krossing ગર્લ - 42


હું સાગરને તેના બર્થ ડે ની સરપ્રાઈઝ આપવા માટે સુપર એક્સાઇટેડ હતો. પરંતુ, એના નજીકના દિવસોમાં એ ક્યાંય બહાર ના ગયો. આથી હું કોઈ પ્રિપેરેશન કરી શકું તેમ નહોતો. ફ્રીડમ બૉક્સ અને ગ્રાન્ડ FM વિશે પણ વિચાર્યું. ત્યાં આ સરપ્રાઈઝ છુપી રહી શકે તેમ નહોતી. આખરે માંડી વાળ્યું. અમારી 11 સાયન્સની ફાઇનલ એક્ઝામ પણ લેવાઈ ગઈ હતી. મીરાની સ્માર્ટનેસનો અનુભવ કર્યા પછી સાગર તેનાથી થોડું અંતર રાખતો. તે મીરાએ અન્ય છોકરીઓની જેમ ટ્રીટ કરવાને બદલે માન આપતો થઈ ગયો હતો. વેકેશન પડી ગયું હતું. હું સાગરનો બર્થ ડે સેલિબ્રેટ કરીને ઘરે જવાના મૂડમાં હતો. રાત્રિના 12 વાગવા આવ્યા હતા. હું લપાતો-છુપાતો સાગરના રૂમમાં ગયો. તે રૂમની અંદર નહોતો. મેં તેને શોધવાના બહાને 'મૅજિક રૂમ' નો દરવાજો ખોલવાની ટ્રાય કરી. હું મથી રહ્યો હતો.

એ તારાથી નહીં ખૂલે.  તું હજુ એ માટે લાયક નથી બન્યો. માટે રહેવા દે. હું અહીંયાં ગેલેરીમાં છું.” તેનો અવાજ આવ્યો.

મારી ચોરી પકડાઈ ગઈ હતી. હું ગુનો કબૂલવાને બદલે હેપ્પી બર્થડે” બોલતો તેની સામે હાજર થયો.

બર્થડે મારો છે એની મને કંઈ પડી નથીઅને તું આટલો બધો એક્સાઇટેડ શા માટે છે ?”

સાગરબર્થડે વરસમાં એક જ વાર આવે છે. સેલિબ્રેશન તો કરવું પડે ને. તું મારા બ્રૅકઅપ ડે નું પણ સરપ્રાઈઝ સેલિબ્રેશનથી ગોઠવતો હોય તો મને પણ મન થાય ને. આખરે બે - ચાર વ્યક્તિ સિવાય આ શહેરમાં મારું અંગત કહેવાય એવું છે કોણ ?” મેં કહ્યું.

આપણી લાઈફની સૌથી મહત્વની બે ઘટનાનું આપણે ક્યારેય સેલિબ્રેશન નથી કરી કરતાં. જન્મ અને મૃત્યુ. એ બંને માટે બીજાનો સહારો લેવો પડે છે. એન્ડ બ્રૅકઅપ. કોઈનું પણ ફર્સ્ટ બ્રૅકઅપ લાઈફમાં એક વાર જ થાય. એન્ડ એ લાઈફે  તમને શીખવાડેલો સહુથી મોટો લેશન હોય. કશુંક અચિવ કરો કે શીખો એની શાનદાર ઉજવણી જરૂર કરવી. જ્યારે બર્થડે તો દર વર્ષે આવે. જરૂરી નથી કે આપણે સેલિબ્રેશન કરવાના જ મૂડમાં હોય, ઘણીવાર એ ઉજવવા માટે ના ચોક્કસ કારણો ના પણ હોય .છતાં પણ ધરાર ઉજવવાનો ?” તે બોલ્યો.

બીગ બ્રધરહું તારી જેમ આ બધું બહુ જાણતો નથી કે બહુ વિચારતો નથી. મારી પાસે જે તક અને હાજર શકયતા હોય એમાં ખુશ રહેવા માગું છું. અત્યારે તું મારી સૌથી વધુ નજીક છે. ક્યારેક મારું બહુ મન હોય તો મારું પણ માન રાખતાં શીખવું પડે. ચાલનેતને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. આપણે તે ખાવા જઈએ.” મેં કહ્યું.

કદાચ તેને પોતાની ભૂલ સમજાઈ હશે. તે થોડી વાર મારી સામે જોઈ રહ્યો. તે કહે, “ચાલ,  આજે તને ના નહીં પાડું.

અમે બંને ચાલતાં ચાલતાં વાતો કરતાં કાકાની કીટલીએ પહોંચ્યા. મેં આઈસ્ક્રીમ સાથે કેક પણ લીધી. ઉત્સાહથી કેકનો ટુકડો તેના મોંમાં મૂકવા ગયો. તેણે અટકાવ્યો.

હું મારો બર્થ ડે સેલિબ્રેટ નથી કરતો. મારી મા મને જન્મ દેતાં વેંત જ મરી ગઈ હતી. એવું મને વર્ષો પછી મારા મમ્મીની સાવ નજીક રહેલી વ્યકતીએ અનામી પત્ર મોકલી કહેલું.” મારો હાથ ત્યાં જ અટકી ગયો. સાગરની વાત સાંભળી હું સ્તબ્ધ બની ગયો. તો સાગરના ઉજવણી ના કરવા પાછળ આ કારણ હશે ? “સોરીમને આ વાતની ખબર નહોતી.

તે બોલ્યો, “હું સેલિબ્રેટ નથી કરતો પણ તું તો કરી જ શકે છે ને ?” તેણે ધરાર મારું મોં ખોલ્યું. એ કેકનો ટુકડો મને ખવડાવ્યોપછી મારા હાથમાંથી આઈસ્ક્રીમ લઈને ખાવા લાગ્યો. બંને માંથી થોડીવાર કોઈ કંઈ ના બોલ્યું. મેં વાત આગળ વધારતાં કહ્યું.

"મારો બર્થડે તો ચાર વર્ષે એક વાર આવે. મેં રાજકોટ આવ્યો તે વર્ષે સેલિબ્રેટ કરેલો. મારી બહેન ગીતાએ મને બહુ મોટી સરપ્રાઈઝ આપી હતી. એ મારો લાઈફનો સહુથી યાદગાર જન્મદિવસ રહેશે. ફર્સ્ટ ટાઈમનું સેલિબ્રેશન અને બધા અંગત મિત્રો સાથે હોય પછી શું જોઈએ..."

સાગરતારા પપ્પા શું કરે છે ?” મારાથી પૂછાઈ ગયું.

 મારી ભૂલ મને પાછળથી સમજાઈ, “સોરી યારતેં કશું પૂછવાની ના પાડી હતીપણ મારાથી પૂછાઈ ગયું.” મેં માફી માગતાં કહ્યું.

આઈ ડોન્ટ નો. મારો બાપ કોણ હતો જે પણ હશે તેનાથી નીચ માણસ દુનિયામાં કોઈપણ નહીં હોય. એક અનાથ આશ્રમમાં ઉછરેલી છોકરીતે સુપર ઇન્ટેલિજન્ટ કે પછી જીનિયસ કહેવાતી. તે 10મા ધોરણમાં હતી ત્યારે તેની પાસે અમુક વિષયોમાં Ph.D.ના સ્ટુડન્ટ જેટલું નૉલેજ હતું. તેની બુદ્ધિના ચમકારા ઝાઝો સમય છુપા ના રહી શક્યા. તે ગવર્નમેન્ટના સ્પેશિયલ પ્રોજેક્ટ માટે માત્ર 19 વર્ષની ઉંમરે પસંદ થયેલી. પ્રોજેક્ટ ભારતીય ઇતિહાસના ગૂઢ અને રહસ્યમય પ્રાચીન સ્થળોને લગતો હતો. જેમાંથી અમુક સ્થળો વિશે સામાન્ય પબ્લિક સાવ અજાણ હતી. 

તે 24 વર્ષની થઈ ત્યાં સુધીમાં 11 ભાષાઓની જાણકાર બની ચૂકી હતી. અમુક સ્થળોના રહસ્યને તે અનાવૃત કરવાની સાવ નજીક પહોંચી ગઈ હતી. ત્યારે હિમાલયમાં અમુક જગ્યાએ સંશોધન માટે અમેરિકાએ ભારત સરકાર પાસે મારી મમ્મીની મદદ માગી હતી. સરકાર પણ તેની સુરક્ષા અંગે બહુ ચિંતિત હતી. પહેલા તો મંજૂરી ના આપી,પછી કેટલીક શરતોને આધીન અને બીજા દબાણો સામે ઝૂકી જઈને હિમાલયમાં મદદ માટે મોકલી. સરકારને આ પ્રોજેકટ સાથે સંકળાયેલા કેટલાંક લોકો પર ભરોસો નહોતો. તેથી ત્યાં પણ સુરક્ષા માટે માણસો ગોઠવેલા.

એક દિવસ બરફનું તોફાને હિમાલયની ગિરિમાળામાં ભયાનક ગતિથી કાળો કેર વર્તાવ્યો.. તેમાં એ રીસર્ચ સેન્ટરના વિસ્તારમાં લગભગ તમામ લોકો માર્યા ગયેલા. પરંતુ ચાર પ્રોફેસર અને મારી મમ્મીની લાશ નહોતી મળી. સરકારે ઇમરજન્સી ધોરણે શોધખોળ આદરીપરંતુ કશું હાથ ના લાગ્યું. સરકારને કશુંક અજુગતું બન્યાની ગંધ આવી ગઈ. આ બધા ગુપ્ત રહે ચાલતાં પ્રોજેક્ટ હતાં. તેમણે મારી મમ્મીને શોધવા શક્ય તેટલાં પ્રયત્નો કર્યા.સરકારે 'ટોપ સિક્રેટ' ની ફાઈલમાં આ ઘટનાને હંમેશાં માટે કેદ કરી ભુલાવી દીધી. બે વર્ષ પછી આંદામાન-નિકોબારના એક ટાપુ પર મારી મમ્મીના વિકૃત શરીર સાથે હું મળી આવ્યો. ડી.એન.એ રીપોર્ટથી એ લાશ મારી મમ્મીની હતી એ કન્ફર્મ હતું.  હું તેમનું જ સંતાન હતું એ પણ સત્ય હતું. મમ્મીની ડિલિવરી દરિયાની વચ્ચે કોઈ જહાજમાં થઈ હતી એવા રિપોર્ટ સામે આવેલાં.ઇન્ડિયન નેવીએ મારી મમ્મીની લાશ મળ્યાની કલાકોમાંમાં શોધખોળમાટે અભિયાન આદરેલું.  બસ એટલી માહિતી મળી શકી હતી. પછી એ અભિયાનનું શું થયું એ જહાજ કોનું હતું લાશ અને હું આંદામાન ક્યાંથી પહોંચ્યા મારો બાપ કોણ હતો એ વાત સરકારે ક્યારેય જાહેર ના કરી. કે પછી સરકારને પણ ખબર નહોતી... ઇ ડોન્ટ નો. પણ કશુંક તો એવું હતું જે ગુપ્ત રહે એવું સરકાર ઇચ્છતી હતી. પેલા ચાર પ્રોફેસરનો આજ દિન સુધી પત્તો નથી. મારા પર એ વ્યક્તિનો નામ વગરનો પત્ર આવેલો. એ પત્ર પણ સાચો છે કે ફેક મને ખબર નથી. એટલું ચોક્કસ છે આ બધી વાતો સાવ ખોટી તો નહીં જ હોય. મારી માનું નામ હતું. 'વિદ્યામોહન રાવ.'

હું એક આંચકો ખાઈ ગયો. આ નામ તો થોડા સમય પહેલા મિડિયામાં ચમકેલું. ત્રણ-ચાર દિવસ જબરી ચર્ચાઓ ચાલીપછી બધું એકાએક બંધ થઈ ગયું. શા માટે એ મને આજ સુધી ખબર નહોતી પડી. જો કે મેં તો એ ઘટના તરફ પછી ધ્યાન ના આપ્યુંકદાચ હંમેશાની જેમ જ રાજકારણ રમવા માટે નામ ઉછાળવામાં આવ્યું હશે એવું લાગ્યું. આ વિગતો સાંભળી મારું મગજ બહેર મારી ગયું હતું.

તો સાગરઆ બધી વિગતો ટોપ સિક્રેટ’ હોવા છતાં તારા સુધી કઈ રીતે પહોંચી એન્ડ તું અહીંયાં રાજકોટ સુધી કેમ પહોંચ્યો ?” હું પૂછ્યા વગર ના રહી શક્યો.

એ વિશે મારા નેક્સ્ટ બર્થ ડે પર વાત કરીશુંજો હું જીવતો હોઈશ તો. નહીંતર એ રહસ્ય ભલે મારી સાથે દફન થઈ જતું. ઇન્ડિયામાં ખરેખર જે ટોપ સિક્રેટ’ છે તેના સુધી તો તમે ક્યારેય પહોંચી શકો તેમ નથી. જે ફક્ત કહેવા માટેનું ટોપ સિક્રેટ’ છે તેમાં સિક્રેટ જેવું કશું હોતું જ નથી. ચાલ હવે ઘરે જઈએ. મારે થોડાં કામ પતાવવાના છે. જેથી આ બર્થ ડે હંમેશાં માટે યાદગાર બની રહે.” તે બોલ્યો.

સાગરનો ભૂતકાળ આટલો રહસ્યમય હોય તો સાગરની અહીંયાં સુધી પહોંચવાની સફર કેવી હશે ?

 તે કયા કારણો કે સપોર્ટથી ગબ્બર ડોન જેવા ખૂંખાર વ્યક્તિ સાથે ટક્કર લઈ શકતો હશે 

મને તેના ઘરમાં રાખવા પાછળનું કારણ શું હશે ?

 મને આ બધું વિચારતાં પરસેવો વળી ગયો. મેં કંઈ પણ બોલ્યા વિના પીગળી ગયેલો આઈસ્ક્રીમ ડસ્ટબીનમાં નાખી સાગર સાથે ઘર તરફ જવા પગ ઉપાડ્યા.


***

Rate & Review

Vishal 1 month ago

Bharati Ben Dagha 6 months ago

Heena Suchak 4 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago