Matrubhasha din 21 february books and stories free download online pdf in Gujarati

માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી... જાણો.

માતૃભાષા દિન ની શુભેચ્છા

માતૃભાષા માં ભણાવા માટે ગમે એટલી લપ કરો તોય પબ્લિક ને કરવું હોય એ જ કરે છે ...કોઈ વાતે સમજે એમ નથી કારણ કે જેટલું માતૃભાષા માં ભણાવા માટે વાતો થઈ રહી છે એના કરતાં તો વધારે અંગ્રેજી માં ભણ્યા ના હોઈ એનો અફસોસ વધારે કરાવે છે આજ નો જમાનો ..પછી ટીવી સિરિયલ થી માંડી ને વેબ સિરિઝ અને ન્યૂઝ થી માંડી ને મૂવીઝ 
આજે લોકો ને little things જેવી વેબ સિરીઝ માં વચ્ચે વચ્ચે ઇંગ્લિશ આવે છે એ સમજતું નથી એનો અફસોસ કરે છે અને આખી દુનિયા ને કહે કે ઇંગ્લિશ મીડીયમ માં ભણાવા પ્રેરે છે...આજ ના જમાના ની બેસ્ટ બૂકક્સ અને બેસ્ટ નોલેજ  અંગ્રેજી માં લખેલ છે જે લોકો સમજતા નથી ..એટલે લોકો ને કહે છે કે અંગ્રેજી માં ભણો ..
હેરી પોટર અને ગેમ ઓફ થ્રોનસ જેવી સિરીઝ જ્યાં સુધી હિન્દી માં ના આવે ત્યાં સુધી રાહ જોવે છે...જોવા માટે ..
મેટ્રો સિટી માં જાય ત્યારે ત્યાંના લોકો ની પર્સનાલિટી જોઈ અને અંગ્રેજી ના વાત કરતા લોકો ને જોઈ એવું લાગે છે કે પોતાની ઝીંદગી બરબાદ થઈ ગઈ છે (મારો એક સમય નો અનુભવ છે ,) અને એમાંય જો મુંબઇ ની મીઠીબાઈ કે જય હિન્દ કોલેજ ની બહાર કાર પાર્ક કરી ને ઉભેલી સિવલેશ ટીશર્ટ અને સાવ ટૂંકી શોર્ટ પેરી ને ઉભેલી છોકરી ને અંગ્રેજી માં વાત કરતા જોવે એટલે એમ થાય કે આપડે ગુજરાત થી સીધા મુંબઇ નહી લંડન પોચી ગયા ( આ live જોયું છે) એની માને માણસ ને મરી જાવા નું મન થાય આ જોયા પછી (કા. કે પોતે શરમનો મારયો પોતાના પર જ ગરમ હોય) પછી મુંબઈ ના પબ કે ડાન્સ બાર માં જાવ તોય આવી જ હાલત

દુનિયા થી પાછળ રહી ગયા હોય એવું લાગે છે, આ કારણે જ અત્યારે ગામડા ના લોકો સિટી તરફ વધ્યા છે ( મારા ગામડા માં રહેતા કાકા પણ પરિવાર સાથે એપ્રિલ માં બહાર રહેવા આવે છે )

આપડી સ્કૂલ અને કોલેજ માં જેમ જેમ ઉપર જાવ એમ એમ અંગ્રેજી માં બધું આવે છે એટલે એ ત્યારી રૂપે પબ્લિક પેલે થી ઇંગ્લિશ મીડીયમ માં ભણે છે કા તો પછી 12 માં પછી મારી જેમ સ્પકિંગ ના ક્લાસ કરે છે ( મેં પણ કરેલા રસેશ જોશી સાહેબ પાસે...

આજ કાલ તો એક જ વાત ફરે છે જે gpsc અને upsc અંગ્રેજી ભણેલાં લોકો જ પાસ કરે છે ...

આવું જ CA અને ડૉક્ટર માં પણ છે કે સૌથી પહેલા અંગ્રેજી માં ભણેલો j પાસ કરી શકે....(માન્યતા અને અમુક હદે સાચી પણ છે) 

આ બધા નું મૂળ?

આ બધા નો ઉપાય પણ એક જ છે કે આ કોલેજ માં અંગ્રેજી ને બદલે માતૃભાષા આવે ( જે કોઈ કાળે સંભવ નથી ) લોકો ભલે શોર્ટસ પેરે પણ ગુજરાતી માં બોલે ( જે પણ સંભવ નથી ) જો આ વસ્તુ અટકે તો માતૃભાષા બચાવ કે તેમાં ભણવા માટે ભાષણ ના કરવા પડે ..( પણ આ અશકય છે) 

કા. કે કલ્પના તો કરે કે એન્જરીંગ અને ડોકટર ગુજરાતી માં બધું ભણતા હોઈ ..(જે શક્ય નથી )

CA અને ડોકટર ને ગુજરાતી માં જ બધુ આવતું હોત તો...
(તો કદાચ કોઈ ને ફરક ના પડે ત કે ગુજરાતી માં ભણીએ એનો..ચાલે પછી શોર્ટ્સ વાળી ને ના જોવેત) 

તો ઇનશોર્ટ જ્યાં સુધી મૂળ માથી બદલાવ નહિ આવે ત્યાં સુધી ગમે એ કરો લોકો અંગ્રેજી માં જ જશે 

કોઈ ને પોતાની માતૃભાશા થી દુશ્મની નથી પણ વધુ મજબૂરી છે...
લાસ્ટ મા તો જેની પાસે પૈસા ના હોઈ એ જ ગુજરાતી અથવા એની માતૃભાષા પસંદ કરે છે ..) 

આજ કાલ તો એક ટ્રેડ થઈ ગયો છે કે કોઈ ને પૂછો કે 2019 માં કોણ આવશે તો કહે કે મોદી અને એમ પૂછો કે બાળક ને ક્યાં ભણાવો તો કે અંગ્રેજી માં...

આવા ઘણા બધા કારણો છે જે અહીં મૂકી શકાય ...

અહીં મારી ઉતાવળ ની આદત ના કારણે શબ્દો માં નાની નાની ભૂલ કદાચ જોવા મળશે એને ઇગ્નોર કરશો.. પણ આ આખું વિશ્લેષ બોવ સર્વે પછી મેં લખ્યું છે ...કોઈ ખોટું પણ ના લગાડતા આ માત્ર મારા વિચારો છે..

આશિષ મજીઠીયા....