krossing ગર્લ - 36


'આઈડિયોલોજી સાયન્ટિસ્ટ'

ડો. ઓમપ્રકાશ શાહ

દેશના સૌપ્રથમ આઈડિયોલોજી ક્લિનિકમાં તમારું સ્વાગત છે. 

                ગેલેક્સી મોલમાં આજે જ ઓપનિંગ થયેલું હોય એવું લાગતું હતું. હું ને સાગર મૂવી જોઈને બહાર નિકળ્યા હતા. અમારી નજર એ શણગાર સજેલા ક્લિનિક પર પડી. સાગરને મેં બતાવતા કહ્યું સાગર આ ક્લિનિક શા માટે ?’’

 “ આ બહુ ટ્રીકી સાયકોલોજી છે. તમે જે જોઈ શકતાં હોય એ તમને સ્પષ્ટ રીતે દેખતા કરે. એવું જ કંઈ મેં આ  સાંભળ્યું હતું આ ડૉક્ટર વિશે ચાલ ચેક કરીએ તેનું આઈડિયોલોજી સાયન્સ કંઈ રીતે કામ કરે છે."  સાગર મારો હાથ પકડીને આગળ વધ્યો.

                મેં કહ્યું " રેવા દે યાર. તેનો પહેલો દિવસ છે પછી ક્યારેક જઈશું તેનું ઓપનિંગ ખરાબ નથી કરવું." સાગરે મારું કંઈ ના સાંભળ્યું. અમે ક્લિનિકમાં પ્રેવશ્યા. થોડા માણસો બેઠા હતા. અમને કાઉન્ટર પર ઉભેલા જોઈને રિસેપ્શનિસ્ટ બોલી. “ મોસ્ટ વેલકમ સર, આઈડીયોલોજીના ફ્યુચર વર્લ્ડમાં તમારું સ્વાગત છે. હું તમારી શું મદદ કરી શકું ?’’

                સાગરે એટલી જ વિનમ્રતાથી કહ્યું. " તમે મને જણાવી શકો છો તમે આ ક્લિનિકમાં શા માટે સ્ટાર્ટ કર્યું છે. આ આઈડીયોલોજીનું ગતકડું શું છે. ?’’

   પેલી હસવા લાગી. "સર વિ ફાઈન્ડ યોર સ્કીલ્સ એન્ડ ઓરિજિનલ પર્સનાલિટી.  સાથે તેને કેમ ડેવલોપ કરી શકાય કે તેની સાથે કેમ કામ લઈ શકાય એનો ફ્યુચર પાથ ડિઝાઇન કરી આપીએ છીએ....’’

                “અમારે આ ડૉ.ઓમ પ્રકાશની એપોઈન્ટમેન્ટ જોઈએ છીએ તેઓ ક્યારે મળી શકશે’’ સાગરે પૂૂછ્યું.

                “તમે લાઈનમાં બેસો થોડી વારમાં તમારો વારો આવી જશે.તેને એક ફોર્મ આપ્યું. અને ભરી આપવા કહ્યું. તે ફોર્મમાં અજબ ગજબની વિગતો પૂછેલી હતી. સાગરને આ ડૉક્ટર ફની લાગ્યો. મજા પડવાની છે જોજે” 40 મિનિટ પછી અમારો વારો આવ્યો. અમે અંદર ગયા.

                વિશાળ કેબિનમાં અમે પ્રવેશ્યા બ્લૅક શૂટમાં સજ્જ તે કોઈ વિદ્ધાન પ્રોફેસર જેવા લાગતાં હતા. નાની પણ સ્ટાઈલિશ મૂછ, લંબગોળ ચહેરોચશ્મા અને પ્રશ્નાર્થ તરીકે તમને તાકતી આંખો અમે બંને તેમની સામે ખુરશીમાં ગોઠવાયા.

                “સાગર & ક્રિષ્ના આઈડિયોલોજી ક્લિનિકમાં તમારું સ્વાગત છે.” તેમણે હસીને આવકારો આપ્યો.

                “ડૉક્ટર સાહેબ. આ મારો દોસ્ત છે. સાયન્સમાં સ્ટડી કરે છે. એને પોતાને ખબર નથી એને શું કરવાનું છે. ગામડામાંથી આવે છે. હોંશિયાર છે. ફેમિલી તેને ડૉક્ટર બનાવવાના સપના જોવે છે. તો એ ડોક્ટર બની શકે કે કેમ ? તમે જણાવી શકશો ?"એને સાગરે મારો ઇન્ટ્રો આપતાં કહ્યું.

  “હું ધારી લઉં છું. તમારું નામ જ ક્રિષ્ના હશે. તમારો ચહેરો કહે છે. તમે સતત મૂંઝવણમાં રહેતા હશો. તમે ઘણાં પ્રેશરમાં હશો. અને તમારી પ્રેશર કૂકરની સીટી કે તમારું પેશન જે કહો એ ફોટોગ્રાફી છે. તમને હજુ તમારા ઉપર પૂરતો કોન્ફિડન્સ નથી. જો કેઆ ઉમરે ના જ હોવો જોઈએ. સો તમારો કેસ હાથમાં લેતાં પહેલા આપણે થોડી આ કન્સેપ્ટ વિશે વાત કરી લઈએ." ડો. ઓમપ્રકાશે વાત શરૂ કરતાં કહ્યું.

                "હું કોઈ જ્યોતિષ નથી. કે નથી ભવિષ્યવેતા. મને સિક્સ સેન્સ તરીકે તમારા વિશે કોઈ ભાવીના સંકેતો પણ નથી મળતા. હુ માણસના દિમાગને સાયન્ટિફીક રીતે ભણ્યો છું. તેની સાયકોલોજીથી લઈ બોડી લેગ્વેંજ અને શબ્દો તથા તેની બોલવાની પ્રદ્ધતિનું સતત અવલોકન કરતું રહું છું. સ્થાનિક સંસ્કૃતિ કે પ્રાદેશિક વારસાગત સંસ્કારોનો પણ ઉંડો અભ્યાસ કર્યો છે. હું અમેરિકામાં ન્યુરોસાયન્સ એને ન્યુરોકાઈનેમેટિક્સ નો કોર્સ MITમાં કરી રહ્યો હતો ત્યારે લાગતું. મોટાભાગના લોકોને પોતાના રસરુચિ કે ગમતા કામો વિશે ખ્યાલ નથી. પોતાની વિશેષ આવડતનો પરિચય નથી. જો આ વિશે નાનપણથી જ ખબર હોય તો તેને વિશેષ ડેવલપ કરી સફળતાના શીખરો સર કરી શકાય.

  બસ હું તમારા થોડા સાયન્ટિફીક ટેસ્ટ લઈશ. પછી તમારો લાઈફ ડેટા’ કાઢી તેનું એનાલિસીસ કરીશ. તમારા ગમતા કામ અને તમે ક્યાં ફિલ્ડમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકો છો. એ નક્કી કરીશું. તમને આગળ રસ પડશે તો. એમાં કંઈક રીતે આગળ વધી શકાય તેનો રોડ મેપ તૈયાર કરી આપીશ. એથી આગળ વધી કામ ચાલુ રાખવુ હોય તો તમારી મંઝિલ સુધી પહોંચાડવાની જવાબદારી પણ હું લઉં છું. પરંતુ તે માટે તમારે મારી સૂચનાઓ કોઈ પણ દલીલ વગર સ્ટ્રીકલી ફોલો કરવી પડે. આ કામનો લેખિત કોન્ટ્રાક્ટ થશે. સ્ટેપ બાય સ્ટેપ મારી ફી અને ફેસેલિટી વધતી જશે."

                “વાહ સરતમારી બુદ્ધિને પણ દાદ દેવી પડે. શું નવો કન્સેપટ ડેવલોપ કર્યો છે.  આ ક્લિનિકનું ફ્યુચર બહુ બ્રાઇટ દેખાઈ રહ્યું છે....મારા દોસ્ત ક્રિષ્નાનું ... તમે કહ્યું એમ બેઝિક ટેસ્ટ કરવો હોય તો કેટલો ચાર્જ છે.” સાગર બોલ્યો.

                હું નક્કી કરી શકતો નહોતો સાગર શું કરવા માંગતો હતો. તમે તો બહુ ઝડપી છો મારી વાત સાંભળ્યા વિના જ કામ આપવાનું નક્કી કરી લીધું” ડૉક્ટર બોલ્યા.

                “એમાં એવું છે ડૉક્ટર સાહેબ જિંદગી બહુ નાની છે. મારે ઘણા કામ કરવાના છે. આપણે ગૂગલની જેમ દરેક સર્ચના રીઝલ્ટનું એનાલિસીસ ના કરી શકીએ માટે જે મહત્વનું અને જરૂરી હોય એ પકડી લેવાનું” સાગરે કહ્યું

                તે હસ્યા. "વેરી સ્માર્ટ કોઈપણ વ્યક્તિના બ્રેઈન મેપ બનાવવાનો ચાર્જ આમ તો દસ હજાર રૂપિયા છે. અને 2 હજાર કાઉન્સિલિંગ ચાર્જ છે. પરંતુ આજે ઓપનિંગ થયું છે. ફર્સ્ટ ડે હોવાથી 50% ડિસ્કાઉન્ટની સ્કીમ છે. એટલે તમને બંને કામ ફક્ત છ હજારમાં પડશે. રિઝલ્ટ સહિત બધા માટે આશરે 5 કલાક જેવો સમય લાગશે’’

                “ઓકે ડન છે. ચાલો તમારું કામ શરૂં કરી દો. હું કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવીને મારું એક કામ પતાવી આવું.સાગર ઊભો થયો.

                “ એક જ મિનિટ,ક્રિષ્ના આઈડિયોલોજી સાયન્સ લૅબનો પ્રથમ પેશન્ટ છે. તમારે ફક્ત એક જ રૂપિયો આપવાનો છે શુકન તરીકે તમારી હું કોઈ ફી નહીં લઉં. બિકોઝ મેં ફર્સ્ટ પેશન્ટ માટે આ પહેલેથી ડીસાઈડ કર્યું હતું.તેમણે કહ્યું.

                સાગર પોતાનું કામ પતાવવા બહાર ચાલ્યો ગયો. મને આ વિચિત્ર ટેસ્ટ માટે અંદર પુરતો ગયો. તે શા માટે આવો ટેસ્ટ કરાવવાનો હશે ? એ પણ પોતાનો નહીં અને મારો ?  મને ના સમજાયું મને તો આ બધું ઢોંગી બાવાના ધતિંગ જેવું લાગતું હતું.

                મને એક નાનકડી કેબિનમાં બેસાડી 100 પ્રશ્નોનું પેપર આપવામાં આવ્યું. માથામાં રિબીન જેવું મશીન પેહેરાવામાં આવ્યું. જવાબ લખાય જાય એટલે લાલ બટન દબાવવા માટે કહ્યું. બધા સવાલો આમ તો રુટીન લાઈફને લગતાં હતા. મને પણ રસ પડ્યો કે આમાં શું હશે વળી ? મે ઝડપથી પેપર પૂરું કર્યું. તો પણ આશરે કલાક થઈ ગયો હતો. પછી મને ઓપરેશન થિયેટર જેવા રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાં પણ અમુક સેન્સર મારા શરીર પર ફીટ કરવામાં આવ્યા. માથામાં મોટું હેલ્મેટ જેવું પહેરાવવામાં આવ્યું. મારે ત્રણ થી લઈ બાર મિનિટ સુધીની દસ શોર્ટ મૂવી જોવાની હતી. મેં એ બધી મૂવી જોઈ. બધી અલગ અલગ વિષયો પર હતી. પણ સ્પેશિયલ આ ક્લિનિક માટે જ બનાવવામાં આવી હોય એવું લાગ્યું. ત્યારબાદ ફરી મને એક કેબીનમાં લઈ જવામાં આવ્યો. ત્યાં મને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા. આશરે ત્રણ કલાક પછી હું ફરી મેઈન ઑફિસમાં આવ્યો. ત્યારે સાગર આવી ગયો હતો. તે ડૉક્ટર સાથે કોઈ મુદ્દે ચર્ચા કરી રહ્યો હતો. અમે બંનેએ બહાર જઈ નાસ્તો કર્યો. તેને મને આખી પ્રોસેસ વિશે પૂછ્યું. મે બધી વાત કહી અડધી કલાક પછી ફરીથી બંને અંદર આવ્યા.

   “તમારા દોસ્તમાં અમુક અસાધારણ શક્તિઓ છે. તેનો આઈક્યું નોર્મલ કરતાં ગણો વધું છે. સાથે જ ઈમોશન આઈક્યુ પણ ઉમર કરતાં વધુ મેચ્યોર છે. તે કોઈ જગ્યાએ સ્થિર રહી શકે તેમ નથી. તેને સતત કશુંક નવું કરવા જોઈશે. તે સૌથી વધુ એડવેન્ચર સ્પોર્ટસમાં સક્સેસ જશે. કાં તો પછી આર્ટ રિલેટેડ કોઈ ફિલ્ડમાં. તેનામાં સેકન્ડોમાં પરિસ્થિતિનો તાગ મેળવી નિર્ણય લેવાની કુદરતી ક્ષમતા છે. પરંતુ આ ક્ષમતાને હજુ મહેનત કરી કેળવવાની જરૂર છે. બાકી પણ ઘણાં ફીલ્ડ છે પરંતુ ડૉક્ટર બનવાનું તો મને શક્ય જ નથી લાગતું. જો એ એવું વિચારતો હોય તો ફક્ત સમાજમાં તેની પ્રતિષ્ઠા જોઈને કે પછી આપણું સામાજીક માળખું જોઈને નક્કી કરતો હશે. તેની કેરિયરની ટોપ ટેન પૉસીબીલીટીનું લિસ્ટ કારણો અને પુરી ડિટેઇલ સાથે ફાઈલમાં છે. એ નિરાંતે સ્ટડી કરજો.  તમને યોગ્ય લાગે તો તો તમારા દોસ્તનું ફ્યુચર ડિઝાઇન કરતાં મને આનંદ થશે ” ડો. શાહે અમને ફાઇલ સોંપતા કહ્યું.

  હું તો રીતસર શોક થઈ ગયો. એડવેન્ચર સ્પોર્ટસ સાથે મારો ક્યાંય મેળ પડે તેમ નહોતો. હું અને સાગર ડૉક્ટરનો આભાર માની ફાઈલ લઈને બહાર નીકળ્યા.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Shahin Bhatt 6 months ago