પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૮"હું તમારી મદદ કરવા માટે તૈયાર છું." વિધ્યાના આ શબ્દો પુરાં ગાર્ડનમાં ફરી વળ્યાં., આસપાસ જોરદાર પવન ફુંકાવા લાગ્યો, અચાનક ગાર્ડનમાં ધુળની ડમરીઓ ઉડવા લાગી, વંટોળના એંધાણ થયાં. ધુળની ડમરીઓ આંખને તકલીફ આપી રહી હતી એટલે વિધ્યા, કૃપાલી અને દિવ્યાએ પોતાની આંખો બંધ કરી દીધી. ગાર્ડનમાં રહેલો એ મોટો પથ્થર અચાનક ગાયબ થઈ જાય છે અને તે જગ્યા પર વિનય અને રાધીની દિવ્યઆત્માઓ પ્રગટ થાય છે. આ બંને દિવ્ય આત્માઓ માત્ર ધુમાડાથી સર્જાયેલી આકૃતી સ્વરૂપે જ જોઈ શકાતી હતી. ના કોઈ રંગ કે ના કોઈ રૂપ, ના સ્પર્શ કરી શકાય, બસ આકૃતીથી જ તેમનાં હોવાનો આભાસ કરી શકાય. વિધ્યા, કૃપાલી અને દિવ્યા ધીમે ધુમે પોતાની આંખો ખોલે છે.

"વિધ્યા ક્યાં છે? એ બંને દિવ્યશક્તિઓ?" કૃપાલીએ પુછ્યૂં.

"એ ડોબી. આંખો છે કે નહીં? આ બંને દેખાતાં નથી?" વિધ્યાએ કૃપાલીના પ્રશ્ર્નનો જવાબ આપતાં કહ્યું.

"અરે યાર સાચેજ મને નથી દેખાતાં. દિવ્યા તને દેખાય છે?" કૃપાલીએ દિવ્યાને પ્રશ્ર્ન પુછતાં કહ્યું.

"ના યાર. મને પણ અહિંયા આપણી ત્રણ સીવાય કોઈ જ નથી દેખાતું." દિવ્યાએ કહ્યું.

"વિધ્યા તારી સીવાય અમને કોઈ નહી જોઈ શકે. કારણ કે અમને અમારો બદલો પુરો કરવા માટે ધરતીલોકના કોઈ એક જ મનુષ્ય સામે પ્રગટ થવાની અનુમતી મળેલી છે અને સૌપ્રથમ જે વ્યક્તિ સામે પ્રગટ થઈએ તે જ વ્યક્તિ અમને જોઈ શકે. અમે સૌ પ્રથમ તારી સામે પ્રગટ એટલે હવે બીજું કોઈ અમને નહીં જોઈ શકે." બંને દિવ્યશક્તિઓ માંથી પુરુષ આત્માએ કૃપાલીના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

"તમારે મારી શું મદદની જરૂર હતી?" વિધ્યાએ દિવ્ય આત્માને પુછ્યું.

"વિધ્યા અમે તને પહેલાં પણ અમારું નામ જણાવ્યું હતું. હું વિનય અને આ રાધી. અને અમારી બંનેની સ્ટોરી પણ તને દિવ્યાએ જણાવી દીધી છે" હજુ વિનયની આત્મા આટલું બોલી હતી ત્યાંજ વચ્ચે વિધ્યાએ પ્રશ્ર્ન પુછ્યો.

"તમને કેવી રીતે ખબર કે દિવ્યાએ તમારી સ્ટોરી મને જણાવી દીધી છે?"

"અમે બંને મૃત્યુ પામી ચુક્યાં છીએ. અમારી પાસે શરીર નથી. પરંતુ પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવે અમારી સાથે કરેલાં અત્યાચારનો બદલો લેવાં માટે હજુ અમારી આત્મા ભટક્યાં કરે છે. અમારી ઈચ્છા હજુ અધુરી છે. તેથી અમારી બંનેની આત્માને સંપુર્ણપણે મોક્ષ મળ્યો નથી. જેથી અમે ગમે ત્યારે કોઈ વ્યક્તિની સમક્ષ આવ્યા વીના એમની વાતો સાંભણી શકીએ છીએ. " વિનયની આત્માએ કહ્યું.

"તો તમને સંપુર્ણ રીતે મોક્ષ અપાવવાં માટે હું શું કરી શકું?" વિધ્યાએ પુછ્યું.

"વિધ્યા કોલેજના પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવ આ ત્રણેયે ઘણાં વિધ્યાર્થીઓની જીંદગી બરબાદ કરી છે અને અમારી જીંદગી પણ એ ત્રણેય નરાધમો એ જ બરબાદ કરી છે. તેમણે કરેલાં પાપોની માત્ર એક જ સજા છે. મોત! જ્યાં સુધી એમનાં શરીર માંથી પ્રાણ નહીં નીકળે ત્યાં સુધી અમને શાંતી નહીં મળે" વિનયની દિવ્યઆત્માએ વિધ્યાના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

"પરંતુ તે માટે હું તમારી મદદ કઈ રીતે કરી શકું છું.?" વિધ્યાએ પુછ્યું.

"વિધ્યા અમારે માત્ર તારાં શરીરની જરૂર છે. કારણ કે જેવી રીતે અમને એક જ વ્યક્તિ સામે પ્રગટ થવાની અનુમતી છે! તેવી જ રીતે એક જ વ્યક્તિના શરીરમાં પ્રવેશવાની અમને અનુમતી છે. બીજી વાત એ કે જે વ્યક્તિ સામે અમે પહેલીવાર પ્રગટ થયાં હોઈએ એ જ વ્યક્તિના શરીરમાં અમે દાખલ થઈ શકીએ છીએ. માટે તું એક જ અમારી મદદ કરી શકે છે. તારે માત્ર તારાં શરીરનો સહારો આપવાનો છે. તને જરાંયે આંચ નહી આવે" રાધીની દિવ્ય આત્માએ વિધ્યાના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

"ઠીક છે હું તમારી મદદ કરવાં તૈયાર છું અને તમે મારાં શરીરનો ઉપયોગ કરી શકો છો" વિધ્યાએ વિનય અને રાધીની મદદ કરવાની હા પાડતાં કહ્યું.

વિધ્યાની રાધી અને વિનયની આત્મા સાથે આટલી વાત થઈ હતી ત્યાં જ કોલેજના લેક્ચર ચાલુ થવાનો બેલ વાગે છે. એટલે વિધ્યા, કૃપાલી અને દિવ્યા ત્રણેય ગાર્ડનમાંથી નીકળી પોતાના ક્લાસરૂમમાં જાય છે. આજે પહેલો જ લેક્ચર પ્રો.શિવનો હતો. ગાર્ડનમાં વિનય અને રાધીની આત્મા સાથે મુલાકાત થયાં બાદ લેક્ચરમાં વિધ્યાનો વર્તાવ બદલાય ગયો હોય એવું લાગી રહ્યું હતું.

પ્રો.શિવનો લેક્ચર ચાલુ હતો અને વિધ્યા પોતાની મોજમાં બેઠી હતી. પરંતુ લેક્ચર લેતાં લેતાં જેવી પ્રો.શિવની નજર વિધ્યા તરફ જાય છે. એટલે વિધ્યા પોતાની એક આંખ ભેગી કરીને પ્રો.શિવને ચોંકાવે છે. વિધ્યાને પોતાની સામે આંખ મારતી જોઈ શિવ પણ આશ્ર્શ્રર્ય ચકીત થઈ જાય છે. લેક્ચર દરમ્યાન જેટલીવાર પ્રો.શિવની નજર વિધ્યા પર જતી. એટલીવખત વિધ્યા તેની સામે આંખ મારતી. જેની કારણે પ્રો.શિવ પણ વારંવાર વિધ્યા તરફ નજર નાખતો. અંતે પંચાવન મિનિટનો લેક્ચર પુરો થાય છે. ક્લાસરુમની બહાર જતાં જતાં ફરી એકવાર પ્રો.શિવે વિધ્યા તરફ જોયું . શિવના જોતાંની સાથે જ વિધ્યાએ તેનું માથું હલાવી શિવને રાહ જોવાનો ઇશારો કર્યો. અને શિવ પણ સમજી ગયો કે વિધ્યા પોતાને મળવાં માંગે છે. એટલે તે ક્લાસરુમની બહાર વિધ્યાની રાહ જોવે છે. વિધ્યા કૃપાલીને પાણી પીવાનું બહાનું બતાવીને ક્લાસરુમની બહાર આવે છે. બહાર આવી વિધ્યા પ્રો.શિવને એક બાજુએ લઈ જાય છે.

" યુ આર વેરી હેન્ડસમ પ્રો.શિવ" વિધ્યાએ પ્રો.શિવના વખાણ કરતાં કહ્યું.

"ઓહ થેન્ક યૂ. તો આજે ચાલું લેક્ચરમાં એટલાં માટે ઈશારા થતાં હતાં." પ્રો.શિવે કહ્યું.

"હા સર. તમે મને ખુબ ગમો છો. અને ગઈકાલે કોલેજ છુટ્યાં પછી પ્રિન્સિપલ ઓફિસની અંદર મેં તમને, પ્રિન્સિપલ સરને અને પ્રો.આનંદ સરને દિવ્યા સાથે રોમેંસ કરતાં જોયાં હતાં.

આ સાંભણી પ્રો.શિવ ટેન્શનમાં આવી જાય છે.

"આ શું મજાક છે? હું તમારાં પ્રોફેસર છું" શિવે કહ્યું.

"અરે સર. તમે સર તમે ચીંતા શું કામ કરો છો. હું કોઈને નહી કહું. બસ જેવી રીતે તમે દિવ્યાની ઈચ્છાઓ પુરી કરી એવી મારી પણ ઈચ્છાઓ છે" વિધ્યાએ કહ્યું.

"ઓહો તો એ વાત છે. વિધ્યા આજે કોલેજ છુટ્યાં પછી તું પ્રિન્સિપલ સરની ઓફિસમાં આવજે આપણે ત્યાં વાત કરીશું" પ્રો.શિવે કહ્યું.

આટલું કહી પ્રો.શિવ ત્યાંથી ચાલ્યો જાય છે. પરંતુ તેનાશ્રજતાંની સાથે જ પાછળથી વિધ્યાનો ચહેરો બદલાય છે. આખાં ચહેરા પર કાળાં કલરની કરચલીઓ પડે છે જેમાંથી લોહી નીકળતું હોય છે , બંને આંખની કીકીઓ સફેદ થાય છે અને ખુબ જ આક્રોશ ભર્યો ચહેરો બને છે. અત્યારે રાધીની આત્મા વિધ્યાના શરીરની અંદર હતી. જેનાથી કૃપાલી, દિવ્યા અને પ્રો.શિવ તદન અજાણ હતા. લેક્ચરમાં પ્રો.શિવની સામે આંખ મારેલી, પ્રો.શિવ સાથે રોમેંસની વાત આ દરેક ક્રિયા વિધ્યાના શરીરમાં રહીને રાધીની આત્મા કરી રહી હતી. કોલેજ છુટ્યાં પછુ વિધ્યા નહીં પણ રાધીની આત્માને પ્રો.શિવે બોલાવી હતી.

બીજી તરફ ઈન્સ્પેક્ટર રણવિર સીંહ આશીષને કોલ કરીને તુરંત પોલીસ સ્ટેશન આવવા માટે કહે છે. ત્યારે આશિષ રાજને પણ પોતાની સાથે લઈ જાય છે. આશિષ અને રાજ બંને પોલીસ સ્ટેશન પહોંચી ઈન્સ્પેક્ટર રણવિર સીંહને મળે છે. આજે આશીષ અને રાજ બંનેએ કોલેજના બે જ લેક્ચર એટેન કર્યા હતા.

"સર! તમે મને કેમ અહિંયા બોલાવ્યો? વિનયના મર્ડર વીશે કંઈ જાણવા મળ્યુ છે?" આશિષએ રણવિર સીંહને પ્રશ્ર્ન પુછતાં કહ્યું.

" આશિષ વિનયના મર્ડર વીશે તો કંઈ જાણવા નથી મળ્યું. પરંતુ એક એવી બાબત નજરે ચડી છે જેનાથી વિનયના કાતીલો પણ પકડાય જશે!" રણવિર સીંહે જવાબ આપતાં કહ્યું.

"કઈ બાબત સર?" આશિષએ પુછ્યું.

ઈન્સ્પેક્ટર રણવિર સીંહે પોતાનું કોમ્પ્યુટર પહેલેથી જ ઓપન કરી રાખ્યું હતું. આશિષનાં સવાલ પુછતાંની સાથે જ રણવિર સીંહે કોમ્પ્યુટરમાં એક વિડિયો ક્લીપ શરૂ કરી. પ્રિન્સિપલની ઓફિસમાં બનેલી દરેક ઘટના આ વિડિયો ક્લીપમાં રેકોર્ડ થઈ હતી. વીડીયો ક્લીપમાં પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવે દિવ્યા સાથે કરેલ દુષ્ટ કૃત્ય જોઇને આશિષ અને રાજ બંને ચોંકી જાય છે. તેને પોતાની આંખો પર વીશ્ર્વાસ પણ નથી થતો. કારણ કે કોલેજમાં આટઆટલું થઈ રહ્યું છે. જેની પોતાને જરાંયે ગંધ નથી. વિડિયો ક્લીપ પુરી થતાં...

"સર અમને તો જરાંયે ખબર નથી કે આ પ્રિન્સિપલ અને પ્રોફેસરો કોલેજમાં આવાં કાંડ કરી રહ્યાં છે." આશિષે કહ્યું.

"પરંતુ હવે આ પ્રિન્સિપલ અને પ્રોફેસર પોતે કરેલાં અત્યાર સુધીના દરેક કાંડ પોતાના જ મુખે કબુલ કરશે" રણવિર સીંહે કહ્યું.

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

zenny kissu 7 months ago

Ajju Patel 5 months ago

Balkrishna patel 5 months ago