થયું છે. એન્ડ મીરા ઇઝ માય બેસ્ટ ફ્રૅન્ડ.

ચાલ છોડ એ બધું. ફટાફટ તૈયાર થઈ જા. આજે રાત્રે આપણે ફ્રીડમ બૉક્સમાં રહેવાનું છે. ફોરેનનું એક બહુ જ ફેમસ બેન્ડ આવે છે. તને લાઈફનો હંમેશા યાદ રહી જાય તેવો લાઈવ શો બતાવીશ. સંગીતની જાદુઈ દુનિયા શું છે તેની એક નાનકડી ઝલક બતાવીશ. આ બધી બ્લૂ બ્લૂ ફિલિંગ્સના શેડ્સ પછી જરૂર પડશે તો એમાં ગ્રે અને બ્લેક કલરના શેડ્સની સ્પેશિયલ એડ કરીશું. 

ક્રિષ્ના યુ આર પરફેક્ટ મટિરિયલ ફોર મી !” તેની આવી ગૂઢ રહસ્યમય વાતો સાંભળી સાગરની સાચી હકીકત જાણવાનું મન થઈ ગયું. પરન્તુ દરવખતની જેમ નક્કી કર્યું હોવા છતાં કશું પૂછી ના શક્યો.


***

Rate & Review

Heena Suchak 2 months ago

V Dhruva 3 months ago

ashit mehta 3 months ago

Nipa 4 months ago

Shailesh Panchal 4 months ago