krossing ગર્લ - 37


                ગ્રાન્ડ FM મારું બીજું ઘર બની ચૂંક્યું હતું. રોજ સવારે કસરત કરવા માટે ત્યાં જતો. સાગર બનાવેલો રુટીન તોડવાની ક્યારેય ઈચ્છા ન થતી. તેનું કારણ બગીચામાં આવતી બ્યુટીફૂલ ગર્લ્સ કે મોડેલ જેવા છોકરા હતા. તેમને જોઈને મને પણ ફીટ રહેવા માટે ચાનક ચડતી. સહુથી વધારે તો જેઠા બાપાનવીનભાઈ, રતીલાલ, પરસોત્તમબાપાવર્ષાબેનલાભુ મા અને જોશના મેમ ની ટોળકી સાથે બંધાયેલો સંબંધ હતો. મારો કસરત કરીને જવાનો સમય થાય અને તેમનો ત્યાં આવવાનો. નંદિનીની મોર્નિંગ પડતી હોય ત્યારે અમે ચાની ચુસ્કી લેતાં હોય. એ મોર્નિંગ મંત્ર બોલીને અમને જોઈને કરતી. અવનવી વાતોથી મારી મોર્નિંગ સુધરી જતી સાથે આખો દિવસ પણ ખુશનુમા પસાર થતો.

 “એનું નામ એન્જલ છે. એન્જલ રાઈસ” સાગરે મારા કાનમાં ટહુકો કર્યો.

કોનુ નામ ?” મને કંઈ સમજાયું નહીં મે સાગરને સીધો સવાલ કર્યો. 

તારી અવેળાવાળી ડ્રીમગર્લનું” તે બોલ્યો.

મારો ચહેરો ખુશીથી ચમકી ગયો. શું વાત છે. બીજી કોઈ માહિતી મળી તેના વિશે મેં પૂછ્યું.

                “યસતે અમેરિકાની સ્ટેનફોર્ડ યુર્નિવર્સીટીમાં સ્ટડી કરે છે. ઇન્ડિયન કલ્ચર પર રીસર્ચ કરી રહી છે. તે આપણી જન્માષ્ટમીની રથયાત્રામાં પણ સામેલ થઈ હતી.” સાગરે કહ્યું.

                “હવે શું ફાયદો તે હવે ક્યાં મળવાની હતી. શાયદ અમુક છોકરીઓ જિંદગીમાં આવી રીતે જ આવતી હોય છે. આવીને એક ઝલક બતાવે બીજી સેકન્ડે જગાયેલ હૃદયના તાર ઝણઝણાવી નાખે. તેની સાથેની સેંકડોની આંખ મીંચોલી ક્યારેક ત્રણ દિવસ સુધી સુવા ના દે. પહેલીવાર અવેળા પર જોઈ હતી ત્યારે આવું જ થયું હતું.’’ હું મનોમન વિચારે ચડયો.

 “એયછોકરાવ હાલોને અહિયા શું ઉભા છો પ્રોગ્રામ શરૂ થવાની તૈયારીમાં છે” નયનભાઈએ બૂમ મારી.

  હું અને સાગર પાર્કની વચ્ચેની લોનમાં જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી કોઈયે ધબ્બો માર્યો. એકલા એકલા ધૂળેટી રમવું છે એમ ને એ રાહુલ હતો. મને સાવ મગજમાં જ નહોતું. નંદિનીએ એને ઇન્વાઈટ કર્યો હશે. સોરી યાર મને નહોતી ખબર નંદુએ તને ઈન્વાઈટ કર્યો હશે ?” મે માફીના સુરમાં કહ્યું.

  “ઈટ્સ ઓકે બ્રધરતે બોલ્યો.

                “રાહુલ આ છે સાગર શેખ. જેની ઘરે હું રહુ છું” મેં સાગર સાથે તેની ઓળખાણ કરાવી. બંનેએ હાથ મિલાવ્યા. 

ધૂળેટીની રમવાની શરૂઆત થવાના બ્યુગલો વાગી રહ્યા હતા. બધાને રમવા આવી જવાનું એનાઉન્સમેન્ટ થઈ રહ્યુ હતું. અમે ગ્રાઉન્ડ તરફ ચાલ્યા. ચારેબાજુ અબીલગુલાલ સહિત વિવિધ કલરોના ઢગલા ખડકેલા હતા. નંદિની સ્ટેજ પર હતી. અમને જોઈને હાથ ઉચા કરી અમારું અભિવાદન કર્યું. સાગરે તેને ફ્લાઇંગ કીસ આપી. તેને પણ રીપ્લાયમાં એટલા જ ઉત્સાહથી રિટર્ન કરી.

   “મારા હમઉમ્ર નૌજવાનો.ત્યાં તો બધા વડીલોએ ટેસમાં આવી વાતને વધાવી લીધી. પવન દેસાઈ માઈકમાં બોલી રહ્યા હતા.

                “ગ્રાન્ડ ફાધર અને મધર પાર્ક ચાલુ થયા પછી આ આપણી પ્રથમ હોળી છે. ઉંમરનો એક તબક્કો વટાવી એ પછી સમાજ અમુક તહેવારો ઉજવવાની ના પાડી દે છે. સંસ્કારમર્યાદા કે ઉંમરના નામે વડીલોને કેટલા હેરાન કરવામાં આવે છે. કેટલા બંધનમાં રાખવામાં આવે છે. એ તો અમારું મન જાણે છે. અહિંયા ચાર-પાંચ જુવાનિયાઓ છે. જે આપણા દર્દનું દિલ સારી રીતે સમજી શકે છે. સામાન્ય રીતે આપણે ધૂળેટીનો તહેવાર સાર્વજનિક રીતે ઉજવવાની પ્રથા નથી. શહેરી વિસ્તારમાં પણ ગ્રૂપ, ક્લબ, કે મહોલ્લા પૂરતું સિમીત છે. પરંતુ આજે...આજે...આજે...આ વડીલોની ગેંગ કે ટોળી મન મૂકીને ધૂળેટી રમશે. રંગેચંગે કલરે રમી ઉજવણી કરશે..  અહીંયા, બધા માટે જીવનનો આ પડાવ સેકન્ડ ઇનિંગ જેવો છે. આજે અંગત દુ:ખ દર્દ ન ભૂલાવીને આપણે મન ભરીને નાચીશું અને રમીશું ! ડી.જે. તૈયાર છે. સાથે ઢોલ વાળાને પણ બોલાવવામાં આવ્યા છે. આજ જીવી જ જાણવું છે તો શા માટે મનભરીને ઝૂમવું નહીં !"

  બધાને પ્રોફેસર સાહેબે પાનો ચડાવી દીધો. તાનમાં લાવી દીધા. ઓયે હોયે... કરતાં બધા ટેસમાં આવી ગયા હતા. હલકા પડકારા કરતાં બધાં ઢળતી ઉમરે જુવાની ઉજવવા નીકળ્યા હતા. 

"આ પ્રોફેસર ભાષણમાં જ હોળી પૂરી થઈ જાય નઈ. તને ખબર છે ને હવે તાનમાં આવ્યા પછી સ્ટેમિના બહુ ના ટકે.”  ટોળકીમાંથી અવાજ  આવ્યો.હાસ્યની છોડો ઉડી. ડી.જે. ના બીટ્સ ધબકી ઉઠ્યા. હવામાં અબીલ ગુલાલના રંગો ઉડવા માંડ્યા.

                બધા હેપ્પી હોલી કરતાં એક બીજાને રંગો લગાડવા લાગ્યા. અમે ત્રણેય પણ એ વડીલ ટોળીમાં ભળી ગયા. એટલામાં સ્ટેજ પરથી નંદિની પણ આવી ગઈ. તે બધા એકબીજાને રંગ લગાડ્યા પછી જાણે અમને ટાર્ગેટ કરવાનું જ નક્કી કરી રાખ્યું હોય તમે અમારા પર તૂટી પડ્યા. મોટી ઉંમરની ડોશીઓ પણ તાનમાં આવી ગઈ હતી. કોઈના ચહેરા ઓળખાય એવા નહોતા રહ્યા. વર્ષો પછી હોળી રમતાં વડીલો જાણે છેલ્લી હોળી એમ ડી.જેના તાલે ઝૂમી રહ્યા હતા.  સાથે ઢોલની રમઝટે માહોલમાં રંગ જમાવી દીધો હતો. એ વડીલોની ટોળીમાં કેટલાય વચ્ચે પ્રેમરંગની હોળી ખેલાવાની પણ શરૂ થઈ ગઈ હતી. અમારા ચારેયની ચાંડાળ ચોકથી પણ ખૂબ નાચી. સાગર તો જોરદાર ડાન્સર હતો જ. મારો અને નંદિનીનો સાથ મળતા રાહુલ પણ બધુ ભૂલીને ધમાચકડી બોલાવતો હતો. ત્યા જોશનામેમ પણ અમારામાં ભળી ગયા.

                “રાહુલ તારા પાર્ટનર આવી ગયા” નંદિની એ ચાડી ફૂકી.

   “એય. નંદુ ડોઢડાહીનો ન થારાહુલ મારા દિકરા જેવો છે. હી ઈઝ માય ડાર્લિંગ બોય” તે રાહુલના મોં પર કલર લગાડતા બોલ્યા. અમે બધા હસી ગયા.

  એટલામાં જેઠાબાપાએ નાચી રહેલા ટોળા પર પાણીની ડોલ ફેંકી. બીજા ચારેક જણાયે નળીઓની પિચકારીનો મારી શરૂ કરી દીધો હતો. વડીલ ટોળીને પોતાની જુવાની યાદ આવી હોય તેમ નખરા શરૂ થયા. એમાં પણ ડી.જે વાળાએ ટ્રેક ફેરવ્યો. 'એ મેરી જોહરા જબી...તું જે માલૂમ નહીં...બધાની હાલત જોવા જેવી હતી. સાગરે મારો હાથ પકડ્યો.  મારી પાછળ આવી મારા ખભ્ભા પર માથું ટકેવીને બોલ્યો. "ખાલી શાંતિથી જો. નૃત્ય અને સંગીત શું ચીજ છે. માણસની જિંદગી તેની અસરમાં કેવી ખીલી ઉઠે છે."

 અમે બંને મનભરીને એમનો ડાન્સ માણતાં રહ્યા એ કરચલીયોવાલા બોખા ચહેરા પરના સ્મિતનાચવા સાથે જાતને સાચવવા સતત સર્તક રહેતી વૃદ્ધાઓ, હૈયે હરખ હોય પણ નાચવામાં શરમાતી હોય દૂરથી તાળીઓ પાડી ટેકો પૂરાવતી ડોશીઓ. તેમના તાળીઓ પાડતાં કચરલી વાળા હાથ થાકવાના મૂડમાં નહોતાં. વૃદ્ધોનું એક ટોળું કીર્તન લેતું હોય એવી ઠેસ મારી ટીટોડા રાસમાં ગરકાવ હતું. જોશનામેમ જેવી વૃદ્ધ યોવનાઓનું પાણીથી નીતરતું શરીર કેટલાય ને પાનો ચડવાતું હતું.  માહોલ બધાને પોતાની ત્રેવડથી વધુ પરર્ફોમન્સ આપવા મજબૂર કરી રહ્યો હતો. જે નાચી નહોતા શકતાં તે વ્યવસ્થા સાચવવા માં વ્યસ્ત હતા. રાહુલ અને નંદિની પણ તેમની વચ્ચે તેમના જેવા થઈ નાચી રહ્યા હતા. કેટલાય રીતસરના હાંફી રહ્યા હતા. છતા મેદાન છોડવાનું નામ નહોતા લેતા.

                “ઈટ્સ લાઈફ જીવનની આ એવી ક્ષણો છે. જેમાં તમે જીવવા માટે નફા-ખોટની ગણતરી નથી માંડી શકતાં. બસ આમ જ ચસચસાવીને જીવી લેવાનું મન થાય. દુનિયાદારીસમાજમર્યાદા, સંસ્કાર બધુ નેવે મૂકી દેવાનું મન થાય. જ્યાં બધા બંધનો ફગાવીને ઈશ્વર સાથે એકાકાર થવાનું મન થાય જિંદગીમાં એવી મોમેન્ટ્સ બહુ ઓછી મળશે. આવા સમયે જીવવામાં કંજૂસાઈ ના કરવી” સાગર બોલી રહ્યો હતો. હું આજ શબ્દો નજર સામે અનુભવી રહ્યો હતો. અમે મોબાઈલમાં ફોટા પાડ્યા જિંદગી જ્યારે પોતાની ધૂનમાં બિંદાસ બનીને નાચતી હોય ત્યારે સહુથી વધુ ખૂબસુરત લાગતી હોય છે. ત્યારે રંગ, રુપ, કદ, સ્વભાવ કશું જ માન્ય નથી રહેતું. ફક્ત એક જ વાત યાદ રહેતી હોય છે. મન ભરીને જીવી લેવું.

                કાર્યક્રમ પુરો થયો. અમારે નાસ્તો કરવા માટે ફરજીયાત ન્હાવું પડ્યું. સવારમાં ગરમાગરમ ગાંઠિયા જલેબી અને ચીપ્સની જયાફત ઉડાવી. મારા માટે આ ધૂળેટી યાદગાર બની ગઈ. સાગરે હજુ ફ્રીડમ બૉક્સમાં રમવા જવા માટે ઓફર કરી. મેં ના પાડી એક દિવસમાં બહુ બધી ખુશી સહન કરી શકવાની મારી ક્ષમતા નથી. મારી નજર વૃક્ષોને પાણી પાતા, સાવ ધીરે ધીરે ચાલતા એક વ્યક્તી પર પડી.હું ઘણીવાર તેમને જોતો. તે એકલાં એકલાં પોતાની ધૂનમાં બગીચામાં કશુંક કામ કર્યા જ રાખતાં. ક્યારેય સૂકાયેલા પાંદડા વિણતા, તો ક્યારેય ધ્રૂજતા હાથે પાણી પાતાં હોય. મે તેમને ક્યારેય કોઈ સાથે વાત કરતાં નહોતા જોયા. ક્યારેક બગીચામાં લાંબા થઈને  મોજથી પુસ્તકો વાંચતા હોય.

                “સાગરપેલા ભાઈ કોણ છે ?” મેં તેના ધ્રૂજતા શરીર તરફ ઈશારો કર્યો.

                “તેમના વિશે બહુ જાણકારી નથી પણ બધા તેને જીથરો ભાભો કહીને બોલાવે છે. તે બહુ ઓછા લોકો સાથે વાતચીત કરે છે. મેં એકવાર પ્રયત્ન કરી જોયો.પરંતુ સંવાદ શક્ય ના બન્યો. મારે જાણવું પડશે તે હસ્તી કોણ છેસાગરે જલેબી ખાતાં કહ્યું.

                મને કાનજી ભૂટા બારોટવાળો 'જીથરો ભાભો' યાદ આવી ગયો. શું આ દાદા પણ તેના જેવા ભયાનક દેખાતાં હશે બધા તેને આ નામે કેમ બોલાવતાં હશે મનમાં અનેક સવાલો ઉભા થયા. પણ કડકડતી લાગેલી ભૂખને લીધે તે એક ચમકારાથી આગળ ના વધી શક્યાં.


***

Rate & Review

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Shahin Bhatt 6 months ago

Palak Vikani 6 months ago