krossing ગર્લ - 41


ચકલી ચોરો

ગ્રાઉન્ડ વગરની સ્કૂલ અને વાર્તા વગરનું ઘર કોઈ પણ દેશને બરબાદ કરવા માટે પુરતાં છે. ભણવા સાથે તમારી લાગણીઓને સહજ રીતે વ્યક્ત કરવામાં રમતનો બહુ મોટો ફાળો છે. હું ટી.વી.માં રમાતી ઑનલાઈન ગેમની વાત નથી કરતો. તમારો ગુસ્સોઝનૂનજીત માટેની તડપ બધા માટે રમતો પ્રેશરકૂકરનું કામ કરે છે. તમારી ઉંમરમાં આ લાગણીઓ વ્યક્ત થતી રહેવી જોઈએ. જેટલું અંદર સ્ટોરેજ થતું જશેતમારી વિકાસની પ્રોસેસ એટલી જ ધીમી થઈ વન-વે થતી જશે. એ ધીમી પ્રોસેસને ફાસ્ટ બનાવવામાં જ તમારું બધું ધ્યાન કેન્દ્રિત થશે. તમને બીજા રસ્તાઓ વિશે વિચારવાની તક જ નહીં મળે. આપણી એજ્યુકેશન સિસ્ટમ અત્યારે આ જ કામ કરી રહી છે. વેલઅત્યારે આપણે બીજા જ કોઈ કામ માટે અહીંયાં એકઠા થયા છીએ.

દિવાળી પછી શરૂ થનારી 'હ્યુમન લૅબ' મારી અંગત વ્યસ્તતા અને થોડા બીજા કારણોસર હોળી પછી શરૂ થઈ રહી છે. આજે આપણે કશું જ ભણ્યા વિના સીધા પરીક્ષા આપવાના છીએ. માનવીય મૂલ્યો શીખવવાની કોઈ ટેક્સ્ટબુક નથી. એ બધું જીવનમાં થતાં અનુભવોમાંથી જ શીખવાનું હોય. તમારી માનસિકતા કે દૃષ્ટિકોણને એક ચોક્કસ દિશા કે ઢાળ આપી શકાયપરંતુ કોઈપણ પરિસ્થિતિમાં સારી કે ખરાબ પસંદગી તમારા મૂલ્યો નક્કી કરે છે. હું માનું જ છું અમુક વાતો તમને બોરિંગ લાગે એવી હેવી થઈ જાય છેપરંતુ પરિવર્તન ધીમે ધીમે આવે છે પણ તે મક્કમ હોય છે. તેમાં પાછા વળવાના કોઈ ઓપ્શન નથી. અત્યારે ટૅકનૉલૉજીના લીધે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો ફેલાવો વધ્યો છે. તેની ગતિ અને દિશા બંને અવરોધાયા છે. તેની આગળ વધવાની અનેક શક્યતાઓ ખુલ્લી છે. એટલે જ લોકો મૂંઝાય છે. અગાઉ આપણી પાસે વિકલ્પો ન હતા. હવે ચોઈસ માટે ઓપ્શન વધતાં રાઈટ ચોઈસ માટેનું જ્ઞાન મેળવવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે.

ફ્યુચર લૅબ’ તમને નૉલેજ માટેના વિકલ્પો અને ચોઈસની પસંદગી વધુ સારી રીતે કરી શકાયતેની સિસ્ટમ શીખવાડશે પરંતુ એ પહેલાં તમને શીખવાડશે એના માટે અત્યંત જરૂરી એવી સ્થિરતા અને સહજતા.

માની લો... તમારે કોઈ એવા મોટા વ્યક્તિને મળવું છે જેની એક એક મિનિટ કિંમતી છે. તેની આસિસ્ટન્ટ પાસે તમે ઍપોઇન્ટમેન્ટનો સમયન નક્કી કરવા ગયા છો. તે અત્યંત સુંદર અને એટ્રેક્ટિવ છે. તમે એના એ રંગરૂપમાં ખોવાઈને પોતાની મુલાકાતનો યોગ્ય હેતુ રજૂ ના કરી શક્યા તો તમે ક્યારેય આવી વ્યક્તિને જોઈ જ નથી એટલે આકર્ષણ થવું નેચરલ છે. તેને કંટ્રોલ કરવું કાળા માથાના માનવીના હાથની વાત નથી. હા તેને યોગ્ય દિશામાં ચોક્કસ વાળી શકાય. આપણે આ જ પ્રોસેસ અહીં શીખવાની છે. જો આ અગ્નિપરીક્ષા તમે પાસ કરી લેશો તો અડધો જંગ જીતી ગયા એમ સમજી લેવું.

વિસ્મય સર થોડી વાર ચૂપ રહ્યા. પાણી પીધું. હેપ્પીએ આંગળી ઊંચી કરી, “બટ સરકોઈ પણ જાતના અનુભવ વગર આ શક્ય છે ?”

તમે જે દિવસે ફ્યુચર લૅબમાં ભણવાનું સ્ટાર્ટ કર્યું તે દિવસથી જ તમારા અનુભવની શરૂઆત થઈ ગઈ હતી. એટલે જ ક્લાસમાં એક બોય અને એક ગર્લ એમ પેરમાં બેસાડવામાં આવ્યા છે. પહેલા આપણે મગજમાં આકાર લેતી આખી પ્રક્રિયા સમજીશું. પછી એના પ્લસ અને માઇનસ પોઇન્ટ સમજીશું. ત્યારબાદ જ તેના કંટ્રોલ વિશે વિચારીશું.

એ શરૂઆત તરફ આગળ વધીએ એ પહેલાં એક સંવાદ દ્વારા પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીશું. પ્લીઝ મીરા એન્ડ રાહુલકમ ઓન ધ સ્ટૅજ.

મીરા જાણે મારી મૂક સંમતિ માગતી હોય તેમ મારી સામે જોયું. મેં સ્માઈલ સાથે કહ્યું, ‘ઑલ ધ બેસ્ટ.’ તે કંઈ બોલવા તો જતી હતી પણ મૂંગી જ રહી.

હ્યુમન લૅબમાં અત્યારે બધુ ખાલી ખાલી હતું. ચારેબાજુ અંધકારની વચ્ચે અમે બધાં આછા પ્રકાશમાં નીચે પલાંઠી વાળીને બેઠા હતા. સ્ટૅજ પણ ફક્ત અમારી એક્ઝામ માટે બનાવ્યું હોય તેવું નાનકડું અને બે ફૂટ ઊંચું હતું. કદાચ અત્યારે અમે બધા લાગણીની કોરી પાટી જેવા હતાં એટલે આવું હશે.

રાહુલ અને મીરાતમે કોઈ શહેરમાં ફર્સ્ટ ટાઈમ અજનબીની જેમ મળો છો ત્યારે જે રીતે વર્તન કરો તેમ જ વર્તવાનું છે. કોઈ ખોટો પ્રયત્ન કરવાની ચાલાકી ના કરતાં તમારી સ્માર્ટનેસ દેખાડવા માટે. આપણે ફક્ત શીખવા માટે જ આ પ્રોસેસ કરી રહ્યા છીએ. ઓકેયુ આર રેડી.” બંનેએ હકારમાં માથું ધુણાવ્યું છે.

એક મિનિટક્લાસમાંથી મને કોઈ સ્ટુડન્ટ કહેશે. આપણે આમને કઈ સિચ્યુએશન આપીશું ?” ઘણાએ હાથ ઊંચો કર્યો. સરે બધા પર નજર ફેરવીને કહ્યું,

યસ હેપ્પીમાઇ સ્વીટ ચાઇલ્ડ. તારાથી વધુ રાહુલને કોઈ ના ઓળખતું હોય. પાર્ટનર સમજીને સાવ સહેલો ટાસ્ક ના આપતી.” વિસ્મય સર બોલ્યા.

નો સરએવું કશું નહીં થાય. રાહુલનું તેની ગર્લફ્રૅન્ડ સાથે કૉફીશોપની ટૅબલ પર બ્રૅકઅપ થયું છે. મીરા સામેના ટૅબલ પર બેઠી બેઠી બધું જોઈ રહી છે.” પેલા બંને સાથે આખો ક્લાસ હસી પડ્યો. સરે પણ તેમાં ટાપસી પુરાવી, “રાહુલ તારી પાર્ટનરે તો તને બહુ સહેલો ટાસ્ક આપ્યો.” તે કતરાઈને હેપ્પી તરફ જોઈ રહ્યો હતો.

તો સ્ટુડન્ટ્સ નાવ સિચ્યુએશન એ છે – રાહુલની ગર્લફ્રૅન્ડે કૉફીશોપમાં રાહુલ સાથે જોરદાર ઝઘડો કર્યો છે. બ્રૅકઅપ કરીને ચાલી ગઈ છે. બ્રૅકઅપના કારણો વિશે ત્યાં બેઠેલા કસ્ટમરમાંથી કોઈને અંદાજો નથી. મીરા સામેના ટૅબલ પર બેસીને આ બધું જોઈ રહી હતી. હવે... એક મહત્વની વાત. બંનેના પાત્રો હજુ નક્કી નથી થયા. કોણ શું કરે છે શા માટે બ્રૅકઅપ થયું  ? અને હવે શું થશે પ્લીઝ સ્ટાર્ટ કરો.

હેપ્પીએ બંનેની વાટ લાગી જાય એવો ટાસ્ક આપ્યો હતો. મને મીરા પર પૂરતો ભરોસો હતો. તે બધું સહેલાઈથી હેન્ડલ કરી લેશે. રાહુલ ડીપ્રેશનમાં હોય તેવું લાગતું હતું. પોતાની બધા સામે બેઇજ્જતી થવાથી તે કોઈની સામે આંખ નહોતો મેળવી શકતો. મીરા એકીટશે તેની સામે જોઈ રહી હતી. રાહુલે બધા તરફ અછડતી નજર નાખી ત્યાં જ તેની નજર મીરા સાથે ટકરાઈ. તેને જાણે મોટો ગુનો કર્યો હોય એમ નજર ઝુકાવી લીધી. મીરા મંદ મંદ હસી રહી હતી. રાહુલે ફરીથી તેની સામે જોયું. મીરાએ હસવાનું ચાલુ જ રાખ્યું. રાહુલને લાગ્યું મીરા જાણે તેની હાંસી ઉડાવી રહી છે. તે ઉભો થઈને કૉફી હાઉસની બહાર નીકળવા ગયો. એક્સક્યુઝ મી સર’ પાછળથી કોઈએ બૂમ મારી.

સરતમારો મોબાઈલ અને ક્રેડીટ કાર્ડ.” મીરા બંને હાથમાં લઈને ઊભી હતી.

થેન્ક યુફોર ધીસ હેલ્પ.” તેણે શું કહેવું એ સમજાતું નહીં તે મનોમન વિચારતો ઉભો રહ્યો.

મને થેન્કયુ ને બદલે એક કોલ્ડ કૉફી પીવામાં કંપની આપી શકશો. લાગે છે મારો બોયફ્રૅન્ડ નહીં આવે. હું લાસ્ટ 30 મિનિટથી તેની રાહ જોઉં છું.” મીરા બોલી.

તમે પી લો. હું બીલ ચૂકવી દઈશ. તમારો બોયફ્રૅન્ડ મને તમારી સાથે જોઈ જશે તો નાહકનું તમારું પણ બ્રૅકઅપ થઈ જશે.” રાહુલ બોલ્યો.

તમે બેફીકર રહોએના માટે. એ તમારી ગર્લફ્રૅન્ડ જેટલો પઝેસિવ નથી.” મીરાએ હસતાં હસતાં કહ્યું.

તે પણ હવે થોડો હળવો બન્યો, ”ઓકેતમે મારી આટલી હેલ્પ કરી છે તો કંપની આપવાની મારી ફરજ બને છે.

બંને ટૅબલ પર ગોઠવાયા. વેઈટરને બોલાવી કૉફી માટે ઓર્ડર આપ્યો.

મારું નામ મીરા મલિક છે. અને તમારું ?”

રાહુલ પંડિત. હું પેઇન્ટર છું. મીન્સ એબ્સર્ડ આર્ટીસ્ટ છું.

મને તો નથી લાગતું. તમે એબ્સર્ડ આર્ટિસ્ટ કરતાં ડિસ્ટર્બ પર્સન વધારે લાગો છો. આ ફર્સ્ટ બ્રૅકઅપ હતું ?”

યસ... અમે ઘણા વર્ષોથી રિલેશનશીપમાં હતા. તેને સેફ અને સિક્યોર લાઇફ જોઈતી હતી. જ્યારે મારે તો બસ ચિત્રો જ દોરવા હતા.

તો એમાં તમારા પ્રેમનો શું વાંક આઈ મીન એને શું પ્રોબ્લેમ થયો ?”

ખબર નહીં. તેને મારા માટે સતત અનસિક્યોરિટી ફીલ થતું. તે બહુ પઝેસિવ રહેતી. તેને લાગતું કોઈ છોકરી મને તેની પાસેથી છિનવી લેશે.

તેને આવું ફીલ થતું હશે તેનું રિઝન શું હતું ?”

હું કોઈ ગર્લ્સ કે વુમનના ન્યૂડ પેઇન્ટિંગ બનાવું એ તેને જરાય પણ ના ગમતુ.

તો તમે આ રિલેશનશીપ શા માટે ટકાવી રાખી ?”

તમે ધારો છો એટલી પણ એ ખરાબ નહોતી. એ મને ખૂબ પ્રેમ કરતી હતી.

રાહુલહજુ તમે ભ્રમમાં છો. એને તમારી સાથે કોઈપણ પ્રકારનો પ્રેમ નહોતો. એને ફક્ત તમારા કામ થકી મળનાર પૈસા અને પ્રસિદ્ધિમાં રસ હતો.

હું લાસ્ટ આઠ વર્ષથી તેની સાથે રિલેશનશીપમાં છું. હું એને તમારા કરતાં સારી રીતે ઓળખું છું.

જો આટલી જ સારી રીતે ઓળખતા હોય તો આ બ્રૅકઅપ કેમ ના અટકાવી શક્યાં ?”

રાહુલ પાસે કોઈ જવાબ નહોતો. મીરાએ પરિસ્થિતિ જોતાં વાત આગળ ચલાવી.

સોરી બિકોઝ મારો તમને ડિસઅપોઇન્ટ કરવાનો કોઈ ઈરાદો નહોતો. તમને જે વાસ્તવિકતા હતી એ જ કહી.

કદાચ તમે સાચા હશો.

આપણે પ્રેમના નશામાં એટલા ગાંડાતૂર અને આંધળાં બની જઈએ છીએ કે રિયાલિટી આપણે સ્વીકારી જ નથી શકતાં.

તમે આમ જ સેડ બેઠા રહેશો તો હું કૉફી પી નહીં શકું.” કૉફી આવી ગઈ હતી.

તમે પણ રિલેશનશીપમાં છો. તમારે પણ ક્યારેય વાદ-વિવાદ થયો હશે ને ત્યારે તમે શું કરો ?”

સોરીઆઈ હેવ નો બોયફ્રૅન્ડ. આ તો તમે ડીપ્રેશ હતા એટલે તમારો મૂડ સારો કરવા હું ખોટું બોલી હતી. એ ક્રેડીટ કાર્ડ અને મોબાઈલ પણ તમારા નહોતા બીકોઝ તમે હજુ સુધી પેમેન્ટ કર્યું જ નહોતું.

તમે જે અનુભવ્યું ના હોયતેનું આટલું પરફેક્ટ એનાલિસિસ કરી જ ના શકો.તમે ખોટું બોલી રહ્યા છો !” રાહુલનો ઇગો ઘવાયો હતો.

સોરી, તમને આવું કોણે કહ્યું ? હું એક સ્ત્રી છું,  એક જીવતીજાગતી સ્ત્રીજે કારણ વગર પણ વેદના અનુભવી શકે.

તમને લાગે છે તમે આમ વાતો કે ચર્ચા કરી મારો મૂડ ઠીક કરી શકશો ?”

નાજરાય નહીં. હું એવી ખોટી આશાવાદી નથી. એકદમ રિયાલીસ્ટિક છું એટલે જ માનું છુંતમને સાચું કારણ ખબર પડશે પછી...

પછી શું ?”

મીરા મૌન રહી. તેનું મૌન રાહુલને અકળાવી રહ્યું હતું. પછી શું મીરા ?” તે જોરથી રાડ પાડી બોલ્યો.

પછી... પછી... એ જ કે પુરુષનો અહમ ઘવાય એટલે એને કશાની ભાન રહેતી નથી. પછી તે ભલે ને ગમે તેટલો મોટો ચિત્રકાર કેમ ના હોય.

કટ...કટ..કટ... ગુડ વર્ક... એક્સિલન્ટ બોથ ઓફ ડન ગુડ જોબ. આઈ પ્રાઉડ ઓફ યુ.આખા ક્લાસે બંને માટે તાળીઓ પાડી.

મેં તમને બે જ શબ્દો કીધા હતાસ્થિરતા અને સહજતા.

તમે જોયું રાહુલ સખત ડિપ્રેશનમાં હતો. મીરા એક સ્વસ્થ અને શાંત છોકરી હતી. એ સિચ્યુએશન પ્રમાણે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. રાહુલ હજુપણ બ્રૅકઅપના માનસિક આઘાતમાંથી બહાર નહોતો આવ્યો. આઈ થિંક મીરાનું વાંચન અને અવલોકન ખૂબ જ સારું હશે. નહીં તો તેની પાસે આ લેવલના શબ્દો અને કોન્ફિડન્સ ના હોય.તો દરેક બે વ્યક્તિ વચ્ચે થતો સંવાદ તમને ઘણું બધું શીખવી જાય છેજો તમને શીખવાની ધગશ હોય તો. 

લાઈફમાં મુસીબત આવે ત્યારે ગભરાઈ ના જાવ. આ નેચરલ છે પરંતુ નાસીપાસ ના થવું. તમે ઑલમોસ્ટ અડધી બાજી હારી જ ગયેલા હોવ છો. જો આવા સમયે ઉપરાઉપરી બીજો આઘાત લાગ્યો તો તમે ફરી વાર ક્યારેય બેઠા નહીં થઈ શકો. બીકોઝ આ ઉંમરે તમારું કૂમળું મન એટલી સહનશક્તિ ધરાવતું નથી હોતું. કોઈ પણ મુસીબતનો ડરી જવાથી ક્યારેય ઉકેલ નહીં આવે. તમે એનો સામનો કરશો તો સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. લાઈફની સૌથી ખરાબ મોમેન્ટ્સમાં તમારી જાતને સ્વસ્થ અને સ્થિર રાખી શકશો તો દુનિયામાં અશક્ય કહેવાય તેવું કોઈ કામ નથી. આ વિશે આપણે નેક્સ્ટ પિરિયડમાં ડીટેઈલમાં વાતો કરીશું. અત્યારે ક્લાસ પૂરો થવામાં છે. ફરીથી આ બંને માટે એક વાર જોરદાર તાળીઓ પાડી દો. ફરીથી બધાએ તેમને સ્વસ્થ અને સ્થિર ચિત્તે તાળીઓથી વધાવી લીધા.


***

Rate & Review

Heena Suchak 4 months ago

Vishal 5 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Balkrishna patel 6 months ago