krossing ગર્લ - 27


મને તો બહુ અદબ અને નમ્રતાથી વર્તવાવાળા છોકરા વેવલા જેવા લાગે.’’ પારિજાતે કહ્યું.

" લે આ તો સંસ્કાર અને સભ્યતાની નિશાની કહેવાય." સાગરે કહ્યું.

સાગરખોટુંના બોલ...તું સારી રીતે સમજે છે. મારો કહેવાનો અર્થ... જાનુ હું તને હગ કરી શકું, કિસ કરી શકું વૉટ એ નોનસેન્સ યારમને તો ચુંબનોના વહાલથી ગુંગળાવીને ભીંજવી દે એવો પુરુષ ગમે.” પારિજાતે કહ્યું

તો તો અસ્સલ મારા જેવો જ ને ! થોડો બરછટ અને રૂથલેસ...સ્વતાવથી અને લાગણીની પણ સાગર બોલ્યો.

સાથે થોડોક આક્રમક અને ઍરોગન્ટ પણ હોવો જોઈએ બિલકુલ તારા જેવો ?” પારિજાતે કહ્યું

સાગર કહ્યું પણ હું...

તેની આંખોમાં છૂપાયેલું સત્ય જોઈને સાગર ના શબ્દો મૌન બની ગયા. તે હસવાં માંડી...ક્યાંય સુધી હસતી રહી... બિંદાસ બનીને... આખરે તેનું સહજ હાસ્ય માણીને એ થોડો મુંઝાયો. તેનું પુરુષાતન ઉશ્કેરાયું. એમાં સાથે સ્ત્રી સહજ આકર્ષણ ભળ્યું.  સાગરે પારિજાતને એક હાથે પકડીને પોતાની તરફ ખેંચી. બીજા હાથેથી કમરને વધુ ઝનૂનથી ભીંસીને કહ્યું જેમ પુરુષ તેના ઇગોથી શોભે તેવી જ રીતે સ્ત્રી તેના અલ્લડ મસ્ત નખરાથી’’...

બંનેની આંખોમાં છલકાતા પ્રેમરંગને કોઈ સાબિતીની જરૂર નહોતી. સાગરનો હાથ તેના ચહેરા પર ફરવા લાગ્યા. પ્રેમમાં શબ્દો સ્પર્શ સામે ક્યાં સુધી ઝીક ઝીલી શકે ? આખરે પ્રેમની શબ્દો અને સ્પર્શની નજાકતનો અધ્યાય પુરો થયો. સાગરના હોઠના ઝનૂન પૂર્વકના હુમલાથી પારિજાતના હોઠ તેના લૉકઅપમાં કેદ થઈ ગયા. થોડીવારમાં બંનેની આંખમાંથી વહેતાં આંસુઓમાં એ લૉકઅપની ચાવી પીગળી ગઈ. એમાં કોઈ વાસના કે પામી લેવાની ચાહત નહોતી. ના કોઈ વિરહની તડપ પછી ઉદ્દભવતા મિલનના આવેગો હતાં. ના પરાણે પ્રેમ જતાવાનો કોઈ પ્રયાસ હતો. એવું કશુંક હતું જે બન્ને પાસે હતું છતાં કોઈક અધુરપ હતી. જે બંને એકબીજાને સહજપણે આપીને પામવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.  કદાચ આજ પ્રેમ અને સેક્સના જાદુ કે નફરતનું આજ અકબન્ધ રહસ્ય હતું.

   મારી જિંદગીનું મે પ્રથમ લાઈવ ચુંબન જોયું. આમાં વાસનાના કોઈ અંશ નહોતાં પ્રેમ કે સર્મપણની ભાવના કે પછી પ્રિય પાત્રની કાળજી !! હું કશું જ સમજી શકતો નહોતો. પરિજાત રડતી હતી. બંનેને અલગ થયા. પરંતુ મેં બંને વચ્ચેના સંબંધની મજબૂતાઈ અનુભવી. જેને કોઈ લૅબલ કે નામકરણની જરૂર નહોતી. બંને પાછા ભેટી પડ્યા. સાગર તેના માથામાં અને પીઠ પર વહાલથી હાથ ફેરવતો રહ્યો.

                સવારમાં મારી અડધી ખુલેલી આંખો સામે જ આ દૃશ્ય ભજવાઈ રહ્યું હતું. પારિજાત એટલે કુદરતે સર્જેલું બેનમૂન સૌદર્ય. કદાચ હાથ લગાડો તો પણ ડાઘ લાગી જાય એટલી ગૌરવર્ણ કાતિલ સૌંદર્ય ધરાવતી છોકરી.. સાગરે એકવાર તેનો ફોટો દેખાડેલો. તે મોડેલીંગ કરતી હતી. લાજવાબ ડાન્સર હતી.  ક્લાસિકલ અને વેસ્ટર્ન બંને પ્રકારના ડાન્સની રિધમમાં એ જ્યારે ઝૂમતી ત્યારે તમને તેની ટેલેન્ટની ચોક્કસપણે ઈર્ષા આવે.. મે એક વિડિયોમાં સાગર સાથે તેને ડાન્સ કરતી જોઈ હતી. આજે પહેલીવાર તેને રૂબરૂ જોઈ. તે ખરેખર સાક્ષાત દેવી જોવું સૌદર્ય હતું. તેની સાથે પ્રેમ કરવાનું મન થાય. સેક્સ નહીં. ડાર્ક બ્લું કલરના લોન્ગ શર્ટમાં તે સોફા પર બેઠી. તેના મુલાયમ અને સુવાળા પગ જોઈ મારી નિંદર ઉડી ગઈ. તે બંને એ મને ઉઠી ગયેલો જોયેલો. પણ તેમને મારી કોઈ પરવા નહોતી. તે બંને પોતાનામાં મસ્ત હતા. સાગર બૉક્સરમાં હતો. મારા તરફ નજર નાંખી સીડીના પગથિયો ચડી ગયો. હું મારા રૂમમાં ગયો ફ્રેશ થઈને હોલમાં આવ્યો.

                ક્રિષ્ના તું કોફી લઈશ કે ચા પારિજાતે રસોડામાંથી બૂમ પાડી.

                “ગમે તે બનાવએને હજુ પોતાની કોઈ ચોઈસ નથી. તે હજુ પાંજરાના પોપટ જેવો છે. જે મળે તેની સાથે સમાધાન કરી લે તેવોસાગરે સીડીના પગથીયા ઉતરતાં કહ્યું.

  પારિજાતે અમારા ત્રણેય માટે ચા બનાવી. તે લોગ શર્ટ પહેરીને જ હોલમાં ચા લઈને આવી.  સાગર ટૅડી સોફા પર બેઠો હતો. પારિજાત મારી બાજુમાં આવીને બેઠી. જેની મને જરા પણ કલ્પના નહોતી હું જરા સંકોચાયો. તેને હસી ને મારી સામે જોયું.

 રિલેક્સ ક્રિષ્ના નૉર્મલ થઈને બેસ હું તારી  છેડતી કે તેની ફરિયાદ નહીં કરું’’ તે મને ચા નો કપ આપતાં બોલી.            

સાગર હસીને બોલ્યો “ક્રિષ્નાની ટ્રેનિંગ ચાલુ છે. એ હજુ સંસ્કારના નામે વેવલાવેડાં મૂકી નથી શકતો. એને એ સમજતાં હજુ બહુ વાર લાગશે કે છોકરીઓને પ્રેમમાં જીતવી હોય તો રામ નહીં પણ કૃષ્ણ બનવું પડે. તેને હજુ સમાજની બીક છે. કોઈ શું કહેશે ?

                સાગર મારી પોલ ખોલી રહ્યો હતો. હું તો તેની સામે ક્યારેય ચર્ચામાં ઉતરી શકતો જ નહીં. મારી પાસે એટલું જ્ઞાન કે સમજ નહોતી. મને ક્યારેય તેની ઈર્ષ્યાં આવતી. પણ શું કરવું એ ક્યારેય ના સમજાતું.

                    “સાગર સ્ટોપ ઇટ યારબધા તારા હોંશિયાર કે મલ્ટીટૅલેન્ટેડ ના હોય હજુ એની ઉંમર નાની છે. જસ્ટ કૂલ ડાઉન ક્રિષ્ના. તું એની વાતો મગજ પરના લેતો. તે પોતાની જાતને આઈ એમ સમથિંગ માને છે. તારે તારી ખૂબી પર ધ્યાન દેવાનું. એન્ડ સાગર બહુ હેરાન કરે તો તું મને કહેજે. એને કેમ સીધે રસ્તે લાવવો એ મને આવડે છે. તું મને તારી બેસ્ટફ્રેન્ડ બનાવી શકે છે... પારિજાતે મારા માથામાં હાથ ફેરવાતાં કહ્યું. હું હવે સહજ બની રહ્યો હતો.

  સાગર બોલ્યો. બની શકે છે એમ છે. એટલે જ આ ઘરમાં રહે છે. હું એને બનાવીશ. મારે એની જરૂર છે.’’

                “બસ કર હવેસાગર ઇટ્સ નોટ પોસિબલ તું જે વિચારે છે એ શક્ય નથી. પ્લીઝ તું યે વિચારવાનું કે યે રસ્તે જવાનું છોડી દે સાગર ઇટ્સ વેરી ડેન્જરસતું યે હવે એ રસ્તે આગળ નહીં વધે મને પ્રોમીસ આપસાગર બધા તારા જેટલા બેલેન્સ અને મજબૂત ના હોય તું આ સીધી વાત પણ કેમ નથી સમજી શકતો. એના પર દયા કર હી ઈઝ નોટ પ્રિપેર ફોર ઈટ”...પારિજાતે ચિંતાના સૂરમાં કહ્યું

                “બેબીસાગરને હિરાની પરખ હોય તો જ એ જોખમ ખેડે. મારી પાસે બહુ ઓછો સમય છે. મારી પાસે આ આ લાસ્ટ ચાન્સ છે. જો ક્રિષ્ના આ કામ નહીં કરી શકે તો બીજા કોઈથી નહીં થઈ શકે. તારી જેમ મને પણ શંકા હતી બટ હવે નથી. હી ઇઝ પરફૅક્ટ. એન્ડ તને ખબર છે હું તને કોઈ જાતનું પ્રોમીસ આપવાનો નથી.સાગરે મારી સામે જોઈન કહ્યું.

અમારી ત્રણે વચ્ચે સર્જાયેલું મૌન મારા ખુદ સાથે સંવાદ કરવા નિમિત્ત બન્યું.

                 2024 વર્ષની થર્ટી ફર્સ્ટ ની નાઈટ સાગર અને પારિજાતે સાથે ઉજવી હતી. 'ફ્રીડમ બોકસ' માંથી પાર્ટી કરી બંને વહેલી સવારે ઘરે પધાર્યા હતા. સાગરે મને પણ કહેલું. પણ છેલ્લાં થોડાં દિવસોમાં હું ઈન્ટરનેટ પર ફોટોગ્રાફીની દુનિયા પાછળ ઘેલો થયો હતો. 

  વર્ષની સવારે તે બંને વચ્ચે થતી વાતો મારા માટે સરપ્રાઈઝ જેવી હતી. મને કંઈ સમજાતું નહોતું તે બંને શેના વિશે વાત કરી રહ્યા હતા. પરંતુ એટલું નક્કી હતું તેમની વાતચીતનું કેન્દ્ર હું હતો. ફુવાએ કીધું હતું તેમ સાગર ખરેખર શું કામ કરતાં હશે એ હવે ગમે તેમ કરીને જાણવું જ પડશે. હું કોઈ મોટી મુસીબતમાં તો નહોતો ફસાયો ને ?

બીજું પણ એક આશ્ચર્ય હતું પારિજાત. કોણ હશે આ ? સાગરને તેની પ્રત્યે આટલો બધો લગાવ કેમ હશે ? મને ઘણાં પ્રશ્નો મુંઝવતા હતાં. કપમાંથી ખાલી થતી ચા ની જેમ તે પણ મનમાંથી જવાબ મેળવ્યા વિના પસાર થઈ ભૂતકાળ બની જતાં.

                સાગરને ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા. તે કેવા પ્રકારના હતાં તે ક્યારેય ખબરના પડતી. મોટેભાગે તે છોકરીઓને  જાહેર જગ્યામાં જ મળતો. એને કોઈ છોકરી સાથે જુઓ ત્યારે 'મેઇડ ફોર ઈચ અધર' નું લેબલ આપ્યા વગર ના રહી શકો. પારિજાત પહેલીવાર આજે ઘરમાં આવી હતી. સાગર પહેલીવાર તેની સાથે રહ્યો હતો. એ સ્પેશિયલ હતી એટલું નક્કી હતું હજુ સુધી સાગર કોઈ છોકરીને લઈને ઘરે આવ્યો નહોતો. હામારા બધા ફ્રૅન્ડસને ઘરે આવવાની છૂટ હતી.

મને સાગરને પૂછવાનું મન થયું તે બંનેને મારા વિશે શું પ્લાન કરે છે પણ મારી હિંમત ના ચાલી કદાચ મને એ રહસ્ય જાણવાની અંદરથી ઈચ્છા નહોતી.કે પછી એ રહસ્યએમ જ અકબન્ધ રહે એવું હું ઇચ્છતો હતો. હા એટલી ચોક્કસ ખાત્રી હતી. સાગર મને નુકસાન થાય એવું કામ ક્યારેય નહીં કરે !


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago