krossing ગર્લ - 45


 અમારું બુલેટ હાલારની વેરાન ભૂમિ પર  આથમતાં દિવસના સૂરજને ગળે મળવા આગળ વધતું હતું. એકલતા અને સમી સાંજનો સમય. ઘડીકમાં કોઈ વાહન પણ સામે ના મળતું. ના તો કોઈ શહેર કે ગામ આડું આવતું હતું. ભેંકાર ભાસતી ભોમકાને પણ પોતાની કોઈક કહાની હશે જ ને ક્યાંક વળી પડાવ નાખેલી વણઝારાની કોઈ ટૂકડી જોઈ શકાતી. સાગરને ક્યાંક પહોંચવાની ઉતાવળ હતી. તે ઝડપ વધારી રહ્યો હતો. પવનની ગતિ પણ થોડી વધી હોય એવું લાગ્યું. આખરે ટેકરા જેવો ખડકાળ પ્રદેશ શરૂ થયો. કેટલાક ટેકરા વટાવી તેણે બુલેટ એક કાચી સડક પર લીધુંજ્યાં બોર્ડ મારેલું હતું ચકલી ચોરો - ફીઅરલેસ વોઇસ ઓફ ડેરીંગ થોટ્સ.” 

આવું કોઈ ગામ હશે કે એડવેન્ચર સ્પોર્ટસ માટેનું નવું ડેસ્ટીનેશન હશે એક ઊંચી ટેકરી વટાવી. ત્યાં ધાર ઉપર  બાઈક ઉભી રાખી. નીચે જૂની ખાણ જેવી વિશાળ જગ્યામાં જુવાનિયાવ પાર્ટી મનાવવા ઉમટી પડ્યા હોય તેવું લાગતું હતું. અમે ત્રાંસી ઉતરતી કેડીમાં બુલેટ લઈને આગળ વધ્યાં. આશરે પાંચસો જેટલાં યુવક-યુવતીઓ ભેગા થયા હોય તેવું લાગતું હતું. આજુબાજુ બધે ટેકરીની ઉંચાઈ  જોઈને કોઈ યુદ્ધ માટેની છાવણી હોય તેવો અહેસાસ આવતો હતો. અમે પણ એ માનવસમૂહમાં ભળ્યા. મુસાફરીનો થાક ઉતારી રિલેક્સ થયાં. ત્યાર બાદ ચર્ચાના કેન્દ્રબિંદુ તરફ આગળ વધ્યા. એક મોટા પથ્થર પર ઉભો ઉભો ગગન મોદી’ પોતાના વિચારો વહેંચી રહ્યો હતો.

"સંબંધો કાચ જેવા હોય છેભલે ને ગમે તેટલા મજબૂત હોય એક વાર તડ પડે પછી પહેલા જેવા ક્યારેય ના થાય. આ તડ ના પડે એની તકેદારી રાખવી. કોઈ રિલેશન કેમ મેન્ટેઇન કરવા તેના વિશે ક્યારેય કોઈ ચોક્કસ સ્ટેટમેન્ટ ના આપી શકાય. વેલ,  આપણે ઓલમોસ્ટ વીસ મીનિટ થી આ ટોપીક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. વધુ કશું કહેવાનું થતું નથી. કારણ કે તમે બધા રિલેશનશીપ વિશે ખાસ્સો એક્સપિરિયન્સ ધરાવો છો. નાવ' સાગર આવી ગયો છે. તેને સાંભળવો પણ એક લ્હાવો છે. હું તેને કહીશ કે પોતાના મનગમતા સબ્જેક્ટ પર તે કંઈક બોલે. સાગર શેખ મોસ્ટ વેલકમ...." બધાએ ચીયર્સઅપ કરીને સાગરને વધાવી લીધો.

 સાગરે માઇક હાથમાં લીધું. "દોસ્ત ગગન મોદીએ ચાલુ કરેલ મૂવમેન્ટના અમુક મુદ્દા દીવાસ્વપ્નો જેવા છેજેની સાથે હું સહમત નથી. જ્યારે અમુક વિશે તેને અભિનંદન આપીએ એટલા ઓછા છે. પ્રથમ તો આવું પ્લેટફોર્મ ચલાવવું એ જ અઘરું કામ છે. રોજ કંઈક નવું સળગતું હાથમાં લેવાનું. ખબર જ હોય આમાં હાથ દાઝવાના છે. મને ખોટી વાતો કે ચર્ચામાં રસ નથી. પરંતુ એ ચર્ચા ખરેખર અહીંયાં ભેગા થયા એના જેવા દસ લોકો પણ સામેલ હોય તો હું આખી રાત ગળું ફાડવા તૈયાર છું. આ ભાષણોની અસર વાયગ્રા જેવી હોય છે. ઇફેક્ટ હોય ત્યાં સુધી ધમાકેદાર પરફોર્મન્સ આપે પછી અચાનક જીવતું મડદું બની જાય. જો ખરેખર સમાજને સુધારવો હશે તો સહુ પ્રથમ સેક્સ વિશે ખુલ્લીને વાંચતાં-બોલતાં અને લખતાં શીખવું પડશે. ઘણા કહે છે તમારી વાતો ફરી ફરીને સેક્સ ઉપર આવી જ કેમ અટકી જાય છે. એમને હું એટલું જ કહીશ કે તમને પ્રેમ વિશે વાતો કરવામાં કોઈ શરમ કે સંકોચ નથી અનુભવાતો. તમે શા માટે એને બહુ પવિત્ર માનો છો એના વિશે જાહેરમાં વાત થઈ શકે એટલે કે પછી તેના કહેવાતા એક પ્રકાર ઇન્નોસન્ટ લવના નામે જાહેરમાં વેવલાઈનું પ્રદર્શન કરી શકો એ માટે માણસ મૂળભૂત રીતે જ જંગલી કે હિંસક આદિમાનવની સુધરેલી આવૃત્તિ છેતો નિર્દોષતાના રંગસૂત્રો હાથીના ડી.એન.એ.માંથી આયાત કરવાના કે ગેંડાના ડી.એન.એ.માંથી મને તો શા માટે લોકો જેવા નથી એવા બનવાનો ધરાર પ્રયત્ન કરે છે એ સમજાતું નથી.

દુનિયામાં દરેક છોકરી સુદંર હોય એટલે જરૂરી નથી તમને એની સાથે પ્રેમ થઈ જ જાય. હું ક્રિષ્નાને પ્રેમના પાઠ ભણાવતી વખતે એ જ કહેતો. તમારા માટે દરેક આવી છોકરી મેરેજ મટિરિયલ ના હોય અહીંયાં વળી ફેમીનીસ્ટોને મટિરિયલ શબ્દ સામે પણ વાંધો પડશે. જે વ્યક્તિ કહેવાનો ભાવાર્થ ના સમજી શકતો હોય એને વિરોધ કરવાનો કોઈ હક્ક નથી. સમસ્યા બીજું કોઈ નહીં આપણો સમાજ કે તેને મારી મચકોડીને બનાવેલી માન્યતાઓ સર્જે છે.

તમારે ગર્લફ્રૅન્ડ તરીકે બિન્દાસમોડર્ન કે નખરાળી નાર જોઈએ. જ્યારે મેરેજ માટે સુશીલસંસ્કારીપતિવ્રતા કે ઘરગથ્થુ ગૃહિણી. વોટ ધ ફક મેન.મારા મતે દુનિયામાં આ સ્ત્રીઓની સહુથી ક્રૂર મજાક છે. પાછી પથારીમાં સપને રંભા કે જંગલી બિલ્લી જેવી વાઈલ્ડ સેક્સમાં સાથ આપી શકે તેવી જોઈએ. પુરુષ સાત જન્મોમાં જેટલા રૂપ ધારણ નથી કરી શકતો એટલા સ્ત્રીઓએ એક દિવસમાં કરવા પડે છે. આ વખતે તેની અંદરનું સ્ત્રીઅત્વ ધીમે ધીમે મૃત્યુ પામતું હોય છે. એ કોઈ નિહાળતું નથી. પતિ માટે જિંદગીના સપનાંની કુરબાની આપી હોય અને વખાણના બે બોલ આખી જિંદગી સાંભળવા ના મળે ત્યારે – આ બધું કોના માટે કરું છું – વિચારીને અસહજ બનતું સ્ત્રીપાત્ર પાછું ક્યારેય જીવંત નથી થઈ શકતું. સમાજ સ્ત્રીઓના કપડાંની આઝાદી અમુક હદ સુધી પચાવી શકશે. પણ વિચારોની આઝાદી પચાવવામાં પેઢીઓ વીતી જાય છે. જે સ્ત્રીને તમે મા તરીકે પૂજો છો તેને જ માના મંદિરમાં માતા બનવા માટે અનિવાર્ય એવી મન્થલી સાયકલના પિરિયડમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવો છો શું અમે કોઈ ભગવાન કે ધર્મસ્થાન તમને વેચી દીધા છે. તમે કોણ એ નક્કી કરવાવાળા તેને દર્શન કરવા કે નહીં સાદાઈના દંભ નીચે વાસનાભૂખ્યા વરુઓ સૌથી વધુ ભારતમાં વસે છે.

જે સ્ત્રી પ્રેમમાં અને સેક્સમાં ખુલીને વ્યક્ત ના થઈ શકે એનાથી ઘર હાલેપણ જીવતું ના રહી શકે કારણ કે એને જીવવા માટેનો મૂળભૂત ખોરાક તો તમે છિનવી લો છો. લગ્ન પછી શું એને પતિ કે બાળકો માટે જ જીવવાનું લગ્ન પહેલાં પરિવાર કે માતાપિતા માટે તો એના માટે ક્યારે જીવવાનું ?

આ મુદ્દાઓ પર ચર્ચાનો કોઈ અંત નથી કારણ આ બધું લોલીપોપ જેવું છે. ચૂસો ત્યાં સુધી મોજ કરાવે પણ નવા વિચારો અને વર્તનને અમલ કરવાનો હોય ત્યારે એક સૂરે બધા કહે " મૂકને યાર એ લપ.... જેને જરૂર હશે એ બધું કરશે. આપણે શું ?"

વોઇશ ઓફ યોર ડેરીંગ થોટ્સના સ્ટૅજ પરથી અંતમાં એક જ વાત કહીશ – જો સમાજ પ્રેમ અને સેક્સને સુખી લગ્નજીવનના મહત્ત્વના આધારસ્તંભ ગણતું હોય તો દરેક બોયસ્ અને ગર્લ્સના બાયોડેટામાં તેના રિલેશનશીપ એક્સપિરિયન્સ અંગેનું સ્ટેટસ હોવું જોઈએ. તે કોની સાથે રિલેશનશીપમાં રહ્યાકેટલો સમય રહ્યાસેક્સનો અનુભવ કર્યો કે નહીંબધું બિન્દાસ્ત લખવું પડશે.

સમાજમાં દરેક ફીલ્ડમાં જ્યારે તમે ફ્રેશરની જગ્યાએ અનુભવીને ફર્સ્ટ પ્રાયોરિટી આપો છો ત્યારે લાઈફમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એવા મેરેજ માટે વર્જીન કે પછી રિલેશનશીપમાં ના રહી હોય એવી ગર્લ્સની ડિમાન્ડ શા માટે કરો છો ?

પાર્ટનરે જો કોઈ પણ રિલેશનશીપને સહજતાથી અનુભવી હશે તો એરેન્જ મેરેજ પછી એક જ છત નીચે અજનબીની જેમ રહેવું નહીં પડે. એ સમયમાં એકબીજાના વિચારોને કે એકાંતને સમજવાની તેને સ્પેસ આપવાની થોડીઘણી મેચ્યોરિટી તો આવી જતી હોય છે. રિલેશનશીપનો અનુભવ ખરેખર તો વ્યક્તિનો પ્લસ પોઇન્ટ ગણવો જોઈએ. બધે અનુભવીની જ સલાહ શા માટે લેવાય છે ?

મારી દૃષ્ટિએ તો આ દરેક બાબતો ગંભીર છે. દેશના ગંભીર પ્રશ્નો પ્રત્યે આપણે ગંભીર રોગના દર્દી જેવું ઓરમાયું વર્તન કરીએ છીએ. આ સાજો ના થાય એમ નિઃસાસો નાખી આગળ વધી જઈએ છીએ.

ધ્યાનથી સાંભળવા માટે તમારો બધાનો આભાર. માન્યું આજે હું ઘણું અસ્તવ્યસ્ત બોલ્યો પણ મને એ ગમ્યું. ઘણા સમય પછી લાગ્યું હું માણસ છું. અસ્તુ."

બધા પીન ડ્રોપ સાયલન્સ સર્જીને સાગરને સાંભળી રહ્યા હતા. અમુક તેના ભાષણ સમયની નોટ્સ પણ લખી રહ્યા હતા. ત્યાર પછી તો અડધી રાત સુધી વિવિધ વિષયો પર આ રીતનો સંવાદ ચાલ્યો. એક વાત પાક્કે પાયે સમજાઈ ગઈ અહીંયા આવનાર કોઈપણ વ્યક્તિ સામાન્ય નહોતો. તે કાં તો જીનિયસ હતો કાં તો સાવ મૂર્ખ. હું ઘણું શીખી રહ્યો હતો. અહીંયા કૅમેરો કે મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ હતો. અહીંયાં બધા ફક્ત રખડવામોજ કરવા નહોતા આવ્યા. દેશને બહેતર બનાવવાના ઝનૂન સાથે ભેગા થયા હતા. છોકરીઓ પણ દરેક ચર્ચામાં બિન્દાસ બની ઓપિનિયન આપતી. તે બધી બિન્દાસ બેબ્સ હતી. આખરે સાત મુદ્દા અલગથી તારવવામાં આવ્યા. તેમાં સુધારા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. અમુક બાબતો પ્રત્યે જાગૃતિ અભિયાન છેડવાનું નક્કી કરવામાં આવ્યું. બધું કાર્ય તેના અંત તરફ હતું. રાત્રિના સાડા ત્રણ વાગી રહ્યા હતા. 

સાગરની આંખો એક જગ્યા પર સ્થિર થઈ. ખિસ્સામાંથી કોઈ પ્રકાશ ઝગારા મારી રહ્યો હતો. તે સચેત થઈ ગયો. તરત જ મારો હાથ પકડીને દૂર લઈ ગયો. ઝડપથી બેગ લઈને આંગળી ચીંધી  ટેકરી પર ચડવાની સલાહ આપી. પોતે ઝડપથી બુલેટ પાસે ગયો. તે મધરાતે ટેકરીઓની ત્રાંસી અને પથરાળ પગદંડીઓમાં આગળ વધી રહ્યો હતો. તેના ચશ્માં નાઇટ વિઝનવાળા હતા. બુલેટનો ફક્ત અવાજ સાંભળી શકાતો હતો. તેની લાઈટ ચાલુ નહોતી. ચંદ્રની ચાંદનીમાં જ આખો પ્રોગ્રામ થતો. આ વેરાન ભૂમિમાં લાઈટની કોઈ વ્યવસ્થા નહોતી. પાણી અને જમવાનું બધું જ સાથે લઈને આવવાનું હતું. મને સામા પવને ધસમસતી ગાડીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સાગર મારી રાહ જોઈ રહ્યો હતો. હું ઝડપથી તેની પાછળ ગોઠવાયો. તેણે ટેકરીની ટોચ સુધી પહોંચ્યા ત્યાં સુધી ગાડી શક્ય તેટલી ઝડપે ભગાવી. બે વાર પડતાં પડતાં બચ્યા.  સામેની ધાર ઉપર ગાડીઓની લાંબી લાઈનોથી જાણે ટેકરીની ધાર શણગારી હોય એવું લાગતું હતું. અચાનક જ મોટો ધડાકો થયો. અલગ અલગ દસેક ધડાકાથી ચકલી ચોરો’ ધ્રુજી ઉઠ્યો હતો. ધુમાડાના ઉડતાં ગોટાં અને ટેકરી પરથી નીચે તરફ આગળ વધતી ગાડીઓનો કાફલો. સાગરે ફુલ સ્પીડે બુલેટ મારી મુકી.મને કશું સમજાતું નહોતું અચાનક શું થઈ ગયું. 

કાનામને પકડી લેજે.” સાગરે બુલેટની સ્પીડ વધારતાં કહ્યું.

આજે તે ખરેખર વાતોનો નહીં પણ વાસ્તવિકતામાં પણ મર્દ હતો એ સાબિત કરી બતાવ્યું. આગળ જ રોડ રોકી ગાડીઓનો કાફલો ઉભો હતો. સાગરે પાછલના અરીસામાં જોયું. એક લાઈટ સાવ ધીરે ધીરે રસ્તા તરફ આગળ વધી રહી હતી. અચાનક એક જ સાથે દસ હેલોજન જેટલો તીવ્ર પ્રકાશ ચમક્યો. સાગરની આંખો અંજાઈ ગઈ. બુલેટે કન્ટ્રોલ ગુમાવ્યો.  સ્પીડ વધારે હોવાથી સ્લીપ થયું.સ્લીપ થઈને રોડ પર ઘસડાયું.  અમે પછડાટ સાથે બુલેટથી અલગ થયાં. જાણે નજર સામે મોત નાચતું હોય તેવું લાગ્યું. જ્યારે ભાન આવ્યું ત્યારે સાગરને સખત માર પડી રહ્યો હતો. માણસોનું ટોળું જાણે તૂટી પડ્યું હતું. મારી સામે ગબ્બર ડોન ઉભો હતો. મેં  તેની સામે જોયું. મારા માથામાં સખત દુ:ખાવો થઈ રહ્યો હતો. ઉભો થવા ગયો ત્યાં સાથળના ભાગમાં કડાકો થયો હોય એવું લાગ્યું. હું માંડ માંડ ઉભો થઈ રાડ નાખી તેનો સામનો કરવા ગયો. હું માંડ ઉભો રહી શકતો હતો. એટલી તીવ્ર વેદનાથી પગ સણકી રહ્યો હતો. મેં તેને આંબવાનો પ્રયત્ન કર્યો. ત્યાં પાછળથી કોઈએ મારી પીઠમાં જોરથી લાત મારી. તીવ્ર વેદના સાથે હું ટુંટિયું વળી ગયો. પેલા લોકો હવે સાગરને મારતા બંધ થઈ ગયા હતા. મારામાં હલવાની પણ તાકાત નહોતી. જોકે હું હજુ પણ હોશમાં હતો.

ગબ્બર ડોને મારી પાસે નીચે બેસી મારા લમણા પર બંદૂક તાકતા કહ્યું, “છેલ્લો ચાન્સ આપું છું. સમજાવી દેજે તારા દોસ્તને. છ મહિનામાં મારું મકાન ખાલી કરી દે અને મારા કામમાં વચ્ચે આવવાનું બંધ કરે. આવી નાની નાની માછલીઓ પકડે કાંઈ નહીં મળે. જે દિ મગરમચ્છના મોઢામાં આંગળા નાખવાની ત્રેવડ હોય તે દિ મેદાને પડે. હવે હું નહીં સમજાવું.

હું તેને ગુસ્સાથી એકધારો ઘૂરી રહ્યો હતો, “મારા દોસ્તને કંઈ થયું હશે ને ગબ્બર તો હું તને જીવતો નહીં છોડું.

સાલ્લાહરામીની ઓલાદ. તું પણ એના ભેગો રહીને તેના જેવો જ થઈ ગયો.” તેણે મારી જમણી હથેળી કચકચાવીને બૂટની એડી નીચે દબાવી દીધી. હું દર્દ અને વેદનાથી કણસી રહ્યો હતો. કોઈ વાહન આ બાજુ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. 

ગબ્બરભાઈચાલો નીકળીએઆ આપણી ગાડી નથી.”કોઈ બોલ્યું.

 એક જ સેકન્ડ. તેણે મારા પેટમાં હતું તેટલું જોર લગાવીને લાત મારી. તું સાગરનું પ્યાદું બનીને મારી સામે મેદાને ઉતરીશ.” તેણે બેચાર લાતો બીજી ફટકારી.

પેલાએ ઝડપથી ગબ્બર ડોનને અટકાવ્યો. 'ચાલો ભાઈ, હવે વધુ રોકાવું જોખમી છે. હું દર્દથી કણસતો પડખું ફરીને બેવડો વળી ગયો હતો. 

મારી નજર ગાડીમાં મોઢામાં પટ્ટી બાંધેલી એક છોકરી પર પડી.  એ એન્જલ’ હતી. મેં હતી એટલી શક્તિ ભેગી કરી નજર તીવ્ર કરી. એ એન્જલ જ હતી. તેને આ લોકો પકડીને ક્યાં લઈ જઈ રહ્યા હશેતેની આંખો નિઃસહાય બની મદદ માગતી હોય તેવું લાગ્યું. બહુ ઝડપથી ગાડી સ્ટાર્ટ થવાના અવાજ સાથે તે મારી આંખો સામેથી ઓજલ થઈ ગઈ. સાગર જીવતો હતો કે નહીં તેની પણ ખબર નહોતી. મારી આંખો ધીમે ધીમે મિંચાઈ રહી હતી. હું શક્ય તેટલો ભાનમાં રહેવાનો પ્રયત્ન કરતો હતો. પીળો પ્રકાશ સાવ નજીક આવીને સ્થિર થઈ ગયો હતો. તેમાંથી માનવદેહના કેટલાક ઓળા મારી તરફ આવતા હોય તેવું લાગતું હતું. અચાનક હું ઢળી પડ્યો.

**********

ICUના મશીનોના આંકડા બહુ ઝડપથી બદલાઈ રહ્યા હતા. નર્સો દોડતી ICUમાં આવી. એટલી જ ઝડપે ડૉક્ટર પણ આવી ગયા હતા. મીરાને બહાર મોકલી દેવામાં આવી. ક્રિષ્નાના શરીરના આંકડા સતત નીચે તરફ ડાઉન થઈ રહ્યા હતા. ICUમાં ડોક્ટરો મોત સામે જિંદગીને બચાવવા ઝઝૂમી રહ્યા હતા. જ્યારે ડાયરીમાં સાગર અને ક્રિષ્ના પણ.

મીરા ચોંધાર આંસુએ રડી રહી હતી.

To be continued….


* * * * * * * * * * * * *

'Krossing ગર્લ' ની સફરમાં અહીંયા સુધી જોડાઈ રહેવા માટે સહુ વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણી સફરને અટકાવવી પડશે.

 "Krossing ગર્લ"  નવલકથાના કુલ 108 ચેપ્ટરમાંથી તમે 45 ચેપ્ટર વાંચ્યા છે. જે 25 માર્ચ 2018ના રોજ  નવલકથાના પ્રથમ ભાગ તરીકે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયાં હતાં. પ્રથમ ભાગની 1000 કોપી લોન્ચ થયાના 15 દિવસમાં વહેંચાઈ ગઈ હતી.

 માર્કેટમાં બહુ ડિમાન્ડ હોવા છતાં વાંચકમિત્રોએ આપેલા રિવ્યૂ પછી તમે વાંચેલી અધૂરી નવલકથા રિપ્રિન્ટ કરવાને બદલે બીજી એડિશનમાં બંને ભાગ એક સાથે પબ્લિશ કરવાનું નક્કી કર્યું છે. જે લગભગ જૂન મહિનાની શરૂઆતમાં માર્કેટમાં આવશે.

અંદાજીત 450 પેજની નવલકથાના 200 પેજ તમારા તમારા અવલોકન અને મૂલ્યાંકન (રિવ્યૂ)  માટે મુકવામાં આવ્યા છે. જે વાંચીને તમે નક્કી કરી શકો કે આ બૂક ખરીદવી કે નહીં. તમે મારા શબ્દોમાં પૈસા અને સમય બંને રોકો છો. માટે એ રોકતાં પહેલા એની ક્વોલિટી ચકાસવાનો પૂરો હક્ક છે.

તમારા ડિટેઇલ રિવ્યુની આતુરતાથી રાહ રહેશે.... તમે જે ગમ્યું હોય તો વધુમાં વધુ વાંચકો સુધી પહોંચાડજો. જે ના ગમ્યું હોય એ મને ખાસ જણાવજો. મારા લેખનની ગુણવત્તા સુધારવા તમારા રિવ્યૂ બહુ ઉપયોગી નીવડશે.

બીજું... આ બુક એક 20 વર્ષના છોકરાએ લખેલી ડાયરી છે. કોઈ પ્રોફેશનલ લેખકનું લખાણ નથી. એટલે એને એ રીતે મુલવજો. કદાચ મારી પાસે નવલકથાની ઘટના કે વર્ણનોને હજુ વધુ સારી રીતે રજૂ કરવાના પૂરતાં સ્કોપ હતાં. પરન્તુ એ થી બૂકની ઓરિજનાલિટી અને સહજતા ખતમ થઈ જાત. બૂકને શા માટે આ ડાયરીના માહોલમાં સેટ કરી છે એ આખી નવલકથા વાંચશો એટલે સમજાય જશે.

વધુ કોઈ ઇન્કવાયરી  હોય તો 88666 09807 પર મને કોલ કે મેસેજ કરી શકો છો.

 


***

Rate & Review

Charul Bhadania 3 weeks ago

Vishal 2 months ago

Pooja Kuldeep Jain 3 months ago

if you will not upload all the reviews you will lose your readers ...

Solly Fitter 3 months ago

Darshna Parekh 5 months ago