krossing ગર્લ - 25


ગામની શેરીઓમાંથી પસાર થયો ત્યારે બધા મને સન્માનની નજરથી જોતા હતા. “ જુુુઓ ગામનો ડૉક્ટર આવ્યો.” કહી બધા સ્વાગત કરતાં હતાં. ચારેક મહિના પછી હું ઘરે આવ્યો હતો. ડેલીમાં પગ મૂકતાં જ મમ્મી દોડી. મારો કાનો આયવો.” મને હરખથી વળગી પડી. જો તો ખરા કેવો દૂબળો પડી ગયો સે... સરખું ખાવાનું નથી મળતું કે શું ?”

ના મમ્મીમધુમાસી મસ્ત જમવાનું બનાવે છે પણ સ્કૂલ ને બીજી દોડધામમાં થોડુંક એવું લાગતું હશે.” મેં કહ્યું.

પણ રૂપાળો તો જો થઈ ગ્યો. ગાલના ગટીયા પણ ફૂલવા લાગ્યા છે. ને મૂછના દોરા પણમારો દીકરો જુવાન થવા લાગ્યો છે.” મારે માથે વહાલથી હાથ ફેરવતાં બોલી.

મા-દીકરાનું સ્નેહમિલન પૂરું થઈ ગયું હોય તો હું કંઈ બોલું ?” ગીતાએ અગાશીમાંતી ટહુકો કર્યો.

તારે દોઢું થવાની કંઈ જરૂર નથી. અને તું ઉભી રેજે ફોન કેમ નથી ઉપાડતી મારો ?” મેં કહ્યું.

ઈ તો જેવા આપણા લખણ. બોલવાની કંઈ ભાન ના પડે પછી ભોગવવું પડે.” તે આંબલીના કાતરા ખાતાં બોલી.

હું તેને પકડવા સીધો દીવાલ કૂદીને અગાસી તરફ ભાગ્યો. તેને લાગ્યું હવે બચવાના કોઈ ચાન્સ નથી એટલે દાદામમ્મીકાકી મને બચાવો. જો આ તમારો કાનો મને કેવો હેરાન કરે છે.

હેરાનની બચ્ચી...” મેં તેને પાછળ કમરેથી પકડી અને એનો ચોટલો ખેંચ્યો. બોલ હવે કોને કોને હેરાન કરે છે.” તે થોડી સેકન્ડ રાડો પાડતી રહી. મારા પેટમાં જોરથી કંઈક વાગ્યું. હું દર્દથી બેવડો વળી ગયો. ગીતાએ હાથની કોણી વડે મને પેટમાં જોરથી માર્યું હતું.

તાકાત હોય એટલે તમે શક્તિશાળી ના બની જાવ. સતર્ક રહેવું એટલું જ જરૂરી છે. નહીં તો વાંદરો પણ સિંહને લાફો મારી જાય. બચ્ચુ મોટી હું જ છું. હેરાન કરવાનો હક્ક ફક્ત મને જ છે એટલે ખોટી વાયડાઈ ના કરવી.

તેણે મને ઉભો થવા માટે હાથ આપ્યો. તેનો હાથ પકડીને ઉભો થયો. મને પેટમાં સારું એવું દુખતું હતું.

કાનાતને હવે જુવાની ફૂટવા લાગી છે. જો તો ખરો ઊંચો પણ થઈ ગયો. અને મર્દ જેવી પર્સનાલિટી હવે થોડી થોડી લાગે છે.” અમે બંને નીચે ઉતરતા હતા. ભાભુએ મારા દુઃખણા લીધા. સો વરસ જીવવાના આશીર્વાદ આપ્યા. અદા અને પપ્પા બંને વાડીએ ગયા હતા. દાદાજી ગામના ચોરે. ગીતા સાથે વાતો કરવાનું કેટલું બધું મન હતું. બધાની હાજરીમાં એ વાતો થાય તેમ નહોતી. હું ઘરે ગયો. મમ્મી સાથે અલકમલકની વાતો કરી. મમ્મીને મારી સ્કૂલ વિશે કહ્યું.

મમ્મીઉત્તરાયણ ઉપર આખું ઘર આવજો. હું મારી સ્કૂલમાં તમને ફેરવીશ. કેટલું બધું જોવા જેવું છે. મારા ફ્રૅન્ડસ રાહુલસાગરમીરા અને હેપ્પી સાથે પણ મળાવીશ.” મેં કહ્યું.

તારી હારે છોકરીયુંય ભણે છે કાના..” મમ્મીએ પૂછ્યું.

મમ્મીમારે છોકરી હારે જ બેસવાનું હોય. ક્લાસમાં બધાને એમ હોય. અમે બાર છોકરા ને બાર છોકરીઓ છીએ. ક્લાસમાં જે હોમવર્ક આપે તે બધું ગ્રૂપમાં ચાર વ્યક્તિએ સાથે મળીને કરવાનું.” મેં તેને સમજાવતાં કહ્યું.

હે ભગવાનકળજુગ આવ્યો છે કળજુગ. આમાં અત્યારથી આવું હોય તો પછી છોકરા બગડે જ ને. તું સાચવજે હોં... ઘરની આબરુ જાય એવું કાંઈ ના કરતો. તારા પપ્પાને આવે એટલે વાત કરું. તને ના ફાવતું હોય તો આપણે નિશાળ બદલાવી નાખીએ.” મમ્મીએ કહ્યું.

મમ્મીઆ બધું ત્યાં નૉર્મલ છે. કોઈને કંઈ ના હોય. આવી નિશાળમાં ભણવા મળે ઈ બવ નસીબદાર કેવાયતને ખબર છે ?” મેં કહ્યું.

એટલે આમ છોકરીયું હારે ભણવા મળે કે બેસવા મળે એટલે ?” મમ્મીએ પૂછ્યું.

ના હવેઅમારા ક્લાસમાં સામાન્ય સ્કૂલ જેવી બૅન્ચ નથી. કાકીના ઘરે છે એવા સોફા જેવી ખુરશી હોય. ભણાવા ટાણે એક ચશ્માં પહેરવાના. એટલે ચોપડીના પાઠ તમારી સામે પિક્ચર જોતાં હોય તેમ ચાલુ થઈ જાય. આખી ખુરશી હલતી હોય. ક્યારેક ગોળ ફરેક્યારેક ઉંચીનીચી થાય. એક અઠવાડિયું લૅબોરેટરીમાં જઈને પ્રયોગો જ કરવાના. કંઈક નવું નવું બનાવવાનું. કોઈ દિ નિશાળે નથી જવું એવું ના થાય. ભણવાની મજ્જા જ આવ્યા કરે.” મેં કહ્યું.

હું સાવ અભણ પણ નથી. તું સાવ ગપગોળા હાંકે ને હું સાચા માની લવ. તારા બાપા આવે ત્યારે એને કેજે ઈ કેહેને હા તો હું સાચું માનું.” તે શાક સુધારતાં બોલી.

હું તો વિચારમાં પડી ગયો. આમાં પપ્પા ક્યાં વચ્ચે આવ્યા. અને ઈ કેવું પપ્પા કહે તો જ સાચુંનહીં તો ખોટું ?

 હું શેરીમાં મારા દોસ્તોને મળવા ગયો. બધા અહીંથી અપડાઉન કરતાં. અત્યારે કોઈ હાજર નહોતું. બાર વાગ્યા સુધી ગામમાં રખડ્યો. મારા વખાણ સાંભળ્યા. મારી સ્કૂલ વિશે વાતો કરી. બધાય મોંમાં આંગળાં નાખી ગયા. 

જોયું ને ભૂરાહું કેતો નહોતો. અમેરિકા કે જાપાનવાળાનું આપણી પાસે કંઈ ના આવે. ઈ આપણને કોઈ દિ નો પૂગે. ગમે એમ કરે ને તોય. કાનાતું સરખાય ભણજે. તને ડૉક્ટરીમાં ઍડમિશન મળે ને એટલે ગામ સમસ્ત તારું સામૈયું કાઢવું છે. તને હાથીની અંબાડી પર બેસાડીને ગામ વચ્ચે ફેરવવો છે.” મેં હકારમાં માથું ધુણાવ્યું. 

અહીંયાં બધા ડૉક્ટરને ભગવાનની નજરથી જોતા હતા. તેમના માટે એ બનવું સહુથી અઘરું હતું. મને બાયોલોજી પણ ગમતું. ખબર નહીં કેમ પણ ડૉક્ટરો પ્રત્યે અંદરથી અણગમો હતો. ફરી વાર મન વિચારે ચડ્યું. ડૉક્ટર બનવું પણ કાંઈ ખોટું નહોતું. સમાજમાં મળતાં માનમોભો તમને બીજા કરતાં વિશેષ હોવાનું ફીલ કરાવતાં રહેતાં.

ઘરે આવ્યો ત્યારે દાદા અને પપ્પા આવી ગયા હતા. પહેલા અદાને જઈને મળ્યો. પછી પપ્પા અને દાદા જોડે ધરાઈને વાતો કરી. પપ્પાના મગજમાં પણ સાગર મફતમાં રહેવા દે એ વાત ઠસાવવી અઘરી હતી. એટલે મહિને રહેવા-જમવાના 10,000 મોકલાવતા તેને હું મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેતો. અમારી એ અર્ધસત્યની યાત્રા ચાલુ જ રાખી. પપ્પા પણ સ્કૂલ વિશે સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. તેમને મારી સ્કૂલ એક વાર જોવા આવવાનું મન થઈ આવ્યું. અમારે ડેઈલી કે મન્થલી રિપોર્ટ એના પેરેન્ટ્સને મળતા હોય એવી કોઈ સિસ્ટમ નહોતી. એટલે એ બાબતનું મને કોઈ ટેન્શન નહોતું.

રાત્રે ફરીથી તેલ નાખવાનો પ્રોગ્રામ હતો. આજે કોઈ વાર્તા સાંભળવાની જરૂર નહોતી. અમારી પાસે વાતોનો ખજાનો હતોના ખૂટે એટલો. મેં કેટલી બધી વાતો કરી મધુમાસીરાહુલમીરાથી લઈને સાગર સુધી.

કાનામીરા તને ગમે છે ?” ગીતાએ સીધું પૂછ્યું.

હું વિચારે ચડી ગયો. હામને ગમે છે એ. મસ્ત છોકરી છે. પણ અમે સારા ફ્રૅન્ડ છીએ. રોજ ક્લાસમાં બાજુમાં બેસીએ. પ્રોજેક્ટ કે લૅબમાં સાથે જ હોઈએપણ અમારી વચ્ચે ફ્રૅન્ડશીપથી વધારે કંઈ નથી.

દાદાજી તમે પેલી કઈ વાત કહેતા પ્રેમનીએક વાર કહોને. કાનાને કામ લાગે એવી છે.” ગીતાએ દાદાજીનો હાથ હલાવતાં કહ્યું.

કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો તમે એના પ્રેમમાં છો એમ માનવું.

કાનાપ્રેમ એ સાચી તો મૌનની રમત છે. એમાં જેટલી આંખો અને મૌનથી વાત થાય તેટલી શબ્દોથી નથી થતી. વગર કહ્યે બધું સમજાઈ જાયવ્યક્ત થઈ જાય ઈ પ્રેમ. તમે પછી એને ગમે એટલો છુપાવો ઈ જાહેર થયા વગર ના રહી શકેગીતાની જેમ. સાચા પ્રેમની આ જ તાકાત છે.” દાદાજી બોલ્યા.

દાદાજી ?” ગીતા આટલું જ બોલી શકી.

દીકરી તારા વડીલો છીએ. તને એમ લાગે છે શું અમને કંઈ ખબર નહીં હોય. તારી આંખ ફરે ને ત્યાં ખબર પડી જાય. નિરાંતે મને વાત કરજે આખી. પછી જોઈએ શું કરવું છે.

ગીતા માટે આ સાંભળવું અને સ્વીકારવું કલ્પના બહારનું હતું. હવે બધું જાહેર થઈ ગયું હતું તો પછી ઘરમાં વાત કર્યા વગર છૂટકો નહોતો.

એનું નામ દિનકર ચેટર્જી છે. એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિલેશનશીપ મૅનૅજરનું કામ કરે છે. અતિ ટૅલેન્ટેડવિચક્ષણ અને હસમુખો કહી શકાય તેવો છે. અમે નેશનલ યુથ ફેસ્ટિવલની એક સ્પર્ધામાં મળ્યા હતા. તે એમાં જજ હતો. મને ફર્સ્ટ પ્રાઇઝ મળેલું. ત્યારે તેણે કહેલું, “તમને જો ખરાબ ના લાગે તો અમુક ટીપ્સ આપીશ. કાર્યક્રમ પૂરો થા પછી મળજો.” પ્રથમ તો મને વિશ્વાસ ના આવ્યો. પણ તેની વાતચીતભાષા અને ખાસ તો આંખોમાં છોકરીઓ પ્રત્યેનું સન્માન જોતાં હું તેની પાસે ગઈ. ત્યારે તેણે પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લિટ જ કર્યું હતું. તેણે પોતાની ઓળખાણ આપી. સ્પીચ વિશે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક જરૂરી ટેકનિકલ વાતો સમજાવી અને આરોહ-અવરોહ વિશે પણ માહિતી આપી. ત્રણ દિવસમાં અમે સારા મિત્રો બની ગયા. તે દસ ભાષા જાણતો હતો. તેણે મને વાંચતી કરીવિચારતી કરીબુદ્ધિની ધાર કાઢતાં શીખવ્યું. તે મને બંગાળી શીખવતો અને હું તેને ગુજરાતી. તેને શીખવતા સમયે મને સમજાયું મારું ગુજરાતી કેટલું નબળું છે. તેના માટે હું ફરીથી ગુજરાતી શીખી. પછી તો ચાર વર્ષની રિલેસનશીપમાં ક્યારેય મળવાનું ના બન્યું. ફક્ત મૅસેજ અને ફોનમાં વાતો. તેની આર્થિક પરિસ્થિતિ પહેલા બહુ જ ખરાબ હતી. હવે કોઈ પ્રોબ્લેમ નથી. તે હમણાં છ મહિના પહેલા જ મુંબઈમાં સેટ થયો છે. તે ખૂબ વાંચે છેફરે છેફિલ્મો-નાટકો જુએ છે. તેણે મને શીખવાડ્યું કલા અને પ્રેમનું જિંદગીમાં શું મહત્ત્વ હોય. બંને ના હોય તો પણ જીવી શકાય પણ એ બંને તમને માણસ તરીકે જીવંત રાખે છે. 

તેણે થોડા સમય પહેલાં મને મૅરેજ માટે પ્રપોઝ કર્યું. મને કોઈ બંધનમાં નથી રાખી. તે કહે છે – આ સાચા પ્રેમનો અનુભવ થયો એ પૂરતું છે. મેરેજમાં તને કાસ્ટ કે અન્ય પ્રૉબ્લેમ આવે તો તું ના પણ પાડી શકે છે. પણ તું મને હંમેશાં યાદ રહીશ. મારી જિંદગીમાં એક છોકરી આવી હતીજેણે મને પ્રેમનો પાઠ શીખ્યો હતો. લાગણીની કક્કા-બારાખડી ભણાવી હતી. મારા દરેક મુશ્કેલીના સમયમાં મને સાચવ્યો હતો અને અફકોર્સ તેણે મને પોતાના પ્રેમને લાયક સમજ્યો હતો. તે રડી પડી. મારા માથમાં તેની આંગળીઓ સ્થિર થઈ ગઈ. તેનો અંદર રહેલો ઉભરો આંસુ સ્વરૂપે બહાર આવી ગયો. સારું થયું ઘરે મારા અને દાદાજી સિવાય કોઈ નહોતું.

યસ હું તને પ્રેમ કરું છું. તેણે પોતાન જાતથી પણ વધારે મને ચાહી છે. જેવી છું તેવી જ સાચવી અને સંભાળી છે. બીજી કોઈ માગણી નહીં. કોઈ માથાકૂટ નહીં. કોઈ સારો છોકરો મળે તો પરણી જવાની પણ સલાહ આપી છે. એક છોકરીને કોઈ છોકરા પાસેથી આથી વધુ કશું ના જોઈએ.” મેં ઉભા થઈ તેને સંભાળી. તેને પાણી પાઈ તેના રૂમમાં લઈ ગયો.

ગીતાએ વિડિયોકૉલમાં તેની સાથે વાત કરાવી. મને ખૂબ મજા પડી. મને એ સાગર જેવા જ લાગ્યા પણ વેલ મૅનેજ્ડ અને વેલ એજ્યુકેટેડ. તેમની ભાષા વાત કરવાની શૈલી અને જ્ઞાન જોતાં લાગ્યું – ગીતાએ ખરેખર સારો છોકરો પસંદ કર્યો હતો. મને ગીતા પર ગર્વ થયો. ક્યાંય સુધી હું તેને મારા ખોળામાં સુવડાવી માથામાં હાથ ફેરવતો રહ્યો.

ગીતાતું એની સાથે લગ્ન કરી લે. આવો છોકરો તને ક્યાંય નહીં મળે. એને હા પાડી દે. મમ્મી-પપ્પાની બહુ ચિંતા ના કરવી. સમય જશે એટલે એ પણ સ્વીકારી લેશે.” મેં કહ્યું.

કાનાલાગે એટલું સહેલું નથી. અહીંયાં હજી બીજી જ્ઞાતિમાં લગ્ન કરવામાં પણ વિચાર કરે છે. મમ્મીને મારા માટે કોઈ કરોડપતિ કુટુંબ જોઈએ છે. હું બધી રીતે લાયક પણ છું એ માટે પણ શું આ પ્રેમ એના પૈસામાં મળી રહેશે. મને એવી કોઈ પૈસાવાળાને પરણવાની ઇચ્છા નથી. મારે તો બસ મને જેવી છે તેવી સાચવી લે એટલે ઘણું.” તે બોલી.

હું વાત કરું ઘરમાં ?” મેં કહ્યું.

તે જોરથી હસી પડી. કાનાતું જો તો ખરો કેવડો મોટો થઈ ગયો. તારી ત્રેવડ છે તારા પપ્પા કે મારા પપ્પા જોડે આંખોમાં આંખ નાખીને વાત કરવાની... પેલા તો તને ઢીબી નાખશે. તને બધી ખબર હતી તો તે અમને કહ્યું કેમ નહીં મૂકને હવે ક્યાં જલ્દી છે લગ્નની... જે થશે તે જોયું જશે. તારો મૂડ મેં નાહકનો સેડ કરી નાખ્યો. કેટલા દિવસે આવ્યો તું...

તે મને વળગી પડી, “લવ યુ માય બ્રધર. તારામાં ડેરિંગ જબરદસ્ત છે. ચાલ મને મીરા વિશેસાગર વિશે કહે. બધું ડિટેઈલમાં.

અમે બંને ક્યાંય સુધી વાતો કરતા રહ્યા. મારી વાતો સાંભળી તેની આંખો ચમકી રહી હતી. મેં ઇશિતા અને રાહુલ વિશે પણ કહ્યું. મારી ઘર સામે ગર્લ્સ હૉસ્ટેલની વાત સાંભળી તે બોલી :

કાનામને તારી સ્કૂલતારું ઘરમીરા – બધું કોઈ પરિકથાની કલ્પના જેવું લાગે છે. કાકાની કિટલી, ફ્રીડમ બૉક્સ અને ગ્રાન્ડ FM આટલું બધું એક સાથે મહિનામાં. મને કંઈ સમજાતું નથી. તું બહુ એટલે બહુ ફાસ્ટ જઈ રહ્યો છે. મને કંઈ ઠીક નથી લાગતું. આઈ મીન આ નૉર્મલ લાઈફ નથી. તું સાચવજે. મને ખરેખર તારી ખૂબ ચિંતા થાય છે. તારા પર પ્રાઉડ પણ છે કે મારો ભાઈ ફ્યુચર લૅબમાં ભણે છે.

હું રાત્રે સૂતાં સૂતાં ક્યાંય સુધી વિચારતો રહ્યો. ખરેખર મીરા સાચી હતી. બધું ધાર્યા કરતાં બહુ ઝડપથી આગળ વધી રહ્યું હતું. ખબર નહીં ભવિષ્યમાં શું થવાનું હતું. મને ઘરે આવ્યા પછી એક અલગ જ શાંતિ અનુભવાતી હતી. મીરા પણ તેના લવ બાબતે સાવ નૉર્મલ થઈ ગઈ એ જાણીને સાવ નિરાંત થઈ ગઈ હતી.

મેં લાઈફની સહુથી બેસ્ટ દિવાળી ઉજવી. ગીતાને જિન્સ અને ટોપ ગિફ્ટમાં આપ્યા હતા,જે મીરાએ પસંદ કર્યાં હતાં. બહુ ફટાકડા ફોડ્યા. દોસ્તોને પણ વેકેશન હતું. તેમની સાથે ધમાલમસ્તી કરી. તમે સફળ હોય કે કશુંક અનોખું કરી રહ્યા હોય તો લોકોની તમારી સામે જોવાની દ્દષ્ટિ બદલાઈ જાય છે. તમારી ખુશી બેવડાઈ જાય છે. સાથે તેમની અપેક્ષા વધતાં તમારી જવાબદારી પણ વધી જાય છે.

આટલા દિવસમાં સાગરનો એક પણ ફોન ના આવ્યો પણ રાહુલ અને મીરા સાથે રોજ વાત થતી.હેપ્પી સાથે ક્યારેક વાત થઈ જતી. ઇશિતા સાથે બે વાર ફોનમાં વાત થયેલી પણ તે હવે બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. આ પંદર દિવસ હું ક્યાંય બહાર ના ગયો. જીવતીમા ગુજરી ગયા હતા. તેનું મને બહુ દુઃખ થયું. એ સિક્કો મને યાદ આવી ગયો. હરિદાસ બાપુની લાઈબ્રેરી ખાસ્સી મોટી બની ગઈ હતી. હું અને ગીતા બે વાર ત્યાં ગયેલા. તેમણે ગામના યુવાનો અને વડીલોને વાંચતાં કર્યાં હતાં. ગામનો સપોર્ટ જોતાં બીજા પણ થોડા સામાજિક કાર્યો ઉપાડવાના હતા. તેમને જોઈને થતું જો એક સાધુ કે સંત ધારે તો આખા દેશમાં પરિવર્તન લાવી શકે.

અંતે બધાની પ્રેમભરી વિદાય સાથે ફરીથી રાજકોટની બસ પકડી. મને પણ ખબર નહોતી હું પાછો ક્યારે આવીશ. શા માટે કશું સમજાતું નહોતું. લાગતું હતું જિંદગી મને કંઈક અલગ જ રસ્તે લઈ જઈ રહી છે.

ખરેખર એવું જ થયું હતું. રાજકોટમાં સ્કૂલનું હવે પછીનું સેશન લાઈફમાં સૌથી મહત્વના લેસન શીખવી જવાનું હતુંજેની મને બિલકુલ કલ્પના નહોતી.

***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago