KING - POWER OF EMPIRE 13

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય સુનિતા સાથે ઓળખાણ કરી અને જે ખોટી લાગણીઅોમાં તે પોતાની જિંદગી સાથે ખિલવાડ કરવા જઈ રહી હતી તેને શૌર્ય એ તેને લાગણી નો સાચો મતલબ સમજાવ્યો, બીજી તરફ એક નવો દુશ્મન શૌર્ય ની લાઈફ આવી ચૂકયો હતો, તો શું હશે ખુલાસો થશે કોઈ નવાં રહસ્યો નો? )

દિગ્વિજયસિંહ હજી પણ ક્રાઇમ સીન પર લીધેલા ફોટો અને ફોરેન્સિક રિપોર્ટ ને વાંચી રહ્યો હતો, આજ તે દસ સિગરેટ ફૂંકી ગયો પણ હજી તેને શાંતિ ન હતી, પહેલો એવો કેશ હતો કે જે હજી પણ દિગ્વિજયસિંહ કોઈ તારણ લાવી શકયો ન હતો, તે ફાઈલો ફંફોળી રહ્યો હતો ત્યાં ફોન રણકયો, 

“હલ્લો ” દિગ્વિજયસિંહ એ પૂછયું 

“દિગ્વિજય જલ્દી થી મારી કેબિન મા આવ” સામે છેડે થી એકદમ ઠંડો અવાજમાં કમિશનરે કહ્યું

“ઓકે સર ” આટલું કહી દિગ્વિજયસિંહ ફોન મૂકી ને ફાઇલો સાઈડમાં મૂકી અને કમિશનર ની કેબિન તરફ જવા નિકળ્યો 

તે થોડીવારમાં કમિશનર ની આૅફિસ પાસે પહોંચ્યો, 
“મે આઈ કમ ઈન સર ” દિગ્વિજયસિંહે કહ્યું 

“આવ દિગ્વિજય, અંદર આવ ” કમિશનરે કહ્યું

“સર તમે મને અત્યારે બોલાવ્યો કોઈ અરજન્ટ કામ છે? ” દિગ્વિજયસિંહે અંદર જઈને કહ્યું

“પહેલા શાંતિ થી બેસ થોડું જરૂરી કામ છે ” કમિશનર એ  સામે ની ખુરશી મા બેસવાનો ઈશારો કરતાં કહ્યું 

“ઓકે સર ” દિગ્વિજયસિંહે બેસતાં કહ્યું 

“દિગ્વિજય અત્યારે કયાં કેસ પર કામ કરી રહ્યો છે ? ” કમિશ્નર એ પૂછયું 

“સર ખંડેર મા જે મડૅર થયાં એનાં પર કામ ચાલુ છે ” દિગ્વિજયસિંહે કહ્યું 

“તો એ કેસ ને અત્યારે બંધ કર ” કમિશનરે કહ્યું 

“સર શા માટે? ” દિગ્વિજયસિંહે કહ્યું 

“કારણ કે મારી પાસે એક નવો કેસ છે ” કમિશનરે કહ્યું 

“સર તમે મને આ કેસ માંથી હટાવા માંગો છો? ” દિગ્વિજયસિંહે કહ્યું 

“દિગ્વિજય એવું નથી, આ કેસ કરતાં પણ એક નવો કેસ આવ્યો છે જે બહુ જરૂરી છે ” કમિશનરે કહ્યું 

“કયો કેસ? ” દિગ્વિજયસિંહે કહ્યું 

“આ ફાઈલ જો ” કમિશનરે એક ફાઈલ આપતાં કહ્યું 

લાલ કલરની એક ફાઈલ આપી જેનાં ઉપર મિશન વિરાટ લખ્યું હતું, દિગ્વિજયસિંહે એ ફાઈલ લઈ ને એ વાંચ્યું, 

“મિશન વિરાટ !!!!” દિગ્વિજયસિંહે વાંચતાં કહ્યું

“હા, મિશન વિરાટ આ ફાઈલ અંદરની માહિતી એકઠી કરવામાં આપણાં પચાસ અન્ડરકૉપ ઈન્સ્પેક્ટર પોતાની જિંદગી ગુમાવી છે ” કમિશનરે નિસાસો નાખતાં કહ્યું

“સર..... ” દિગ્વિજયસિંહે આશ્ચર્ય સાથે કહ્યું

“હવે તું જ નકકી કર કે પહેલો કેસ મહત્વપૂર્ણ છે કે આપણાં ઈન્સ્પેક્ટર એ પોતાની જિંદગી ગુમાવી ને ભેગી કરેલી આ માહિતી ?” કમિશનરે કહ્યું 
 
“ઠીક છે સર હું આ કેસ પર કામ કરી પણ આ ફાઈલ વાંચતાં પહેલાં હું તમારા પાસે થી જ આની સ્ટોરી સાંભળવા માગું છું ” દિગ્વિજયસિંહે ફાઈલ ટેબલ પર મૂકતાં કહ્યું

“ઠીક છે અત્યારે આ જગ્યા અનુકૂળ નથી કારણ કે કહેવાય છે ને દિવાલો ને પણ કાન હોય છે એટલે આજ સાંજે નવ વાગ્યે મારાં ઘરે જ આવજે ” કમિશનરે કહ્યું 

‘ઓકે સર આજ સાંજે નવ વાગ્યે હું પહોંચી જઈ’ સલામ કરતાં દિગ્વિજય સિંહે કહ્યું 

“ઓકે ” કમિશ્નર એ કહ્યું 

આટલું કહીને દિગ્વિજય સિંહ ત્યાં થી જતો રહ્યો, કમિશનર આર.જે.મિશ્રા એ તે લાલ ફાઈલ લઈ ને પોતાના ટેબલ ના ખાનામાં મૂકી અને એક નિસાસો નાખ્યો, આર.જે.મિશ્રા પણ સત્ય નો સાથ આપવામાં માનતો પણ આજ ના ભ્રષ્ટ નેતાઓનાં દબાણ ના કારણે તે પોતાના મનમરજી ના નિણૅયો લઈ શકતો ન હતો, હવે તેની નિવૃતિ ને થોડાં વર્ષો જ રહ્યા હતા એટલે હવે તેણે કોઈ પણ ડર વગર પોતાની મરજી ચલાવવાનો વિચાર કર્યો. 

આ તરફ શૌર્ય સુનિતા ને સમજાવીને કેન્ટીન તરફ જઈ રહ્યો હતો ત્યાં જ અક્ષય, શ્રેયા અને પ્રીતિ તેને દરવાજા પાસે જ મળી ગયા, 
 
“કયાં હતો તું? ” પ્રીતિ એ ગુસ્સામાં કહ્યું 

“અરે થોડું કામ હતું એટલે ” શૌર્ય કહ્યું

“હા હવે ખબર છે તારાં કામ થોડી વાર નું કહી ને.... ” પ્રીતિ એ કહ્યું 

આ તરફ અક્ષય અને શ્રેયા આ જોઈ ને હસી રહ્યા હતા, શૌર્ય એ બન્ને તરફ જોયું તો એ બન્ને ચૂપ થઈ ગયાં, 

“અરે ભઈલું પ્રીતિ કહેતી હતી કે આજ ના બધાં લેકચર બોરિંગ છે તો આજે મૂવી જોવા જઇએ ” શ્રેયા એ કહ્યું 

‘અને તું પણ અમારી સાથે ચાલ આપણે ચારેય જઈએ તું ના ન કહેતો ’  અક્ષય એ કહ્યું 

“ઓકે, હું પણ આવીશ ” શૌર્ય એ કહ્યું 

“ઓકે તો હું કાર લઈને આવું છું આપણે જઇએ ” પ્રીતિ એ કહ્યું 

“હું બાઈક લઈને આવ્યો છું તો હું એમાં જ આવું છું ” શૌર્ય એ કહ્યું 

“ઓકે નો પ્રોબ્લેમ ” પ્રીતિ એ કહ્યું 

પ્રીતિ, શ્રેયા અને અક્ષય કાર મા બેસી ને નીકળી ગયા, શૌર્ય એ પણ બાઇક ચાલુ કરી અને પોતાના બોડીગાર્ડ ને ફોન કરીને કહી દીધું કે હું મૂવી જોવા જાવ છું અને મારા થી દૂર રહી ને ધ્યાન રાખે તેનાં મિત્રો ને જાણ ન થાય. પંદર મિનિટ મા તે ત્રણેય મોલ પાસે પહોંચી ગયા, અક્ષય ટિકિટ લઈ ને આવી ગયો પણ શૌર્ય આવ્યો ન હતો, 

“અરે આ શૌર્ય કયાં રહી ગ્યો? ” શ્રેયા એ કહ્યું 

“કયાંક તેણે પ્લાન કેન્સલ તો નથી કરી નાખ્યો ને ” અક્ષયે કહ્યું

“જો તે આવું કરશે ને કાલ હું એને...... ” પ્રીતિ આટલું બોલી ત્યાં શૌર્ય આવી પહોંચ્યો.

“શું કરી તુ? ” શ્રેયા એ પ્રીતિ ને ચીડવવા કહ્યું

“શું થયું? ” શૌર્ય એ પૂછયું 

“કંઈ નહીં જલ્દી ચાલો મૂવી ચાલુ થઈ જશે ” પ્રીતિ એ વાત ને ટાળતાં કહ્યું

બધાં મૂવી જોવા જતાં રહ્યાં, અક્ષય અને શ્રેયા તો મૂવી ને બદલે એકબીજા મા જ ધ્યાન આપી રહ્યાં હતાં અને અહીં શૌર્ય અને પ્રીતિ સાથે બેઠાં હતાં, ભૂલથી શૌર્ય નો હાથ પ્રીતિ ના હાથ પર ગયો અને તેણે તરત જ ખેંચી લીધો, આ જોઈ પ્રીતિ મનમાં જ હસવા લાગી, પછી તો શૌર્ય બહુ ધ્યાન થી જોઈને પોતાના હાથ નીચે મૂકતો, આ બધું જોઈ ને પ્રીતિ ને હસવું આવતું હતું. મૂવી પુરૂ થયાં પછી તે બધાં બહાર નીકળ્યા, 

“બહુ મસ્ત મૂવી હતું ” અક્ષયે કહ્યું 

“અચ્છા તારું ધ્યાન હતું મુવી મા? ” શૌર્ય એ હસતાં કહ્યું 

“એનું એક નું નહીં બીજું કોઈ પણ હતું હજી ” પ્રીતિ એ શ્રેયા સામે જોઈ ને કહ્યું 

“તું કહેવા શું માંગે છે? ” શ્રેયા એ ત્રાંસી નજરે જોઈ ને કહ્યું 

‘એજ કે તમે બનેં તો તમારાં મા જ વ્યસ્ત હતા ’ પ્રીતિ એ કહ્યું 

પછી તો કોઈ કંઈ પણ ન બોલ્યું, બહાર પહોંચ્તા ની સાથે જ પ્રીતિ એ બધાં ને પોતાના ઘરે આવવા કહ્યું, પણ આ સાંભળીને શૌર્ય ના ભાવ થોડા બદલાઈ ગયા અને તેણે આવવાની ના પાડી, પ્રીતિ એ તેને કહ્યું પણ પોતાને થોડું કામ છે એમ કહીને તે જતો રહ્યો, પ્રીતિ ને તેનું આ વતૅન સમજાયું નહીં તે પણ વધારે બોલ્યા વગર ઘરે જતી રહી. પણ ન જવા પાછળ પણ શૌર્ય નું કારણ હતું જે બહુ જલ્દી ઉજાગર થવાનું હતું. 

આખરે શું હતું આ મિશન વિરાટ કે જેના માટે આર.જે.મિશ્રા એ દિગ્વિજય સિંહ ને ઘરે બોલાવ્યો હતો, શું એ ફાઈલ મા રહેલી માહિતી શૌર્ય ના અતિત સાથે જોડાયેલા છે કે પછી કોઈ નવું રહસ્ય ઉજાગર થવાનું છે, હજી એક પહેલી પણ અકબંધ હતી કે આંખ નું ચિહ્ન વાળો વ્યક્તિ કોણ હતો ? સવાલ તો બહુ છે પણ જવાબ એક જ છે વાંચતા રહ્યો “KING - POWER OF EMPIRE ”***

Rate & Review

ARJUN 24 hours ago

name 1 day ago

Rajni Dhami 2 days ago

Hitesh Patel 1 week ago