krossing ગર્લ - 29


"સ્ટારવૉર જેવી મૂવી કે વિડીયો ગેમમાં તમે એલિયન સામેની લડાઈમાં થતો સંઘર્ષ જોયો જ હશે જીતવા માટેના દાવપેચ, એલિયનોની શરીરની રચના અને તેના આક્રમણની પૃથ્વીને બચાવવાનો ટાસ્ક આ બધું તમે લગભગ અનુભવ્યું હશે. લેકીન...કિન્તુ...પરંતુ..

 આપણે એનાથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ મિશન પર જવાના છીએ. આજથી મહિના દિવસ સુધી આપણે આવા જ એક મિશન પર કામ કરીશું. મિશનનું  નામ છે આકાશગંગા”.  'ફ્યુચર લૅબ' ના કોઈપણ ટાસ્કની જેમ તમારે આમાં એકલા કશું કરવાનું નથી. તમારા પાર્ટનર જોડે મળીને આખું મિશન કમ્પ્લિટ કરવાનું છે. તમને મીશનની રૂપરેખા સમજાવી દઉં.

                બીજી આકાશગંગાના એલિયનો આપણા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમને આપણી આકાશગંગાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચતા 20 દિવસ થાય એમ છે. આપણી યુનિવર્સલ ફોર્સ તેની સામેની લડાઈ વધુમાં વધુ 10 દિવસ ટકી શકે તેમ છે. આપણે તેના આક્રમણથી બચવું હોય તો એક જ ઉપાય છે. કી લૉક. સિસ્ટમ આપણી સૂર્યમાળાના દરેક ગ્રહ પર એક ચાવી છૂપાયેલી છે. તમારે એ બધી ચાવી સિક્યોરિટી સિસ્ટમ તોડીને ભેગી કરવાની છે. એ બધી ચાવી સાથે મળીને એક સિક્યોરિટી સિસ્ટમ ક્રિએટ કરે છે. જે આપણી આકાશગંગાને કોઈપણ આક્રમણથી બચાવવા સક્ષમ છે. આ લડાઈ બહુ બુદ્ધિપૂર્વકની છે. દરેક મોરચે તમે શ્રેષ્ઠ પરર્ફોમન્સ આપી શકતો તો જ જીતી શકશો.

                તમને ધો 1 થી 10 નું ગણિત વિજ્ઞાન આવડવું જરૂરી છે. જેનું આપણે પ્રથમ ત્રણ મહિનામાં વાર્તા કે ગેમ સ્વરૂપે રિવિઝન કરેલું આમાં તમારે તમારી નોટબુકમાં રસ્તામાં આવતાં આંકડાઓ અને જગ્યાઓ વિશેની ઇન્ફોર્મેશન નોટ્સ કરતાં જવું પડશે. બધી કી ના જવાબ તમારી ટેસ્ટબુકમાં છુપાયેલા હશે. બોનસ પોઈન્ટ અને માઈન્સ પોઈન્ટની સિસ્ટમ છે. ખાલી ટાસ્ક પૂરો કરવો જ અગત્યનો નથી. પરંતુ સાથે ટાસ્કનું ટાઇમિંગ અને માર્કસ પણ ઈમ્પોર્ટન્ટ છે.

  સરઅમે એક મહિનામાં ટાસ્ક પૂરો ના કરી શક્યા તો ?” એક છોકરાઓ સવાલ પૂછ્યો.

                “શા માટે આવું વિચારો છો શરૂઆત થયા પહેલાં આટલી નેગેટીવીટી શા માટે તમે આ ગેમ ફ્રી પિરીયડમાં પણ રમી શકો છો. પરંતુ બંને પાર્ટનરોએ ભેગા મળીને રમવી ફરજિયાત છે. દર છ મહિને લેવાતી એકઝામ પછી આપણે આવી એક ગેમ રમીશું. તમને એકઝામના સ્ટ્રેસમાંથી દૂર કરી તાજામાજા બનાવવા તથા રિવિઝન કરવા માટે.” સર બોલ્યા.

   “સર કોઈ પાર્ટનર બીમાર પડ્યું કે બહારગામ જવાનું થયું તો ?” એક છોકરી એ પૂછ્યું.

   “સરે હસીને કહ્યું” ઈન્ડિયન મૅન્ટાલિટી કેવી છે ખબર છે ! સમસ્યાના જવાબ શોધતાં પહેલા તો તેનો જવાબ મળશે તો શું પ્રશ્નો ઉભા થશે એના વિશે વિચારવા માંડે. તેને જવાબ શોધતાં બીજી કઈ કઈ મુશ્કેલી આવી શકે છે તેનું એનાલિસિસ કરવું પણ બહુ ગમે. બીજા નકામા વિચારો છોડી આ ટાસ્કની તૈયારીમાં લાગી જાવ.

                સરગેમ... આઈ મીન ટાસ્ક ફર્સ્ટ કમ્પ્લીટ કરે કે કોઈ રૅકોર્ડ સાથે પૂરું કરો તેને કોઈ ઈનામ મળશે ?” મીરાએ પૂછ્યું

 “વાહ કોઈને તો આ માટે અંદરથી ઉત્સાહ છે. યસ, તમે ફક્ત 50 પોઈન્ટ સાથે ગેમ પુરી કરી દો એટલે મારા તરફથી આખો કલાસ માંગે એ ટ્રીટ મળશે” રોબો સર બોલ્યા.

                મે રુલ્સ વાંચ્યા. પોઈન્ટની સિસ્ટમ જોઈ મીરાખોટી હવામાં ના ઉડ.. પોઈન્ટ માટે ગેમ મેક્સિમમ 10 % ભૂલો સાથે 20 દિવસમાં પૂરી કરવી પડે. આપણે જુદા જુદા સબજેક્ટ ના ઘણા ટાસ્ક કર્યા છે. આ ગેમ આપણે ધારીશું એટલી સહેલી નહીં જ હોય” મેં કહ્યું.

  “પહેલેથી હાર માની લેવા કરતાં પ્રયત્ન કરવામાં શું ખોટું છે. આપણી પાસે 10 દિવસ એક્ટ્રા છે.” તે બોલી.

  મીરા જેટલું આશાવાદી મે હજુ સુધી જોયું નહોતું. તેની કાબેલિયત કે મહેનત વિશે કોઈ શંકા નહોતી. પરંતુ હું સાગર કે ઇશિતા દ્વારા વારંવાર મળતાં સરપ્રાઈઝને લીધે માનસિક રીતે સતત કન્ફયુઝ રહેતો. ઘણીવાર કલાસમાં પણ એના વિચારોમાં ખોવાયેલો રહેતો ત્યારે મીરા મને ટોકતી રહેતી. ફ્યુચર લૅબની દરેક ટાસ્ક ગેમ આ 5D ટૅકનૉલૉજીના કમાલને લીધે સુપર એકસાઈટેડ બની રહેતી. અઘરીના હોય પરંતુ દિમાગને સતત એકટિવ રાખવું પડે તેવી અવનવી પઝલના કોયડામાં ગૂંથાયેલી રહેતી.

                એમાં પણ આ રોબો સરનો ટાસ્ક હતો. રોહિત બારોટ. તેઓ મૅથેમેટિક્સનાં ફિલ્ડમાં મૅટ્રિક્સ માઈન્ડતરીકે પ્રખ્યાત હતા. અમને ફિઝિક્સ શીખવતાં હજુ સુધી ડિજિટલ બ્લૅકબૉર્ડ પર પણ સૂચના કે નોટ્સ તરીકે એકેય અક્ષર લખ્યો નહોતો અને આખું વર્ષ લખવાના પણ નહોતા. તેમના ગતિના નિયમો કે થર્મોડાયનેમિક્સના નિયમોના પ્રેક્ટિકસ અમારે ટેકનોલોજી એ સર્જેલા જંગલના પ્રાણીઓ વચ્ચે કરવી પડતી. તેમને માનવીના ચંચળ મન કરતાં પ્રાણીઓની વફાદારી પર પૂરતો ભરોસો હતો. એમના અપાયેલાં ટાસ્કમાં અમે આ હકીકત અનુભવી શકતાં.  15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રોકેટ અને મીની હેલિકૉપ્ટરથી ધ્વજ પર પુષ્પવર્ષા કરાવતાં. તેમને ટાસ્ક સ્ટડીમાં રસ હતો. અમારે બે વર્ષમાં ક્યારેય પણ ફિઝિક્સને ટેસ્ટબુકને ટચ પણ કરવાનો નહોતો. છતાં પણ પરિક્ષામાં બધા સવાલો આવડતાં હશે એની ખુલ્લી ગેરેંટી આપતાં.

                “મીરા આપણે પહેલા સેમ્પલ ટાસ્ક ચેક કરી લઈએ એટલે તૈયારી કઈ રીતે કરવી એનો આઈડીયા આવે” મેં મારો મત રજૂ કર્યો.

                “તું ચેક કરી લે. આગળના બધા ટાસ્કમાં કંઈક ડિફરન્ટ સરપ્રાઈઝ હશે જ. તું ધાર એમ કોઈ એક જ માઈન્ડ સેટ કે કોઈ કોમન મૅટર મેં આજ સુધી એક પણ ટાસ્કમાં નથી. અહીંયા કશું રિપીટ નથી થતું.  જોઈ આપણે કાલથી જ સ્ટાર્ટ કરીશું.” મીરાએ કહ્યું.

 

* * * * *

ઇશિતા પ્લીઝ... સમજ તું જેવું વિચારે છે એવું કશું જ નથી. તે દિવસે રાહુલનો બર્થ ડે હતો. નંદિનીએ એના માટે સરપ્રાઈઝ પાર્ટી એરેન્જ કરી હતી. બધા એકબીજા સાથે ડાન્સ કરતાં હતા. નંદિનીએ મને ઓફર કરી મારી પાસે ના પાડવાનું કોઈ કારણ નહોતું” મેં ખુલાસો આપ્યો. મને આવનારી આફતનો અંદેશો હતો જ. જેની સામનો અત્યારે હું મોબાઈલ ફોનમાં વાત કરતાં કરતાં કરી રહ્યો હતો.

   “હાતારી પાસે તો કોઈ રિઝન ક્યાંથી હોય, તે મારા કરતાં વધુ સ્માર્ટ છે. આર. જે છે એટલે આખું રાજકોટ તેને ઓળખે છે. દેખાવે પણ ચાર્મિંગ એન્ડ એક્ટ્રેટિવ છે. કોઈપણ છોકરાને આવી ગર્લફ્રૅન્ડ હોય તો ગમે જ ને...નહીં.!’’તે બોલી.

                “અરેઆવું મારા મગજમાં પણ નથી એ જસ્ટ એની બર્થડે પાર્ટીના સેલિબ્રેશનનો પાર્ટ હતો. ઈવન રાહુલના ફાર્મહાઉસને ગયા ત્યાં સુધી હું એને પર્સનલી ઓળખતો પણ નહોતો. ઈશુ તુ વાતને કારણ વગરની ના ખેંચ. ત્યાં એવું કશું જ નહોતું. ઈવન રાહુલ અને નંદિની રિલેશનશીપમાં પણ નથી” મેં કહ્યું.

 “વાઉધેટ્સ ગ્રેટ. તમારી બધા વચ્ચે એવા કોઈ પર્સનલ રિલેશન નથી પણ આપણી બંને વચ્ચે તો છે ને ! હું જાણી શકું તમે ફાર્મહાઉસે શું કરવા માટે ગયા હતા?

   “સોરી ત્યાં શું કરવા માટે ગયા હતા. એ હું તને કહી શકું તેમ નથીમે કહ્યું.

                “મને મારા પપ્પાએ કહેલું તમારો પ્રેમ એટલો પણ સસ્તો ના હોવો જોઈએ કે થોડીક રોમેન્ટિક મૉમેન્ટ્સ અને સ્પેશિયલ ગિફ્ટથી તેને ખરીદી શકાય. અને એટલો મોંઘો પણ નહીં કે લોકો તમને નફરત કરવા માટે મજબૂર થઈ જાય. ક્રિષ્ના તું મને અત્યારે નફરત કરવા માટે મજબૂર કરી રહ્યો છે” ઇશિતાએ કહ્યું.

                “ઇશુ... જો તને મારા પર વિશ્વાસ હોય તો હવે આ સવાલ ના પૂછતી અમે ત્યાં જઈને કશું ખોટું કર્યું નથી. પરંતુ નંદિની કે રાહુલની પરમિશન વગર હું તને એ વાત ના કહી શકું. એક સંબંધ સાચવવા માટે બીજા સંબંધ સાથે વિશ્વાસઘાત કરવાની મારી ત્રેવડ નથી. મેં કહ્યું.

                “ક્રિષ્ના તું અલગ છે. અંગત સંબંધ માટે એને વિશ્વાસ તોડ્યો ના કહેવાય. તું બહુ હેરાન થઈશ. એની વે તારે ના કહેવું હોય તો તારી મરજી... હું તને લાસ્ટ ચાન્સ આપું છું સુધરી જા.” તેને ફોન કટ કરી નાખ્યો..

 


***

Rate & Review

Heena Suchak 4 months ago

Bhavesh Sindhav 5 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago