krossing ગર્લ - 43


મે મહિનાની કાળઝાળ ગરમી અગનગોળા વરસાવી રહી હતી. સ્કૂલમાં અઠવાડિયાની રજા પડી હતી. હું  આવતીકાલે સવારે ઘરે જવા માટે નીકળવાનો હતો. સાગરના બર્થ ડે એ મને સખત આંચકો આપ્યો હતો. મારું મન મૅજિક રૂમના સિક્રેટ જાણવા તરસી રહ્યું હતું. સાગરનો વિશ્વાસ હું ખોવા માગતો નહોતો. એટલે જ એ રૂમ ખોલવા માટે મારા પગ અટકી જતા હતા. અત્યારે સાગર ઘરે નહોતો. મોબાઈલમાં રિંગ વાગી. જોયું તો ગીતાનો કોલ હતો. મેં રિસિવ કર્યો.

હલ્લો કાનાક્યારે આવવાનો છે તું ?” તેણે સીધું જ પૂછ્યું.

કાલે સવારની બસમાં નીકળું છું. તને હજુ સવારે તો મૅસેજમાં કહ્યું હતું. કંઈ લાવવાનું છે તારે ?" મેં પૂછ્યું. આવી રીતે અચાનક ફોન આવે ત્યારે આવું જ કોઈ કારણ હોય છે.

નાકશું જ લઈ આવવાનું નથી. પણ અત્યારે તને એક સરપ્રાઈઝ આપવા ફોન કર્યો છે.” તે બોલી.

ગીતલી પ્લીઝ, જે કહેેવું હોય એ સીધું કહી દે જે. અત્યારે મારા મગજનું કચુંબર થઈ ગયું છે. મને સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળી રહ્યા છે.” મેં કહ્યું.

આનાથી મોટું સરપ્રાઈઝ તને હજુ સુધી ક્યારેય નહીં મળ્યું હોય.’ તેના અવાજમાં ઉત્સાહમાં વર્તાતો હતો.

મને કંઈ સમજાયું નહીંપછી અચાનક લાઈટ થઈ હોય એમ બોલ્યો, “શું ઘરેથી લગ્ન માટે હા પાડી દીધી ?”

તે વિચારીને બોલી, “નાહું ઘર છોડી ભાગી રહી છું.

ગીતલીલી લી લી...” મારાથી રાડ પડાઈ ગઈ, “ના હોયતું અત્યારે ખોટી મસ્તી ના કર. તું એક વાર કહી દેતને મારા સમ છે. આ વાત ખોટી છે. તું ઘર છોડીને ક્યાંય જવાની નથી ” મારે શું બોલવું એ મને સમજાતું નહોતું. 

કાનાપ્લાઝ... શાંત થા. પહેલા પૂરી વાત સાંભળ. સાવ ખોટેખોટું બોલબોલ અને ચિંતા ના કર.” તે થોડા ગુસ્સાથી બોલી.

હું શાંત પડ્યો. મને ખબર હતી એક દિવસ તો આવું કશું થશેપણ આટલી જલ્દી થશે એવી તો જરાય આશા નહોતી. હું ઘરેથી ભાગી રહી છું. ઘરમાં દાદા સહિત બધાને ખબર છે. અને એમના કહેવાથી જ ભાગી રહી છું. એક્ચ્યુલી મને એક દિવસ વિડીયો કોલમાં દિનકર સાથે વાત કરતાં મારી મમ્મી જોઈ ગયેલી. તેને એ રાત્રે મારા પપ્પાને જાણ કરી. પપ્પાને આઘાત લાગે કે વાત વધુ વણસે એ પહેલાં મેં દાદાને વાત કરી. મેં તેમને સુસાઈડ કરવાની કે ભાગી જવાની કોઈ ધમકી નથી આપી. દિનકરને પણ લાસ્ટ ટાઈમ ચોખ્ખું કહેલું, ‘જો મને ઘરેથી પરમિશન મળશે તો જ હું લગ્ન કરીશ.’ તે પણ મારા આ વિચાર સાથે સંમત થયેલો. મેં અને દાદાએ ઘરમાં બધાને વાત કરી. મારા પપ્પા થોડા ગુસ્સામાં હતા પણ કાકાએ બાજી સંભાળી લીધી. મારી આખી વાત ધ્યાનથી સાંભળી. મેં વિડિયો કોલમાં દિનકર જોડે તેમની વાત કરાવી. સાથે દિનકરને એક વાર રૂબરૂ મળીને પણ નિર્ણય કરવો હોય તો છૂટ આપી. સાથે એ પણ વિશ્વાસ અપાવ્યો કે હું ક્યારેય ભાગીને તેમનો વિશ્વાસ નહીં તોડું.તે અટકી.

તો પછી પ્રોબ્લેમ શું છે તેમને કોઈ વાંધો નથી તો તારે ભાગવું શા માટે પડે છે ?” મેં સવાલ કર્યો. મારું મગજ હવે વધુ સરપ્રાઈઝ સહન કરવા માટે સક્ષમ નહોતું. ખરેખર ગીતા એક પહેલીની જેમ વાત કરી રહી હતી.

“ બધાને દિનકર જોડે વાત કરી સંતોષ થયો. તેના માતાપિતા જોડે પણ વાત કરી. હવે ના પાડવા માટેનું કોઈ કારણ નહોતું. ઘરમાં બધાને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો. પરંતુ આપણા ફઈ થોડા દિવસો પહેલાં મારા માટે એક સંબંધની વાત લઈને આવ્યા. છોકરો બહુ જ સંસ્કારી. જેન્ટલમેન પર્સનાલિટી ધરાવતો હતો. પાર્ટી પણ કરોડપતિ હતી. કુટુંબમાં પણ બધા મોડર્ન વિચારો ધરાવતા હતા અને ખરેખર એવા હતા. જો મને દિનકર ના મળ્યો હોત તો હું એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર હા પાડી દેત. આખું ઘર ધર્મસંકટમાં મૂકાયું. મેં બધાને કહ્યું "મારી છોકરા જોડે મિટિંગ ગોઠવો આપજો. હું એને મારી લવસ્ટોરી વિશે સમજાવીશ. મને લાગે છે એ માની જશે." ફઈએ બંને ભાઈઓને સંકટ સમયે અનેક વખત ટેકો આપ્યો હતોઆર્થિક અને સામાજિક બધી રીતે. ઘર ઉપર તેમના અનેક ઉપકારો હતો. ઘરમાં બધાને મારી વાત યોગ્ય ના લાગી. તેમને ફઈના સ્વભાવની ખબર હતી. તે કોઈ રીતે  માનવાના નહોતાં. તે છોકરાની બધી જવાબદારી લેવા તૈયાર હતાં. સાથે મને મળવા દેવાનાં પક્ષમાં પણ નહોતાં. તેના પણ અનેક કારણો હતાં. 

તારા પપ્પાએ એક રાતે મને બોલાવી. ગાડીમાં બેસાડીને ઉપલેટા રેલ્વે સ્ટેશને લઈ ગયા. ખિસ્સામાંથી રૂમાલ વીંટેલી એક પોટલી કાઢી. હાથમાં મૂકતાં કહ્યું – તારા બાપાની હિંમત ન’હોતી ચાલતી. ફઈની વાત આખા ઘરમાં કોઈ ટાળી શકે તેમ નથી. છોકરો બધી રીતે તારા માટે યોગ્ય છેપણ તારી સમજદારીપ્રેમ માટે પોતાના કુટુંબને ના છોડવાની જીદતારા પ્રેમની સચ્ચાઈ. એ બધાએ અમને અંદર સુધી હલબલાવી દીધાં. હમણાં કવિગુરુ એક્સપ્રેસ આવશે. તું આઝાદ છો. દિનકર સાથે લગ્ન કરીને જીવવા  માટે. આખા ઘર વતી હું તને વળાવવા આવ્યો છું. ત્યાં ગયા પછી એક વરસ આ બાજુ ના ફરકતી. ગામને અને ફઈને જે કહેવું હોય એ કહેવા દે.  તું એની ચિંતા ના કરતી. એને અમે સંભાળી લઈશું. એ થોડા દિ’ વાતો કરશે. સમય જતાં પાછું બધું પહેલાં જેવું શાંત થઈ જશે. પેલા છોકરાના લગ્ન થઈ જાય પછી અમે તને સામેથી કહીશું. તું કાનાના સંપર્કમાં રહેજે. અમારી સાથે ક્યારેય વાત ના કરતી. તને તારા પ્રેમ ઉપર ભરોસો હોય તો ટ્રેનમાં બેસી જા. ને હજુ જવાનું મન ના હોય તો પાછી મારી સાથે ચાલ....” 

હું તારા પપ્પાની વાતો સાંભળી અનરાધાર આંસુએ રડી રહી હતી. ક્યાંય સુધી હરખના આંસુએ રડતી હતી. તેમણે મને શાંત પાડી. ટ્રેન આવી ગઈ હતી. તેમણે ટિકિટ પણ લઈ રાખી હતી. કન્યાદાન કરતાં હોય તેમ મારા હાથમાં મૂકી. આખું ઘર આવ્યું હોત તો મને વધું ગમ્યું હોત. પણ સંજોગો સામે બધા લાચાર હતાં.  હું ફરીથી રડતાં રડતાં તેમના ગળે વળગી પડી. હું ટ્રેનમાં ચડી.  દરવાજે ઉભેલી મને જ્યાં સુધી ના દેખાઉં ત્યાં સુધી જોઈ રહ્યા. જીવનમાં એક વાત સમજાઈ ગઈજો તમારા પ્રેમમાં ખરેખર સચ્ચાઈ હશે તો ગમે તેવા વિરોધ વચ્ચે તે પોતાનો રસ્તો કરી સાચી મંઝિલે પહોંચી જશે.  કાના, અત્યારે આ મારો છેલ્લો ફોન છે. હવે નવા સીમકાર્ડમાંથી તને કોલ કરીશ. હાએક પ્રોમિસ આપું છું. આ રક્ષાબંધને તું ગમે ત્યાં હોઈશરાખડી બાંધવા જરૂર આવીશ. સોરી ભઈલુગયા રક્ષાબંધને ખાલી ખોટા ગુસ્સામાં તને બ્લૉક કર્યો હતો. ચાલ બાય ફોનની બેટરી સાવ લો છે. હજુ દિનકર જોડે પણ વાત કરવાની છે....” તેણે ફોન કટ કરી નાખ્યો.મારા હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો.

 હું રડી રહ્યો હતો. મારી બહેન મને કહ્યા વગર સાસરે ચાલી ગઈ હતી. મને એકલો મૂકીને. હું મુસીબતમાં મુકાઇશ ત્યારે મને કોણ મદદ કરશે. ગીતા સાથે વિતાવેલી પળો મને અજગર ભરડો લેવા લાગી. હું જાણે સાવ એકલો પડી ગયો હોય એવું લાગ્યું. હું રડતો જ રહ્યો.ચૌધર આંસુએ... મન મુકીને... દિલ ખોલીને...

 મારી સાથે જ આવું શા માટે બને છે ?  

મેં ઘરે જવાનું માંડી વાળ્યું. ફોન કરવાનો વિચાર આવ્યો એ પણ કેન્સલ કર્યો. 

દરવાજા પાસે બેસીને રડતાં રડતાં કુદરતને મન ભરીને ગાળો આપી. 

પ્લીઝ મને પણ નૉર્મલ માણસની જેમ જીવવા દેને 

 શા માટે મારા ગમતાં લોકોને મારાથી દૂર કરે છે ? 

શા માટે મને ડગલે ને પગલે  આ રીતે હેરાન કરે છે ?


***

Rate & Review

Vishal 2 weeks ago

Heena Suchak 3 months ago

V Dhruva 4 months ago

Nipa Upadhyaya 5 months ago

Balkrishna patel 5 months ago