krossing ગર્લ - 34


   “હલ્લો આજે છેલ્લી વાર રીંગણાનો ઓળો ખાઈ લ્યો. છોકરાય હવે આવતાં શિયાળા સિવાય નહીં બંને” મધુ માસી રોટલાં ટીપતાં બોલ્યા.

   સાગર હાથમાં મોટો થેલો લઈને અંદર આવ્યો. એને મને ફોનમાં જમવા માટે ચાલ્યા જવાનું કહ્યું. પોતાને આવતાં વાર લાગશે પણ એ આવે ત્યાં સુધી રોકાવાની સૂચના આપેલી. હું પહોંચ્યો પછી 10 મિનિટમાં પોતે પણ પહોંચી ગયો હતો. મને તેના પર ગુસ્સો આવ્યો.

                “સાગર તું શું લઈને આવ્યો આમાં મધુ માસીએ પૂછ્યું.

                “ વ્હાલા તું નિરાંત રાખ. તને જ સહુથી પેલા ખવડાવીશ” સાગરે  થેલામાંથી મોટો ડબ્બો કાઢ્યો. તેને પેકીંગ તોડ્યું. એ સફેદ ગોળમટોળ રસગુલ્લા હતાં. પરંતુ આમ અચાનક શા માટે લાવ્યો હશે?

                   તેણે ડબલું મધુ માસી પાસે લઈ જઈને કહ્યું માઈમોઢું ખોલ તો જરા,”   સાગરે મધુમાસીના મોં માં એક પછી એક ચાર રસગુલ્લા મુકી દીધા. પછી ભીખાભાઇ અને દીનાને પણ પ્રેમથી ખવડાવ્યા. છેલ્લે મને ખવડાતાં બોલ્યો” કાનજી પટેલ અડધું ડબલું તારે જ ખાવાનું છે. તારા માટે જ ખાસ છે. આજે તારો જન્મદિવસ છે એનું સેલિબ્રેશન તો કરવું પડે ને !’’

"મને કીધું તો આના કરતાં તો હારા હું બનાવી દેત. થોડાંક ગળ્યાં છે. કાના આજે તારો જન્મદિવસ છે ? આજે તે મને કાઈ કીધું પણ નઈ. આપણે તને ભાવતું હોય એ બનાવત. આમેય કોઈનો જન્મદિન હોય તો આયા એવો રિવાજ છે. મધુ માસીએ રોટલો ચોડવતાં કહ્યું.

   “માસી મારો જન્મદિવસ નથી. હવે સાગરને મન થયું હશે ને મારા નામે ચરી ખાય છે. તમને એની તો ખબર છે ને” મેં કહ્યું.

 “સાગરને અઠવાડિયામાં આવી કંઈક નોંટકી કરવા જોઈએ નહીં તો તેને મજા ના આવે.” દિનો બોલ્યો.

                  “સાગરહાચું બોલ શું છે આજે કે અમસ્તો જ મારા કાના ને હેરાન કરે છે” મધુ માસીએ પૂછ્યું.

                  સાગર જમવા બેઠો પછી હસતાં હસતાં કહ્યું આજે કાનાના ફર્સ્ટ બ્રૅકઅપનું સેલિબ્રેશન છે. મારી હામે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરી સાથે ક્રશ થયો. પછી એને બંનેએ ટેમ્પરરી લવનું નામ આપ્યું. કાલે બંનેએ ખુશખુશાલ થઈને તો નહીં પણ સમજદારીથી રિલેશનને પરમેનેન્ટલી બ્રૅકઅપનું નામ આપી દીધું. આવટો મોટો પ્રસંગ છે તો સેલિબ્રેશન તો બનતા હે’’

                  મધુમાસી સિવાય એ ત્રણેય હસી પડ્યા. હું શરમાઈ ગયો. સાગર અંગ્રેજીની એક બે ને તન....તને કેટલીવાર કીધું. હું હોવ ત્યારે તારે ગુજરાતીમાં બોલવું. મારે હવે ગલઢે ગઢપણ આ ઇંગરેજી ક્યાં શીખવા જાવું ?” મધુમાસી તેને તાવિથો મારતાં બોલ્યાં.

                “મારી મા આમાં કંઈ અઘરું નથી. કાનો અમારી હામે હૉસ્ટેલમાં રેતી એક છોરીને ગમી ગયો. બેય થોડા દી હારે રખડ્યા. મોજ મજા કરી પછી ઓલીનો સ્વાર્થ પૂરો થઈ ગયો. આની હારે પરાણે બાધી. પછી સંબંધ તોડી નાખ્યો. કાનો એની જેલમાંથી માંડ આઝાદ થયો એટલે આ દિવસ ધામધૂમથી ઉજવવો પડે.’ સાગર કૂલ મસ્તીના મૂડમાં હતો.

  ‘તુ મરય ભમરારાતારું નખ્ખોદ જાય. તું મારા ફૂલ જેવા છોકરાનો ઘરે રાખીને અવડે પાટે ચડાવે હેઆટલું બધું થઈ ગયું તોય તારે એનું મોઢું મીઠું કરવું છે. તને જાણ હતી કે છોરી ખરાબ છે તો આને એનાથી છેટો રાખીયે. તને કાંઈ ભાન પડે છે. તો આને ઈ પ્રેમમાં ચક્કરમાં કોઈ દિ લાગી આવ્યું ન કાંઈ કરી બેસશે. તે દિ મોઢું ડાચું ગબી જેવું થઈ જાહે” મધુમાસીએ મારા માથે પ્રેમથી હાથ ફેરવ્યો. આજે હું તેમની બાજુમાં બેઠો હતો ‘‘ક્રિષ્ના તું મૂંઝાતો નઈ. ઈ તો ગાંડી પાછીનો છે. ઈનામાં બુદ્ધિ જ નથી. અને આવા ટાણે ય ગમ્મત સૂઝે છે.’’

        સાગર અને બધા મરક મરક હસવા માંડ્યા “ મારી માં જેવી વ્હાલી માસી તું સાવ ભોળી જ રઈ. તારામાં સાચ્ચે જ હવે આની અક્કલ તો નઈ જ આવે” સાગર બોલ્યો.

   માસીની લાલચોળ આંખોમાં ગુસ્સો વર્તાઈ આવતો હતો. તેના મનમાં બાજુવાળી છોરીનું ચિત્ર ઉપસી આવ્યું હશે. જાણે મારું બધું લૂંટાઈ ગયું હોય મને સાંત્વના દેવા લાગ્યા.

                “માતું જેવું વિચારે છે. છોરીને એકવાર જે ગમી જાય એને જ પોતાનો ઘરવાળો કે પતિ માની લે હવે એવું કંઈ નથી. મારા ઘરે મહિનો રે'વા આવ એટલે બતાવી દઉં દુનિયા કેટલી આગળ વધી ગઈ છે. અમુક છોકરીઓ એકલી રહી જ ના શકતી હોય. અમુક બહેનપણીનું કોઈ હારે ચાલું છે. એની ઈર્ષાથી સળગીને આવા કોઈનો શિકાર કરે. કેટલીક તો એવી હોય જેના માટે કાના જેવા છોકરા ટાઈમપાસ વિશેષ કંઈ ના હોયપેલીના હરવા-ફરવાના રૂપિયા સાથે પોતાના શોખ પણ પૂરા થઈ જાય. માઈ હવે ભવ ભવના સાથીવાળો જમાનો ગયો. હવે એનાથી સારો છોકરો મળી જાય તોય સંબંધો તૂટતાં વાર નથી લાગતી. કાનાને એ છોરી હારે મેં જ ચાલુ કરાવ્યો હતો. ઈ પ્રેમના નામે ભોળવાઈ ના જાય અને કાંઈક ઘડાય. જે થયું તે આજે નહીં તો કાલે થવાનું જ હતુ. જેમ જન્મદિવસ ઉજવી એમ લાઈફમાં ફર્સ્ટ બ્રૅકઅપ થાય એનું સેલિબ્રેશન પણ થવું જ જોઈએ.” સાગરે મસમોટું ભાષણ આપ્યું.

                “સાગરતમારી પેઢી મને ક્યારેય નઈ હમજાય. છોકરીયું ગમે ઈ પેરે ઓઢે એનો કંઈ વાંધો ના હોય પણ આ પ્રેમના નામે જી વેવલાવડો અને દેખાડા કરે છે ઈમાં એના ખોરડાની લાજું નઈ લજવાતી હોય. કોઈ છોરા છોરી એકબીજાને ગમે ઈમાં કોઈને કંઈ વાંધો જ ના હોય પણ કોઈ બગીચામાં કે રાતે રોડ કિનારે ખુલ્લમાં જે કરતાં હોયને ઈ જોઈને કોઈને પણ શરમ આવે. રેવાતું ના હોય તો પરણી જવાય. સાવ ઉઘાડે છોગમાં બાપની આબરૂ તો ના નિલામ કરો. મા બાપ તમને ગમતું કરવાની છૂટ આપે એટલે આ બધું જ કરવાનું. પ્રેમ તો અમારા જમાનામાં કરતાં છાને ખૂણે. આવા સંબંધ ય ઈ જમાનાની રાડું જેવી બાયું રાખતી. પન પ્રેમના નામે આવી રીતે હલકાઈનું પ્રદર્શન કરવાનું ઈ વળી ક્યાંના સંસ્કાર” મધુમાસી લોટ કહણતાં બોલ્યે જતા હતા.

 ચર્ચાએ મજાક મસ્તીમાંથી ગંભીર સ્વરૂપ પકડી લીધું હતું માઈ જેને બધું જડતું હોય એને આની કાંઈ પડી ના હોય. પણ તમને કોઈને પાંજરામાં પૂરી રાખો. અને જેની જરૂર હોય ઈ બધાની એને ધરાર આભડછેટ રખાવો પછી શું થાય. એને તમે જે દી જંગલમાં ખુલ્લો મુકો તે દી બાવાના બેય બગડે. એક તો ખાઉધરાની જેમ સતત ખાધા કરે. આવું કોય દી જોયું તો ના હોયને બેફામ રખડવા મળે એટલે જે કામ આવ્યો હોય ઈ સાઈડમાં રહી જાય અને છોકરીઓના અવડે પાટે ચડી જાય.

 ગામડાં કે નાના શહેરોમાંથી જેટલા પણ છોકરા ભણવા આવે છે. ઈ બધાની આ તકલીફ છે. જે દિવસે આ સંબંધો ઉંમર સહજ સામાન્ય ગણાશે તે દિ કંઈક ફેર પડશે. બાકી આ ઉંમર જ એવી હોય છે. પસ્તાવો થાય ત્યારે જ ખબર પડે ખોટું કામ થઈ ગયું ગામડામાં તો ઈથી વધુ છે. પણ ત્યાં બધુ છાને ખૂણે થાતું હોય એટલે પાપ જે'દિ છાપરે ચડીને પોકારે તે દિ'જ ખબર પડે." સાગર સમજાવ તો બોલ્યો.

                “દિકરા તમારે સમજવાનું હવે ... અમારો તો ભવ પૂરો થયો. એકવાર જીભમાંથી વેણ સરી પડે એ વચન ખાતર આખી જિંદગી કાઢી નાખવાના દાખલાં છે. આયરાણી કે મેરાણીના ઈતિહાસ વાંચજે કોક દી તે દહાડે ખબર પડશે. બાયુ અંદરથી કેટલી મજબૂત હોય.” મધુમાસી રોટલો ટીપી રહ્યા હતા.

                “પણ મા આ વચનના જોરે આખી જિંદગી રીબાઈ રીબાઈને કાઢવી કેટલી વાજબી ? ઘણી મરી જાય એટલે શું તમારી આખી જિંદગી કાળા સાડલામાં કાઢી નાખવાની. મનના જે ઓરતાં હોય એ એક ખૂણે ઢરબી દેવાના” સાગરે પૂછ્યું.

                “સાગર ઈ બધું હમજવાનું તારું હજુ ગજુ નથી. ઈ માટે બાયમાણા થાવું પડે. તો તને ભાયડો હું ને પોતાના છોકરા હું હોય એની કિંમત થાય. બાયુ ધણી વગર આપનો ભવ કાઢી નાખે એના પેટનું પાણી ના હલે. આવી કોઈ બાઈના મોઢાની ખુમારી કે તેજ જોઈ લેજે સતી એમ નમ ના પાકે. બાયુના મનનો તાગ ના મળે. જે જીવને નવ મહિના પોતાના પેટમાં સાચવી શકે ને ઈ ધારે ઈ કરી હકે. પણ ઈ ખુમારી માં જીવતર હોમાઈ જાય.

 સાગરે ખાલી એટલું જ કહ્યું તારી જેમ જ ને માઈ.!

મધુમાસીનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ થઈ ગયું.

* * * * * * * * * * 

સાગર....મારી જિંદગીમાં આંધીની જેમ ઉતરી આવ્યો હતો. તેની ગબ્બર ડોન સાથેની દુશ્મનીએ મારા રુવાડા ઉભા કરી દીધા હતા. તેની સામે હું મગતરા જેવો લાગતો હતો. મારું કોઈ ગજું નહોતું. સાગરમાં કેટલી હિંમત અને ત્રેવડ હશે જે એની સામે બાથભીડી રહ્યો હતો. જો કે જલસા કલબની તે મુલાકાત પછી સાગરે આ વિશે કંઈ જ વાત નહોતી કરી. અમારી જિંદગીના રુટિન એમ જ ચાલુ હતા. ઇશિતા સાથેના બ્રૅકઅપ પછી હું નવરો રહેતો હતો. સાગરે મને અમુક કામો કરવાની ફરજ પાડી દીધી હતી. મહિને અમુક ફિલ્મો જોવાની.પછી તે વિશે મારી સાથે ચર્ચા કરતો. મને સાહિત્ય, સિનેમા કે કોઈપણ આર્ટ લાઈફમાં શા માટે જરૂરી છે. એ બધાની ખુલ્લીને સમજ આપતો. મને પણ હવે નવરા રહેવું ગમતું નહીં નવરાશને સમયે પુસ્તકો,સિનેમા કે ફોટોગ્રાફીની દુનિયામાં રચ્યો પચ્યો રહેતો. તે દિવસ પછી મે ઇશિતાને ક્યારેય બાલ્કનીમાં જોઈ નહોતી. હૉસ્ટેલની ઘણી છોકરીઓ સાથે સ્માઈલની આપ-લે ના ક્યારેક ગૅટ પાસે મસ્તી મજાકના સંબંધો વિકસી ચૂકયા હતા. મારામાં નંદિનીને નગ્ન જોયા પછી કે પારિજાતની મુલાકાત સ્ત્રી પ્રત્યેની દૃષ્ટિકોણ અને આકર્ષણમાં ગજબનાક પરિવર્તન આવી રહ્યું હતું. મીરા એમાં ઔર વધારો કરતી. દિવસે દિવસે અમારા બંનેનું બોન્ડિંગ વધુ મજબુત થતું જતું હતું. પણ દાદાજી કહેતાં તેમ તેની આંખોમાં મારા માટે સ્પેશ્યલ ફ્રેન્ડ્સથી વધારે લાગણી ક્યારેય જોઈ નહોતી.

                ઘરે નિયમિત વાત થતી. ગીતાનું પ્રેમ પ્રકરણ દાદાજીની હિંમત હેઠળ સલામત હતું. ગીતા પાસે છ મહિના જેટલો જ સમય હતો. તેની આ લવ લાઈફનું પરિણામ નક્કી કરવા માટે કારણ કે અત્યારથી તેના લગ્ન માટે માંગા આવવા માંડ્યા હતા. સાગરે પરાણે સવારે જોગિંગ અને કસરત કરાવાનું ચાલું કર્યું હતું. સાંજે સ્કૂલમાં ફૂટબૉલ રમીને કાયા વધુ કસાતી જતી હતી. મને ગિરનારના સ્પર્ધકો જેવી સ્ફૂર્તિ અને ચપળતા મેળવવાના હોશ હતા. એટલે જ સાગરે જ્યારથી સવારમાં કસરત માટેનું ફરમાન બહાર પાડ્યું ત્યારથી જ મેં વગર વિરોધે તે અપાનાવી લીધું.

   આજે મન ભરીને ડાયરી લખી કેટલાય દિવસનો ઉભરો ઠાલવ્યો હતો. ઘણાં દિવસે મેં નિરાંતની ઊંઘ ખેંચી.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Shahin Bhatt 6 months ago