krossing ગર્લ - 38


                “ઓ યે હીરોસાઈડ પ્લીઝમારા ફોટોની ક્લિક પરફેક્ટ નથી આવતી” ભાષામાં શુદ્ધ કાઠીયાવાડી છાંટ નહોતી. મેં પાછળ વળીને જોયું.

  એક છોકરી આંખે કેમેરો માંડીને બેઠી હતી. હું ત્યાં જ ઊભો રહ્યો. નવા બનેલા રેસકોર્સમાં તળાવની સુશોભિત કરેલી પાળી મને બહુ ગમતી. એ આથમતા સૂર્યનો પોઝ લઈ રહી હતી.

                “તમારા દેશમાં કોઈને હેલ્પ કરવાના સંસ્કારો આપ્યા જ નથી લાગતા.” તે ચીડાઈને બોલી. તે મારાથી થોડે જ દૂર હતી.

                “સંસ્કારો તો ઘણા આપ્યા છે. અમને તો એમ પણ શીખવાડ્યું છે. પોતાના સ્વાર્થ માટે  કોઈને તકલીફ  ના આપવી.. થોડા બાજુમાં ખસીને શોટ લેશો તો પેલા ટાવરની ખૂણાની ગોળાઈનો લાભ પણ મળશે. તેના ગ્લાસ પાસેથી કંઈ અલગ જ ઈફેક્ટ આવશે.” હું તળાવ સામે જોઈને બોલી રહ્યો હતો.

                તેને જગ્યા ફેરવી મારા કહ્યા પ્રમાણે ક્લિક કરી જોઈ. તેને ખરેખર જોઈએ તેવો ‘ફોટો' ક્લિક થઈ ગયો.. તે મારી પાછળ ઉભી રહેતા બોલી. "થેંક્યું". મે પાછળ ફરીને તેની સામે જોયું. હું ઝટકો ખાઈને સાઈડમાં હટી ગયો. 'પેલી નીલી ભૂરી સમુદ્રી આંખો.... અને સિગારેટનો  ધૂમાડો ઉડાડતો હતો એ જ ચહેરો.'

                મારાથી બોલાઈ ગયું એન્જલ રાઈસ’ તેને ચોંકીને મારી સામે જોયું.

                "તમને મારું નામ કેમ ખબર ? એને મને પૂછ્યું. " અવેડામાં પાણીમાં પડવું , મારા મોં પર સિગારેટના ધૂમાડા ઉડાડવા, મને તેની ઓફર કરવી, મારી રાતોની ઊંઘ હરામ કરવી...તેને કેમ ભૂલી શકું ?" મે ચમકતાં ચહેરે કહ્યું.

 તે ખડખડાટ હસી પડી. એનું બિંદાસ હાસ્ય હું ક્યાંય સુધી માણતો રહ્યો. "યસ મને યાદ આવી ગયું. તે દિવસે તારો ચહેરો જોવા જેવો હતો. કેવો સ્ટુપીડ બનીને મારી સામે જોતો હતો. જાણે આટલી રૂપાળી છોકરી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ના જોઈ હોય” તે શાંત થતાં બોલી.

                “હુ ક્રિષ્ના પટેલમે તે દિવસે તમારા જેટલી રૂપાળી છોકરી ફર્સ્ટ ટાઈમ જ જોઈ હતી. તમારા એ રંગ રૂપ જોઈને હું ત્રણ દિવસ સુઈ નહોતો શક્યો” હું બોલ્યો.

                “મારી ઉમર 20 વર્ષ છે. બહુ માન આપવાની જરૂર નથી. તું મને તુંકારે બોલાવી શકે છે." તેને મારી સામે હાથ લંબાવ્યો. "ફ્રૅન્ડસ” 

મેં એકદમ વિશ્વાસથી હાથ મિલાવતા કહ્યું. "આટલી ખૂબસુરત છોકરી સામેથી સામેથી ફ્રૅન્ડશીપ માટે ઓફર કરતી હોય તો કોણ ના પાડે..’’

                “ઇન્ડિયન છોકરાઓની આ જ તકલીફ છે. કોઈ છોકરીએ હસીને વાત શું કરી સીધું જ ફલર્ટીંગ ચાલુ કરી દે..” તે આંખો નચાવતી બોલી.

                “થોડી સ્ટાઈલથી કે નખરા કરતાં વાતો ના કરીએ તો છોકરીઓ ગામડાના ગમાર સમજે છે. બુદ્ધુ મુર્ખ કે બોતડા કહી ને તમારું અપમાન કરે..” મેં કહ્યું.

                “જસ્ટ સ્ટોપ ધીસ નોનસેન્સ ફીલોસોફી એવું કશું જ ના હોય છોકરી એક જ નજરમાં પામી લેતી હોય છે. છોકરો કેટલામાં છે.” તે બોલી.

   “યસછતાં પણ રિલેશનમાં રહે છે. હકીકત ખબર હોવા છતાં પણ...ભોળવાય છે, છેતરાય છે. પરંતુ તે પોતાને સતત નિર્દોષ સાબિત કરવા માગતી હોય છે. મને સહુથી વધુ તકલીફ ત્યારે થાય છે. તે જ્યારે તેનો કોઈ વાંક જ નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. ગમે તે હોય પરંતુ રિલેશનમાં આખરે તેનો હાથ ઉપર રહે છે. અંતે ધાર્યું તો તેનું જ થાય છેમે કહ્યું

                “હમ્મ વાત સાચી છે. પણ આટલી લાંબી દલીલ કરવાની જરૂર નથી. તારામાં સારો નેતા બનવાના બધા ગુણ મોજુદ છે. બાય ધ વે,  તુ અત્યારે શું કરે છે ? આઈ મીન ભણવાનું કે પછી રખડપટ્ટી ?" તે બોલી.

                “ફ્યુચર લૅબમાં ઈલેવન સાયન્સમાં સ્ટડી કરું છું” મેં કહ્યું.

                “વાઉ,  તારી પર્સનાલિટી જોતાં આ વાત મારા માટે સરપ્રાઈઝ છે. તું એ સ્કૂલમાં સ્ટડી કરે છે. મારી એક મદદ કરીશ. તો કંઈક વિચારીને બોલી તે પહેલા મારા વિશે કહી દઉ. હું અમેરિકાથી આવું છું. સ્ટેનફોર્ડ યુનિમાં સ્ટડી કરું છું. આ વર્ષે મે પ્રોજેક્ટ તરીકે સૌરાષ્ટ્રના કલ્ચર વિશે રિસર્ચ કરવાનું પસંદ કર્યું છે. એ કામ માટે હું ઇન્ડિયા આવી છું એન્ડ મારે તારી સ્કૂલની વિઝીટ કરવી છે તું મને હેલ્પ કરીશ. મારે રાજકોટની ઘણી બધી જગ્યાઓની  બાઇક રાઈડ  કરવી છે. આમ તો હું બધી પ્લેસ વિશે જાણું છું. બટ, કોઈ લોકલ પર્સન સાથે હોય તો વધુ મજા આવે." તેને પૂછ્યું.

   “નો પ્રોબ્લેમમારી સ્કૂલે તુ ગમે ત્યારે આવી શકે છે. ત્યાં દરરોજ હજારો લોકો મ્યુઝિયમ અને સાયન્સ થિયેટરની વિઝિટ માટે આવે છે. એન્ડ રાજકોટ માટે તું ફાઇનલ ડેટ કહેજે હું કંઈક સેટિંગ કરી લઈશ.મેં કહ્યું.

તે બોલી "થેન્કસ..’’

"એક વાત પૂછુંહું બોલ્યો.

યસ પૂછએમાં વારે ઘડીયે પરમિશન કાં માંગે છે...” તે સહજતાથી બોલી.

  “તું અમેરિકન છો બટ તારું ગુજરાતી આટલું સરસ કેમ છે ?" મેં પૂછ્યું.

“ ઓહ, આઈ એમ ક્રોસ બ્રિડીંગ ચાઈલ્ડ. મારી મમ્મી ઇન્ડિયન છે. મારા ફાધર જર્મન છે. બંને જોબ કરતાં હતાં લવ થઈ ગયો. મેરેજ કરી લીધા. ઘરમાં ગુજરાતીજર્મનઇંગ્લીશહિન્દી એમ ચાર ભાષા બોલાય છે. મને નાનપણથી જ નવરાત્રિના ગરબા, અહીંની લોકવાર્તાઓપાળિયાઓની શૂરવીરતાની વાતો, પ્રત્યે ખૂબ લગાવ હતો. આ પહેલા પણ  હું બે વાર ઇન્ડિયા આવેલી. યાર તમારું આઈ મીન અડધું મારું પણ કલ્ચર કેટલું અદ્દભુત છે. પાર વગરની વિવિધતા, ના સમજાય તેવા ગૂઢ રહસ્યો, વિવિધ આવડત ધરાવતા લોકો, આઈ મીન ઈટ્સ અમેઝિંગ. ક્યારેય તેમને જીવતાં જોઈને લાગે આ અશક્ય છે.તે લાગણીશીલ થઈને બોલી.

                “યસઅહીંયા કશુંક એવું છે જે વિજ્ઞાન અને ધર્મને કોઈ અજબ બોન્ડિંગમાં જોડી રાખે છે. આટલી હાડમારી અને મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો જીવી જાણે છે” મે કહ્યું.

 મેં તેને ચા માટે પૂછ્યું. અમે બંને ચાલતાં ચાલતાં વાતો કરતાં હતા. એક ટી સ્ટોલ પર અટક્યા. તેને પૂછ્યું. યુ હેવ અ ગર્લફ્રૅન્ડ?’’

                મે હસીને કહ્યું કદાચ કોલેજ ચાલુ થાય પછી ગર્લફ્રૅન્ડ બનાવવા માટેનું લાયસન્સ મળે. ત્યાં સુધી અમે નાના છોકરાઓ કહેવાય. પણ તારે તો કોઈ બોયફ્રૅન્ડ હશે જ ?

"જરૂરી નથી દરેક અમેરિકન છોકરીને બોયફ્રૅન્ડ હોય જ. હું વર્જીન કલબની મેમ્બર છું. જો કે મેં મારી પસંદગીથી જોઈન કર્યું છે. તેમાં તમે લગ્ન સુધી સેક્સ ના કરી શકો ?”તે બોલી.

 "ઈન કેસકોઈ સિચ્યુએશન એવી આવીને તમે કોઈ સાથે સેક્સ કર્યું તો હું પણ ખુલીને બોલ્યો.

   “તો શું કંઈ નહીં એ લોકો કંઈ ચેક નથી કરતાં. ઈટ્સ ઓલ અબાઉટ ટ્રસ્ટ. તેમાં કેટલીય ગર્લ્સનો બોયફ્રૅન્ડ પણ છે. તે રિલેશન ક્યારેક બેડ સુધી ના પણ પહોંચે. ઘણા બોયસ પણ તેના મેમ્બર છે તારે જોઈન થવું છે ? ગર્લફ્રેન્ડ ના મળે ત્યાં સુધી." તે હસતાં હસતાં બોલી.

                “ના રે યુવાનીના હોર્મોન્સ એવું કરવા માટેની પરમિશન નથી આપતા.મેં કહ્યું.

  “યું નો હું સ્ટડીના પ્રોજેક્ટના કામમાં, એ માટેના રિસર્ચમાં અને એ બધા માટે જોબ કરી પૈસા કમાવામાંથી ફ્રી નથી થઈ શકતી. લવ એન્ડ રિલેશનશીપ વિશે વિચાર કરવાનો સમય જ નથી મળતો.તે પોતાના દરેક વિચારોમાં સ્પષ્ટ હતી. 

શું કરવું ?  શું ના કરવું ! જ્યારે હું દરેક બાબતે મૂંઝવણમાં અને અસ્પષ્ટ હતો.

 અમે ચા પીધી. તે પેકેટમાંથી સીગારેટ કાઢતાં બોલી. "તું લઈશ ?

 મેં ના પાડતાં કહ્યું. " મેં હજુ સુધી પીધી નથી ક્યારેય સ્મોકિંગ હેલ્થ માટે ડેન્જર કહેવાય." 

તું જસ્ટ ટ્રાય કર. કશું નહીં થાય. તું અનુભવ કર્યા વગર કોઈ વસ્તુ વિશે કેમ ડિસાઈડ કરી શકે ? આ વસ્તુ સારી છે કે ખરાબ તે સીગારેટ સળગાવતાં બોલી.

 "દરેક બાબતમાં ઝેરના પારખાં ના હોય. અમુક બાબતોમાં લોકોની દુદર્શા જોઈને સમજી જવાનું હોય” મેં કહ્યું.

                તેને મારા પરિવાર વિશે મારી વિશે પૂછ્યું. મેં ખુલ્લીને બધાં જવાબો આપ્યા. તેને મારી ઘરે આવવાની ઈચ્છા દર્શાવી. મે કહ્યું "જઈશું ક્યારેક?"

                આવતા રવિવારે રાજકોટની બાઈક રાઈડમાં જવાનું નક્કી કર્યું.  મે કહ્યું "હું સાગરનું બાઈક લઈ આવીશ."

 તેને લાયસન્સ વગર ગાડી ચલાવવા માટે ના પાડી. મેં મીરાંની 'તીતલી' લઈ આવવાનું નક્કી કર્યું. તે માની ગઈ. 

તે અહીંના મિડલ કલાસના લોકો ભેગી રોજ જુદા જુદા ઘરોમાં રહેતી હતી.

 તેને કહ્યું મારી પાસે હોટલમાં રહી શકું તેટલા ડોલર નથી. મે ઓવરટાઈમ કરીને ઇન્ડિયાની ટુરના પૈસા ભેગા કર્યા છે. મારે ઇન્ડિયાનો જે સાચો ચહેરો જોવો છે તે આવા ઘરોમાં જ વસે છે. " 

રવિવારે કાકાની કીટલી’ પર મળવાનું નક્કી કર્યું. મોબાઈલ નંબર એકબીજા સાથે શેર કરી અમે છૂટા પડ્યા. મારી ખુશીઓનો પાર નહોતો. હું મારી ડ્રિમગર્લ સાથે  બાઇક રાઈડ પર જવાનો હતો. આ બધું અચાનક અને એટલું જલદી જલદી બની રહ્યું હતું કે હું આ બધા સાથે તાલમેલ નહોતો મિલાવી શકતો.

મને ક્યાં ખબર હતી.... મારી આર્ટિસ્ટ માંથી હાર્ટિસ્ટ બનવાની જર્ની આ બાઇક રાઈડથી જ શરૂ થવાની હતી.


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Shahin Bhatt 6 months ago