સંભવામિ યુગે યુગે ભાગ ૨૨

બીજે દિવસે દરેક ન્યુઝ ચેનલ માં આ વિષે બ્રેકીંગ ન્યુઝ ચાલવા લાગ્યા. પોલીસે બળી આપનાર તાંત્રિક ને શોધવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહ્યા .પોલીસે પકડેલા માણસખાઉ વ્યક્તિ પાસેથી કોઈ માહિતી ન મળી કારણ તે બહેરો અને મૂંગો હતો. આ ઘટના વડોદરા નજીક ના ગામે બની હતી. સમાચાર જોઈને રામેશ્વર ને અંદાજો આવી ગયો કે જટાશંકર વડોદરા ની નજીક ક્યાંક છે તેથી તેણે પોતાના માણસો ને વડોદરા મોકલ્યા પણ પાંચ દિવસ પછી તેઓ ફક્ત એટલી ખબર સાથે આવ્યા કે જટાશંકર અમદાવાદ તરફ ગયો છે.

  જટાશંકર અમદાવાદ ની એક હોટેલ માં રોકાયો હતો .તેણે રૂમ બોય ને બોલાવ્યો અને કહ્યું કે મારા માટે દારૂ ની વ્યવસ્થા થઇ શકશે ? બૉયે કહ્યું કે ડબલ ચાર્જ થશે . જટાશંકરે બે હજાર ની નોટ પકડાવીને કહ્યું આટલામાં  થઇ જશે . બૉયે કહ્યું થઇ જશે સાહેબ . બૉયે પૂછ્યું ક્યાંથી આવો છો સાહેબ ? જટાશંકરે કહ્યું મુંબઈ થી આવું છું. સામાન્ય રીતે ભગવા અથવા કાળા કુર્તા અને ધોતી માં રહેનાર જટાશંકર અત્યારે પેન્ટ શર્ટ માં હતો અને મુંબઈ થી આવેલા વેપારીની હેસિયત થી રોકાયો હતો . તેણે નક્કી કર્યું હતું કે હવે દૂર થી વાર કરવાને બદલે સોમ પર નજીકથી વાર કરીશ .

  આ તરફ સોમ તેના રૂટિન માં વ્યસ્ત હતો . એક દિવસ સાંજે રૂમ પાર આવતી વખતે તે જયારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કાર તેના પર ધસી આવી પણ સોમે ચપળતા દાખવી અને તે બચી ગયો . બીજે દિવસે એક પાગલ માણસે ચાકુ લઇને તેના પર હુમલો કર્યો તેમાં સોમે તત્પરતા દાખવી તેથી એક ફક્ત નેનો ઘા થયો . આમ સોમ સાથે રોજ નાની મોટી ઘટના થવા લાગી . સોમ વિચારવા લાગ્યો કે નક્કી કોઈ તેના પર વાર કરી રહ્યું છે પણ આટલા નાના મોટા વાર કેમ કરે છે કોણ હશે આની પાછળ ? થોડું વિચારતા તેને યાદ આવ્યું કે જટાશંકર વાર કરી શકે છે પણ તેની પાસેથી આવા નાના વાર ની આશા ન હતી . તે જટાશંકર વિષે ભૂલી ગયો હતો .તેને લાગવા લાગ્યું કે  જટાશંકર નું કંઈક કરવું પડશે .તે આ વિચારતો હતો ત્યારેજ સમાચાર મળ્યા કે પાયલનો એક્સીડેન્ટ થયો છે . એક ધસમસતી ટ્રકે નો એન્ટ્રીમાંથી આવીને તેની સ્કુટી ને ઉડાવી દીધી. પાયલની પાંસળીઓ ભાગી ગઈ અને હાથ અને પગ  ફ્રેક્ચર થયા. ભેગા થયેલા લોકોએ ડ્રાઈવર ને મેથીપાક ચખાડીને પોલીસ ને હવાલે કર્યો . સોમ તરત હોસ્પિટલ માં ગયો પણ પાયલ આઈ સી યુ માં હતી અને બેભાન હતી . ત્યાંથી તે પોલીસ સ્ટેશન ગયો અને તે ડ્રાઈવર ને મળ્યો પણ ડ્રાઈવરે કહ્યું કે તેને ખબર જ નથી કે તેણે ગાડી ક્યારે ચલાવી અને એક્સીડેન્ટ કર્યો . પોલીસે નશામાં ગાડી ચલાવવાનો અને એક્સીડેન્ટ કરવાનો કેસ કર્યો હતો પણ સોમ સમજી ગયો હતો કે આ બધાની પાછળ જટાશંકર નો હાથ છે . સોમ નો ક્રોધ સીમા પાર ગયો તેણે પહેલા જટાશંકર ને શોધવાનું નક્કી કર્યું અને તે માટે તેણે આજ સુધી મેળવેલી વિદ્યા આજમાવવાનું નક્કી કર્યું . પણ તેણે ખબર ન હતી જટાશંકરે આ બધી કરતૂત તેના ફરતે ના સુરક્ષા કવચ ને હટાવવા માટે કરી હતી . એક વાર જો સોમ મેલી વિદ્યા અજમાવે ત્યારે તેના ફરતે નું સુરક્ષા કવચ થોડીવાર માટે હતી જાય અને તેને સોમ પર વાર કરવાનો મોકો મળે.

  આ તરફ રામેશ્વર નો મોબાઈલ રણક્યો .સામેથી પ્રદ્યુમ્નસિંહે કહ્યું કે ગમે તે ભોગે સોમ ને મેલી વિદ્યા અજમાવતો રોકો. પાયલ ના એક્સીડેન્ટ પછી તે રઘવાયો થઈને જટાશંકર ને શોધવા અને તેના પર વાર કરવા તે મેલી વિદ્યા અજમાવશે અને તેની ફરતે નું સુરક્ષા કવચ હતી જશે જેના લીધે નાનપણથી તે બચતો આવ્યો છે . રામેશ્વરે કહ્યું ઠીક છે હું કંઈક કરું છું . રામેશ્વરે વિચાર્યું કે હવે સોમ ને મોકો આપવો જોઈએ જો આ વખતે હું તેને રોકીશ તો તે પોતાની નજરમાંથી ઉતરી જશે. આ વખતે હું તેની નજીક રહીશ અને જટાશંકર વાર કરવાનો પ્રયત્ન કરશે તો તે પ્રયત્ન હું ઊંધો વળી દઈશ બાકી અત્યારે સોમ ને નહિ રોકુ .હવે પડશે તેવા દેવાશે . તેથી તે હોસ્ટેલ તરફ રવાના થયો .

***

Rate & Review

Balkrishna patel 5 months ago

Khyati Rupapara 5 months ago

Naran P Chauhan 5 months ago

Pratibha Shah 5 months ago

Jayshreeben Makwana 5 months ago