krossing ગર્લ - 39


વેલકમ ટુ રોબોરોક્સ’ સીઝન ટુ. 

ગયા વર્ષે શરૂ થયેલાં આ કાર્યક્રમે ધૂમ મચાવી દીધી હતી.  સહુ કોઈને આ સિઝનની જબરદસ્ત ઇન્તેજારી હતી. એન્જિનિયરીંગ કૉલેજના ફિલ્ડમાં રાજકોટે ખાસ્સું નામ કાઢ્યું હતું. અમુક કૉલેજોએ રોબોટિક્સ સાયન્સ’ નામનો 2 વર્ષનો સર્ટિફિકેટ અને 5 વર્ષનો ડિગ્રી કૉર્સ પણ શરૂ કર્યો હતો. કૉલેજ સ્ટુડન્ટ્સ આ ઇવેન્ટ માટે મહિનાઓ અગાઉ તૈયારીમાં લાગી જતાં. ફ્રીડમ બૉક્સમાં યોજાતી આ ઇવેન્ટ ખાસ્સી રસપ્રદ હતી. પ્રથમ સિઝને નેશનલ લેવલે ખાસ્સી ચર્ચા જગાવી હતી. સાગર આ ઇવેન્ટની મૅનૅજમૅન્ટ ટીમમાં હતોતેથી તે નવરો નહોતો. મારે ઇવેન્ટને મારે કૅમેરામાં કેદ કરવાની હતી. આ ત્રણેય દિવસ મને મીરા કંપની આપવાની હતી. આ ઇવેન્ટને જોવા માટે દેશના અન્ય શહેરોના કોલેજ સ્ટુડન્ટ્સ પણ હાજર રહેવાના હતાં.

કાનાકેટલી મસ્ત જગ્યા છે ફ્રીડમ બૉક્સ. ક્રિએટિવિટીની જાદુઈ કમાલ છે. સાચે જ આ ઍક્ઝિબિશન હોલ જોઈને એવું લાગી રહ્યું છે.” મીરાએ કહ્યું. મીરા અને હુંં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ હતાં.

દેશભરમાંથી કુલ 120 કોલેજ એન્ટ્રી મેળવવામાં સફળ થઈ હતી. દેશની યુવા ટેલેન્ટ ફ્યુચર ટૅકનૉલૉજીનો કમાલ દેખાડવા થનગની રહી હતી. આ સ્પર્ધામાં કોઈ કોલેજ ઍન્ટ્રી મેળવી લે તો પણ એ કૉલેજનું નામ દેશભરમાં ગાજતું થઈ જતું. આ ફિલ્ડ સાથે જોડાયેલી કંપનીના માણસો પણ આ ઇવેન્ટમાં ખાસ હાજર રહેતાં.સ્પર્ધામાં ઍન્ટ્રી મેળવવાના નિયમો ખાસ્સા ક્રિએટીવ અને ટફ હતા. આમાં કોઈપણ પ્રકારની લાગવગ ચાલતી નહીં. પ્રથમ સિઝનની ગ્રાન્ડ સક્સેસ પછી ટીમનું મૅનૅજમૅન્ટ અને ઇવેન્ટના ક્રિએટીવ ટાસ્ક જોતાં આ સિઝન માટે લોકોમાં જબરદસ્ત રોમાંચ હતો.

પ્રથમ દિવસે રોબોવોરની ઇવેન્ટ હતી. મીરા અને મારે સ્કૂલમાં બે દિવસની રજા મૂકવી પડી. રાહુલ અને હેપ્પી પણ સ્કૂલેથી છૂટીને અહીંયાં જ ધામા નાખતાં. સવારે બપોર પછી ચાર થી દિવસ રાતનાના આઠ વાગ્યા સુધીનો સમય વિવિધ સ્ટોલની મુલાકાત માટે રહેતો. મેઇન ઇવેન્ટ રાતે નવ વાગ્યે શરૂ થતી અને  સવારના પાંચ વાગ્યે પૂરી થતી. આ દિવસોમાં ગોલ્ડન રીંગ અને એફ.બી. સર્કલ રાજકોટનું હાર્ટ બની જતાં. માનવ કિડિયારાથી આખો રોડ બ્લૉક થઈ જતો.

કાનાસ્ટોલમાં કેવા અવનવા કન્સેપ્ટ હતા.નજીકના ફ્યુચરમાં રસોડામાં હેલ્પ માટે મીનીરોબોટ બજારમાં આવે તો નવાઈ નહીં.” મીરા બોલી.

તેં જોયું નહીં ખેતી કરવાથી માંડીને બાળકોની કૅર કરવા સુધી કેવી આઈડિયોલોજી વાપરવામાં આવી હતી.” મેં કહ્યું.

આ નાના મોડેલ બનાવવા આસાન છે કોઈ ઇવેન્ટ માટે. પરંતુ જ્યારે રિયાલિટીમાં કોમર્શિયલ યુઝ માટે માર્કેટમાં મૂકવાનું હોય ત્યારે ખરી ખબર પડે.” તે બોલી.

મને તો બધી કમાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લાગે છે. જે દિવસે રોબોટ હ્યુમન ઇમોશન્સને સમજી તે મુજબ રિએક્ટ કરતાં થશે ત્યારે શું થશે ?” મેં સવાલ પૂછ્યો.

ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ આઇડિયાબટ નોટ પોસિબલ. કારણ કે મનમાં વિચારની જે પ્રક્રિયા હોય છે તેમાં સાથે ઘણા અંગો એક સાથે રિએક્ટ કરતાં હોય છે. રોબોટમાં આ પ્રકારનું પ્રોગ્રામિંગ હાલની ટૅકનૉલૉજી જોતાં શક્ય નથી. મુખ્ય સવાલ વિચારોની ઉદ્દભવ પ્રક્રિયા કઈ રીતે ડેવલોપ કરવી એ છે.” તે બોલી. અમારા બંને વચ્ચે કંઇક નવું જોયા પછી આવી ચર્ચાઓ ચાલુ જ રહેતી. અમે ઇવેન્ટના મેઇન સ્ટેજ પાસે પહોંચી ગયા હતાં. લોકોની ભીડ સતત વધતી જતી હતી. 

નાઉ લેડિઝ એન્ડ જેન્ટલમેન... એન્ડ એન્ડ માય ડિયર હોટ ગર્લ્સ એન્ડ કૂલ બોયસ્.... લાસ્ટ વન મન્થથી તમે જેના માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છોજેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે રોબોવોર બસ થોડી જ વારમાં સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. પણ આ તો સૌરાષ્ટ્રની ધીંગી ધરતી છે. એની મીઠડી બોલીમાં કૉમેન્ટરી ના થાય તો થોડું જામે બહારગામનાને કદાચ ઓક્વર્ડ કે બુલશીટ લાગે પણ લોકલ પબ્લિકને તો આજે ફર્સ્ટ ડે એ જલસો પડવો જોઈએ. આપણે કોઈ ઇન્ટરનેશનલ લેવલનો ટચ ધરાવતો પ્રોગ્રામ છે એવું કહતાં જ નથી. ઈટ્સ પ્યોર ક્રિએટીવિટી એન્ડ ફન ફોર અવર પીપલ... બીજું કશું નહીં. નાવ, હવે બધું પ્યોર કાઠિયાવાડીમાં.” જોશીલો અવાજ પોરો ખાવા માટે અટક્યો.  હાજર રહેલા સહુએ હસીને વાતને વધાવી લીધી. આ કોઈ રાજકોટનો જ ફેમસ વોઇસ આર્ટિસ્ટ હતો. હું તેને ઓળખતો હતો પરંતુ નામ નહોતું આવડતું.

એન્કર બોલ્યો, “ઓહે હો હો હો.... અરે મારી વ્હાલી ભાભીયું ને બેનું કવ છું સાંભળો છો... આમ લટકા ઝટકા મારતી મલપાતી ચાલે કેમણી હાઇલ્યું...

એન્કર બોલી, “રસ્તામાંથી આઘો મરને મુયા.... તું કંઈ મારો ધણી છે તી મારે તને સંધુય કેવું પડે...ગામમાં રે તો હોય તો એટલી તો ખબર જ હોય... અટાણે આવી રૂપાળી રાધા થઈ ગામની ગોરીયું કેમણી કોર જાતી હોય.

ઓહો હો હો... હો તમે બધીયું અકાલના આંટાવગરની રયું... ક્યો કંઈક ને નીકળો ક્યાંક.... હું તો આ હાલ્યો ભૂરાની ને ચીકુડાની ફાઈટ જોવા... તમારી હારુ ઉભવા કોન નવરીનું છે....”  એન્કર બોલ્યો.

વેતીનો થા હાલ અમે સંધીયુંય ન્યાં આવીએ છીએ. આજે ન્યાં ક્યાંય ભેગો ના થાતો નહીં તો તારો તોલો રંગી નાખતાં વાર નઈ લાગે.” એન્કર બોલી.

ઓહ...હો..હો... મારી બેટીયું આજ તો ભારી તાનમાં છે. ધ્યાન રાખજો સાવ પાહે ગરીને ના ઉભ્યું રેતી ક્યાંક ચીકુડી નો ભૂરો ઝપટે ના લઈ લ્યે.” એન્કર બોલ્યો.

તું ધ્યાન રાખજે મૂઆ એની કે બીજી કોઈ બાપુની ઝપટે ચડી ગ્યો ને તો હાડકા ખોખરા કરી નાખશે. બધી અમારા જેવી સાંભળી લ્યે એવી ના હોય.” એન્કર બોલી.

ઓહ...હો..હો... હાલો ત્યારે ગામની બાયું નીકળી ગ્યું છે. બીજા શેરમાંથી યે કેટલાય છોરાને છોડીયું આયવા છે તમે સંધાય યે જલ્દી જલ્દી ફ્રીડમ બૉક્સ પહોંચો. ચીકુડાની ને ભૂરાનું ધીંગાણુંણું થવાનું છે હાલો જલ્દી...” એન્કર અસ્સલ કાઠીયાવાડી અંદાજમાં ખીલી ઉઠ્યો હતો.

બધા દાંત કાઢી કાઢીને બઠ્ઠા વળી ગયા. જેને સમજાયું એને રમેશ મહેતાની જૂની યાદો તાજી થઈ ગઈ. બંને એન્કરોએ આબેહૂબ એક્ટિંગ કરી બતાવી હતી. લોકોને જલસો પડી ગયો હતો.

ઓહ...હો...હો... મારા વાલીડાવ આજ તો બેય સરખાયના ખૂરાંટ થયા છે. સાત પેઢીની દુશ્મની હોય એવા ડાચા લઈને સામસામા ઘૂરકિયાં કરે છે. જો તો ખરા. આયજ તો રાજકોટે કોઈ દિ ના જોયું હોય એવું ધિંગાણું થાવાનું છે. ઇ બેય બાધે એમાં તમારી છાતીના પાટિયા ભીંહાઈ ના જાય એનું ધ્યાન રાખજો. હુંય હાયલો જોવા અને તમેય એય ને મોજ કરો." એન્કરે બોલવાનું પૂરું કર્યું.

તો ફ્રૅન્ડસચાર ફૂટનો ચીકુડો ને છ ફૂટનો ભૂરો ફાઈટ કરવા માટે રેડી છે. રોબોરોક્સ’ સિઝન-ટુના પ્રથમ દિવસે રોબોવોરની ફર્સ્ટ ફાઈટથી ઇવેન્ટની શુભ શરૂઆત. ફર્સ્ટ હું વોર ગ્રાઉન્ડમાં આવવાનું કહીશ ચાર ફૂટના ચીકુડાને. આ સિઝનના સહુથી તેજીલા અને વેગીલા રોબોનું આપણે સહુ વેલકમ કરીશું.” 

મેં ફોટો ક્લિક કર્યો. ચાર ફૂટનો એક રોબોટ સ્ટાઈલથી હાલકડોલક હાલતો બધાનું અભિનંદન ઝીલતો કોઈ હીરોની જેમ ગ્રાઉન્ટમાં ઍન્ટ્રી લઈ રહ્યો હતો. ગ્રાઉન્ડને ચારે તરફ ઊંચી જાળીઓથી પૅક કરી દેવામાં આવ્યું હતુંજેથી લોકો સુરક્ષિત રીતે જોઈ શકે. કોઈને ઈજા ના થાય. જાળીઓના તારમાંથી હાથ ફેરવી લોકો હરખથી બંને સ્પર્ધકોને આવકારી રહ્યા હતા. નાવ, ઇવેન્ટના સૌથી ઇન્ટેલિજન્ટ રોબોનું સ્વાગત કરવા તૈયાર થઈ જાવ.ભૂરાની ઇન્ટેલિજન્સથી ઘણી લેડી રોબો પણ ઈમ્પ્રેસ થઈ છે. સાથે જ ભૂરો પોતાની પર્સનાલિટી એન્ડ લૂકના મામલે વર્લ્ડમાં ખાસ્સા ફેન ધરાવે છે. ભૂરો પણ પોતાની સ્ટાઈલથી બધાને ઈમ્પ્રેસ કરતો ગ્રાઉન્ડમાં પધારી રહ્યો હતો. બેટલ ફિલ્ડ ચિચિયારીઓ અને સિટીઓથી ગુંજી રહ્યું હતું.

 બંને જાણએ બોક્સિંગ લડવાના હોય એમ એકબીજા સામે કતરાઈને ગ્રાઉન્ડમાં મોરચો સંભાળી રહ્યા હતા. મીરા પણ વચ્ચે વચ્ચે ચિયર્સઅપ કરીને ઇવેન્ટમાં પોતાની સક્રિયતા બતાવતી હતી. આખે વ્હીસલ વાગતાં જ મુકાબલો શરૂ થયો.

ભૂરો તાકાત અને બુદ્ધિ વાપરી લડી રહ્યો હતો. જ્યારે ચીકુડો ચતુરાઈ અને સ્ફૂર્તિ વાપરી તેના દરેક દાવમાંથી આબાદ છટકી જતો હતો. બંને એકબીજાને પકડવા મરણીયા બની ગયા હતા. આ તો હજુ શરૂઆત જ હતી. ભૂરાની એક લાતે ચીકુડાને ઘાયલ કર્યો. સીધો જાળી હારે ભટકાયો. ભૂરા... તને નહીં મૂકું...” બોલતો તેના બે પગ વચ્ચેથી સરકી ગયો. પાછળથી પકડીને ભૂરાને જોરથી ઊંધો પછાડ્યો. ભૂરાના એક પગમાં શોર્ટસર્કિટ થઈ ગયું. રમત જોરદાર જામી હતી. આ બધી ઇવેન્ટમાં હારજીત પર મોટા પ્રમાણમાં જુગાર પણ રમાતો. ભૂરાની હાઈટ તેના કોઈ દાવ સફળ થવા નહોતી દેતી. ચીકુડો સ્ફૂર્તિથી તેનો ઘા ચૂકવી દેતો. ભૂરાએ લીલામાંથી પોતાનો કલર બદલીને લાલ કર્યો જ્યારે ચીકુડાએ ચીકુ કલરનો વેશપલટો કર્યો. બંનેએ ચાર મિનિટ સારી એવી ધમાચકડી મચાવી. બંનેને બે ચાર ઘા સરખા લાગી ગયા હતા. માંડ માંડ ઉભા રહી શકતા હતા. આખરે ભૂરાએ હંધુય જોર ભેગું કરીને એક કીક મારી. ચીકુડો તે ઘા ચૂકવી ના શક્યો. સીધો પાંજરાની છત જોડે ટકરાયો.પહેલી ફાઇટિંગમાં ભારે સંઘર્ષ બાદ ભૂરો જીતી ગયો હતો. 

દરેક રોબોટ વચ્ચે દસ મિનિટના આવા આઠ રાઉન્ડ રમાવાના હતા. તેમાંથી જીતે એ ફાઈનલ તરફ એક સ્ટેપ આગળ વધતું. એક રોબોટને વધુમાં વધુ બે વ્યક્તિ ઑપરેટ કરી શકતા. અમુકે તો ફક્ત પહેલેથી જ ફિક્સ પ્રોગ્રામિંગ સેટ કરી અમુક રોબોટને લડવા માટે મોકલ્યા હતા. બધી ટીમોની ચિઠ્ઠીમાંથી બે ચિઠ્ઠી ખેંચવામાં આવતીજેના નામની ચિઠ્ઠી હોય તેણે સામસામે લડવાનું હતું. સાત ફૂટથી ઊંચા અને ત્રણ ફૂટથી નીચા રોબોટને ઍન્ટ્રી મળતી નહીં. માણસને હયાત મનોરંજનના સાધનો ઓછા પડતાં હતા. એટલે એણે નવી પસંદગી અર્ધજીવ એવા રોબોટ પર ઉતારી હતી.. રોબોટ વચ્ચેની ફાઈટ ચાલતી રહી. લોકોની આનંદની સીમા અને ઉત્તેજના વધતી ગઈ. મને અત્યારે કૅમેરો જેલ જેવો લાગતો હતો. કોઈ મૂવ કે હાવભાવને હું કૅમેરામાં કેદ કરવાને લીધે મહેસૂસ નહોતો કરી શકતો. આજના રોબોટ્સના અવનવા કરતબો જોઈને માણસ હોવા પર ગર્વ થઈ આવ્યો. ફક્ત વિચારોના જોરે આપણે ધરીએ તો કેટલું કરી શકીએ !

બીજા દિવસે ' 5 અવર એકટનો પ્રોગ્રામ હતોજેમાં એક કલાક તમને સબ્જેક્ટ પરથી સ્ક્રિપ્ટડાયલોગ લખવા માટે મળતાં.પછીના બે કલાકમાં લાઇટિંગ, કોસ્ચ્યુમ, વોઇસ થી માંડીને મ્યુઝિક કે ડાન્સ હોય તો તેના સ્ટૅપ્સ સુધીનું કામ પૂરું કરી દેવું પડતું. આ પ્લે  માટે તમારી ટીમમાંથી વધુમાં વધુ પાંચ રોબોટને જુદા જુદા પાત્રો માટે ઉપયોગમાં લેવાની છૂટ હતી. તેનું પ્રોગ્રામિંગ  અને ફાઇનલ રિહર્સલ છેલ્લાં એક કલાકમાં પૂરું કરવાનું રહેતું. દરેક ટીમને જીતવા માટે ટીમવર્કપુષ્કળ ક્રિએટિવિટી અને ક્વિસ રિસ્પોન્સ ટૅલેન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડતો. બીજા દિવસની આ ઇવેન્ટ ક્રિએટિવિટીના નવા ક્રાઇટેરિયા અને આયામો સર્જી ચુકી હતી. બધાએ અવનવા પ્રયોગો સાથે રોબોટ પાસેથી કમાલનું કામ લઈ બતાવ્યું.   રોબોની રોકિંગ અદાઓએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા. જ્યારે કેટલાક આ ઇવેન્ટ માટે રોબોટ જ તૈયાર ના કરી શક્યાં.

લાસ્ટ ડે ...'રોબો બૅન્ડ'ના પરફોર્મન્સનો હતો. તેમણે રજૂ કરેલા લાઇવ પ્રોગ્રામ અને ડી.જે.ના બીટ્સ પર રોબોટના ધમાકેદાર પરફોર્મન્સ જોઈ બધા દંગ રહી ગયા. ખાસ આ ઇવેન્ટ માટે તૈયાર કરેલાં ગીતોના મ્યુઝિક, લાઇટિંગ અને ડાન્સના અફલાતૂન પર્ફોર્મન્સથી આ ઇવેન્ટ યાદગાર બની ગઈ. મીરાને પણ મોજ પડી ગઈ હતી. રાહુલ અને હેપ્પી બંને આઈડિયા જનરેશનનું લેટેસ્ટ વર્ઝન જોઈ મોંમાં આંગળાં નાખી ગયા હતાં. રોમાંચ અને ઉત્સાહ સાથે યાદગાર મોમેન્ટ્સના ખજાના સાથે આ સ્પર્ધા પૂરી થઈ. કેટલાક સ્ટાઈલિશ રોબોએ લોકના દિલ જીતી લીધા હતા. બધી કોલેજોએ અનઓફિશિયલી રોબોટ માટેના ફેશન શોનું પણ આયોજન કર્યું હતું. એના કપડાંની ડિઝાઈન માટે કેટલાય ફેશન ડિઝાઈનરના ફોન રણકી ઊઠ્યા હતાં. મેં જિંદગીમાં લોકોને આ વખતે માણસ કરતાં પણ વધારે રોબોટને પ્રેમ કરતાં જોયાં. રોબોટની ભવિષ્યની  દુનિયા સાથે હું પરિચયમાં આવ્યો. તે બધા આપણાં ભવિષ્યનાં દોસ્ત અને દુશ્મન બનવાના હતાં. શું મારા ફ્યુચરમાં પણ તેમનો કોઈ રોલ રહેવાનો હતો ?


***

Rate & Review

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago