krossing ગર્લ - 31ગરવા ગિરનારની ગોદમાં માનવ મહેરાણ ઉમટી પડ્યું હતું. સવારની કડકડતી ઠંડીમાં પરસેવે  રેબઝેબ કરી દે તેવો માહોલ હતો. ટીશર્ટ ચડી અને સ્પોર્ટ શૂઝમાં સાગર ઉછળકૂદ કરી રહ્યો હતો.  જુવાનીની તેજતરાર્ર આંખો, અરમાનોની અંગડાઈથી ફટાફટ થતી શરીરની નસોચપળતા અને સ્ફૂર્તિથી મંઝિલ તરફ ગતિ કરવા થનગનતાં પગ...યૌવન જાણે હિલોળે ચડ્યું હતું. સાગર પાસે એક વ્યક્તિ આવ્યો. તેને કૅમેરો અને આઈકાર્ડ સાગરને આપ્યા. હું વિચારમાં પડી ગયો.

   “ક્રિષ્ના આ લે.. આઈકાર્ડ અને કૅમેરો. તારે પણ સ્પર્ધાના ફોટા પાડવાના છેનો શૂટિંગ. સમજ્યો. ફક્ત ફોટા પાડવાની જ પરમિશન છે.” સાગરે સૂચના આપતા કહ્યું.

                                “ઓકે કોઈ વાંધો નહીં..” મેં આઈકાર્ડ ગળામાં પહેરતાં કહ્યું. સાગરના ટી શર્ટ પર 610 નંબરનો બિલ્લો શોભી રહ્યો હતો. મેં સાગરને ગળે મળીને ઑલ ધ બેસ્ટ કહ્યું. હજુ સવારનો સૂરજ ઉગવાને વાર હતી. સવારના પાંચ વાગ્યા હતા. મે કૅમેરો ચાલુ કરી આખા માહોલને કૅમેરામાં કેદ કરવાનું શરૂ કર્યું. સાગરના પણ ફોટા પાડ્યા. સાગરે મને અમુક ફોટા ક્યાં ઍંગલથી લેવા એ માટેનો સૂચનો આપ્યા. ત્યાં જોરથી ટ્રેનનો પાવો વાગતો હોય તેવો અવાજ આવ્યો પો...પો...પો...

                                "ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેતાં સહુ સ્પર્ધકોને ખાસ સૂચના હવે 20 મિનિટમાં જ સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે. બધા પોતાના ટીશર્ટ પર બિલ્લો લગાડી લે. ક્રમ પ્રમાણે દસ દસની પાંચ ટૂકડીમાં પોતાનું સ્થાન લઈને તૈયાર રહે. માનનીય મંત્રી શ્રી થોડીવારમાં જ પધારી રહ્યા છે. તેમના દ્વારા ઉદ્દઘાટન થયા પછી આપણે આ સ્પર્ધા શરૂ કરીશું." ઉદ્ઘાટન માટે તૈયાર કરેલા નાનકડા સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું.

                        અધિકારીઓ મેદાનમાં આવી ગયા હતા. સ્પર્ધકોની દોડધામ વધી ગઈ હતી. સ્નાયુઓ ખેંચાઈ ના જાય એ માટે સ્પ્રેના છંટકાવ થઈ રહ્યા હતા. જાણે દંગલમાં ઉતરવાનું હોય તેમ ઘણાં સ્પર્ધકો એકબીજા સામે કતરાઈ રહ્યા હતા.  

                 હું શૂંટીંગ કરવા માટે ગિરનાર ઉપર જઈ શકું એમ હતો. સાગરે મને ફ્રિડમ બૉક્સના ઑફિશિયલ મિડીયા પર્સન તરીકે જવાબદારી સોપી હતી. મેં સ્પર્ધાની સ્ટાર્ટિંગની થોડી મૉમેન્ટ્સ ક્લિક કરી ગિરનાર ઉપર જવાનું નક્કી કર્યું. દર વર્ષ છોકરા માટે અંબાજી સુધી અને છોકરીઓ માટે માળી પર્વત સુધી આ સ્પર્ધા યોજાતી હતી. સ્પર્ધા થોડી જોખમી અને કઠિન ચોક્કસ હતી. પરંતુ તેનો રોમાંચ જ કંઈ અલગ હતો. હજારો છોકરા-છોકરીઓ ભાગ લેતાં હતા. હવે સ્પર્ધકો માટે સુવિધા અને ઇનામની  રાશિ પણ વધારવામાં આવી હતી. અમુક કોર્પોરેટર કંપનીઓ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાઈ હતી.  રાજ્ય સરકાર અને જૂનાગઢ મહાનગરપાલિકા સાથે મળીને શ્રેષ્ઠ આયોજન થાય તે માટે પ્રયત્નો કરી રહી હતી. આખરે સ્પર્ધા શરૂ થવાની ઘડી આવી પહોંચી. મંત્રીએ ઉદ્ઘાટનની ફોર્માલિટી પૂરી કર્યા બાદ બધા સ્પર્ધકો ગોઠવવા લાગ્યા. હવે ડિજિટલ કાઉન્ટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવતી હતી. જેથી માઈક્રોસેકન્ડની ચોક્કસાઈ જળવાઈ રહેતી હતી.

                                પ્રથમ દસ સ્પર્ધકોની ટૂકડી ઍન્ટ્રી લાઈન પર ગોઠવાઈ...10.9.8.7.6.5.4.3.2.1. ગો...

 બધાએ ચિત્તાની ઝડપે દોટ મૂકી. ઍન્ટ્રી લાઈન પહેલાં પગથિયાથી 400 મીટર દૂર હતી. બધાએ તાળીઓ અને ચિચિયારીઓથી શરૂઆતને વધાવી લીધી 10 સેકન્ડ પછી બીજા 10 સ્પર્ધકોની ટૂકડી રવાના થઈ. ચારે તરફ પોલીસ અને સ્વંયસેવકો ગોઠવાયેલા હતા. ચારેક ટૂકડી રવાના થતાં મેં પણ પગથિયા તરફ પ્રયાસ કર્યું. હું રસ્તાની એકબાજુ ચાલતો રેન્ડમ ક્લિક લઈ રહ્યો હતો. હું અત્યાર સુધીમાં બે વખત ગિરનાર ચડ્યો હતો. આવી સ્પર્ધામાં ભાગ લેવો મને અઘરું લાગતું કદાચ મારામાં એટલી સ્ટેમિના ન હતી. મેં પગથિયા ચડવાના શરૂ કર્યા સ્પર્ધકો સડસડાટ કરતાં બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા. દર સો પગથિયે એક વ્યક્તિ ઊભો હતો. જે આગળ વધતા સ્પર્ધકોનો નંબર નોંધતો જતો હતો. સાથે જ દરેક પ્રકારની વ્યવસ્થા અને ઇમરજન્સીને પહોંચી વળવા પોલિસના બે જવાનો તૈનાત હતા.

                બૂટ ઘસાવાના અવાજ સાથે સ્પર્ધકોની વીજળી વેગે આગળ વધવાની ગતિ પરખાતી જતી હતી. અમુક પરસેવે રેબઝેબ થઈને વિસામો ખાઈ રહ્યા હતા. દર પાંચસો પગથિયે પાણી અને ડૉક્ટરની ટીમ વ્યવસ્થામાં ખડે પગે હતા. સાધુ સંતો પણ લીંબુ પાણી અને ગ્લુકોઝના નાના ગ્લાસ લઈ વચ્ચે સેવામાં ઉભા હતા. હું પણ ત્રણ હજાર ઉપર પગથિયા ચડી ગયો હતો. હાંફતો હાંફતો પરસેવે રેબઝેબ થઈ આગળ વધી રહ્યો હતો. હવે મોં સૂઝણું થઈ ગયુ હતું. મેં સાગરને આવતો જોયો. તેને ઝડપથી અંબાજી સુધી જવા કહ્યું. હું પણ તેનો પીછો કરતો હોય તેમ ઝડપથી ઉપર ભાગ્યો. વચ્ચે વચ્ચે ફોરેનર,ફોટોગ્રાફરો, સ્વયંસેવકો, સ્કૂલ- કોલેજનાં સ્ટુડન્ટસ અને લોકોના ટોળા સ્પર્ધકોનો ઉત્સાહ વધારી તેને આગળ વધવા માટે પુશ અપ કરી રહ્યા હતા.

                                મારી નજર એક ઊંચી શિલા પરથી ફોટોગ્રાફી કરતી છોકરી પર પડી. તે મસ્ત એંગલથી કૅમેરાના ઍરિયલ શોટ લઈ રહી હતી. કમ ઑન બોયસ્... ગુડ જોબ હરી અપ. તેને તાળીઓ પાડતાં જોરથી કહ્યું તે સારી એવી ઊંચાઈએ હતી. પણ જંગલના શાંત તેના શબ્દો ચોખ્ખા સંભળાયા. તેનો ચહેરાનો અણસાર વર્તી શકાતો હતો હું ચહેરો જોઈને આંચકો ખાઈ ગયો. આ અહીંયા ક્યાંથી હું એ ચહેરો અને નીલી-ભૂરી સમુદ્રી આંખો ક્યારેય ભૂલી શકવાનો નહોતો. હું સતત તેની સામે જોઈ રહ્યો હતો. હું રસ્તામાં ઉપર ચડતાં એક સ્પર્ધક સાથે ભટકાયો હું ઝડપથી ઉપર ચડ્યો. તેને ગુસ્સે થઈ મને સાઈડમાં ઉભા રહેવા કહ્યું. હું ઝડપથી સાઈડમાં ગયો. તે પહેલા પેલી શીલા પર રહેલી છોકરીને ઝડપથી કૅમેરામાં કેદ કરી. સવારના આછા અજવાસમાં તેનો ચહેરો સાવ સ્પષ્ટ તો ક્લિકના થયો.  નક્કી એ જ  અવેળાવાળી સિગારેટ પીતી છોકરી હતી. 

હું તેને મળવા બમણા જોશથી પગથિયાં ચડવા લાગ્યો. એક આખી  સાઈડ મોટા પથ્થરોની પેક હતી. તેની ઊંચાઈ વધુ હોવાથી ઉપરના ભાગનું કશું જોઈ શકાતું નહોતું. હું ઝડપથી તેની જગ્યા પર પહોંચ્યો. ત્યાં કોઈ નહોતું મેં આજુબાજુ ઉપર નજર કરી. તે સાઈડના પથ્થરો પર ટ્રેકિંગ કરતી આગળ વધી રહી હોય તેવું લાગ્યું. મેં પણ એકવાર રસ્તે જવાનું વિચાર્યું. પરંતુ સાગરે સોંપેલા કામ અને સીધું ચઢાણ જોતા મારી હિંમત ના ચાલી. હું ઝડપથી ત્યાં સુધી પહોંચ્યો. તેનો કોઈ અતોપતો ના લાગ્યો મેં આજુબાજુ પૂછપરછ કરી કશા સગડ ના મળ્યાં. હુ નિરાશ થઈને સાગરની રાહ જોતો બેસી રહ્યો. સ્પર્ધાના જરૂરી ફોટા પાડી લીધા હતા. મને તેના ના મળવાનો વસવસો હતો. કલાકમાં સાગર સ્પર્ધા પૂરી કરીને પાછો ઉપર આવી ગયો હતો. હું તેની સ્ફૂર્તિ અને સ્ટૅમિના જોઈને મોંમા આંગળા નાખી ગયો. તેના ચહેરા પર જરાય થાક વર્તાતો નહોતો.

                “થાકી ગયો કે શું?”તેને પૂછ્યું.

                “ના રેતારી રાહ જોતો હતો. હવે ક્યાં જવાનું છે.” મેં પૂછ્યું.

  “મહાકાળીની ટૂંક ઉપર” તે બોલ્યો.

      "એ ક્યાં આવી ? હજુ ઉપર જવાનું છે ?" હું ગિરનારના વધુ પગથિયાં ચડવા માટે તૈયાર નહોતો.

"હા , જે કામ કરવું છે એ માટે હજુ ઘણું ઉપર જવું પડશે. આ તો ફક્ત એક પડાવ છે." તે સહજ રીતે બોલ્યો.         

મારી પાસે રહેલા બેગમાંથી તેને એક જામફળ કાઢ્યું. અમે બંનેએ એ ટ્રેક તરફ પ્રયાણ કર્યું. ગિરનાર સહુથી ઉંચા શિખર ગુરુ ગોરખનાથ પસાર કરી કમંડલ કુંડની જગ્યા પર આવ્યા. ત્યાંનાં એક સંતે સાગરને જોઈને જય દતાત્રેયજય ગુરુ ગોરખનાથ” કહ્યું. સાગરે પણ જય ગિરનારીકહીને તેમનું અભિવાદન કર્યું. ત્યાંથી નાની કેડીએ થઈને મહાકાળી ટ્રેક તરફ પ્રયાણ કર્યું. પક્ષીઓના અવાજ સિવાય કશું જ સંભળાતું નહોતું અમારા પગ નીચે કચડાતા સૂકા પાંદડાઓ વટાવી અમે આગળ ચાલતા હતા. હું પહેલીવાર આવી રીતે જંગલમાં રખડી રહ્યો હતો. આખરે અમે ઠંડા પવનના સુસવાટા વચ્ચે ટૂંક પર પહોંચ્યા.

                 “વાઉ...ઓહો..... આઉઊંઊં.... ઊંઊં.. યાયયાય હુહુહુ... સાગરે હાથ પહોળા કરી જોરથી રાડ પાડી. ઠંડો પવન સૂસવાટા મારી રહ્યો હતો. ઉગતા સૂરજ સામે આંખો બંધ કરીને ઉભેલો સાગર જાણે કુદરતની દરેક લીલાને મનોમન શ્વસી રહ્યો હતો. તે જાણે આ બધા સાથે એકાકાર થઈ જવા માંગતા હતો. અમે બંને માતાજીને પગે  લાગી એક પથ્થર પર બેઠાં. આજે ગિરનાર પર આમ જનતાને પ્રવેશબંધી હતી. તેથી દતાત્રેય સુધી કોઈ વ્યક્તિની ચહલપહલ વર્તાતી નહોતી. મેં બેગમાંથી નાસ્તાના ડબલા બહાર કાઢ્યા. કાલે આવતી વખતે મધુ માસીએ બંને ડબલા ઠાંસીઠાંસીને ભરી દીધા હતા. સાથે છાસનો એક મોટો શીશો પણ ભરી દીધો હતો. સાગરે ડબલાં ખોલ્યાં એકમાં સૂકીભાજી અને બીજામાં થેપલાં હતા. અમે બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. બંનેએ ખાવાનું શરૂ કર્યું.

                “જો ગુજરાતીનું હાલે તો ઍવરેસ્ટ પર જઈને પણ આજ નાસ્તો કરે” સાગરે ખાતા ખાતા કહ્યું.

                “સાગરઆપણું ખાવાનું સ્વાદવાળું હોય એટલે બીજાના હાથનું ના ભાવે! તું જોજે બધાં ફરવા જાય ત્યારે કેટલો નાસ્તો સાથે લઈ જાય” મેં છાશ પીતાં કહ્યું

                   “એ બધા ફરવા નહીં પણ સ્થળો જોવા જાય છે. ફરવાની વાત જ અલગ છે. તમે જ્યાં ફરવા જાઓ ત્યાં પણ ફાઈવસ્ટાર હૉટૅલમાં રહીને ગાંઠીયાથેપણખાખરા કે અહીંથી મિઠાઈ ઘસડી જાવી હોય તો થોડું ફરવા જવાય. એ ફિક્સ ટાઈમ ટૅબલ જેવા ફરવાને પિકનિક કહેવાય. ટૂરમાં ગિરનાર લખેલું હોય અને ભગવાન દતાત્રેયના દર્શન હોય પણ સાચી મજા અહીંયા બેસીને થેપલા ખાવા જેવી એકપણ નથી” તે બોલ્યો.

                જિંદગીમાં હું પ્રથમવાર કોઈ પર્વતની ટોચ પર બેસીને થેપલાની લિજ્જત માણી રહ્યો હતો. કુદરત સાથે એકાંતમાં વાતો કરવાની મજા કેવી હોય તે પ્રથમવાર માણી. બંને નાસ્તો કરી ક્યાંય સુધી વાતો કરતાં બેસી રહ્યા. જિંદગી કેટલી રંગબેરંગી છે. અહીંયા કોઈપણ જાતના કોલાહલ વગર બસ શાંતિથી બેસી રહેવું. પોતાની જાત સાથે વાતો કરવાની તેને જાણવાની આનાથી સારી તક ના મળે. સાગરે ત્યાં લંબાવ્યું. તે માથે ચડેલા સૂર્યના કિરણોને પોતાના ચહેરા સાથે રમાડતો હતો.

                “સાગરમને એ આજે આ સ્પર્ધામાં ફરી દેખાઈ.’’

કોણ?”સાગરે પૂછ્યું.

 “મેં તને અવેળાએ ફોટા પાડતી છોકરીની વાત કરી હતી એ?” મેં કહ્યું

   “વૉટ તે તને અહીંયા શા માટે મળવા આવે ?તારો પીછો તો નથી કરતી ને ક્યાંય તે ફોટો પાડ્યો એનો ?”તેને પૂછ્યું.

હાએક જ મિનિટ મે કૅમેરાની મેમરીમાં સેવ કરેલો ફોટો બતાડ્યો.’’

                ઓહો...આને ક્યાંય જોઈ હોય એવું લાગે છે. સી ઈઝ લૂકિંગ ગોર્જિયસ. ક્રિષ્ના તારી સાથે એનું કંઈક તો કનેકશન હશે જ નહીં તો તને ફરીથી જોવા ના મળે ?” તે કંઈક વિચારીને બોલ્યો. "નીચે પહોંચીએ ત્યારે યાદ કરાવજે. આપણે ડિટેઈલ કઢાવી લઈશું” તે બોલ્યો.

 “ચાલ ઊભો થા અને હું કહું તેમ કરજે’’ સાગર ઓર્ડર દેતાં બોલ્યો.

 તે ઊભો થયો પોતાના બંને હાથ ખુલ્લા રાખીને પવનની સામે મોં રાખી ઉભો રહ્યો. હતા એટલા જોરથી રાડ નાખી બોલ્યો આઈ લવ યુ... પારિજાત આઈ લવ યુ પારિજાત.’’

                “ચાલ હવે તું મારી જગ્યાએ આવી જા. તું જેને પ્રેમ કરતો હતો. હોય એનું નામ મેં બોલ્યું એવી રીતે બોલ” સાગરે કૅમેરો ચાલુ કરતાં કહ્યું.

   “પણ સાગર હું હજુ કોઈને પ્રેમ કરતો નથી” મેં કહ્યું.

                હું પણ ક્યાં પારિજાતને પ્રેમ કરું છું આ તો જસ્ટ તને ઍકઝામ્પલ આપ્યું હતું. તું ગમે તે નામ લઈ શકે છે.  તે મારો ફોટો પાડવા તૈયાર હતો.

                સૂરજ ખાસ્સો ઉપર ચડી ગયો હતો. છતાં પણ પવનના સૂસવાટામાં રહેલી ઠંડક ઓછી નહોતી થઈ. હું બેલેન્સ રાખતો બંને હાથ ખોલીને હવા સામે ઉભો રહ્યો. એક લાંબો શ્વાસ લીધો. મને બહુ સારું લાગ્યુ. આ ક્ષણે એમ જ લાગ્યું કે જિંદગીને આમ જ મહેસૂસ કરતો રહું. આ ક્ષણ આમ જ થંભી જાય. હું મારામાંથી નીકળીને કુદરતમાં સમાઈ ગયો હતો. શરીરમાં ભરાતા પવનને હું અનુભવી રહ્યો હતો. મને બોલવા માટે શરમ આવતી હતી. ખબર નહીં કેમ કુદરત સામે લાચાર બની બધી શરમ છોડી હું બોલવા લાગ્યો.” આઈ લવ યુ... યુ... મીરા... આઈ લવ યુ... ગીતા...આઈ લવ યુ...જિંદગી...આઈ લવ યુ... સાગર.....આઈ લવ યુ..... નેચર..... આઈ લવ યુ....

 હું ક્યાંય સુધી શક્ય તેટલા જોરથી બોલતો રહ્યો મને કશું ભાન નહોતું હું શું બોલી રહ્યો હતો. હું મારી જ મસ્તીમાં હતો. મારા જ તાનમાં હતો જાણે સમગ્ર સૃષ્ટિ સાથે થોડી ક્ષણો માટે એકાકાર થઈ ગયો હોય એવું લાગ્યું. સાગર પણ મારા આ નવા રુપને એકીટશે નિહાળી રહ્યો હતો.

*  *  *  *  *  *  *  *  * 

  મશીનમાં બીપ...બીય...નો અવાજ આવ્યો.મારુ ધ્યાન ક્રિષ્નાના આંચકા મારી રહેલાં શરીર તરફ ગયું. 

નર્સો ICU માં દોડી આવી. ક્રિષ્નાના ધબકારા ઘટી રહ્યા  હતા. મીરાએ તેના હાથ પરની પકડ વધુ મજબૂત કરી ડૉક્ટર પણ દોડી આવ્યા. તેમણે ઝડપથી ક્રિષ્નાના ઘટતાં શ્વાસોશ્વાસને નોર્મલ બનવવા છાતી પણ શોક આપ્યા. એ ઝટકાથી ક્રિષ્ના પથારીમાં ઉછળી રહ્યો હતો. એકાદ મિનિટમાં બધુ કાબૂમાં આવી ગયું.. નર્સોએ ગ્લુકોઝના બાટલા બદલ્યા. બધી નળીઓ ચેક કરી. મશીનના આંકડા નોંધ્યા. બધું નોર્મલ બન્યા પછી નર્સ મીરા સામે સ્માઈલ કરી બહાર ચાલી ગઈ.

 


***

Rate & Review

Heena Suchak 2 months ago

V Dhruva 3 months ago

Nipa Upadhyaya 4 months ago

Shailesh Panchal 4 months ago

Shahin Bhatt 4 months ago