krossing ગર્લ - 32


                મોબાઈલ કવરેજ ક્ષેત્રમાં આવ્યો. જોયું તો ઇશિતાના 20 મિસકોલ હતા. અને 100 ઉપર મૅસેજ હતા. તેને મૅસેજમાં આઈ લવ યુ...સાથે આઈ હેટ યુ સુધીની સફર કરાવી દીધી હતી. ગાળોની રમઝટ બોલાવી હતી. મે તેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો તેનો મોબાઈલ સ્વિચ ઑફ આવતો હતો. હાશહજુ સુધી બ્લૉક કર્યો નહોતો.

                રાહુલના બર્થડે પછી મેં તેને મનાવવા બહુ મહેનત કરી હતી. આખરે અઠવાડિયામાં અમારા સંબંધો નોર્મલ બની ગયા હતા. એ પછી બે ડેટ્સ પર પણ જઈ આવ્યા હતા. તે છોકરી હું ધારતો હતો એટલી સારી કે ખરાબ નહોતી. મને અમુક વખતે તેની વાતો કે વર્તન પ્રત્યે એલર્જી થઈ જતી. મેં રસ્તામાં બહુ વિચાર્યું હુ તેને કોઈ રીતે પ્રેમ કરી શકું તેમ નહોતો. સાચું કહું તો આ સંબંધનું કોઈ ભવિષ્ય જ નહોતું દેખાતું. નવરાત્રિ પછી તે ખરેખર ઘણી બદલાઈ ગઈ હતી. તે મારી દરેક વાત પર શંકા કરતી. મારા મીરા સાથેના સંબંધો પણ તેને પસંદ નહોતા. સહુથી વધુ ખરાબ ત્યારે લાગતું જ્યારે તે અમુક પ્રકારના વર્તનસ્ટાઈલ કે કપડા પહેરવાનો આગ્રહ રાખતી. તે મારા પર મારા કરતાં પણ વધારે અધિકાર જમાવવાની કોશિશ કરી રહી હતી.

                                સાગર તો જૂનાગઢથી જ પોતાના કામે જવા નીકળી ગયો હતો. હું ઘરે પહોંચ્યો ત્યારે તે બાલ્કનીમાં જ ઉભા હતી. હું તેની સામે જોઈ કંઈ બોલ્યા વગર ઘરમાં ધૂસી ગયો. થોડીવારમાં ઘરની ડૉરબૅલ વાગી.

                મેં દરવાજો ખોલ્યો. સામે ઇશિતા ઉભી હતી. મને રીતસર વળગી પડી. સોરી ક્રિષ્ના મે તને બહુ હેરાન કર્યો. ડિસ્ટર્બ કર્યો. પણ વાત કહેવી બહુ જરૂરી હતી” મેં તેને શાંત પાડી.

  “પણ એવું શું ઈમ્પોર્ટન્ટ કામ હતું ? મેં તને કહ્યું જ હતું .હું જૂનાગઢ જાવ છું ” મેં પૂછ્યું.

                “ઘરેથી મારા પર મેરેજ કરવા માટે પ્રૅશર છે. કાલે છોકરો મને જોવા આવ્યો હતો. તે ખરેખર સારો છોકરો છે. પોતાનો વેલ ડૅવલપ બિઝનેસ છે. બે ફાર્મહાઉસ છે. મોટું ઘર, અલગ અલગ સીટીમાં વિકેન્ડ વિલા. મારી પાસે ના પાડવાનું કોઈ કારણ નથી પણ ...આઈ લવ યુ...આઈ લવ યુ...” તને મને ફરીથી હગ કરી પોતાનો પ્રેમ જતાવ્યો.

   “ઇશિતા જો મારી ઉંમર હજુ સાવ નાની છે. આપણી વચ્ચે પ્રેમ હશે એની ના નહીં પણ લગ્ન તો પાંચથી છે. વર્ષ સુધી શક્ય જ નથી. એ તું પણ સારી રીતે સમજી શકે છે. આટલો સારો છોકરો મળતો હોય તો તારે લગ્ન કરી લેવા જોઈએમેં કહ્યું.

   “આઈ નો હી ઈઝ ગુડ ગાય. મને તને છોડવાનું મન નથી થતું. બિકોઝ આઈ લવ યુ. પણ મને લાગે છે હજુ પણ તું મને ખુલ્લીને પ્રેમ નથી કરતો. તું મારી સાથે સતત એક અંતર બનાવીને રાખે છે.” તે બોલી.

                “ઇશિતા એવું કશું જ નથી. મને પણ તારા માટે ફિલિંગ્સ છે. નહીં તો તારી સાથે આટલીવાર ડૅટ પર થોડો આવું. પરંતુ મારા પર અત્યારે ઘર અને કૅરિયરની બહુ જવાબદારી છે. હું આ વર્ષોમાં પ્રેમ માટે વિચાર કરી શકુ પણ તેમ નથી” મેં કહ્યું.

                “હું તારો ઈરાદો સારી રીતે સમજુ છું. આવી બહાના બાજી ફક્ત મારા માટે જ છે. તે દિવસે સાગર સાથે ફરવા જતી વખતે કે જલસા કલબમાં જલસા કરે ત્યારે આ કૅરિયર યાદ નથી આવતી. જ્યારે મારા માટે ટાઈમ સ્પૅન્ડ કરવો હોય ત્યારે જ આ બધું યાદ આવે છે. એન્ડ મીરા તો ભૂલાઈ જ ગઈ. એના માટે તો તું ઍનીટાઈમ અવૅલૅબલ છે.” તેના ચહેરાના અને વાતોના રંગ બદલાઈ રહ્યા હતા.

   “મીરા મારી પ્રોજેક્ટ પાર્ટનર છે. સ્કૂલના તમામ ટાસ્કમાં મારી બેન્ચ પાર્ટનર છે. મેં આ પહેલાં પણ તને આ વિશે ડિટેઇલમાં કહ્યું છે. મહિના છેલ્લા દિવસોમાં ફિઝિક્સનો ટાસ્ક ચાલુ હતો. સ્ટડીનું કામ છે. બાકી તું વિચારે છે એવું અમારી બંને વચ્ચે કશું જ નથી. પ્લીઝ તારા માઈન્ડમાં આવુ કશું હોય તો કાઢી નાખ.” મેં ઉશ્કેરાટમાં કહ્યું.

                “કશુંક તો રંધાઈ રહ્યું છે. તમારા બંને વચ્ચે. નહીં તો તારે આટલી બધી સફાઈ દેવાની જરૂર ના પડે. મને સતત એવુ લાગે છે. નવરાત્રિ પછી તું મારી જરાય કૅર નથી કરતો. તને મારી સાથે ચોક્કસથી પ્રોબ્લેમ તો છે જ તું એવી કેટલીય વાતો છે જે મારાથી છુપાવે છે. આઈ એમ યોર ગર્લફ્રૅન્ડ. મારો હક્ક છે. તારા વિશેતારી લાઈફ વિશે બધુ જાણવાનો. જો તને મારા પર ટ્રસ્ટ નથી તો આ રિલેશનશીપ આગળ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.

                “સોરી હવે વધુ ખુલાસા આપી તારી શંકા વધુ મજબૂત કરવા નથી માંગતો. કોઈ પણ રિલેશનને જીવંત રાખવા માટે થોડી સ્પેસ જરૂરી હોય છે. તું મારા પર બધી બાબતોમાં હક ના જતાવી શકે. એન્ડ મેં તારાથી કશું છુપાવ્યું નથી. બટ તને તારી ગમતી વાતો સિવાય બીજું કશું સાંભળવાની આદત નથી. મે તને ક્યારેય એવું નથી કહ્યું કે હું તારો બોયફ્રૅન્ડ છું. મારા માટે હજુ નક્કી કરવું મુશ્કેલ છે. મને તારા પ્રત્યે આકર્ષણ ચોક્કસ છે. પરંતુ એ પ્રેમ તો નથી જ બાકી તારે જે ડિસિઝન લેવું હોય તે તું લઈ શકે છે.” મેં કહ્યું.

                “હું તો હજી પણ તને પ્રેમ કરું છું.  મને લાગે છે તને આ સંબંધ ટકાવવામાં કોઈ રસ નથી. તે ક્યારેય જવાબદારી પૂર્વક નથી રિએક્ટ કર્યું. હું ક્યાં સુધી મારી વનસાઈડેડ લવની ફિલિંગ્સ જતાવતી રહું. તું આટલી ડેટ્સ પછી મને બોયફ્રેન્ડ નથી માની શકતો. મારે જ દર વખતે રિલેશનશીપ ટકાવવા મહેનત કરવી ! આઈ થિંક આપણે બ્રૅકઅપ કરી લેવું જોઈએ. બિકોઝ મને લાગે છે આપણા રિલેશનનું કોઈ ફ્યુચર નથી.” તે બોલી.

                હું તેની વાત કરવાની સ્ટાઈલ શબ્દો બધુ સારી રીતે સમજતો હતો. તે બ્રૅકઅપ કરવાના જ મૂડમાં હતી. પરંતુ મારો વાંક હોય એ રીતે. સાગરે મને ચેતવી દીધો હતો. તેથી કશી નવાઈ ના લાગી. પરંતુ તેને લડાઈ ઝઘડા વગર બધું શાંતિથી પતાવ્યું એટલે થોડું અચરજ જરૂર થયું. એઝ યુ વિશ.. હું ફક્ત એટલું જ બોલી શક્યું.

                “મને પહેલાં લાગતું હતું તું કંઈક અલગ છે. એટલે મેં ફ્રૅન્ડશીપ માટે સામેથી પ્રપોઝ કર્યું. નવરાત્રિ સુધી બધુ બરાબર હતું. પર હું તે દિવસે ઘરે શું ચાલી ગઈ. જાણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો. હું જોઉં છું. તે દિવસ તું મને આ માટે સતત સજા આપી રહ્યો છે. મેં કેટલું લૅટ ગો કર્યું છતાં પણ તું ના સુધર્યો. મારી ફ્રૅન્ડસ સાચું કહે છે બધા છોકરા એક જેવા જ હોય છે. પોતાનો મતલબ નીકળી ગયો એટલે યુઝ એન્ડ થ્રો ની જેમ ફેંકી દે. તારા માટે તો હું એક ચાન્સ જ હતી. તને શું લાગે છે. તું એટલો બધો મહાન છે. કે હું તારું આઈ લવ યુ” સાંભળવા તારી આગળ પાછળ ફરતી રહીશ. તને મારી ફિલિંગ્સનું કોઈ ઈમ્પોર્ટન્ટ જ નથી. બસ મારે હવે વધારે કંઈ કહેવું નથી. મને નથી લાગતું આપણે સારા ફ્રૅન્ડસ પણ રહી શકીએ ગુડ બાય. હવે મને કૉલ કે મૅસેજના કરતો.

તે સડસડાટ ઘરની બહાર ચાલી ગઈ.

 એક જ સેકન્ડમાં તેના રંગરૂપ બદલાઈ ગયા હતા. તેનું કામ પતી ગયું તેને હવે મારી કોઈ જરૂર નહોતી. તેને પણ ખબર હતી. અમારા રિલેશનના ફ્યુચર વિશે તે બધું જ સમજતીહતી. જાણતી હતી. પરંતુ બ્રૅકઅપ માટે પોતે ક્યાંય વાંકમા આવવા માંગતી નહોતી. તેનો ઈરાદો મને સમજાય ગયો હતો. મને એટલે જ વધારે દલીલો કે તેને રિલેશનશીપ તોડવા માટે આગ્રહ કરવો ના ગમ્યો. મારી લાઈફની લવથી ક્રશ સુધીની પ્રથમ સફરનો અહિયાં અંત આવી ગયો હતો.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Shahin Bhatt 6 months ago