krossing ગર્લ - 33


ફિઝિક્સનો ટાસ્કગિરનારની સફર તથા ઇશિતા જોડેની રિલેશનશીપના અંત ને લીધે મને ઘણી માનસિક શાંતિ મળી હતી. ફિઝિક્સનો ટાસ્ક ધાર્યા કરતાં સખત અઘરો હતો. મને અને મીરાને પોઈન્ટ મેળવતાં પરસેવો વળી ગયો હતો.  બટ અમે એ પોઇન્ટ મેળવી લીધા હતાં. સરે કરેલાં વાયદા મુજબ કલાસને ટ્રીટ પણ આપી હતી. હવે પછીનો પિરીયડ ટોપગન સરનો હતો... આઈમીન તુષાર પઠાણ. જે અમારું અંગ્રેજી લેતાં હતાં. બહુ શાંત અને રમૂજી શિક્ષક હતાં. તેમના પેટનેમ જેવા ફાયરબ્રાન્ડ નહોતાં.

  “ક્રિષ્ના આજે આપણા ત્રણેયનો વારો ચડવાનો છે. લાસ્ટ એસાઈમેન્ટમાં કેટલી સ્પેલિંગ ભૂલો હતી. ખાસ કરીને રાહુલની.....એને લીધે ગ્રેડ ડાઉન થયો.” હેપ્પીએ કહ્યું.

 “એય બૅબીડોલતારે સુધરી લેવું હતું ને ! લાસ્ટમાં બધું ફાઈનલ તો તે જ કર્યું હતું. પાછી મારો વાંક કાઢે છે” રાહુલ બોલ્યો.

 “ત્યારે હું સખત ઊંઘમાં હતી. બટ તું સ્પેલિંગ ચેક કરીને આપી શકતો હતો. એન્ડ તારું ઇંગ્લિશ પણ મીરાંની જેમ સારું છે. તે સ્ટોરી પણ કેવી લખી હતી. પ્રાયમરીના છોકરા પણ આનાથી સારી લખે..તારું મગજ પેલાં પીંછીને કલરમાંથી બહાર આવે તો ને !” હેપ્પી મસ્તીના મૂડમાં હતી.

                “ક્રિષ્ના તારે પણ ઈગ્લિંશ સુધારવાની ખાસ્સી જરૂર છે. તું ખાસ તો તારા અક્ષરો પર મહેનત કર. કેવા ગરબડીયા છે.” મીરાએ કહ્યું.

“ લો આ પણ શરૂ થઈ ગઈ. બંનેને ઝઘડવા સિવાય કંઈ કામ નથી.  અહીંયા વધુ રહેશું તો બંને માથું ખાઈ જશે. રાહુલ ચાલ કૅન્ટિનમાં ચક્કર લગાવીએ હજુ પિરીયડ શરૂ થવાને સાત મિનિટની વાર છે. ફ્રેશ પણ થઈ જવાશે.” મેં મીરા સામે જોઈને કહ્યું.

 “ ઓહો તો બંને જનાબને કેન્ટીનમાં ફ્રેશ થવા જવું છે....વાયડા એમ કહે ને.....કે.... તમારે સમોસા ખાવા જવું છે. ખોટા બહાના બતાવતો. મને તારી બધી ચાલાકીની ખબર છે." મીરાએ ટેસ્ટ બુક મારા માથામાં મારતાં કહ્યું.

 “મને તેની આ વાતો બહુ ગમતી. તે વગર કહ્યે મારી વાતો અને લાગણીઓ સમજી જતી.” અમે કંઈ તમારા જેવા એકલસુડા નથી. તને અને હેપ્પીને મૂકીને મને સમોસું છેક ગળે પણ ના ઉતરે.” હું ઉભો થયો. હેપ્પીએ પાછળ ફરીને મારી સામે જોયું હું વિચારી ના શકું એટલી ઝડપે મારા પેટમાં જોરથી ધુસ્તો માર્યો. હું આઉં’ કરતો બેવડો વળી ગયો. તે ત્રણેય મારી સામે જોઈ હસી પડ્યાં.

                “હવે તમે બંનેએ ભૂલથી પણ એકલાં સમોસા  ખાવા જવાનું નક્કી કર્યું ને તો રાહુલ તારી પણ આ જ હાલત થવાની યાદ રાખજે.” હેપ્પી બોલી.

" એમ... હું ક્રિષ્ના નથી.... કે તારી દાદાગીરી સહન કરી લવ. તારું નામ હેપ્પી કોને રાખ્યું હશે...! એ મને આજ સુધી નથી સમજાતું. નામ જેવું એક પણ લક્ષણ નથી. ચાલ ક્રિષ્ના આવી લુખ્ખી ધમકીને ઇગ્નોર કરવાની હોય" તે ઉભો થતાં બોલ્યો. અમે ક્લાસની બહાર જઈએ કે હેપ્પી વધુ કંઈ એક્શન લે તે પહેલાં અવાજ સંભળાયો.

                “ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો બધાં ? આજે થોડો વહેલો આવી ગયો નહીં ? કહેવાય છે તમારે સાચી પરિસ્થિતિથી રૂબરૂ થવું હોય તો સમય કરતાં વહેલાં પહોંચી જવું ...મારી જેમ.. તો બચ્ચાઓ આજે આપણે શું ભણવાનું છે ઈગ્લિંશ કે અંગ્રેજી ?” ટોપગન સર અસ્સલ પોતાના નામની જેમ પઠાણી કૂર્તામાં શોભતા હતા. તેમની ઉંચાઈ છ ફૂટ કરતાં પણ વધારે હતી. મને તો તે અફઘાનિસ્તાનના કોઈ અસલી પઠાણ જેવા લાગતા હતાં.

                "સર તમને જે આવડતું હોય તે ભણાવી શકો છો ? મીરા મોં આગળ હાથ રાખીને બોલી. બધા હસી પડ્યા.

                “વેલડન, માય ગર્લ કોણ બોલ્યું આ ?... ગુડ આન્સરપ્લીઝ સ્ટેન્ડઅપ. મારે તેને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે” આખો ક્લાસ સાયલન્ટ થઈ ગયો. કોઈ કશું બોલ્યું નહીં. મીરા હળવે રહીને ઉભી થઈ. ક્લાસમાં આવી હળવી રમૂજો તો ચાલુ જ રહેતી. કોઈ ટીચર કે મેડમ ખોટું ના લગાડતાં.

   “પ્લીઝબધા મીરા માટે એકવાર જોરથી તાળીઓ પાડો” બધાએ બમણાં ઉત્સાહથી તાળીઓ પાડી.

 “મીરાના જવાબે આપણને ઘણું શીખવ્યું. એક તો કોઈ પ્રશ્નને જુદા દૃષ્ટિકોણથી જોતાં. બીજું કોઈ પ્રશ્ન નો યોગ્ય રીતે ઉતર આપતાં. એટલે કે જે કહેવું હોય તે કહેવાય જાય અને કોઈને દુ:ખ પણ ના લાગે. અને ત્રીજું કવીક રિએકશન. ત્રણેયનું જ્યારે ક્લિયર કોમ્બિનેશન થાય ત્યારે સેન્સ ઑફ હ્યુમર નું સર્જન થાય.. એ કેળવણી દુનિયાની સહુથી વધુ મહેનત માંગી લેતું કામ છે.

 એ માટે સતત પુષ્કળ વાંચવું પડે. લોકોને સાંભળવા પડે. તેને બારીકાઈથી નિરખી તેના ચહેરાના હાવભાવ સમજવા પડે. આઉટ ઑફ બૉક્સ વિચારવું પડે. કોઈ ઘટનાને જુદા જુદા દૃષ્ટિકોણથી જોતા શીખી જવું પડે. જો પ્રૅઝન્સ ઑફ સૅન્સની આવડત ના હોય તો શીખેલું ભણેલું કે સમજેલું કશું જ કામ ના લાગે. જો કોઈ વાતની રજૂઆત જ યોગ્ય નહીં હોય તો તમે ધારી અસર નહીં ઉપજાવી શકો. મોટા ભાગના પોથી પંડિત જ્ઞાની હોવા છતાં પ્રેઝન્સ ઓફ સેન્સની અણઆવડતને લીધે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન નથી મેળવી શકતાં.

"યાર......અગેઇન....નો હવે સહન નથી થતું...આ સર કેટલું પકવે છે." મને તેમના ફિલોસોફીના હેવી ડોઝ પચાવવા બહુ અઘરા પડતાં. તેઓ અંગ્રેજીના નિષ્ણાંત હતાં. આથી ક્યારેક સારી વાતો કે ચર્ચા છૂટી જવાની બીકે હું તેમના પિરિયડમાં બેઠો રહેતો.

 એવરેજ ગુજરાતીને જેટલી બીક શેરબજારમાં ખોટ જવાથી નથી લાગતી એથી વધુ બીક અંગ્રેજી શીખવા કે બોલવાથી લાગે છે. સમજી જશે બધુ. પણ વાત તો આપણી શોધેલી બાવા ઈગ્લિંશમાં જ કરશે. નહીં તો 'પાણી મોઢે માડીને ના પીવે ત્યાં સુધી સંતોષનો ઓડકાર ના આવે' એના જેવું બને. આપણે અત્યાર સુધી સંતોષના ઉદાહરણ દ્વારા ઈગ્લિંશના વ્યાકરણસ્પેલિંગ અને લખવા માટેનો બેઝિક ફન્ડા શીખ્યા.

                તમે જ્યાં સુધી એકબીજા સાથે વાતચીત નહીં કરી શકો ત્યાં સુધી બધુ નકામું છે. તમારા મગજમાં હોય ઇંગ્લિશમાં આ વસ્તુ માટે આ શબ્દ વપરાય પરંતુ એ પળે જ યાદના આવે. હૈયે હોય પણ હોઠેના હોય’ તેના જેવું. વ્યવહારમાં ભાષાના કોમ્યુનિકેશનમાં તમને ટૅકનૉલૉજી એક હદથી વધારે કામમાં ના આવી શકે.  ભાષા એ સંવાદનો મુદ્દો છે. તે વાંચવાથી કે જોવાથી ના સમજી શકાય વાતચીતમાં જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તેટલો વધારે ફાયદો થશે. આજથી આપણે કોઈ મુદ્દા વિશે દરરોજ લેંગ્વેજ લૅબમાં વાતચીત કરીશું. અને કોમ્યુનિકેશનની ટૅકનિક એ ભૂલો દ્વારા જ શીખીશું. આ વર્ષના એન્યુઅલ ફંકશનમાં આપણે ઇંગ્લિશમાં નાટક તૈયાર કરીને ભજવવાનું છે.

   “એકવાર ખુલ્લીને વાતચીત કરવા માંડીએ એટલે અંગ્રેજી જેટલી સહેલી ભાષા એક પણ નથી. રોજ ઘરે ન્યૂઝપેપર કે કોઈ બુક્સના બે પૅજ મોટેથી વાંચવા. તમારા આરોહ - અવરોહ અને સ્પેલિંગના ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવું. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો, નવું વાંચશો, લોકોને સાંભળશો તેટલી ભાષા પરની પકડ વધુ મજબૂત થશે...” સરનું લેકચર સાંભળી મને કંટાળાને લીધે ઘેન ચડવા માંડ્યું. મીરાને ખભે ટેકો દઈને ઝોલા ખાતો ખાતો હું ઢળી પડ્યો.

અંગ્રેજીના પિરીયડમાં મારી નહીં પણ કેટલાય છોકરાની આજ હાલત થતી. સાહેબના શબ્દો અને અમારા માઈન્ડ વચ્ચે યોગ્ય કૉમ્યુનિકેશનની સતત ખેંચ વર્તાતી. હેપ્પી વચ્ચે વચ્ચે સવાલો પૂછીને મનોરંજન પૂરું પાડતી. મીરાએ કાનમાં ફૂંકે મારીને કહ્યું કાના ટોપગન સર તારી બાજુમાં જ ઉભા છે.’’

 હું સફાળો જાગી ગયો. આસપાસ કોઈ નહોતું. પિરીયડ પૂરો થઈ ગયો હતો. મે ચાલું કલાસે ઉંઘ ખેંચી લીધી હતી. ગિરનાર ચડવાનો થાક હજુ ઉતર્યો નહોતો.

 મીરા મારા સામે જોઈને હસી રહી હતી. "સ્ટુપિડ આના કરતાં કલાસમાં બંક મારી લેવાય..  તે ટોપગન સરની વિદ્યાનો બળાત્કાર કરી નાખ્યો."


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Shahin Bhatt 6 months ago