પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૭

"આ વિડિયો હું અત્યારે જ વિનયને બતાવું. જેથી તેની કોઈ મદદ થઈ શકે અને આ ત્રણેય ગુનેગારોને સજા મળી શકે" દિવ્યા મનોમન આવો વિચાર કરી ઝડપથી તે વિનય પાસે જવા માટે પાછળ ફરે છે. ત્યારે તેનો હાથ ઓફિસની બહાર રહેલાં ટેબલ પર  પડેલાં ફુલદાનીના કુંડા સાથે અથડાય છે. એટલે ફુલદાનીનું કુંડુ નીચે પડી જાય છે. કુંડુ સ્ટીલનું હતું. જમીન સાથે અથડાવાને કારણે તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે અને તે અવાજ ઓફિસની અંદર સુધી પહોંચે જાય છે. કુંડાનો અવાજ પોતાના કાને પડતાંની સાથે જ ઓફિસમાં રહેલાં ત્રણેય નરાધમોને બહાર કોઈ હોવાની શંકા થાય છે. પ્રો.શિવ તરત જ ઓફિસનું બારણું ખોલી બહાર જોવે છે. પરંતુ બહાર માત્ર કુંડુ જ જમીન પર પડેલું હતું. કોઈ માણસ નજરે પડતું ન હતું. એટલે તે ઓફિસમાં જઈ ફરીવાર બારણું બંધ કરતો હોય છે ત્યાં જ તેની નજર થોડે દુર અચાનક પોતાની નજર સામે નીકળેલી દિવ્યા પર પડે છે. તરત જ તેનાં મનમાં શંકા થાય છે. કે દિવ્યા અચાનક ક્યાંથી નીકળી? અને દિવ્યા પણ પાછળ જોયાં વીના ભાગતી ભાગતી જતી હોય છે.

"દિવ્યા" પ્રો.શિવે મોટાં અવાજે દિવ્યાને બુમ પાડી. પરંતુ દિવ્યા પ્રો.શિવ સામે ધ્યાન આપ્યાં વીના જ આગળ વધતી રહે છે. બુમ પાડવાં છતાં દિવ્યા ના ઉભી રહી એટલે પ્રો.શિવ દિવ્યાની પાછળ દોટ મુકે છે.

"મારો અવાજ સાંભળવા છતાં તું કેમ ના ઉભી રહી?" પ્રો.શિવે દિવ્યાની પાસે જઈને પુછ્યું.

"સર. એ તો હું જરાં જલ્દીમાં હતી એટલે.." પ્રો.શિવને દિવ્યા તોતડાતો જવાબ આપીને અસલી વાતને છુપાવવાની કોશીશ કરે છે. તે પોતાના રહેલો મોબાઈલ પીઠ પાછળ છુપાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દિવ્યા પોતાનો મોબાઈલ પ્રો.શિવની નજરથી છુપાવી શકતી નથી.

"તું ઓફિસરૂમ માંથી તો ક્યારની નીકળી ગઈ હતી! તો અત્યાર સુધી અહીં શૂં કરે છો? અને પાછળ શું છુપાવવાની કોશીશ કરે છો? તારો હાથ આગળ કર" પ્રો.શિવએ કહ્યૂં.

"ના.સર. કંઈ નથી." દિવ્યાએ કહ્યૂં.

ઘણું કહેવા છતાં દિવ્યા પોતાનો હાથ આગળ કરતી ન હતી એટલે પ્રો.શિવે જબરદસ્તીથી દિવ્યાનો હાથ પકડી તેના હાથમાં રહેલો મોબાઈલ લઈ લીધો અને મોબાઈલમાં વિડિયો ગેલેરી ઓપન કરી પરંતુ તેમાં તેને કંઈ જ મળતું નથી. એટલે પ્રો.શિવ દિવ્યાને તેનો મોબાઈલ પાછો આપી દે છે.

"આજે બીજા લેક્ચર નથી એટલે અહીં રહેવાની તારે કોઈ જરૂર નથી. સમજી ગઈ!" પ્રો.શિવએ પુછ્યું.

"જી હા સર. સમજી ગઈ" બસ આટલું કહી દિવ્યા ત્યાંથી જતી રહે છે.

જ્યારે બીજી તરફ રાધીની હત્યા પોતે જ કરી એમ વિનય માનવા લાગ્યો હતો અને પોતે બેકસુર છે એવું સાબીત કરવાનો પણ કોઈ જ માર્ગ ન હતો. વિનય પોતાનું બેગ લેવા માટે ક્લાસરૂમમાં ગયો હશે એમ વીચારી દિવ્યા કોઈની નજર ના પડે તેવી રીતે વીનયને મળવાની ઈચ્છાથી ક્લાસરૂમ પરફ જાય છે. ઓફિસમાં થયેલી રાધીની હત્યા અને પ્રો.શિવે કરેલી રાધીની દુર્દશા અત્યારે વિનયના માનસમાં ચીત્ર સ્વરૂપે આવી રહી હતી. પોતે વિનયની કંઈક મદદ કરી શકશે એમ માની દિવ્યા ક્લાસરૂમનો દરવાજો ખોલે છે. પરંતુ ક્લાસરૂમ આખો ખાલી હતો. ત્યાં કોઈ જ ન હતું. ક્લાસરૂમમાં વિનયને ન જોતાં દિવ્યા હોસ્ટેલ જવાં માટે ત્યાંથી નીકળી જાય છે.

આગળના દિવસે સવારે કોલેજ શરૂ થતાં જ આશિષ વિનયને શોધતાં શોધતાં ક્લાસરૂમ સૂધી આવી પહોંચે છે અને ક્લાસરૂમનો દરવાજો ખોલતાંની સાથે જ તેની નજર પંખા પર બેલ્ટનાં આધારે લટકી રહેલી વિનયની ડેથ બોડી પર પડે છે.
             ***

"દિવ્યા આ કોલેજમાં એડમીશન લેતી વખતે અમને જરાંયે અંદાજ ન હતો કે અહીં વીધ્યાર્થીઓનું ભવીષ્ય બનવાની બદલે બગડે છે. અહીં આટઆટલૂં છે! વીધ્યાર્થીઓના જીવન સાથે રમતો રમાય છે!" વિધ્યાએ કહ્યું.

"હા યાર! આ નરાધમોને કારણે બીચારા રાધી અને વિનયે જીવન ટુંકાવ્યૂં, શૂં પાપ કર્યા હતાં તે બંનેએ? બંને એકબીજાને પ્રેમ જ તો કરતાં હતાં. પરંતુ આ ત્રણેય નીચે તેમની હત્યા કરી નાખી" કૃપાલીએ દિવ્યાની વાત સાંભળ્યા પછી પોતાનું દુ:ખ પ્રગટ કરતાં કહ્યૂં.

"પરંતુ વીનયે આત્મહત્યા ક્યારે કરી?" વિધ્યાએ પુછ્યૂં.

"એ વીશે તો મને જરાંયે ખબર નથી. તે દિવસે તો ક્લાસમાં વિનય ન હતો. જ્યારે હું તેને વિડિયો બતાવવા માટે ગઈ હતી. અને આગળના દિવસે સવારે તેની ડેથ બોડી મળી." દિવ્યાએ કહ્યૂં.

"રાધી અને વિનય તો આ નરાધમોનો શીકાર બની ગયાં. પરંતુ દિવ્યા અમે હવે તારી સાથે અન્યાય નહીં થવા દઈએ. એ ત્રણેય પાપીઓને હવે સજા મળીને જ રહેશે. તે ત્રણેયે જે દુષ્કર્મ રાધી અને વિનય સાથે કર્યૂ છે! ટે હવે કોલેજના અન્ય કોઈપણ વિધ્યાર્થી સાથે નહી થવાં દઈએ" દિવ્યાને આશ્ર્વાસન પુરું પાડતાં કૃપાલીએ કહ્યું.

"પરંતુ દિવ્યા તે ઓફિસમાં બનેલી ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ કર્યૂ હતું. એ હજુ પણ તારા મોબાઈલમાં હશે ને! આપણે તેનાં આધારે રાધી અને વિનયને યોગ્ય ન્યાય અપાવી શકીએ. અને પેલાં ત્રણેય નરાધમોને સજા પણ અપાવી શકીએ." વિધ્યાએ દિવ્યાને પ્રશ્ર્ન પુછતાં કહ્યું.

"હા. એ વિડિયો રેકોર્ડિંગ મારાં મોબાઈલના મેમરી કાર્ડમાં જ સેવ કરેલું હતું. પરંતુ જ્યારે ઓફિસથી નીકળતા મારો હાથ ફુલદાનીના કુંડા સાથે અથડાયો ત્યારે પ્રો.શિવ એ અવાજ શેનો છે? એ જોવા માટે આવ્યો હતો. અને ત્યારે હું એ ટેબલ પાછળ છુપાઈ ગયેલી. કદાચ પ્રો.શિવના હાથે હું પકડાઈ જાઉં અને તે મારાં મોબાઈલમાં રહેલ વિડિયો ના જોઈ શકે એ માટે મેં મોબાઈલમાંથી મેમરી કાર્ડ કાઢીને ફુલદાનીના કુંડામાં નાખી દીધું હતું." દિવ્યાએ વિધ્યાના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યૂં.

"કંઈ વાંધો નહીં. આપણે કાલે કોલેજમાં જઈ એ ફુલદાનીનાં કુંડામાંથી મેમરી કાર્ડ લઈ લેશું અને ત્યારબાદ તે પોલીસને સોંપી દઈશું" વિધ્યાએ કહ્યું.

"વિધ્યા હું થોડાં દીવસ પહેલાં જ ફુલદાનીના કુંડામાંથી મેમરી કાર્ડ લેવા ગઈ હતી. પરંતુ ત્યાં કુંડુ હતું જ નહી." દિવ્યાએ કહ્યું.

"અરે યાર! કેવી મુસીબત છે? હવે આપણે પોલીસને સબુત પણ શું આપવું? અને સબુત વીના તો એ ત્રણેય નીચને સજા પણ નહીં અપાવી શકીએ" કૃપાલીએ કહ્યું.

"મારી પાસે એક રસ્તો છે" વિધ્યાએ કહ્યું.

"શું રસ્તો છે? બોલ જલ્દી" કૃપાલીએ પુછ્યું.

"આપણે વિનય અને રાધી પાસે મદદ માંગીએ તો? એ ચોક્કસ આપણી મદદ કરશે." વિધ્યાએ કૃપાલીના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

"વિધ્યા પાગલ થઈ ગઈ છે કે શું? એ બંને હવે આ દુનિયામાં નથી રહ્યાં. તો તું તેની મદદ કેવી રીતે માંગીશ?" કૃપાલીએ કહ્યું.

"કૃપાલી આપણે તેની મદદ માંગવાની નથી. આપણે તો વિનય અને રાધીને મદદ કરવાની છે" વિધ્યાએ કહ્યું.

"વિધ્યા યાર! તું શું બોલે છો? મને તો કંઈ જ સમજાતું નથી. પ્લીઝ યાર ચોખ્ખી વાત કરને! અમને સમજાય તેવી રીતે." કૃપાલીએ કહ્યું.

"કૃપાલી કોલેજના પહેલાં જ દીવસે જ્યારે તું કોલેજ પર હતી ત્યારે આપણા રૂમમાં વિનય અને રાધીની આત્મા આવેલી" વિધ્યા બસ આટલું જ બોલી હતી ત્યાં જ કૃપાલી એ તેની વાત કાપતા કહ્યું.

"વિધ્યા અત્યારે મારું મુડ બીલકુલ મજાકના મુડમાં નથી. આવી વાત ના કર પ્લીઝ. અને આત્મા જેવું પણ કંઈ જ હોતું નથી. કંઈક બીજો રસ્તો હોય તો બોલ. બાકી ચુક રહેજે" કૃપાલીએ કહ્યું.

"અરે યાર. તમે બસ એકવાર મારી આખી વાત સાંભળો. પછી તમે કહેશો તે ઠીક અને હું જુઠું નથી બોલતી. કૃપાલી તારાં કસમ" વિધ્યા એ કૃપાલી અને દિવ્યાને પોતાની વાત પુરી કરવાં માટે રીકવેસ્ટ કરતાં કહ્યું.

"પણ વિધ્યા! ચાલ ઠીક છે. બોલ શું કહેતી હતી?" કૃપાલીએ વિધ્યાને પોતાની વાત પુરી કરવા માટે કહ્યું.

વિધ્યાએ કોલેજના પ્રથમ દિવસે હોસ્ટેલમાં પોતાની સાથે ઘટેલી દરેક ઘટનાનું સવિસ્તાર વર્ણન કરી દીધું. અને વિધ્યાની વાતમાં પોઈન્ટ પણ હતો.

"વિધ્યા તે આ વાત અત્યાર સુધીમાં ક્યારેય કરી કેમ નહી? યાર તારી સાથે આવી ભયાનક ઘટનાઓ બની ગઈ અને તે મને કહ્યૂં પણ નહી!" કૃપાલીએ કહ્યૂં.

"હું તને આ વાત કહેવાની જ હતી. પણ તને મજાક લાગશે! એમ સમજી મેં ના કહ્યું." વિધ્યાએ કૃપાલીના પ્રશ્ર્નનો ઉતર આપતા કહ્યું.

"વિધ્યા એ દિવ્ય શક્તિઓના કહેવા પ્રમાણે તારે તેની મદદ કરવી હોય તો કોલેજના પાછળના ગાર્ડનમાં રહેલાં એ મોટાં પથ્થર પાસે જઈ તેમનું નામ પુકારવું પડશે! એમ જ ને?" કૃપાલીએ કહ્યૂં.

"હા" 

"તો આપણે આવતી કાલે સવારે વહેલા કોલેજ પહોંચી જઈશું અને વિધ્યા કોલેજના પાછળના ગાર્ડનમાં જઈ વિનય અને રાધીની આત્મા સાથે વાત પણ કરીશું. કે એમને કઈ મદદની જરૂર છે?" કૃપાલીએ કહ્યૂં.

આખરે દિવ્યા અને અજયની સાથે-સાથે વિનય અને રાધીના મોત પરથી પણ પડદો હટી જાય છે. વિધ્યા અને કૃપાલીની સામે અસત્ય પરથી પડદો હટી જાય છે. કૃપાલી, વિધ્યા અને દિવ્યાએ નક્કી કર્યા મુજબ આગળના દિવસે સવારે લગભગ દસેક વાગ્યે ત્રણેય કોલેજના પાછળના ગાર્ડનમાં પહોંચી જાય છે. પરંતુ અગાઉ પોતાની સાથે બનેલી અજીબ ઘટનાઓને કારણે વિધ્યાના મનમાં ડર બેસી ગયો હતો.

"કૃપાલી હું શું કહું છું! તે બંને દિવ્ય શક્તિઓને મળવાં માટે તમે બંને જાવ ને." વિધ્યાના મનમાં ડર હતો તેથી તે દિવ્યશક્તિઓ સામે જતાં ડરતી હતી. પરંતુ કૃપાલી વિધ્યાના આમ કહેવા પાછળનું કારણ સમજી ગઈ હતી.

"ઓહ! એ દિવ્યશક્તિઓની વાત ગઈકાલે તે કરી હતી. અને એમને તારી મદદની જરૂર હતી. તો તારે જ આવવું પડશે" કૃપાલીએ કહ્યું.

છેવટે વિધ્યા દીલ પર પથ્થર રાખી ધીમે ધીમે કૃપાલી અને દિવ્યાની સાથે આગળ વધે છે.

કબરમાંથી રાધીની ડેથ બોડી બહાર કાઢ્યા બાદ ઈન્સપેક્ટર રણવિર સીંહે કબરને પાછી માટીથી ભરી દીધી હતી અને કબર ખોદ્યા પહેલાં રહેલો એ મોટો પથ્થર પણ ફરી હતો એમ જ મુકી દીધો હતો. જેથી બીજું કોઈ ત્યાં આવે તો તેનાં મનમાં શક પેદા ના થાય. એટલે જ્યારે કૃપાલી, વિધ્યા અને દિવ્યા ત્રણેય ગાર્ડનમાં આવ્યાં ત્યારે પણ તે પથ્થર હતો એમનો એમ જ પડેલો હતો.

"ચાલ વિધ્યા. એ દિવ્યશક્તિઓને બોલાવ" કૃપાલીએ કહ્યું.

તમારો અંગત અભીપ્રાય વોટ્સેપ કરી શકો છો. 8487935845

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajju Patel 5 months ago

Balkrishna patel 5 months ago

Ajaysinh Chauhan 5 months ago