krossing ગર્લ - 28


જાન્યુઆરી. આજે રાહુલનો બર્થ ડે હતો. દર વર્ષે ડૉક્ટર હાઉસમાં તેના બર્થ ડે ની ભવ્ય સેલિબ્રેશન પાર્ટી યોજાતી. સાયન્સના 2 વર્ષ હવે કશું યોજાવાનું કે સેલિબ્રેટ કરવાનું નહોતું. રાહુલના 12 સાયન્સ પછી મેડિકલમાં ઍડમિશન મળી જાય એટલે એ ઐતિહાસિક ઘટનાની દુનિયા જોતી રહે એવી રંગેચંગે ઉજવણી થવાની હતી.

                “હેયબડીવૉટ્સ અપ આજે તારે મારી સાથે મારા ફાર્મહાઉસ પર આવવાનું છે. ત્યાં મારા બર્થ ડે ની  સેલિબ્રેશન પાર્ટી છે. સ્પેશિયલ ગેસ્ટ સાથે ત્યાંથી બીજી એક સરપ્રાઈઝ પણ છે.” રાહુલે ફોનમાં કહ્યું.

                "રાહુલ સ્પેશિયલ ગેસ્ટ આઈ થિંક તારી ગર્લફ્રૅન્ડ જ હશે યાર તમે બંને સેલિબ્રેટ કરી લો ને મારી શું જરૂર છે...મેં કહ્યું 

                “યું આર માય બેસ્ટ ફ્રૅન્ડ. એન્ડ ડોન્ટ વરી. અમે બંને તને ત્યાં એકલો મુકી બેડરુમમાં નહીં ધૂસી જઈએ. યાર' આઈ નીડ યુ.... મારે તારી  જરૂર છે. મને લાગે છે તારા માટે પણ આ ખાસ બની રહેશે. તું આવ ને હું તને ઈલવેન ઓ ક્લોક પિક અપ કરી લઈશ” તે બોલ્યો.

                                “ જેવી તારી ઈચ્છા. તારું બહુ મન છે તો હું આવવાની ના નહીં પાડું.” મેં ફોન મૂક્યો. સાગર પારિજાતના ખોળામાં સૂતો સૂતો તેની સાથે રોમેન્ટિક વાતો કરી રહ્યો હતો. મે તેને રાહુલના બર્થડેની વાત કહી.

                “આજે બર્થડે સેલિબ્રેટ કરી આવ. પછી સાંજથી તારી ટ્રેનિંગ શરૂ થશે. એ તું આવીશ પછી બધું સમજાવીશ" તે બોલ્યો.

   “ટ્રેનિંગ...શેની ટ્રેનિંગમારાથી પૂછાઈ ગયું.

                “તને માણસ બનાવવાની...જીવતા શીખવાડવાની તારું જન્માષ્ટમીવાળું રેકોર્ડીંગ અને ફોટા જોયા મે માઈન્ડ બ્લોઇંગ. હજુ એક વ્યક્તી છે  જરૂર પડશે ત્યારે તેની તારી સાથે મુલાકાત કરાવીશ. અત્યારે લાઈફમાં તારા સિવાય આ બે લોકો જ મને ગમે તે કહી શકે છે. ચાલ મળીએ આજ રાતે..” સાગરે કહ્યું

                હું તૈયાર થવા લાગ્યો. 11 વાગ્યે મને લેવા માટે ગાડી આવી ગઈ હતી. તે વહેલો ચાલ્યો ગયો હતો. રાજકોટથી ઘણે દૂર આવેલા તેના ફાર્મ હાઉસ પર ગાડી પહોંચી.  ફાર્મહાઉસ બહુ મોટું હતું. ચારે બાજુ ફળોના બગીચા દેખાઈ રહ્યા હતા. રસ્તાની બંને બાજુ નાળીયેરીના વૃક્ષો છાંયડો આપવા ઉભા હતા. કેળદાડમીકેરીચીકુપપૈયામોસંબી, સીતાફળી જેવા કેટલાય ફળફળાદિ વચ્ચે સરકતી મારી ગાડી એક મોટા મકાન પાસે ઊભી રહી. રાહુલ ત્યાં કોઈ માણસ સાથે વાત કરી રહ્યો હતો. જેના પહેરવેશ પરથી લાગ્યું એ નોકર હશે. તેને મને આવકાર્યો અને અંદર જવા કહ્યું.

                અંદર જોયું તો એક છોકરી ફક્ત સફેદ ચાદર ઓઢીને ખુરશી પર બેઠી હતી. તેના શરીરના વળાંકો તે પૂર્ણ નગ્ન હોવાની ચાડી ખાતાં હતાં. આજ સવારથી પારિજાતને જોયા પછી તેના રૂપનો નશો હજુ ઉતર્યો નહોતો.તેની પીઠ મારી તરફ અને સાવ ખુલ્લી હતી. તેનો ચહેરો હું જોઈ શકતો ન હોતો. મારા પગલાના અવાજથી તેને પાછળ ફરીને જોયું.

                ઓહ માય ગોડઆ તો RS નંદિની હતી. મને રીતસર ઝટકો વાગ્યો. તે ખૂબસુરત અવાજ સાથે ખૂબસુરત જીસ્મની પણ માલકિન હતી. તે ચાદર વડે પોતાના સ્તનો અને જાંઘને ઢાંકતી ઉભી થઈ. ખુરશી મારી તરફ ફેરવી ફરીથી મૉડૅલની જેમ પોઝ આપતી પોતાની જાતને સ્ત્રી સહજ ચીવટથી સંકોરી.

                “આપણે આ પહેલાં પણ મળી ચૂક્યા છીએ રાઈટ ?”તેને પૂછ્યું.

                “હાગ્રાન્ડ FM ના ઓપનિંગમાં અને રાહુલના એકઝિબિશનમાં હું આવેલો. તમારો અવાજ ખૂબ સરસ છે. મારી સવાર તમારા અવાજ સાંભળી ખુશનુમા બની જાય છે.” મે કહ્યું.

હું કોઈ પ્રોફેશનલ આર.જે નથી. બસ મોજ પડે છે ત્યાં પાર્કમાં વડીલોના હુફાળા સ્નેહની સરવાણીમાં ભીંજાવાની, એટલે જ હું ત્યાં આવું છું."  તે બોલી

                “વેલકમ ક્રિષ્નાનંદિનીને તું ઓળખતો જ હોઈશ. સી ઈઝ માય બેસ્ટ ફ્રૅન્ડ. આજે હું તેને મારી પીછીની કરામતથી કંડારીશ. નંદિની મારા માટે મૉડૅલ તરીકે કામ કરવાની છે. રાહુલ અંદર આવી ચૂક્યો હતો.

                “બહુ જ સરસ... પણ મારે અહીં શું કરવાનું ? ક્યાં ગયા તારા બાકી બધા ફ્રેન્ડ્સ !" મેં પુછ્યું.

  “વેલતારે કશું જ કરવાનું નથી. હું ચિત્ર બનાવું છું અને નંદિની કેવા પોઝ આપે છે. એ તારે નિહાળવાનું છે. પરખવાનું છે. બધું કામ બરાબર થઈ રહ્યું છે. એ તારે કહેવાનું છે." તે બોલ્યો.

                “રાહુલ એમાં હું શું કહું...મને શું ખબર પડે” ચિત્રોમાં કે તેના પોઝમાં સૉરી... મને આમાં કંઈ ખબર નથી પડતી. અને તું શું કહે છે. એ પણ સમજાતું નથી” મેં કહ્યું.

                       તે મને પકડીને સોફા પર બેસાડતો બોલ્યો.

જો તું ફોટોગ્રાફર હોય તો જસ્ટ ઇમેજીન ફોટોગ્રાફર પરફૅક્ટ ઍન્ગલ તો જોવે. સાથે પોતે ફોટામાં જે ફિલિંગ્સ એક્સપ્રેસ કરવા માંગે છે. તે યોગ્ય રીતે પ્રેઝન્ટ થાય છે કે નહીં એ પણ એ જોતો હોય છે. હું પછી તને કૅમેરો પણ આપીશ. તારે નંદિનીના ફોટો પાડવાના છે. મારે આજે ચેક કરવું છે ખરેખર મેં લાઈવ પ્રોટ્રેટ બનવામાં કેટલી પ્રગતિ કરી ?"

                “મને કશું જ સમજાતું નહોતું રાહુલ શું કરવા માંગતો હતો.! તે પોતે તો ચિત્ર દોરતો હતો પછી મારી પાસે આ રીતે ફોટો પડાવી કે મને સામે બેસાડી શું સાબિત કરવા માંગતો હશે ?મને શરમ આવતી હતી. કઈ રીતે રાહુલની વાતનો વિરોધ કરવો એ સમજાયું નહીં. તેને મને એક કેમેરો આપ્યો. બીજો એક કૅમેરો શૂટિંગ મૉડમાં સામેની બાજુએ ગોઠવ્યો.. જરૂર પડે ત્યારે ક્લિક કરવા જણાવ્યું. હું સોફા પર ગોઠવાયો.

 "નંદુ લૅટ્સ સ્ટાર્ટ નાઉ” રાહુલ બોલ્યો.

                નંદિનીએ જાણે આ માટે તૈયાર હોય તેમ પોતાના શરીર પરની ચાદર હટાવી. તે સંપૂર્ણ નગ્ન હતી.  પારીજાને જોયા પછી તે દેખાવથી લઈ ફિગરની દૃષ્ટિએ સામાન્ય લાગતી હતી. તેની હાઈટ પણ મૉડલિંગ માટે પારિજાતની જેમ પરફૅક્ટ નહોતી. મારાથી અનાયસે તેની પારિજાત સાથે સરખામણી થઈ ગઈ. નંદિનીની આંખો અને વ્યક્તિત્વમાં અજબનું આકર્ષણ હતું. એક બંનેને સાથે જ્યારે તેનો અવાજ ભળતો ત્યારે તેની તમામ મર્યાદા તૂટી જતી. તમે તેનાથી બચી ના શકતા. સવારે પ્રથમ ચુંબન પછી અત્યારે પ્રથમવાર કોઈ સ્ત્રીની નગ્ન દેહાકૃતિ જોઈ. મને આ જોઈ સામાન્ય પુરુષ તરીકે જે ઉત્તેજના થવી જોઈતી હતી તે ના થઈ.

                તેમાં મને વાસનાને બદલે સ્રી સૌદર્યની નજાકત દેખાતી હતી. રાહુલ અત્યારે બહુ ઝડપથી અલગ અલગ પોઝના પેન્સિલ સ્કેચ બનાવતો હતો. સાથે નંદિનીને અલગ અલગ પોઝિશન માટે સૂચનાઓ આપી રહયો હતો. ચોથા પોઝે મે કૅમેરો ઑન કર્યો. રાહુલે મારી સામે જોયું મે અલગ અલગ ચાર ઍન્ગલથી તેના ફોટા લીધા. નંદિની કોઈપણ સંકોચ વગર પોતાનું કામ કરી રહી હતી. તે આ કામમાં પ્રોફેશનલ નહોતી. કદાચ, એટલે જ તેનું સૌદર્ય મને વધુ સાહજિક અને કુદરતી લાગતું હતું.

                વચ્ચે એક કલાક જમવાનો બ્રેક લીધો. અમે સાંજના પાંચ વાગ્યા સુધી આ કામ ચાલુ રાખ્યું. રાહુલને પોતાનું કામ જોઈને સંતોષ થયો. એને મારા પાડેલા ફોટા પણ જોયાં. મારી સામે હસીને કહ્યું."તું આટલો સારો ફોટોગ્રાફર હોઈશ મને નહોતી ખબર."

 મારી જિંદગીની આ પ્રથમ મૉડૅલિંગ ફોટોગ્રાફી કહી શકાય, મે લગભગ ત્રણસો જેટલા ફોટા પાડ્યા હતાં. સાંજે અમારી ગાડી પાછી શહેરમાં આવી.શહેરમાં પ્રવેશતાં પહેલાં નંદિનીએ રાહુલની આંખે રૂમાલ બાંધી દીધો હતો.

   “ક્રિષ્ના તારે કંઈ બોલવાનું નથી. મે આજે રાહુલ માટે સરપ્રાઈઝ પાર્ટી ઍરેન્જ કરી છે” તેની કાર ગ્રાન્ડ fm પાર્ક પાસે આવીને અટકી. રાહુલને આવી કોઈ સરપ્રાઈઝ મળશે એવો ખ્યાલ પણ નહોતો.

                ત્યાં બધા જાણે અમારી જ રાહ જોતા હતા. રોડ-પરના વાહનોના અવાજ સિવાય એકદમ શાંતિ હતી. નંદિનીએ રાહુલને ગાડીમાંથી ઉતારી બગીચાની વિશાળ લોન વચ્ચે ગોઠવેલા ટૅબલ પાસે લઈ ગઈ. હું પણ રાહુલની બાજુમાં ગોઠવાયો. બૅન્ડ પાર્ટી સંગીતના સૂર રેલાવા માટે તૈયાર હતી. શરણાઈમાંથી અને બૅન્જોમાંથી હેપ્પી બર્થ ડે ની ધૂન રેલાઈ. નંદિનીએ રાહુલની આંખો પરની પટ્ટી હટાવી. રાહુલના ચહેરા પર ખુશીઓની લહેર જોઈ શકાતી હતી.બધાએ તાલીઓ પાડી. રાહુલે કેક કાપી. નંદિનીને અને મને ખવડાવી. બધા વડીલોની આંખમાં હરખ હતો. મ્યુઝિકના સૂર ઉંચા થઈ રહ્યા હતા. એક માજી લંગડાતા લંગડાતા આગળ આવ્યા. રાહુલના દુ:ખ લેતાં કહ્યું ભગવાન તને સો કહે વરસનો કરે દીકરા..’’

                બધા હસવા લાગ્યા. ત્યાં એક જુવાન લાગતાં બેને રાહુલને ડાન્સ માટે ઑફર કરી. રાહુલ આ બધી ફૉર્માલિટીથી સારી રીતે પરિચીત હતો. તે હાઈફાઈ ક્લાસમાં ઉછેર્યો હતો. તેના માટે પાર્ટીઓમાં આ બધું સામાન્ય હતું.

                “કમ ઓન રાહુલ. જોશના મેમની ઈચ્છાનું માન રાખ તે બહુ સારા ડાન્સર છે” નંદિની બોલી.

                રાહુલે ડાન્સ શરૂ કર્યો. ત્યાં બીજા વૃદ્ધ કપલ પણ જોઈન થવા લાગ્યા. બધાના ચહેરા પર અનેરો આનંદ અને રોમાંચ હતો. નંદિનીએ મારો હાથ પકડ્યો. મને પણ એ નૃત્યની મહેફીલ વચ્ચે ખેંચી ગઈ. ઇશિતા સાથે નવરાત્રિ રમ્યા પછી હું ડાન્સ બાબતે સાવ સહજ થઈ ગયો હતો. હું પણ બીજા કપલની જેમ જ નંદિની કમરને ટેકો આપી તો ક્યારેક તેને રાઉન્ડ ફેરવી. ડાન્સ કરી રહ્યો હતો. મસ્તીના માહોલમાં પાર્ટનર બદલાતા રહ્યા. વૃદ્ધ હૈયાઓ આજે યુવાન બની ગયા હતા. જાણે પોતાની જુવાની પાછી આવી હોય એવા રંગમાં આવ્યા હતા. 

થોડી વાર પછી ગરબા શરૂ થયા. માહોલે ઓર જમાવટ લીધી. એમાં પણ તને જાતાં જોઈ પનઘટની વાટ રે... મારું મન મોહી ગયું... તથા તારી બાકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે... ગીત વખતે પરિસ્થિતિ જોવા જેવી હતી. શું થનગનાટ અને ઉત્સાહ હતી એ બધાનો જીવનની આથમતી સંધ્યાએ હું હરખથી રડી પડ્યો. નંદિનીની પારખુ નજર આ પામી ગઈ. 

એ મારી પાસે ઉભા રહેતા બોલી."જોયું ને ક્રિષ્ના જેને જીવવું છે તેઓ  કોઈ ઉંમર કે બહાનાનાં મોહતાજ નથી. ઘણીવાર સમાજના મોટા કહેવાતા લોકો કોઈ ખાસ પ્રસંગે ઉજવણી કરવા માટે અહીઁ આવતા હોય પરંતુ આજ જેવો માહોલ મેં ક્યારેય નથી જોયો. આમાથી ઘણા પોતાના દીકરા કે દીકરીના લગ્નવખતે પણ આટલું નહીં નાચ્યા હોય. મારા માટે આ જ મહત્વનું છે."

એટલામાં રોમેન્ટિક મ્યુઝિક ચાલુ થયું. બધા કપલ ડાન્સ કરવા લાગ્યા. રાહુલને જોશનામેમ સાથે સારું ફાવી ગયું હતું. નંદિની ફરીથી મને બધાની વચ્ચે ખેંચી ગઈ. હું તેની સાથે ડાન્સ કરવા લાગ્યો. અમારી વચ્ચે એક મર્યાદા રેખા અંકાઈ ગઈ હતી. સંબંધોના સન્માનની. એટલે જ હું કોઈ શરમ કે સંકોચ વિના તેની કંપની એન્જોય કરી રહ્યો હતો. ત્યાં જ મારી નજર રોડ પર બગીચાની રૅલિંગ પાસે સ્થિર થઈ. ઇશિતા પોતાની ફ્રૅન્ડ સાથે ઉભી ઉભી મારો આ કપલ ડાન્સ જોઈ રહી હતી. અમારી નજર મળી તેને સખત ગુસ્સા સાથે મોઢું ફેરવી લીધું.

                                મારા હૈયામાં ફાળ પડી. ઓહ શીટ યાર... પાછું તેને મનાવતા દિવસો લાગશે. ઇશિતાને પણ અત્યારે જ આવવું હતું.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago