krossing ગર્લ - 30


કાના આ પાંચમો પ્રોજેક્ટ છે. જે રાજકોટની ઇકોનોમી માટે બુસ્ટર ડોઝ સાબિત થવાનો છે. ” સાગર બોલ્યો.

"એટલે શું " મેં પૂછ્યું.

   “કોઈપણ સિટીની નાઈટલાઈફ તે શહેરનું અસલી હાર્ટ હોય છે. એ જેટલી રંગીન, સુરક્ષિત અને બિંદાસ શહેર એટલું જ જીવત અને રળિયામણું. અમુક મોટા પ્રોજેક્ટને શહેરની શકલ બદલાવી નાખતા હોય છે. જેમ કે એઈમ્સ, ‘ફ્યુચર લૅબઍરપૉર્ટએબોઝા ગ્રૂપફ્રીડમ બૉક્સગોલ્ડન રીંગ, ક્રિએટિવ ક્રિએશન સ્ટુડિયો(CCS) એન્ડ નાઉ જલસા ક્લબઅત્યારે રાજકોટને સરકારે પણ બહુ દૂરનું જોઈ શકે તેવા ક્લેકટરમેયર અને કમિશનર આપ્યા છે.” મેં પૂછ્યું.

  “સરકાર, એમાં સરકાર શું કરે ? અબોઝા ગ્રૂપ અને CCS વિશે એક દિવસ મીરાએ વાત કરેલી.એન્ડ આ ગોલ્ડન રીંગ શું છે મેં ઝડપથી પગ ઉપાડતાં પૂછ્યું.

" કોલેજ સ્ટુડન્ટોએ ડિઝની સ્ટુડિયોના એનીમેટરને ચૅલેન્જ આપવા બનાવેલી એનિમેશન ફિલ્મ હિમાલય’ વિશે તને ખબર જ હશે. સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગામિંગ હેઠળ અમેરિકાની એક યુનિર્વસિટીમાં ભણવા ગયેલાં ત્રણ ભારતીય સ્ટુડન્ટોને ત્યાંના એક સ્ટુડન્ટ ગ્રૂપે ટૉન્ટ મારતાં કહેલું વાર્તાના દેશ પાસે કહેવા માટે સ્ટોરી નથી. વાર્તા માટે અમારા કન્ટેન્ટ પર ડિપેન્ડ રહેવું પડે છે કા પછી એની કૉપી કરવી પડે છે.” પહેલાં તો હેલ્ધી ચર્ચા તરીકે આખી વાત શરૂ થયેલી પણ પછી આ ત્રણેયને સખત લાગી આવ્યુ. એમાં એકના પપ્પા હિરાના વેપારી. તેને પૈસા રોક્યા. બીજાએ બુદ્ધિ રોકી અને ત્રીજાએ સંબંધો રોક્યા. ત્રણ વર્ષમાં બે એનીમેશન મુવી હિમાલય અને 'સુંદરવન' આપી ક્વૉલિટી અને સ્ટોરી ટૅલિંગ ટૅકનિક બાબતે ડિઝનીના ખેરખાંને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. ભારતની સહુથી મોંઘી ફિલ્મ બનેલી હિમાલય મેગાહીટ છે. વર્લ્ડ લેવલે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. કદાચ આ વર્ષે વ્હાઈટ ડેઝર્ટ’ નામની ત્રીજી ફિલ્મ આવશે. અન્ય કેટલાક પ્રોજેક્ટ ચાલુ છે. એ સ્ટુડિયોનું હેડક્વાર્ટર રાજકોટમાં છે. એન્ડ સેકન્ડ જતીન ચોક્કસી. તેને પણ  મળીશું ક્યારેક. ખાસ્સી રસપ્રદ ટેકનીકથી તેને ઈન્ડિયન કલ્ચરની ધોરીનસ પકડી છે. ‘aabozza’સર્ચ એન્જીન તરીકે નેકસ્ટ પાંચ વર્ષમાં ગૂગલને જોરદાર ટક્કર આપવાનું છે. જોઈ લેજે. શા માટે એ જતીન ચોક્કસીને મળ્યા પછી ઓટોમેટિક સમજાઇ જશે.સાગરની શબ્દોની વાણી પાણીની જેમ વહી રહી હતી.

                આપણે જે રસ્તા પર ચાલી રહ્યા છીએ તેનું નામ છે. ગોલ્ડન રીંગ’. રાજકોટ શહેરનો આ ત્રીજો રિંગરોડ સાચ્ચે જ ગોલ્ડન ઇકોનોમિક કૉરિડૉર છે. પહેલી રીંગને પ્લેટીનમ રીંગબીજી રીંગને સિલ્વર રીંગ અને ત્રીજી રીંગને ગોલ્ડન રીંગ નામ આપવામાં આવ્યું છે. ડ્રોનમાંથી ફોટો કેપ્ચર કરજે ક્યારેક. આ અડધો બની ગયેલો રીંગરોડ ગોલ્ડન કલરથી રંગવામાં આવ્યો છે. જે દેશનો કદાચ પહેલો નોન કરપ્ટેડ રોડ છે. 20 કિલોમીટરની હાફ રીંગ અત્યારે રેસીંગ ટ્રેક બની શકે એવી વર્લ્ડ કલાસ ડીઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે.

                આ રોડ પર  તારી વર્લ્ડ કલાસ કહી જેના પર ઈન્ડિયા ગર્વ લઈ શકે તેવી સ્કૂલ ફ્યુચર લૅબફ્રીડમ બૉક્સ. જેને ક્રિએટિવિટીની બ્રાન્ડ તરીકે દેશ આખાનું ધ્યાન ખેંચ્યુ છે. 'ફ્રીડમ બોક્સ' એ 'અબોઝા ગ્રૂપ'નું જ  ક્રિએટિવ એડવેન્ચર છે.  અને લાસ્ટ મેગા પ્રોજેક્ટ આપણે જ્યાં આવી પહોંચ્યા છીએ એ જલસા કલબ’.

                રાત્રિના નવ વાગવા આવ્યા હતા. અમે બંને લાઈટીગથી શણગારેલી એક વિશાળ અને ડીઝાઈનની ર્દષ્ટિએ કંઈક લાગતી ઈમારત સામે ઉભા હતા.આજે તેનું ઉદ્દઘાટન થવાનું હતું. આમ તો કલબ ખાલી નામની જ હશે એવું લાગ્યું. અમે બંને ડાન્સીંગ ફુવારા વચ્ચે મહાલતા ચાલી રહ્યા હતાં. વિવિધ દેશી પાત્રો દ્વારા થતાં સ્વાગત વચ્ચે અંદર પ્રવેશ્યા. ચિક્કાર જનમેદનીના શોરબકોર કરતી ઉદ્ઘાટનની રાહ જોઈ રહી હતી. અહિંયા રામાયણ અને મહાભારતના કેરેકટર કલાના  વિવિધ બરંગરુપ ધરી તમને આવકારી રહ્યા હતા. ટેમ્પરરી ઉભી કરેલી વિશાળ સ્ક્રીન પર કાકાકંઈક બોલી રહ્યા હતા,

                “સાગરઆ જલસા કલબ’ કાકાએ બનાવી છે” મે આશ્ચર્યથી પૂછ્યું.

                “યસમાય ડીયરએક સામાન્ય ખેતમજૂર ધારે તો ક્યાં પહોંચી શકે. એ તેમણે સાબિત કરી આપ્યું છે” તે બોલ્યો

 “હું જ્યારે તેમને પહેલીવાર મળેલો ત્યારે તો આવું કોઈ નહોતું લાગ્યું તે સાવ સામાન્ય માણસ જેવા જ લાગેલા” મેં કહ્યું.

 “તે વ્યક્તિ તરીકે સામાન્ય છે. પરંતુ તેમનાં સંબંધો, કામ અને સ્વભાવ અસામાન્ય છે. તેનાથી થોડુંક સર્તક અને જાગૃત રહેવું. તેમની પ્રામાણિકતા વિશે શંકા નથી પણ આ 'જલસા કલબ' ના પાછળ રહેલાં અસલી ડોન ઉપર જરાય ભરોસો ના કરવો.” અમે બંને તેના આંગણમાં આવીને ઉભા રહ્યા.

હૈયામાં હામ અને બાવડામાં જોમ હોય તે ભગવાન પણ કહી દે. ભાઈ તું તારુ નસીબ જાતે લખી લે.  પહેલાં ખેતમજૂરી કરતો. તેમાંથી થોડી સગવડ થતાં એક ભેંસ લીધી.  ધીરે ધીરેમારો વાડો નાના તબેલામાં ફેરવાઈ ગયો. તે જમીન મોંધાભાવે વેચાતા હું કરોડો કમાયો. પછી તો જમીનની લે-વેચમાં પડ્યો. મારા બાપાની આર્થિક સ્થિતિ ત્યારે બહુ નબળી. ખાવાના માંડ ભેગા થયા એમાં ભણાવે ક્યાંથી ? દુનિયાદારી નાની ઉમરે શીખી ગયો. ચાનો સ્ટોલ નાખ્યો. રાત્રે હું બેસતો. ભણતાં છોકરાની પરિસ્થિતિ જોતો. કયારેક તેમને ભૂખ્યું સુઈ જવું પડતું. તેમને ચા નાસ્તો પૈસા થાય ત્યારે આપવાની શરતે મફતમાં કરાવતો. ભગવાનની દયાથી સારા દિવસો આવ્યા. જમીનના બે ત્રણ સોદામાં સારૂં કમાઈ ગયો. મારી ચાની લારી હતી. તેની પાછળની જમીન ખરીદી હતી. કુદરતી આ જમીન પ્રત્યે માયા બંધાઈ ગયેલી. એટલે ત્યાં જ 'કાકાની કિટલી' શરૂ કરી. હવે તો નિવૃતિની આરે પહોંચી ગયો છું.

જલસા કલબ’ મારું નાનપણનું સપનું હતું. ગામના ચોરે મારા બાપુજી અને તેના મિત્રો ટાઈમ પાસ કરવા માટે જુગાર રમતા હોય. ત્યાં પૈસાની તેમાં કોઈ લેતી-દેતી ના હોય એ બધાને ખબર છે. પોલિસે ત્યાં રેડ પડી. ખોટ કેસ કરી. બધાને જેલમાં પૂર્યા. નામ જાહેર ના કરવા અને કેસ પાછો ખેચવાં માટે સારી એવી રકમનો તોડ કર્યો. આજે પણ ગામડામાં દારૂની જેમ આવા જુગાર ની કલબો નિયમિત હપ્તા ઉધરાવીને ચલાવાય છે. મારે આવી દેશી જુગાર માટેની કલબ શરૂ કરવી હતી. સરકાર કોઈ વાતે મંજૂરી આપતી નહોતી. દિલ્હી સુધી ખૂબ દોડધામ કરી. કંઈ મેળ ના પડ્યો. ગબ્બર ભાઈના કાને આ વાત પહોંચી તેમણે સારી એવી લડત આપી. આખરે રાજકોટ માટે મનોરંજનનો નવો વિકલ્પ ખોલી આપ્યો. આ દેશી કસીનોમાં આપણી દેશી રમતો સાથે બધુ જ સામેલ છે.

 એક નાનકડો પ્રયાસ છે. દેશની ભૂલાતી જતી પ્રાચીન રમતો અને સંસ્કૃતિને સાચવવાનો. જાહેરમાં એટલું કહીશ આ કાકાની કિટલીની જેમ સમાજસેવા નથી. દેશી રમતો તો સામાન્ય પરિવારના બાળકો રમી શકે એટલી નોર્મલ ફી રાખી છે. જ્યારે જુગાર થોડો મોંઘો પડશે. જલસા કરવા તો રુપિયા ચૂકવવા જ પડે ને ? આપ સહુ ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવ્યા અને મને સાંભળ્યો એ માટે દિલથી આભાર. આજથી આ જલસા ક્લબ આમ જનતા માટે ખુલ્લી મુકવામાં આવે છે. બધાએ તાલીઓના ગડગડાટથી તેમના ભાષણને વધાવી લીધું. કાકાએ રિબીન કાપી. જલસા કલબનું ઓપનીંગ થયું. કાકાની સાથે લોકો અંદર પ્રવેશવા લાગ્યા.

સાગર આ ગબ્બર ભાઈ કોણ છે?”મેં પૂછ્યું.

                એ ભાઈ નથી એ ડોન છે. એનું નામ છે ગબ્બર ડોન’ કિંમતી જમીનો પર પેશકદમી કરવી કે સામાન્ય માણસને દબાવીને ખાલી કરાવવી એ તેનો સાઈડ બિઝનેસ છે. મુખ્ય કામ છે દેશની પ્રાચીન વારસાની ઓળખ સમાન કલાત્મક વસ્તુઓનો ચોરીનો વેપાર. તે ગજબનાક બુદ્ધિશાળી છે. તેને વ્હાઈટ અને ઓર્ગનાઈઝડ ક્રાઈમનું અન્ડર ટૅબલ જબરદસ્ત નેટવર્ક ઉભુ કર્યું છે. તે દેશમાં પોલિટીશયનોઉદ્યોગપતિઓ અને ટોચના અધિકારીઓની કરમ કુંડળી જાણે છે. દેશમાં કોઈપણ મોટો પ્રોજેક્ટ તેની દરમિયાનગીરી વગર મંજૂર થઈ શકતો નથી. તેના નામે કોઈ હોદ્દો કે સંપત્તિ નથી. તો પણ તે દુનિયાની તમામ સુખસાહ્યબી ભોગવે છે. આપણે આવડી મોટી હસ્તી સાથે દુશ્મની વટથી નિભાવવાની છે” સાગરના શબ્દોથી હું વિચારમાં પડી ગયો. હું અને સાગર અંદર પ્રવેશી બધું જોઈ રહ્યા હતાં.

                ‘સાગર આ તો જો કેવું જબરદસ્ત બનાવ્યું છે.’ તેમાં દોરડા કૂદનાગોલીયોગીલ્લી દંડોબરછી લઈને કેટલીય જૂનવાણી રમતો હતો. એકબાજુ ચોપાટના દાવ ખેલાય રહ્યા હતા. બીજી બાજુ મલ્લ કુસ્તીથી લઈ અખાડાના દાવપેચ સુધીની રમતો જોઈ શકાતી હતીહું આખો પહોળી કરીને બધું જોઈ રહ્યો હતો.

                “વર્લ્ડના ત્રણ બેસ્ટ કેસિનોની ડિઝાઇન અને આર્કિટેક્ચરના મોર્ડનાઇઝેશન સાથે ઇન્ડિયન કલ્ચર તથા જૂની અસ્ત્ર શસ્ર વિધાનો અભ્યાસ કરી ખૂબ જ ઝીણું કાતવામાં આવ્યું છે. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાટ્રકચર અને સર્વિસ બાબતે જલસા કલબ બેનમૂન બની રહેશે. કાકાનો પોતાના લગાવ અને સંવેદના હું જાણું છું. તે શોખથી જીવવાવાળો માણસ છે. સમાજને કંઈક આપવામાં માને એવો. પરંતુ મને ગબ્બર ડોન ઉપર વિશ્વાસ નથી તે કાકા ઉપર હાવી થઈ ગયો તો તેના ભયંકર પરિણામો આવી શકે છે. સાગર જાણે ભવિષ્ય ભાખી રહ્યો હોય તેમ બોલ્યો.

  “સાગરતારે એ ડોન સાથે શું દુશ્મની છે. તું વળી એની સાથે કયાં કોન્ટેકમાં આવ્યો” મેં બીતાં બીતાં પૂછ્યું.

  પાંચ સાત બોર્ડીગાર્ડ સાથે સાવ સામાન્ય કહી શકાય તેવી કદ-કાઠીનો વ્યક્તિ અમારી સામે આવીને ઉભો. ચમકતું લલાટ અને ટાલસફેદ શૂટ, ટૂંકી ડોક સોનાંના ઘરેણાંઓથી શણગારેલી હતી. તે વ્યક્તિ એકદમ ઠંડા કલેજા વાળો લાગતો હતો. મોં પરના હાવભાવ કે આંખોમાં લાગણીઓનું નામો નિશાન નહોતું. તે સાગરને ભેટી પડ્યો.

  “વાહ રે મેરે શેરમે કાકાને કહી જ દીધેલું આ વખતે તો સાગરને મળવું જ છે. તું હવામાં ક્યાં ઓગળી જાય છે. એની ખબર જ નથી પડતી. તારો અતોપતો નથી હોતો. ચાલ આજે તો તુ મારો મહેમાન છે. અમને પણ ક્યારેય મહેમાન ગતિ કરવાનો મોકો આપ...સાગરને બંને ખભ્ભેથી પકડતાં તે વ્યક્તિ બોલી.

                સાગર મારી સામે જોઈને હસ્યો... ગબ્બર ડોન હું ક્રિમિનલ સાથે ફક્ત દુશ્મની રાખુ છું. એ પછી ગમે એવડી મોટી હસ્તી મને કોઈ ફર્ક નથી પડતો. મહેનત કરવાની ત્રેવડ ના હોય તો મને કહેજે હું તને મહિને ખાવાપીવાનાં રૂપિયા આપતો જઈશ. કાકાની કીટલી’  તો છે જ તારી સ્વાદિષ્ટ જીભનો સ્વાદ સાચવવા માટે બાકી દેશને બરબાદ કરવાના ધંધા બંધ કર’’

 હું સ્તબ્ધ બનીને સાગર સામે જોઈ રહ્યો. સાગર શેખ, લાગે છે તું સીધી રીતે નહીં માને... એ જમીન ખાલી કરી દે  હવે હું બહુ રાહ જોઈ શકું તેમ નથી. મારા એકપણ કામમાં હવે આડો આવ્યો છો તો પરિણામ સારું નહીં આવે. યાદ રાખજે જે દિવસે તારી કોઈ નબળાઈ હાથમાં આવી તે દિવસે તું વિચારી નહીં શકે હું તારા એવા હાલ થશે.” ગબ્બરની આંખો અગનગોળા જેવો ક્રોધ વરસાવી રહી હતી. મને તારા જેવા સાથે દુશ્મની નિભાવવાની મજા આવે છે કદાચ એટલે જ તું હજુ સુધી જીવતો છે.

 “કમાલ છે યાર તું આવડો મોટો ડોન થઈને મારી વિકનેસ શોધે છે. તારાથી થાય એ ઉખાડી લેજે તને પણ ખબર છે તું મને મારી શકે તેમ નથી. અને સાંભળ આ રહી મારી નબળાઈ આનું નામ છે. ક્રિષ્ના પટેલ. મને મારી તાકાતની  ખબર છે. આને તારા જેવા ક્રિમીનલ્સ સામે લડવા તૈયાર કરી રહ્યો છું. તારી લડાઈ હવે વધુ અઘરી બનવાની છે. કારણ તુ મારા વિશે કશુંક ધારી શકે એટલું જાણે છે. પણ આના વિશે તું કંઈપણ નહીં વિચારી શકે. તૈયાર રહેજે” પછી કહેતો નહીં ચેતવણી આપી નહોતી.

ગબ્બર ડોનની અંગારા ઓકતી આંખો મને ખુન્નસપૂર્વક જોઈ રહી. હું ધ્રુજી ઉઠ્યો.

 


***

Rate & Review

Heena Suchak 2 months ago

V Dhruva 3 months ago

Shailesh Panchal 4 months ago

Shahin Bhatt 4 months ago

Palak Vikani 4 months ago