krossing ગર્લ - 44


અઠવાડિયાની એ રજામાં હું ઘરમાં જ ભરાઈ રહ્યો. સાગર બે દિવસ પછી આવવાનો હતો. રાહુલ એક વાર ઘરે આવ્યો હતો. તેણે મારું એક પેઇન્ટિંગ બનાવ્યું હતુંજેમાં મારી વેદનાના ભાવો સારી રીતે છુપાયા હતા. તે ખરેખ કલાકાર હતો. મીરા પણ ગીતાની વાત સાંભળીને ઘરે દોડી આવી હતી. તેના ખોળામાં સૂતો સૂતો હું ખૂબ રડ્યો હતો. એ બોલી હતી, “કાનાયુ આર વેરી લકી. તને આવું ફેમિલી અને પેરેન્ટ્સ મળ્યા છે.” કોને ખબર છે ખરેખર હું કેટલો નસીબદાર હતો. આ કપરા સમય અને એકલતામાં મીરાએ મને સાચવી લીધો હતો. મેં એન્જલ જોડે પણ વાત કરી હતી. તે અત્યારે કોઈ ગામડાં ખૂંદી રહી હતી. તેનો ફોન ક્યારેક જ સ્વીચ ઓન થતો.

આખરે 12 સાયન્સનો એ પહેલો દિવસ આવી પહોંચ્યો. સ્કૂલની આ સિસ્ટમમાં ભણતી વખતે અમે સાયન્સમાં ભણી રહ્યા છીએ એવું ક્યારેય લાગ્યું જ નહીં. અમે પણ નૉર્મલ સ્ટુડન્ટની જેમ બધું જ એન્જોય કરતાં કરતાં ભણી રહ્યા હતા.

આજે ગેસ્ટ સ્પીકર તરીકે નેહા શર્મા આવવાના છે.” મીરા લૅટરપૅડ ચાલુ કરતાં બોલી.

એ કોણ છે ?” મેં પૂછ્યું.

કાલે લૅટરપૅડમાં તેમના વિશે અપડેટ આવી ગઈ હતી. તેં કશું ચેક નથી કર્યું. સાથે 12 સાયન્સની આપણી મન્થલી એક્ટિવિટીનું ટાઈમટૅબલ પણ છે.” મીરાએ કહ્યું.

વાઈના મેમ આજે લાલ સાડીમાં પરિચિત સ્મિત સાથે અમને આવકારી રહ્યા હતા, “હેલ્લો માય ડીયર ફ્રૅન્ડસ, 12 સાયન્સના આ પ્રથમ દિવસે તમામ સ્ટુડન્ટનું સ્વાગત છે. આપણે દર વર્ષે શરૂઆતના આ ફિલ્ડની કોઈ પ્રસિદ્ધ વ્યક્તિને ગેસ્ટ સ્પીકર તરીકે બોલાવીએ છીએતો આ વર્ષે આપણી બધાની વચ્ચે હાજર છે નેહા શર્મા.

બધાએ તાળીઓ પાડી.સ્ટેજ પાસેના દરવાજામાંથી અંદર દાખલ થતાં એક મોટી ઉંમરની સ્ત્રીનું સ્વાગત કર્યું.

તેમના કામ વિશે કે તેમના વિશે પરિચય આપવા જેટલી લાયક તો હું હજુ નથી. તેમના સ્ટુડન્ટ માટે ઉઠાવતા પ્રશ્નો જ તેમની કામ પ્રત્યેની નિષ્ઠા અને એ માટે છેવટ સુધી લડી લેવાની પ્રબળ ઇચ્છાશક્તિ જ તેમનો પરિચય છે. મારે હવે વધુ કશું કહેવાનું થતું નથી. હું તેમને જ કહીશ કે અહીં આવી પોતાનું વક્તવ્ય રજૂ કરે.

બધાએ ફરીથી તાલીઓ પાડી તેમને આવકાર્યા.

હું ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કરવામાં માનું છું. મને આ રીતે સ્ટૅજ ઉપર આવીને બોલવાનો બહુ અનુભવ નથી. મારી વાતને કે મારા કાર્યને તમારી સામે આવડે એ રીતે શબ્દોમાં રજૂ કરીશ.

હું ઘણા વર્ષોથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલી છું. છેલ્લા 20 વર્ષમાં શિક્ષણના ફિલ્ડમાં જે બદલાવ આવ્યો છેવ્યાપારીકરણ થયું છે તેનું મને બહુ દુઃખ થાય છે. લોકોએ આને પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા અંદરોઅંદર થતી લડાઈએમાં કારણ વગર વિદ્યાર્થીના ભવિષ્યનો ભોગ લેવાય છે. કેટલીક શાળાઓ સારું શિક્ષણશ્રેષ્ઠ મૅનૅજમૅન્ટ આપે છે. સામાન્ય વિદ્યાર્થી માટે તેમાં પ્રવેશ અવકાશયાનની મુસાફરી જેટલો જ કાલ્પનિક હોય છે. જ્યાં સુધી સામાન્યજનને પરવડે તેવું શિક્ષણ આપણે નહીં આપી શકીએ તો તેના ગંભીર પરિણામો ભોગવવા આપણે તૈયાર રહેવું પડશે. આ અટકાવવું પડશેનહીં તો આપણાં દેશનું ભવિષ્ય સુરક્ષિત નથી.

બીજો વાંક વાલીઓનો પણ છે. આજના સમયમાં બહુ ઓછા મા-બાપ પોતાના સંતાનોની નિષ્ફળતા પચાવી શકે એટલા સહનશીલ હોય છે. બધાને પોતાન સંતાનોને ડૉક્ટરએન્જિનિયર કે સી.એ. જ બનાવવા છે. તેના સિવાયની કૅરિયર, કૉર્સ જાણે ફોરેનમાં જ થતા હોય છે. મા-બાપને સમાજ વચ્ચે પોતાના બાળકને ઑલરાઉન્ડર તરીકે રજૂ કરવું છે. તે શ્રેષ્ઠ બૅટ્સમેનબોલરફિલ્ડર કે વિકેટકીપર પણ હોવો જોઈએ. ઈશ્વર આટલી બધી ટૅલેન્ટ ભાગ્યે જ કોઈને એક સાથે આપે છે. આપણું દિમાગ એક સાથે આટલું બધું હૅન્ડલ કરી શકે તેટલું કેપેબલ નથી. તમારા બાળકને બાળક તરીકે જ ટ્રીટ કરો. તે કોઈ સુપર ચાઇલ્ડ નથી. તમારે તેને સુપર ચાઈલ્ડ બનાવવું હોય તો પહેલા નૉર્મલ ફીલ કરવા દો. દર વખતે તમે ડાળીએથી ઝાડ પર ના ચડી શકો. તમારે વૃક્ષનાં મૂળિયાં પરથી ચડવાની પ્રેક્ટિસ કરવી જ પડે અને આવડવું જ જોઈએ.

મેં સામાન્ય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી અનુભવતા જોયા છે. સૌથી વધુ સ્કૂલમાં પૈસાદાર વિદ્યાર્થી દ્વારા થતી મારી પાસે આ છેતારે પાસે ક્યાં’ જેવી સરખામણીની હરીફાઈ છે. એક ઉંમર પછી સમજાય એવી સામાન્ય વાતમાં કંઈ ફર્ક ના પડેપણ બાળકો માટે આવી નાની નાની વાતો બહુ જ મોટા ઇશ્યૂ બની જતી હોય છે. જેની આપણે ગંભીરતાથી નોંધ લેતા નથી હોતા. બાળમાનસના કોઈ ખૂણામાં સંઘરાયેલી આ વાતો તેમને ગુનાખોરી તરફ પણ ધકેલી દેતી હોય છે.

અમે આવા બાળકોને ઓળખીને તેને સામાન્ય પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જરૂર પડે તો કાઉન્સેલિંગ પણ આપીએ છીએ. આ કુમળા માનસને વધુ તંદુરસ્ત અને સક્ષમ બનાવવા અવારનવાર વર્કશોપસેમિનારનું આયોજન કરીએ છીએ. અમુક શોર્ટ મૂવી પણ બનાવી છે.

એક્સક્યુઝ મી મેમતમે ખરેખ બહુ જ સુંદર કાર્ય કરો છો. બટ તમે અમારા માટે શું કરી શકો છોબીકોઝ તમારી વાતો આ સ્ટેજે અમને બિલકુલ ઉપયોગી થાય એમ નથી. આ બધું અમે બહુ સાંભળ્યું છે. આમાં કશું જ નવું નથી અને આ વિશે વાતો સિવાય કશું જ થતું નથી” હેપ્પીએ બિન્દાસ બનીને પૂછ્યું.

નેહા શર્માને આવા કોઈ સવાલની અપેક્ષા જ નહોતી. તેમણે વાત વાળવાના અર્થમાં કહ્યું, “મને ખબર છે તમારી સ્કૂલ બહુ જ એડવાન્સ અને સમજી ના શકાય તેવી ટૅકનૉલૉજી ધરાવે છે. અહીંયાં જે છે તે સામાન્ય વિદ્યાર્થી અને શિક્ષકોની પણ કલ્પના બહારની વાત છેજેની તમે વાસ્તવિક રીતે કલ્પના પણ ના કરી શકો. તેનો ઉપયોગ પણ જોખમી બની રહે છે.

એક છોકરાએ ઉભા થઈને કહ્યું, “મેડમઆઈ થિંક અમને લાગે છે કે તમારે તમારું નૉલેજ અને સ્કીલના નવી જનરેશનના અપડેટ વર્જન લાવવાની જરૂર છે. બિકોઝ અમને ખબર જ છે આ પ્રોબ્લેમ છે પણ એના સોલ્યુશન વિશે તો કોઈ વાતો કરતું જ નથી. મોટિવેશનલ સ્પીકરની સ્પીચ મોટેભાગે આન્સર સુધી પહોંચતાં પહેલાં જ પૂરી થઈ જાય છે.

મને તો એવું લાગે છે તમને તમારા ટીચર્સે બોલવા આવનાર સ્પીકર કે મહેમાનોનું સન્માન કેમ જાળવવું એની તાલીમ આપી નથી લાગતી.” તે થોડો ગુસ્સો કરતાં બોલ્યા.

મેમઅમને અહીંયાં સવાલો પૂછતા શીખવવામાં આવે છે. તેના પ્રશ્નો ટાળીને તેને સન્માન કે તાલીમ વિશે નહીં. મારા બધા ક્લાસમેટે તમને સવાલો જ પૂછ્યા છેબીજું કશું તો કહ્યું નથી.” મીરાએ કહ્યું.

વેલમને લાગે છે તમારા જેવા સ્ટુડન્ટ્સને અમારા જેવા અનુભવી વડીલોના જ્ઞાનની જરૂર નથી. તમે બધા જ મહાટૅલેન્ટેડ છોજેની પાસેથી ખરેખર અમારે કશુંક શીખવાનું છે. જ્યારે તમે દરેક જગ્યાએથી નાસીપાસ થાવ ત્યારે અમારા જેવી સંસ્થાઓ યાદ આવશેયાદ રાખજો. આ એક જાતનું અપમાન જ છે. તમારા જેવા સ્ટુડન્ટ્સના એરોગન્ટ એટીટ્યૂડને લીધે જ આ જનરેશનગેપ વધ્યો છે. સંસ્કારો નેવે મુકાયા છે અને દેશની સંસ્કૃતિ પર જોખમ ઉભું થયું છે.

પ્લીઝ મેમહવે ચર્ચા વધુ લંબાવી અમને ખરું-ખોટું સંભળાવવાની કોઈ જરૂર નથી. તમે મહાજ્ઞાની છો એટલે જ અત્યાર સુધી સાંભળ્યાપરંતુ હવે સવાલોના જવાબ દેવાના આવ્યા એટલે પગ કેમ ધ્રુજે છે ?  મેમ ક્યાંક તમારું જ્ઞાન તો ગોખણીયું નથી ને... કોર્સ બહારનું પૂછાય એટલે ધોળા દિવસે ચંદ્ર અને તારા દેખાવા લાગે. પ્લીઝહવે તમારું જ્ઞાનસત્ર સમાપ્ત કરશો તો અમારા પર મહેરબાની થશે. અમારી સ્કૂલ મજા ના આવે તો કોઈપણ ટીચર્સનો ક્લાસ ગમે ત્યારે છોડવાની રજા આપે છેજ્યારે તમે તો સ્પીકર છો. તમારે ખાસ અમારો આભાર માનવો જોઈએ કે અમે તમને અત્યાર સુધી સહન કર્યા.” રાહુલના ઉભા થવાથી બધા ઉભા થઈ ગયા. બધા એક પછી એક ક્લાસની બહાર નીકળી ગયા. નેહા શર્મા વાઈના મેમ તરફ જોતા રહ્યા, “સોરી મેમતેમણે જે કરવું હોય એ બધું કરવા તેઓ આઝાદ છે.

અમારી સ્કૂલમાં થયેલું સ્પીકર નેહા શર્માનું અપમાન ન્યૂઝપેપરમાં બહુ ચગ્યું. બધાએ અમારા ક્લાસને એરોગન્ટઅસંસ્કારી જેવા કેટલાય લૅબલ મારી દીધા. સ્ટુડન્ટને આપવામાં આવતી વધુ પડતી આઝાદી પર પણ પ્રતિબંધ મૂકવા માગ કરી. મને પણ ગ્રાન્ડ FM અને કાકાની કીટલી’ પર જોતાં જ બધા ઘેરી વળતાં. નેહા શર્માનું સ્પીકર તરીકે બહુ મોટું નામ હતુંપરંતુ અમે બધાએ તેની કિંમત કોડીની કરી નાખી હતી.

વેલ સ્ટુડન્ટતમારે ન્યૂઝપેપર કે ચૅનલોની પેઇડ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. ઘણી વાર આવા સ્પીકરોને જાણી જોઈને બોલાવવામાં આવશે. શીખવાની પ્રોસેસમાં ફક્ત જ્ઞાન મેળવવું જ ના આવે. તેનો યોગ્ય જગ્યાએ કેમ ઉપયોગ કરવો એ પણ અતિમહત્વનું છે. તમે જે કર્યું એને મને ક્લાસટીચર તરીકે કોઈ અફસોસ નથી પરંતુ પ્રાઉડ છે કે મારા ક્લાસના સ્ટુડન્ટ ફેક પર્સનાલિટીને સહન કરી શખતા નથી. જરૂર પડે તો હિંમતથી જાહેરમાં વિરોધ પણ કરી જાણે છે." વાઇના મેમને અમારા પર પ્રાઉડ ફીલ થઈ રહ્યો હતો.

મને પણ સખત ગુસ્સો આવેલો તેમના પોપટપાઠ જેવા લેક્ચરથી. ઘણી વાર પઠાણ સરના ક્લાસમાં પણ આવું થતું. અમને ક્લાસરૂમમાં સૂવાની પણ છૂટ હતી. ગમે ત્યારે ક્લાસ છોડવાની પણ છૂટ હતીજેથી શિક્ષકને તેની ભણાવવાની ક્ષમતા કે સ્ટાઈલમાં કેટલી ખામી કે ખૂબી છે તેનો ખ્યાલ આવે. આવા વિરોધ વખતે ક્લાસટીચર ખુદ અભિમાન લઈ શકતાં હોય ત્યારે મનમાં જે નૈતિકતા કે સત્ય માટે લડવાની યાતના મૂલ્યો વિશે સાચી સમજ આવે છે. તમને સત્ય માટે અવાજ ઉઠાવતા ડર નથી લાગતો. 

અનુભવ વગરની નીડરતા ખરે ટાણે જ પાણીમાં બેસી જાય છે. આ ઘટનાથી શીખવા મળેલો સહુથી મોટો બોધપાઠ હતો. 


***

Rate & Review

Vishal 2 months ago

Heena Suchak 5 months ago

V Dhruva 6 months ago

Nipa Upadhyaya 7 months ago

Balkrishna patel 7 months ago