મિસિંગ-ધી માફિયા સ્ટોરી (અંતિમ પ્રકરણ)

આ સંપૂર્ણ ઘટના ચક્રમાં એક ઉદ્યોગપતિ, અને એક મોટો રાજકારણી તે આ સંપૂર્ણ વાર્તાનો મુખ્ય પાત્ર હોવા છતાં, એક સાઈડ રોલની ભૂમિકામાં હતો. કેમ કે હજુ સુધી તેને કોઈએ ઓળખ્યો નોહતો! અત્યાર સુધી એક સારો બાપ, સારો વ્યક્તિ, ફક્ત કહેવા પૂરતો જ હતો. હા હું અહીં જાનકીના પિતાની વાત કરું છું. જાનકીનો ઓરમાન બાપ! સાંભળીને આશ્ચર્ય થયુ? ધનરાજ પરમાર, જાનકીની મમ્મી સાથે બીજા લગ્ન હતા. જાનકી જ્યારે કોખમાં હતી, ત્યારે જ તેના પિતાનું  એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું! તે એક્સિડન્ટ પણ ફિક્સ હતું. તે એક્સિડન્ટ ધનરાજે કરાવ્યું હતું. ધનરાજ અને જાનકીના પિતા બને ખાસ મિત્રો હતા.
બને બિઝનેસ પાટર્નર પણ હતા.પણ કહેવાય છે ને  પૈસો બધાની નીયત  બગાડે છે. જાનકીના પિતા પોતાના મિત્ર ધનરાજ પર ભરોશો કરી, એને જાનકીની જવાબદારી તેની પત્ની સામે ધનરાજને આપી હતી. સાતરી ધનરાજે, ભોળવી જાનકીની મમ્મી સાથે લગ્ન કરી,તેની પણ હત્યા કરાવી હતી.
પણ તેની કંપનીની પચાસ ટકા માલિક જાનકી હતી. જાનકીને સજા થાય તો ધનરાજને મોટો ધનલાભ થવાનો હતો.


"આ નીલ, હવે હાથમાંથી નીકળી રહ્યો છે." ધનરાજે કહ્યું.

"બોસ આપણે તેને હટાવી દેવો જોઈએ?"

"નહિ, હાલ તો તે આપણે બિઝનેસમાં ખૂબ પ્રોફિટ અપાવી રહ્યો છે. ભવિષ્યમાં કઈ ધાંધલી થાય તો એ કાળી કમાણીનો બધો જ દોષ તેની પર મૂકી દેશું...."

"ભૂરિયાનું શુ કરવું છે?"

"ભુરિયો નીલ પર નજર રાખે છે. તે મારા ઓર્ડર પર જ કામ કરે છે."

  
                              ***

"તેં બોસને કોલ કર્યો હતો?" નિલે કહ્યું.

"હા કર્યો હતો. મને તારા લક્ષણ ઠીક નથી લાગતા.." ભુરિયાએ તેટલી જ તીવ્ર અવાજમાં તેટલો જ તીખો જવાબ આપ્યો.


બને વચ્ચે યુદ્ધ થયું, ભીમ અને દુર્યોધન માફક,અહીં કોણ ભીમ હતું, કોણ દુર્યોધન કઈ શકાય નહિ! બને વચ્ચે ખૂબ માર પીટ થઈ, અચાનક નિલે પિસ્તોલ ઊઠાવી ભૂરિયાના માથા પર મુકી."આ રમકડું નથી"

"હું બાળક પણ નથી.."કહેતા જ ગોલી ભૂરિયાની આરપાર થઈ ગઈ હતી.

ભૂરિયાના માથામાંથી નીકળ્યું લોહી, આખા ફર્શ પર ફેલાઈ ચુક્યો હતું.


                               ****

ભુરિયો જાણતો હતો. તેને જાણે તેનો ભવિષ્ય ખબર હોય, જેથી તેણે અહીંની લોકસેશન સાથે કેટલાક ગુપ્ત સંદેશો પણ ભારતીય પુલીસને આપ્યા હતા.જેથી જ્યારે પુરી દુનિયા સૂતી હતી. તેવી મધ્યરાત્રીએ નીલને ભારતીય પોલીસે દબોચી લીધો..પુલીસે તેને ખૂબ માર્યો! પણ તેને કઈ કહ્યું નહિ, કહેવાય છે ને ચોરની દાઢીમાં તિનકો, એક કોન્સ્ટેબલ નીલને કઈ ખવડાવી રહ્યો હતો. તે ગુપ્ત કેમેરામાં કેદ થઈ ગયું."આ ગુપ્તા કોના કહેવાથી આવુ કર્યું?" પાટીલે કહ્યું.

"હું હમણાં જ ગુપ્તાની *** એક કરી નાખીશ.." કમલાકરે કહ્યું.

"શાંતિ, આપણે હવે મછલી પર ઝાળ બિછાવાનું છે.ફક્ત આપણે તેની પર નજર રાખવાની છે."


થયું પણ એવું વરસાદી રાત હતી. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગુપ્તા પોતાના ઘરથી રાતના એક વાગ્યે નીકળ્યો! એક કાળા રંગની કારમાં એજ જાણીતા ચેહરાએ પૈસા ભરેલી બેગ ગુપ્તાના હાથમાં મૂકી! તે ચેહરો જાણીતો હતો. પૈસા આપતા જ કાંચ ઉપર થઈ ગયા.

મુંબઈની ગલીઓમાં, કાળા રંગની કારા પાછળ પોલીસ જીપ પર ઝડપથી પીછો કરી રહી હતી..

કાર એક વિશાળ બંગલાની અંદર પ્રવેશી... બંગલાની અંદર પ્રવેશતા જ જાણે તેની ઓળખ થઈ ગઈ! હત્યારો બીજો કોઈ નહિ, જાણકીનો પિતા ધનરાજ જ હતાં.


"આની આપણે ધરપકડ કરીશુ તો શુ થશે?" પાટીલે પૂછ્યું.

"થોડા દિવસ જેલમાં રહેશે પછી, જામીન પર મુક્ત થઈ જશે..."

"આવા લોકો સાથે શુ કરવું જોઈએ? "કોન્સ્ટેબલને પાટીલે કહ્યું.


"હું હોત, તો ભડાકે દેત.."

પાટીલે  એક ક્ષણ પણ  વિચારવા માટે ન લગાડતા, ધનરાજનો માથો વીંધી નાખ્યો...

હવમાં ગોલીના પડઘો પડતો હતો. ગોલીના અવાજ સાંભળી કઈ અજોઈતું બનવાની જાણ પ્રાણી-પક્ષીઓને જલ્દી થાય છે. ત્યાં પક્ષીઓનો ટોળું અવાજ કરતું કરતું ઉડી રહ્યું હતું.રાતની નીરવ શાંતિ વચ્ચે, એક ગોળીનો અવાજ કાળજા ચીરી ગયું તેવું હતું.                              સમાપ્ત

***

Rate & Review

nihi honey 1 month ago

Himanshu Patel 3 months ago

Nikita panchal 3 months ago

Ruchi Patel 4 months ago