krossing ગર્લ - 23શરદપૂનમની રાતડી ને રંગ ડોલરીયો...

માતાજી રમવા દ્યોને રંગ ડોલરીયો...

નવરાત્રિનો હેંગઓવર હજુ ઉતર્યો નહોતો. સ્કૂલની લોનમાં શરદપૂનમે શાહી ચસ્કા’ નામથી દૂધપૌંઆ સાથે રાસગરબાની મિજબાની રાખી હતી. મસ્ત આયોજન હતું પણ નવરાત્રિ જેવા માહોલની જમાવટ નહોતી. દૂધપૌંઆની વાટકી હાથમાં હોવા છતાં સંગીતની ધૂન સાંભળી મારા પગમાં જોમ ચડવા લાગ્યું.

કાનાલાગે છે નવરાત્રિમાં ઇશિતા જોડે રમેલા રોમેન્ટિક રાસનો નશો હજુ ઉતર્યો નથી.મીરાએ દાવ લેતાં કહ્યું.

એય મીરુઆવું કંઈ નથી પણ હું લાઇફમાં ફર્સ્ટટાઈમ આવી રીતે રમ્યો. એટલે એ યાદગાર તો રહેવાનું જ. એય બંને ચાલોને ચલતી ચાલુ થઈ છે. લાસ્ટ 10 મિનિટ જ છે.” મેં કહ્યું.

નામારે નથી આવવુંતું જા. મને એક તો આ ચલતીના ફાસ્ટ સ્ટેપ બહુ નથી ફાવતાં. અને પગ પણ દુઃખે છે.”  મીરા દૂધપૌંઆ ખાતાં બોલી.

હું આજે આવી શકું તેમ નથી.” હેપ્પીએ પણ કંઈક પૂછું એ પહેલાં જ જવાબ આપ્યો.

કેમ પણ... રાસ રમવામાં શું પ્રોબ્લેમ છે. મેં જોયું તું આજે રમવા મેદાનમાં જ નથી આવી.” મેં દલીલ કરતાં કહ્યું.

તું હજુ નાનો છે બકા. તને નહીં સમજાય. તું અને રાહુલ જવું હોય તો જાઓ. હું અહીંયાં મીરા પાસે જ છું.” હેપ્પી મને સૂચના આપતાં બોલી. બંનેએ અંદરોઅંદર કંઈક ગુસપુસ કરીને હસી લીધું.

રાહુલે ફોન મૂકતાં કહ્યું, “ લેટ્સ ગો ... લાસ્ટ રાઉન્ડ માટે ?” મારો નીમાણો પડેલો ચહેરો જોઈને બંને ખડખડાટ હસી પડી. રાહુલને કંઈ સમજાયું નહીં. મીરા થાકી ગઈ છેહેપ્પી આવવાની ના પાડે છે.” મેં ખુલાસો રજૂ કર્યો.

હેપ્પી તું એગ્રી હોય તો માતાજી કંઈ ના નહીં પાડે.’ બંને સ્તબ્ધ ચહેરે રાહુલ સામે જોઈ રહી. હું આખી વાતનો મર્મ પામી ગયો હતો. મને થોડી મોડી લાઈટ થઈ.

રાહુલ શું આવી વાતની જાહેરમાં ડિબેટ કરવી જરૂરી છે ?” હેપ્પીએ મોં ફુલાવતાં કહ્યું.

વ્હાય નોટ શા માટે ના થવી જોઈએ ઇટ્સ નેચરલ યાર. એ કોઈ પાપ નથી. તમે રમી શકવા કંફાર્મટેબલ એન્ડ પ્રિપેર હોય તો કોઈ માતાજી ના નહીં પાડે... આ 21મી સદી છે તમે ક્યાં યુગમાં જીવો છો યાર !...” રાહુલ અટક્યો.

લૂક રાહુલબધા તારા જેવા ઓપન માઇન્ડેડ અને જાહેરમાં વાત કરી શકે તેવા નથી હોતા. અમને ઘર કે પાડોશમાંથી એટલી સૂચનાઓ કે સલાહો મળતી રહે છે. આ દિવસોમાં આ ના ખવાયઆવા કપડાં ન પહેરાયઆ રીતે ના બેસાયઆ જગ્યાએ ના જવાયશું કુદરતે મેન્સ્ટ્રુઅલ સાયકલ બનાવીને કોઈ ગુનો કર્યો છે. અસલી ગુનેગાર તો એ છે. એને સજા આપોને અમને શા માટે ?” હેપ્પીએ ગુસ્સે થતાં કહ્યું. કહ્યું.

સંગીત ધીમું પડી રહ્યું હતું. હતું. અમે બધા મૌન હતા. અજાણતાં જ ચર્ચા બીજા વિષય પર ચાલી ગઈ હતી. હેપ્પીઆઈ એગ્રી વિથ યુ. બટ જ્યાં સુધી તમે જ આગળ નહીં આવો ત્યાં સુધી અમે સપોર્ટ આપવાથી વધુ કશું જ ના કરી શકીએ.” રાહુલે કહ્યું.

કાશબધાને તારા જેવા ફાધર, હસબન્ડ કે બ્રધર મળે ! આઈ એમ પ્રાઉડ ઓફ યુ.” મીરાએ આંખોથી રાહુલને સન્માન આપ્યું.

સ્કૂલની ખુલ્લી લોનમાં શરદપૂનમનો ચાંદ કેટલો અદભુત લાગતો હતો. ઘણા સમયે તેને આટલો નજીકથી જોયો. એમ કહેવાય છે... જ્યારે ગર્લફ્રૅન્ડ રીસાઈ જાય ત્યારે ચાંદામામાની શીતળ ચાંદની સાથે વાતો કરવી. તેના રંગરૂપ તમને રોમાન્સની કમી મહેસૂસ થવા નહીં દે. મીરાનો ચહેરો પૂનમના ચંદ્રમાં સમાઈ જઈ તેને નસીબદાર બનાવતો હતો. મીરા પીળા કલરનાં સાદા ડ્રેસમાં કેટલી મસ્ત લાગતી હતી. આજે મને લાગ્યું કે હું તેની જોડે પ્રેમના બંધનમાં વહેલો બંધાઈ જઈશ.

હેય બડીમારે જવું પડશે. ડેડીનો મેસેજ છે. થોડું ઈમરજન્સી કામ આવી ગયું છે.” રાહુલે કહ્યું.

“ આટલી વારમાં શું થઈ ગયું ? ઈમરજન્સી ..!! અત્યારથી ડોક્ટરની પ્રેક્ટિસ શરૂ કરી દીધી કે શું અમે પણ સાથે  આવીએ કે કંઈ મદદ કરીએ ?” હેપ્પીએ પૂછ્યું.

નાઆમા તમે કંઈ મદદ કરી શકો તેમ નથી. ખુદની કરો તો પણ ઘણું છે. પપ્પાએ ઘરે સ્ટડી માટે સ્પેશ્યલ ટીચર્સ રોક્યાં છે. કાલે બાયોલોજીની ટેસ્ટ હતી. કદાચ આજે રિઝલ્ટ આવ્યું હશે. તમને ખબર જ છેમારું બાયોલોજી કેવું છે.” તે ગમગની બની ગયો.

રાહુલસ્કૂલમાં બધા ટીચર્સ કેટલું સારું ભણાવે છે. એક્સ્ટ્રા ટ્યૂશન માટેની કોઈ જરૂર પડે તેમ નથી. તો શા માટે આ ગોખણપટ્ટી પાછલ એક્સ્ટ્રા કલાકો વેસ્ટ કરવાના ?” મીરા બોલી.

મીરાઆ તને સમજાય છેમારા ડેડને નહીં. મારા પપ્પાને તો મને ડૉક્ટર બનતો જોવો છે. એના સિવાય દુનિયામાં જાણે કંઈ લાઈફ જ ના હોય. મારા પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં તારા ફાધર પણ હતા. પૂછ ક્રિષ્નાને તેને શું કીધું હતું મારી પેઇન્ટિંગ આર્ટ વિશે... એમને તો બધું ટાઈમપાસ જ લાગે છે. હું ડૉક્ટર નહીં બનું તો ડૉક્ટર હાઉસની ઇજ્જત ધૂળમાં મળી જશે. અરે યારમને કોઈ તો સમજાવો આ ઇજ્જત શું કોઈની જિંદગી કરતાં પણ વધારે કિંમતી હોય છે ?” તે મોટા અવાજે બોલતો રીતસર રડી પડ્યો. મેં તેને ગળે લગાડ્યો.

રાહુલશાંત થા. એવું કશું ના હોય. બધું સારું થઈ જશે.” હું તેની પીઠ પર હાથ ફેરવતો બોલ્યો.

બધા અમારી સામે જોઈ રહ્યા હતા. મીરાએ આંખોનો ઇશારો કરી અહીંથી નીકળવા સમજાવ્યું. રાહુલને થોડો શાંત પાડી અમે બધા કાકાની કીટલી’ પર આવ્યા. અમે ત્રણેયને મળીને રાહુલને થોડી હિંમત આપી. હેપ્પીએ કંઈ કેટલી નૌટંકી કરી. આખરે તેના ચહેરા પર સ્માઈલ આવી. અમે બધા છૂટા પડ્યા.

બીજા દિવસે પ્રિન્સિપાલે હેપ્પીમીરા સાથે મને પણ તેમની ઑફિસમાં બોલાવ્યો. કાલે બનેલી આખી ઘટના વિશે માહિતી મેળવી. પછી થોડા સવાલો પૂછ્યા. ખાસ કરીને મને કારણ કે હું રાહુલની સહુથી વધુ નજીક હતો. મેં તેના પપ્પાના કડક સ્વભાવની વાત પ્રિન્સિપાલથી છુપાવીમને બીક હતી જો તેમણે કંઈક એક્શન લીધા તો રાહુલના પપ્પા શાંત નહીં રહે. રાહુલની પેઇન્ટિંગ બંધ થઈ જવાનું નક્કી હતું. મને રાહુલની ચિંતા હતી. મને હવે રાહુલના પપ્પા માટે રીતસર નફરત થઈ ગઈ હતી. શા માટે તે રાહુલ પર ડૉક્ટર બનવા માટે આટલું બધું પ્રેશર કરતા હશે ?

સ્કૂલે રાહુલ વાળી ઘટના હળવાશથી લીધી. અમારી એક્ઝામ ચાલુ થઈ ગઈ એટલે આખી વાત બધા ભૂલી ગયા. આમ તો પરીક્ષાની કોઈ ચિંતા નહોતી પરંતુ જ્યારે તેનો માહોલ બંધાયો હોય ત્યારે થોડું નર્વસ થવું સ્વાભાવિક હતું. મને રાહુલની ચિંતા હતી. જોકે તે પણ હવે નૉર્મલ બની ગયો હતો. આ શાંત પાણીમાં ફેંકાયેલો પહેલો કાંકરો હતો. મેં અજાણતાં જ એક મુસીબતની સર્જન પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. મને ક્યાં ખબર હતી. મેં જો રાહુલના પપ્પાના કડક સ્વભાવની વાત પ્રિન્સિપાલને કહી દીધી હોત તો.... રાહુલનું ભવિષ્ય કંઈક અલગ જ હોત ....!

*  *  *  *

દરરોજ સૂરજ તમને ઉઠાડે ત્યારે તમારી સાથે સપનાઓ પણ આળસ મરડીને બેઠા થતા હોય છે. ક્યારેક ઉઠ્યા પછી બે મિનિટ પથારીમાં એમ જ બેસીને વિચારજો. સવારની એ ખામોશી. તમારા સપનાની પાંખોનો ફડફડાટ. તેની ઉડવાની તડપ ધ્યાનથી મહેસૂસ કરો. તે તમારી પાસે ફક્ત એક તક જ માગતા હોય છે. જ્યારે તમે થોડા આળસુ છો. કોઈ ને કોઈ બહાનું બતાવી ઉડાન ટાળી દો છો. એ બહાના ખુદથી દૂર ભાગવા માટે બનાવેલા હોય છે પણ તમે ખુદને કેટલો સમય છેતરી શકો. તમારું સપનું આખરે તમારું જ છે. આજે નહીં તો કાલે એ તમારે જ પૂરું કરવું પડશે. કહેવાય છે જો તમે સપનાં જોઈ શકતાં હોય તો એ બહુ મોટી વાત છે.

તો રાહ કોની જુઓ છો. ઉઠો અને પાંખો ફડફડાવતા આ સપનાને લાગણીના બંધનોમાંથી મુક્ત કરી આઝાદ ઉડાન ભરવા દો. કોને ખબર તમારું પૂરું થયેલું સપનું કોઈની જિંદગી જીવવાનું કારણ બની જાય.

ગુડ મોર્નિંગગગગગ રાજકોટશિયાળો ફૂલગુલાબી ઠંડી સાથે દરવાજે દસ્તક દઈ રહ્યો છે. સવારના સાત અને ચાલીસ મિનિટ. હું છું આર.જે. નંદિની ગ્રાન્ડ એફ.એમ. 96.9 પર. રાજકોટના રાજદરબારમાં ગુડી ગુડી મોર્નિંગ સાથે તમારું સ્વાગત છે. હું ચાની ચુસ્કી લઈને આવું ત્યાં સુધી સાંભળો આ મસ્ત મજાનું ગીત...

યુ હી ચલા ચલ રાહી... યુ હી ચલા ચલ

કિતની હસીન હે યે દુનિયા..

કેટલો સુંદર અવાજ છે યાર એકદમ રણકતો અને માદક. જ્યારથી ગ્રાન્ડ FM પાર્કમાં આ એફ.એમ. સ્ટેશન ચાલુ થયું ત્યારથી મારી સવાર નંદિનીના અવાજ સાથે જ પડતી. મેં તેને રાહુલના આર્ટ એક્ઝિબિશનમાં જોઈ હતી. તે એના અવાજ જેટલી જ ખૂબસૂરત અને નશીલી હતી. 

આજે લાસ્ટ પેપર હતું. કાલથી દિવાળીનું વેકેશન શરૂ થવાનું હતું. ઘરેથી આવ્યા પછી એક પણ શનિ-રવિમાં હું ઘરે જઈ શક્યો નહોતો. આ વખતે મન ભરીને 15 દિવસ માટે રોકાવાનો હતો. સાગર પાછો ક્યાંક ખોવાઈ ગયો હતો. મોબાઈલમાં રીંગ વાગી. ઇશિતાનો ફોન હતો. ઉપાડવાનું મન જ ના થયું. મને પણ તેને એક મહિના માટે બ્લૉક કરી દેવાનું મન થઈ આવ્યું. પછી તેને બેસ્ટ ગિફ્ટ તરીકે આપેલી નવરાત્રિ યાદ આવી. મેં કૉલ રિસિવ કર્યો, “હેલ્લો.

સૉરી સ્વીટહાર્ટરીયલી વેરી સૉરી. પ્લીઝ મને માફ કરી દે. તે દિવસે હું બીજા કોઈ રિઝનથી સખત ગુસ્સામાં હતી. મારે તે દિવસે ત્યાંથી ચાલ્યું જવું જોઈતું નહોતું. તું સમજી શકે છે ને હું શું કહેવા માગું છું... પ્લીઝ મને માફ કરી દે. નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરું.” કહીને તે રડી રહી હતી. હું તેને માફ કરવાના મૂડમાં નહોતો.

પ્લીઝ ક્રિષ્નાકંઈક તો જવાબ આપ. હું અહીંયાં કેટલાય દિવસથી સૂઈ નથી શકી. મને કેટલી ગીલ્ટી ફીલ થાય છે તને ખબર છે આપણે આજે મળીએ...પ્લીઝ ના ન પાડતો. મારે તારું બહુ જરૂરી કામ છે. પ્લીઝ... પ્લીઝ...” મારી મળવાની જરાય ઇચ્છા નહોતી. હું તેની જીદથી વાકેફ હતો. મેં પરાણે હા પાડી દીધી. સાંજે પાંચ વાગ્યે ગેલેક્સી મોલમાં મળવાનું નક્કી થયું.

************


***

Rate & Review

Heena Suchak 4 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago

Shahin Bhatt 6 months ago