સંભવામિ યુગે યુગે ભાગ ૧૭

સોમ માતાપિતા ની રજા લઈને અમદાવાદ આવવા નીકળ્યો.તેના મનના પ્રશ્નોનું સમાધાન થવાને બદલે બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેના મનમાં અપરાધ ની ભાવના એ ઘર કરી લીધું હતું. તેના કાનમાં હજી પણ સુમાલી એ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા વૈશ્રવણ પૌલત્સ્ય , રક્ષરાજ રાવણ . રક્ષ સંસ્કૃતિ નો જન્મદાતા. શું પોતે રાવણ નો અવતાર છે ? પોતાના કાળી શક્તિના પ્રત્યેના આકર્ષણ વિષે પણ પ્રશ્ન હવે માથું ઉચકવા લાગ્યો હતો. શિવ પ્રત્યેનો અનુરાગ , સંગીતપ્રેમ , કાળી શક્તિઓનું આકર્ષણ , વાંચનભૂખ અને શક્તિની લાલસા તેને એવો નિર્દેશ આપતી હતી કે તે રાવણ નો અવતાર નો હતો, પણ તેનું એક મન કહેતું હતું કે શક્ય છે કુંડળી ની સામ્યતા ને લીધે તેમાં આ બધા ગુણો હોય , અને કોઈ શક્તિ તેનું રક્ષણ કરી રહી છે શું કોઈ દૈવી શક્તિ રક્ષણ કરી રહી છે કે કોઈ અઘોર શક્તિ તેનું રક્ષણ કરી રહી છે. તે અમદાવાદ આવ્યા પછી પણ આ વિચારોમાં ગમ હતો કે તેને પાયલ ને મળવાનું કે કોલેજ જવાનું ન સુઝયું , અંતે જયારે ભુરીયા એ તેને ટોક્યો ત્યારે તેને ભાન થયું કે આવ્યા પછી તે ૧૮ કલાક થી પથારીમાં પડ્યો છે તે ન જામ્યો હતો કે ન તો ઊંઘ્યો હતો . ભુરાનાં મનની શંકા મજબૂત થતી જતી હતી કે આ ડ્રગ્સ ને રવાડે ચડી ગયો હતો , તેણે કહ્યું ભાઈ સોમ આજે તો કોલેજ આવવું પડશે હજી વધારે રજા પાડીશ તો તને કોલેજ માંથી રેસ્ટિકેટ કરી નાખવામાં આવશે . કઈ નહિ તો એક બે લેક્ચર માં હાજરી આપજે અને પછી લાયબ્રેરી માં બેસજે, ત્યાંના પુસ્તકો પણ તારા વગર સૂના પડ્યા છે . લાયબ્રેરી નું નામ પડ્યા પછી સોમ ના મનમાં ઝબકારો થયો કે રાવણ વિશેનું સાહિત્ય કોલેજ ની લાયબ્રેરીમાં કે સીટી લાયબ્રેરી માં મળી જશે .તેણે ભુરીયા ને કહ્યું તો ફક્ત ૧૦ મિનિટ રાહ જો હું તૈયાર થઇ જાઉં છું . ૧૦ મિનિટમાં તો સોમ તૈયાર થઈને કોલેજ જવા નીકળી ગયો .

       બાબા કહી રહ્યા ચાલો એક રીતે સારું થયું , રામેશ્વર ઘણીવાર આદેશ ની અવહેલના કરવાથી પણ ફાયદો થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ તું છે . રામેશ્વર ના ચેહરા પર આશ્ચર્યચિહ્ન હતું . સોમ ને મારવા આવેલા હત્યારા ને પાછળથી ખંજર મારીને રામેશ્વર ત્યાંથી ઝડપથી નીકળી ગયો હતો અને પછી અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો . તેણે સોમ ને કાળી શક્તિ ની સાધના કરતા જોયો હતો પણ તે રાવણ નો અવતાર છે એવું સુમાલી ના મોઢે સાંભળીને તેને આઘાત  લાગ્યો હતો અને તેને પોતાના પ્રત્યે નફરત થઇ ગઈ હતી કે પોતે એવી વ્યક્તિ નું રક્ષણ કર્યું હતું જે રાવણ નો અવતાર છે અને તે તેને પોતાના પુત્રની જેમ જોતો હતો . આખું જીવન મેં પ્રદ્યુમનસિંહ નો આદેશ માનીને રાવણ ની રક્ષામાં વિતાવી દીધું , પ્રદ્યુમનસિંહ જે બાબા ની વાત કરી તે કદાચ રાક્ષસવંશ અથવા અઘોરપંથી હશે. પાંચ દિવસ તે એક જગ્યાએ લપાયેલો રહ્યો પણ ન જાણે કેવી રીતે પ્રદ્યુમ્નસિંહે તેને પકડી લીધો અને અત્યારે જંગલ માં એક કુટિર માં એક સાધુ ની સામે બેઠા હતા . રામેશ્વર કહ્યું કે ભૂલ થઇ ગયી કે મેં આદેશ ની અવહેલના કરી અને સોમ ની રક્ષા કરી પણ હવે જો તમે આદેશ આપશો તો પણ તેની રક્ષા હું નહિ કરું . બાબા ધીમેથી હસ્યા અને કહ્યું હું જાણું છું તારા મનમાં શું ચાલી રહ્યું છે પણ તું એક વાત યાદ રાખજે કે માણસ જે જુએ છે અને સાંભળે છે એટલું જ સત્ય નથી હોતું . અમુક વાતો સામાન્ય વ્યક્તિ ની સમઝથી ખુબ ઉપર હોય છે અને આમેય હવે સોમ ને કોઈના રક્ષણ ની જરૂર રહી નથી એટલે તું તારું કાર્ય પૂર્ણ થયું એમ સમજ. બાબા ની વેધક આંખો  અને પ્રભાવશાળી અવાજ ને લીધે રામેશ્વર નો ક્રોધ શાંત થઇ ગયો હતો .બાબા એ કહ્યું હું ન તો રાક્ષસવંશ નો છું કે ન તો અઘોરપંથી અને તને શું લાગે છે કે પ્રદ્યુમનસિંહ એવા અઘોરીઓના ઈશારે કામ કરશે . તારી જાણકારી માટે કહી દઉં કે પ્રદ્યુમનસિંહ કુશ ના વંશજ છે અને તેના પૂર્વજો પણ મારે જો કોઈ કાર્ય કરવું હોય ત્યારે મારો આદેશ માથે ચડાવતા હતા . રામેશ્વર  વિચારવા લાગ્યો કે કેટલી ઉમર હશે આ બાબા ની ? બાબા એ કહ્યું મારી ઉમર વિષે ન વિચાર જયારે કઈ ન હતું ત્યારે પણ હું હતો અને જયારે કોઈ નહિ હોય ત્યારે પણ હું હોઈશ . તું ફક્ત મારો આદેશ માન અને પ્રદ્યુમનસિંહ જે આદેશ આપે તે મારો માનીને કામ કર આ જગકલ્યાણ નું કામ છે અને તેમાં તારો ફાળો મોટો હશે. રામેશ્વરે કહ્યું બાબા એક વાત મને કહો કે શું સોમ એ રાવણ નો અવતાર છે? બાબા એ કહ્યું તમે બંને મારી નજીક આવો હું તમને પૂર્ણ વાત કરું એમ કહીને તેમને આખી વાત કહેવા લાગ્યા . આખી વાત સાંભળ્યા પછી રામેશ્વર ના મનનો અપરાધીભાવ દૂર થયો . તેણે કહ્યું ઠીક છે બાબા આપ જેમ કહો તેમ કરીશ . બાબા એ કહ્યું તારું મુખ્ય કામ છે જટાશંકર ને શોધવાનું અને તેની નિશાનદેહી પ્રદ્યુમનસિંહ ને આપવાની . તે મળ્યા પછી આગળ નો આદેશ હું આપીશ .

***

Rate & Review

Balkrishna patel 5 months ago

Nisha Jani 5 months ago

Khyati Rupapara 5 months ago

Pratibha Shah 5 months ago

Jayshreeben Makwana 5 months ago