સંભવામિ યુગે યુગે ભાગ ૧૯

   સોમે લાઇબ્રેરીયન સાથે વાત કરી અને કબાટમાંથી રાવણ વિષે એક બે પુસ્તકો કાઢ્યા અને લઈને એક ખુરસીમાં બેઠો ત્યાંજ પાયલ તેની બાજુની ખુરસીમાં આવીને બેસી ગઈ. પાયલે કહ્યું તું ગામડેથી ક્યારે આવ્યો અને હું એક બે દિવસથી કોલ કરી રહી છું પણ ટેરો ફોન સ્વિચ ઓફ આવે છે અને અત્યારે પણ તું વિચિત્ર રીતે વર્તી રહ્યો છે કોઈ તકલીફ હોય તો કહે એમ કહીને સોમ નો હાથ પોતાના હાથ માં લીધો. સોમની બંને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. પાયલે ધીમેથી કહ્યું આપણે બહાર જઇયે એક કહીને તેનો હાથ પકડીને તે એક ખાલી ક્લાસ રૂમ માં લઇ ગઈ. સોમ ને ખબર નહિ તે કેટલી વાર સુધી પાયલ ના ખભે માથું મૂકીને રડતો રહ્યો. પાયલે પૂછ્યું શું તકલીફ છે મારા બાબુ ને ? એમ કહીને તેના વાળ માં હાથ પસવારતી રહી . સોમ થોડીવાર પછી શાંત થયો અને કહ્યું અત્યારે હું એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું પણ તેના વિષે હું અત્યારે કહી નહિ શકું અને મને ખબર છે કે એમાંથી હું બહુજ જલ્દી બહાર આવી જઈશ અને અમને તારા સાથ ની ખુબજ જરૂર છે. પાયલે કહ્યું શું તકલીફ છે એમ કહે તો તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકું . સોમે નકારમાં માથું હલાવ્યું અને કહ્યું કે જો મને લાગશે કે મારે તને કહેવાની જરૂર છે તો જરૂર કહીશ પણ અત્યારે મને વધારે નહિ પૂછતી અને પ્રશ્ન મારા જીવન મરણ નો છે . પાયલે કહ્યું ભલે મને ન કહેવું હોય તો કઈ નહિ પણ આમ ઉદાસ ન રહે તારું આ રૂપ મારા માટે અસહ્ય છે . સોમે જાને તેની વાત સાંભળી જ ન નથી તેણે આગળ કહ્યું કે થોડા દિવસ માં જો તારી સાથે કોઈ વિચિત્ર રીતે વર્તુ તો તેને મન પર ન લેતી , આ જગત માં હું સૌથી વધારે તને પ્રેમ કરું છું તે વાત તું યાદ રાખજે . અને તને કોઈ તકલીફ આપવા કરતા હું મરવું વધારે પસંદ કરીશ . મારા માટે શિવ પછી તું જ આરાધ્ય છે. પાયલ તેની વાત સાંભળીને દિગ્મૂઢ હતી પણ તેણે વાતાવરણ ને હળવું કરવા કહ્યું સારું સારું હવે અહીં મારી આરતી ન શરૂ કરી દેતો એમ કહીને હસવા લાગી . ઈચ્છા ન હોવા છતાં સોમ ના ચેહરા પર હાસ્ય આવી ગયો તેનો ખરાબ મૂડ થોડો સુધરી ગયો હતો. સોમે કહ્યું કે પાયલ તું ન હોત તો મારુ શું થાત , તારા વગર હું અધૂરો છું એમ કહીને તેના મસ્તક પર એક ચુંબન કર્યું . પાયલે કહ્યું હવે કોઈ અહીં આવે તેના પહેલા બહાર જઇયે. એમ કહીને પાયલ તેનો હાથ પકડીને બહાર આવી . પાયલે કહ્યું કોફી પીશું હંમેશાની જગ્યાએ . સોમે કહ્યું ઠીક છે હું લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઇ આવું છું . પુસ્તકો લઇ આવ્યા પછી તેઓ પાયલ ની સ્કુટી પર પોતાની ફેવરેટ કોફી શોપ માં ગયા અને અને કલાક સુધી જુદા જુદા વિષયો પર વાત કરતા રહ્યા . પાયલ સાથે વાત કરતા કરતા તેના મગજ માં વાતો જાણે ક્લીયર થઇ રહી હતી . તેને એક વાત ખબર પડી ગઈ હતી કે જયારે જયારે તે પાયલ સાથે હોય છે ત્યારે તેનું મગજ શાંત અને સતેજ થઇ જતું હોય છે તે બાકી બધીજ વાતો ભૂલી જતો હોય છે . બહાર નીકળ્યા પછી સોમે કહ્યું તું મને મધુસુદન સર ના સંગીત વિદ્યાલય પાસે છોડી દે પછી હું હોસ્ટેલ જતો રહીશ. ત્યાં જઈને તે મધુસુદન સર ને મળ્યો . મધુસુદન સર તેને જોઈને ખુશ થયા અને કહ્યું અરે પહેલવાન ક્યાં હતો આટલા દિવસ ચાલ એક જુગલબંદી કરી લઈએ . એમ કહીને પોતે તબલા લીધા અને સોમ ને સિતાર આપી . બે કલાક સુધી બંને જુદા જુદા રાગ પર જુગલબંદી કરતા રહ્યા. સોમ બાકી બધી વાતો ભૂલી ગયો હતો. જયારે તે વિદ્યાલયમાંથી નીકળ્યો ત્યારે તે એકદમ સરસ મૂડ માં હતો . તે હોસ્ટેલ માં પહોંચ્યો ત્યારે એકલો જીગ્નેશ રૂમ માં હતો . સોમે પૂછ્યું ભુરીયો ક્યાં છે તો પાછળથી અવાજ આવ્યો દરવાજેજ છું ભાઈ . ટિફિન આવી ગયા હતા તે જમીને તેઓ પથારીમાં આડા પડ્યા . સોમે લાઇબ્રેરીમાંથી લાવેલું પુસ્તક હાથમાં લીધું. ભુરીયો પથારીમાં પડ્યા પછી વિચાર કરવા લાગ્યો સોમ આજે કોઈ એવી જગ્યાએ ગયો નથી જ્યાં ડ્રગ મળતી હોય તો ખરાબ મૂડ સુધરી કેમ ગયો . ભૂરિયાએ આખો દિવસ સોમ નો પીછો કરવામાં વિતાવ્યો હતો .

***

Rate & Review

Nisha Jani 5 months ago

Balkrishna patel 5 months ago

Khyati Rupapara 5 months ago

Pratibha Shah 5 months ago

Jayshreeben Makwana 5 months ago