krossing ગર્લ - 26


 


 

‘‘વાતો કરવાથી કંઈ નહીં વળે. 

દેખાવોપ્રદર્શન આંદોલન મૌન રેલીવૉટ ધ ફક મેન 

શું છે આ બધું ? ઢોંગ છે રીતરસ ઢોગ.

એમની ચામડી જાડી છે અને કાન બહેરા જ્યાં સુધી ત્રાડ નહીં પાડો કે ધારદાર ચાકુથી વાર નહીં કરો ત્યાં સુધી તેમને કશો ફર્ક નહીં પડે. દેશભરમાં જેટલા આંદોલનો થયા શું પરિણામ આવ્યું. ભોગવવાનું તો આમ જનતાએ જ છે. દેશમાં એકેય નેતાને ભ્રષ્ટાચાર, ખૂન કે બળાતકારના કેસમાં ફાંસીની સજા થઈ હોય તો કહો. એવો એક પણ દાખલો બતાવો. જે નેતા કરપ્શન ના કરતો હોય ? કોઈ ઉદ્યોગપતિ કે વેપારી કે સંગઠનો રાજનૈતિક પાર્ટીઓને એમ જ ચૂંટણી ફંડ આપતા હશે ?

                           વી યાર સ્ટુન્ડટસ્, વી આર ફ્યુચર ઓફ ધીસ કન્ટ્રી. દેશને બહેતર બનાવો હશે તો આપણે જ પ્રયત્ન કરવા પડશે. ચાલે છે ચાલવા દો ને જો આવું જ ચાલુ રહ્યુ તો દેશને કોઈ બચાવી નહીં શકે. ઓર્ગનાઈઝ વાઈટ ક્રાઈમનું તંત્ર દેશની સરકારને સમાંતર આકાર લઈ રહ્યું છે. આ તંત્ર એ હદે પોતાની જાળ મજબૂત કરી રહ્યું છે કે આવનાર દિવસોમાં દેશને ઉધઈને જેમ કોરીને ખાઈ જશે.

                બહારથી તો બધું ઠીકઠાક દેખાય છે. કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. પરન્તુ અંદરની વ્યવસ્થાઓ તૂટી રહી છે. સરકારની ફરજ છે સારું શિક્ષણઆરોગ્ય સેવાઓ અને પીવાનું ચોખ્ખું પાણી જેવી પાયાની જરૂરીયાતો અને સવલતો પુરી પાડવાની આઝાદીના આટલા વર્ષો પછી દેશના એકપણ રાજ્યના એક પણ જીલ્લા એકપણ તાલુકામાં આ બધી સુવિધાઓ પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો બતાવો. વિજ્ઞાન અને ટૅકનૉલૉજી આટલા આગળ વધી ગયા છે હવે કોઈ બહાના બાજીના ચાલે. તમારે નિયત સાફ રાખવી પડશે. નહીં રાખો તો હવે અમે મેદાને પડીને એક કેમ સાફ રાખવી એ શીખવાડીશું.

                                હું ફ્રિડમ બૉક્સમાં આવ્યો ત્યારે જોયું કે જતીન ચોક્કસીએ સર્જેલું આ 'ફ્રીડમ બોક્સ' એના નામને સંપૂર્ણપણે સાર્થક કરે છે. આ આઈડિયા જનરેશનના સપનાઓનું ઉછેરકેન્દ્ર છે. કલાના પ્રખ્યાત સર્જકો અને પારખુઓને એક જગ્યાએ એકઠા કરવા, દુનિયાની શ્રેષ્ઠ આર્ટકલા કે સંગીતને લોકો સામે યોગ્ય રજુ કરવા આ કામ બહુ મહેનત અને ચીવટ માંગી લે છે. મને આંનદ થયો કલાના કુંભમેળામાં તમારી સહુ સામે રજૂ થવાની મને તક મળી છે.આપણા ભવિષ્યને બહેતર બનાવવું હું તો કહીશ દેશના દરેક શહેરમાં આવી જગ્યાઓ હોવી જોઈએ. પણ આવું સાહસ કોણ કરશે 

ઈન્ડિયામાં ઈન્વેસ્ટરોમાં ધીરજ નથી. તેને ટૂંકાગાળામાં માલમાલ થઈ જવું છે. દેશમાં પોલીસ કે સરકારી ઓફિસર કરતાં વ્હાઇટ ક્રિમિનલ બનવામાં વધુ મજા છે. વગર કોઈ જવાબદારીએ સમાજમાં પ્રતિષ્ઠા મેળવીને જલસા વાળી લાઈફ જીવી શકો. જરૂરી નથી બેક લૂંટોમકાનમાં હીરાઝવેરતા કે પૈસાની ચોરી કરો. 'તારું મારું સહીયારું' કરીને જે ચોરી ચાદરી છે. મારો વિરોધ તેની સામે છે. તેમાં કોઈ કોઈની સામે નહીં બોલે. આવ ભાઇ આપણે બે'ય સરખાં. આ ભાગીદારી ખતરનાક રીતે આગળ વધી રહી છે. વિરોધ નામનો જીન્સ દેશના રંગસૂત્રોમાંથી ગાયબ થઈ રહ્યો છે. ઉશ્કેરાઈને ટોળાનો ભાગ બનો. પ્રસિદ્ધી માટેદેખાવ માટે કે કરવો પડે એ માટે વિરોધ કરો એ વિરોધ ના કહેવાય.

                હું ગગન મોદી. આપ સહુને મિડીયા દ્રારા મારો થોડો ઘણો પરિચય તો હશે જ. આઈડીયલ સ્ટુડન્ટ એક્ટિવિટી’ ISA નામનું એક યુથ ઓર્ગનાઈજેશન ચલાવું છું. આ બીજા જેવુ નથી. ખાલી ખોટી સહાનુભૂતિ વિરોધ કે ફંડ મેળવી રુપીયાવાળું થઈ જવું. તમે તરત જ આના સભ્ય પણ બની શકતાં નથી. હવે જ્યારે અમે એક નક્કર આયોજનની કરી દેશના સોનેરી ભવિષ્ય માટે મેદાને પડવાના છીએ ત્યારે તમારો સાથ અને સહયોગ માંગવા માટે આવ્યો છું.

                                દેશમાં જ્યાં સુધી કાયદાની છટકબારીઓ બંધ કરી તેનો કડક અમલ નહીં થાયલોકો પોતાના દ્રારા અપાતા ટૅક્સના પૈસાનો સુવિધા રૂપે હિસાબ માંગતા નહીં થાય અને ધર્મના નામે દેશના લોકોને લૂંટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી દેશમાં કોઈ પરિવર્તન શક્ય નથી. આ સમસ્યાઓના કાયમી હલની નક્કર કામગીરી માટેનો એકશન પ્લાન તૈયાર છે. અમને દેશના ઘણાં બુદ્ધિજીવીઓ એ જાહેરમાં ટેકો આપ્યો છે. પોતાનાથી બનતી બધી મદદ કરવાની ખાત્રી આપી છે. અમારે કશું છુપાવવું નથી. બધું જાહેરમાં છડેચોક કરવાના છીએ. કોઈ નેતાને જે ઉખાડવું હે ઉખાડી લે." આ શબ્દોને સાંભળી રહેલા લોકોએ સિટીમાર તાળીઓ અને હાકલા-પડકારા થી વધાવી લીધા.

"તે કંઈક નહીં કરી શકે. ગુંડાગીરી દ્વારા લોકોના મનમાં પોતાની પહોંચ ક્યા સુધી છે એનો ડર બતાવશે. યાદ રાખજો પબ્લિકથી મોટો ગુંડો કોઈ નથી. જાહેરમાં ક્યારેક આવા તત્વોને એક લાફો મારજો.  'તને જોઈ લઇશ' ની પોકળ ધમકી આપવા સિવાય કંઈ નહીં કરી શકે.  વધુ પડતું કંઈ કરશે તો તેની દુકાન બંધ થઈ જશે. અમે જે મુદ્દાઓ વિચાર્યા છે. તે આપની સમક્ષ મૂકું છું. તમને કશુંક ઉમેરવા જેવું લાગતો સૂચન કરજો. તેના પર ચર્ચા વિચારણા કરી એકશન લઈશું. મને ખબર છે. લોકો જ્યાં સુધી અંગત દુર્ઘટનામાં પોતાનું કોઈ સ્વજન ના ગુમાવે લાગે ત્યાં સુધી પરિવર્તન માટે તૈયાર કરવા ખૂબ અઘરા છે. 

  ફર્સ્ટ પોઇન્ટ ...દેશની લોકસભારાજ્યસભારાજ્યોની વિધાનસભા કે પછી જિલ્લા તાલુકા સ્તરના કોઈપણ હોદ્દા માટે એકઝામ ફરજિયાત બનાવવામાં આવે.

આ એકઝામોમાં એજ્યુકેશન લાયકાત જરૂરી નથી. પણ દેશના રાજકારણ, ઈતિહાસ, ભૂગોળસંસ્કૃતવિજ્ઞાનટૅકનૉલૉજીસાહિત્યકલા, વાસ્તવિક જીવનની જરૂરીયાતો અને પ્રશ્નો સ્થાનિક માહોલ આ બધાની પ્રાથમિક સમજ હોવી જરૂરી છે.

સેકન્ડ પોઇન્ટ....ભષ્ટ્રાચાર અને બળાત્કાર કેસમાં વધુમાં વધુ છ મહિનામાં ચુકાદો. બળાત્કાર કેસમાં ફાંસીની સજા, કોઈ અધિકારી કે નેતા પર ભષ્ટ્રાચારનો આરોપ સાબિત થાય તો તેમની તમામ સંપત્તિ જપ્ત અને આજીવન ચૂંટણી પણ પર પ્રતિબંધ.

                                આ બે ઉદાહરણ આપી તમને સમજાવ્યું. આવા તો ઘણા મુદાઓનું લિસ્ટ છે. અલબત્ત, આપણા વિશાળ દેશની વિવિધતા જોતાં તેના સ્થાનિક પરિબળો ને ધ્યાનમાં રાખી અમુક પરિવર્તન કે છૂટછાટ આપવાની હોય.

                                આવતા મહિનેથી ISA એક અભિયાન શરું કરવા જઈ રહ્યું છે. ધ્યાનથી સાંભળજો, દરેક ગામમાં આટલા વર્ષોમાં સરકારે ફાળવેલા રૂપિયા અને તેનો થયેલો વિકાસઅમે સરકારી આંકડાની માહિતી સહીત લોકો સામે મુકીશું. આવી રીતે જ દેશના દરેક મંત્રાલય અને વિભાગનો પણ આવો ઓફીશીયલ રેકોર્ડ લોકો સામે મૂકીશું. સરકારી હોસ્પિટલોશાળાઓ કચેરીઓમાં જઈને લોકોને તેના દ્વારા અપાતી સુવિધાઓ વિશે જાણી શું તેમની કામગીરીની સમીક્ષા કરીશું અને તમને જણાવીશું સરકાર કહે છે તેવું જ બધુ ફૂલ ગુલાબી છે કે નહીં ?

                ખબર છે. વિરોધ થશે, સાથ સહકાર ઓછો મળશે પણ વાસ્તવિક મુદ્દાઓ સાથે પોતાના હક્ક માટે જંગે નહીં ચડે ત્યાં સુધી પરિવર્તન શક્ય નથી. લોકો એમ માનીને ચાલે છે. આટલું મળે છે. બીજાને તો એ પણ નથી મળતું ?  કોઈપણ સરકાર આ બધું આપીનેે આપણાપર ઉપકાર નથી કરતી.                     

પરંતુ આટલું જ શું કામ તમારા ટૅક્સના પૈસા છે. મૂળભૂત સુવિધાઓ મેળવવાનો તમને હક છે. તો એ માટે શરમ શાની શું પોતાના અધિકારો માટે પણ લડાઈ ના લડી શકાય કોઈ અધિકારી સવારે 10ને બદલે 11 વાગ્યે આવે તો તેને મોડા આવવાનું કારણ ના પૂછી શકાય સરકાર પૂરતો પગાર આપે છે પછી કામચોરી શાની ?

   આખા દેશમાં શરુ થનારું આ મહાઅભિયાનનું કૅમેરામાં રેકોર્ડિંગ થશે. સરકારના દરેક અધિકારીને પોતાની કામગીરી સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા પડશે. જો ઉપરથી દબાણ હોય તો તે ઉપલા અધિકારીના દબાણોના પરાક્રમો અમે લોકો સામે લાવીશું. ખબર છે. દરેક જગ્યાએ સીધી આંગળીએ ઘી નહીં નીકળે. જરૂર પડે સામદામદંડભેદબધી રણનીતિ અપાનાવીશુ ?

                તો તમે બધા સાથ આપશો ને ?

                લગભગ બધાયે યો....હાકહીને સપોર્ટ કર્યો હું પણ હાથ ઊંચો કરવા જતો હતો ત્યાં સાગરે મને અટકાવ્યો. હાજર રહેલા લોકોમાં અંદરોઅંદર ચર્ચા શરૂ થઈ. ગગન મોદીની વાતની ખરાઈ માટે તર્કો કામે લાગ્યા. કેટલાય ચહેરાઓ સવાલોના ભાવથી ઘેરાવા લાગ્યા.

 "એની શું ખાતરી કે તમે પણ બીજા આંદોલન કારીઓની જેમ છેલ્લે સરકારના દબાણ સામે ઝુકી નહીં જાવ” એક યુવાને સવાલ પૂછયો.

                વેલ કન્વેશન ડિયરતમે જ્યારે આવા સંવેદનશીલ મુદ્દે સપોર્ટ કરતાં હોય ત્યારે આવા સવાલો થવા જોઈએ. હું સરકારના દબાણ સામે ક્યારેય નહીં ઝૂકું. મારી પાસે ગુમાવવા જેવું કશું નથી. જ્યારે પણ તમને લાગે મે તમારો વિશ્વસ ઘાત કર્યો છે. મને જાહેરમાં ફાંસીએ લટકાવી દેજો હું મારી પાછળ એવું સ્ટેટમેન્ટ મૂકતો જઈશ. મને ફાંસીએ લટકાવનાર ને કોઈ સજા ના થાય પણ એનું જાહેરમાં સન્માન થાય. દોસ્ત આ અંદરની આગ છે. એટલા જખમઅન્યાય અને વેદના મળી છે ને એની શાંતિ માટે બે જ રસ્તા છે. કાં તો ન્યાય કાં તો મૃત્યુ." બધાએ તાલીઓના ગડગડાટથી ગગન મોદીની વાતને વધાવી લીધી.

                ‘‘આટલી બધી અપેક્ષા કે વિરોધ સરકાર સામે શું કામ નાગરિક તરીકે આપણે પણ સ્વાર્થી જ છીએ આપણે પણ કાયદા અને નિયમોનું પાલન કરીએ એ આપણી ફરજ  બને છે.બીજો પ્રશ્ન થયો.

                "એકદમ સાચુંતમે જ્યારે આ અભિયાનમાં જોડાશો ત્યારે તમારી પાસેથી પણ કેટલાક વાયદાઓ નિભાવવાની શપથ લેવડાવામાં આવશે. જે તમે તોડશો તો તમારે પોતાના પર કેસ કરવા સામેથી પોલીસ સ્ટૅશનમાં જવું પડેશે.

                મને ખબર છે. તમારા મનમાં અનેક પ્રશ્નો કે શંકાઓ છે. કારણ તમારી સાથે આંદોલનોનાં અનેક વખત થયેલો વિશ્વાસઘાત છે. પણ મારે દેશ માટે લડવું છે. મે લેખિતમાં આપ્યું છે. જે દિવસે રાજકારણ જોઈન કરું તે દિવસે મને વિશ્વાસઘાતના ગુના માટે જાહેર જનતાને સોંપી દેવામાં આવે. આથી વિશેષ કશી બાંહેધરી આપી શકું એમ નથી." ગગને ગગનભેદી અવાજે કહયું.

‘‘વાહ ! શું જીગર છે આનું દેશને આવા જ નવયુવાનોની જરૂર છે. સાલા બધા નામરદ જેવા થઈ ગયા છે. દેશમાં આટઆટલી સમસ્યાઓ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. એક મરદ નીકળો જાહેરમાં આવીને બહુ પોકારવાળો..અંદરોઅંદર ચર્ચાનું ધમાસાણ મચ્યું હતું.

                ‘‘સાગર તે કેમ સપોર્ટ કરવાની ના પાડી ?”તે રીયલમાં  ખરેખર કશુંક કરી શકે તેવું લાગ્યું મનેમેં પૂછ્યું.

                "તે ખોટો નથી. પણ લોકો સ્વાર્થી છે. જ્યાં સુધી પોતાના પગ નીચે રેલો નહીં આવે ત્યાં સુધી કોઈને કંઈ પ્રોબ્લમ નહીં થાય. જ્યાં સુધી તું લોકમાનસનો રૂબરૂ અનુભવ નહીં કરે ત્યાં સુધી તને નહીં સમજાય ઇન્ડિયા શું ચીજ છે.આપણો દેશ બહુ કોમ્પ્લિકેટેડ છે. અહિયા, આધ્યામિકતા વિજ્ઞાનને સતત પડકારતી આવી છે. દેશમાં એટલી વિવિધતા છે કે ઘણીવાર લાગે કોઈને એક બીજા સાથે કશો સંબંધ નથી. છતાં બધું કોઈ અતૂટ બંધનમાં જોડાયેલું અનુભવાય. પણ જ્યાં સુધી તમે આ બંને વચ્ચેનું કનેકશન ના પામી શકો ત્યાં સુધી બીજાની જેમ માથું જ ખંજવાળવાનું. તું અત્યારે રહેવા દે. તને બધું નહીં સમજાય કારણ આ બધું પ્રેમ જેવું છે. એમા પડો તો જ એનો જાદુ કે વિરહ પામી શકાય બાકી કવિતા અને પ્રેમ પત્રોની કલ્પનાના શબ્દોથી કામ ચલાવવું પડે.

   ‘‘પણ એ બધું આ અભિયાનને શું લાગેવળગે ?”મે પૂછ્યું.

   ‘‘અરે યારતને કેમ સમજાવવું સાંભળ આપણો દરેક પૌરાણિક ગ્રંથક વેદ જે કહે તે તમારી અનુભૂતિ પર ભાર મૂકે છે. તે તમને એટલું કહશે આ રસ્તા પર ચાલી શકાય... કોઈયે આ રસ્તા પર ચાલવાથી આવું પરિણામ આવે એવું ખુલ્લીને કહ્યું નથી મતલબ કે તમને સમસ્યા સમજાવે. તેના કારણો સમજાવે. તેના નિવારણાં પણ જણાવે પરંતુ... એ તમારે નક્કી કરવું પડે કે આ પરિસ્થિતિમાં આ સમસ્યા માટે આ ઉપાય શ્રેષ્ઠ રહેશે. આપણા ઋષિઓને ખબર હતી. સમાન પરિસ્થિતિ પણ દરેક વ્યક્તિ માટે એક જ ઉપાય ના હોઈ શકે. એટલે એમણે શક્યતાના તમામ દ્વાર ખુલ્લા રાખ્યા. બસ અને આ જ રહસ્ય છે. આજ સાચી સ્વંતત્રતાં છે.

                પરંતુ સદીઓની ગુલામી વેઠી આપણે દરેક બાબત કે ઘટનાને ચોક્કસ ફ્રેમમાં ફીટ કરતાં થાય સાદાઈ અપનાવી એટલે વિચારો સંકુચિત થયા. આપણે કપડાં કલરફૂલ પસંદ કર્યા પણ વિચારો બ્લૅક એન્ડ વ્હાઈટ જ્યારે અમેરિકાએ બિલકુલ ઉંધુ ત્યાંના કપડાં બ્લૅક વ્હાઈટ  કે ગ્રે છે. પણ વિચારોમાં મેધધનુષ્યના સાત રંગોમાં તેમણે ટૅકનૉલૉજીનો ઉપયોગ કરી લાખો શક્યતાઓના દ્વાર ખોલી નાખ્યા.

                આપણે પ્રવાસોને બદલે જાત્રા કરતાં થઈ ગયા. એક અઠવાડિયું આપણું ભોજન નથી છોડી શકતાં તો બીજાના વિચારો કે સંસ્કૃતિ કેમ અપનાવી શકીશું. જ્યાં સુધી આ બ્લૅક એન્ડ વ્હાઈટની છબીને કલરફૂલ બનાવવા વાળો માસ્ટર માઈન્ડ જન્મ નહીં લે ત્યાં સુધી હજારો ગગન મોદી શહીદ થાય તો પણ દેશમાં કશો ફર્ક નહીં પડે. મને તારામાં આ શક્યતા દેખાય છે. એટલે જ હું તારી પાછળ મહેનત કરી રહ્યો છું. 

હવે જ્યાં સુધી હું તને મુક્ત નહીં કરું ત્યાં સુધી મારી કેદમાંથી છટકી નહીં શકે."

સાગરના શબ્દો સાંભળી મારું હૃદય જાણે ધબકારો ચુકી ગયું હોય એવું લાગ્યું.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago