jyare dil tutyu Tara premma books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં

           જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1

        મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને આઝાદ જીંદગી જોઈએ છે .એટલે સાયદ તે કોઈ બંઘનમા બંઘવા નથી માગતી.પણ , જયારે તેના દિલમાં પ્રેમ તરસે ત્યારે તેને ખ્યાલ આવતો હોય છે કે જીંદગી કેટલી ખૂબસુરત છે .ને બીજી જ પળ જયારે તેનુ દિલ તુટે છે ત્યારે તેની જીંદગી કેવી હશે તે આ નવલકથા 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં ' વાંચતા  ખ્યાલ આવશે. આ એક કાલ્પનિક લખાણ છે જેમા પ્રેમ નો એહસાસ હશે. જેમા દિલ રડતુ હશે. જેમા વિશ્વાસ હશે. જેમાં બંધન અને સંબધ પણ હશે ને સાથે વિચાર પણ હશે- તો વાંચતા રહો મારી આ પેહલી નવલકથા ને મને જણાવો કે તમને કેવી લાગી તે સાથે રેડીગ આપવાનુ પણ ભુલતા નહીં..

♥♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥~♥♥

"પ્લીઝ મમ્મી તુ પપ્પા ને સમજાવી દે કે હવે મારા માટે છોકરા જોવાનુ બંધ કરે,મારો જવાબ કયારે નહીં બદલે "

" કયા સુધી ભાગતી રહી લોકોથી આખરે તો તારે કરવુ જ પડશે ને ?"

"પણ મે એવુ કયા કીઘુ કે મારે નથી કરવુ. હું  પણ જાણુ છું કે દીકરી પપ્પાના ઘરે અમુક સમયની જ મેહમાન હોય ! પણ હજી હુ તૈયાર નથી . મારે પેહલા મારુ સપનુ પુરુ કરવુ છે."

"તારા સપનાને કોણ રોકે છે,ને સંબંધો કોઈ ઠીગલી પોતયા ની રમત નથી ! જો વિચાર આવ્યો ને બંધાઈ ગયા. તેમા સમય લાગે. ત્યા સુધી તુ શું કામ કંઈ વિચારે છે "

"પણ,મમ્મી ! જયાર થી તમે મારા સંગપણની વાતો શરુ કરી ત્યારથી મારુ મન ડરે છે ; તે જ વિચારોથી મારુ ભણતર પણ બગડે છે" રિતલ તેના મમ્મી પુષ્પાબેનને સમજાવવા માગે છે પણ તેના શબ્દો અંદર જ ગુગળાઈ જાય છે તે આજે દિલ ની વાતો કરી દેવા માગતી હતી .પણ ,તેનાથી કંઈ બોલાણુ નહીં. રિતલનેે ચુપ રેહવામા જ ભલાઈ લાગી.

          અમદાવાદમાં વસતા ગુજરાતી પરીવારના દિલીપ ભાઈની આ એક જ લાડકી રીતલ હતી. રિતલથી મોટો એક ભાઈ હતો. તેના ચાર વર્ષથી તો લગન પણ થઈ ગયા હતા. જેટલી લાડકી તે તેના મમ્મી-પપ્પા ની હતી. તેનાથી વધારે તો લાડકી તેના ભાઈ પીયૂષની હતી. તેની ભાભી પણ એટલા જ લાડથી તનેે લડાવતી હતી. જેટલો પ્રેમ તેને  તેનો પરિવાર કરતો હતો .તેટલો જ પ્રેમ તે પોતે પણ બધાને કરતી હતી. પણ આજે જયારે તેના સંગપણની વાતો થતી તો તેને તકલીફ થતી.આ ઘર આ પરીવાર ને તે છોડી જવા તે નો'તી માગતી. તેને ડર લાગતો તેના સપના તૂટવાનો, તેને ડર લાગતો તેની આઝાદ જીંદગી નો. સાયદ એટલે જ આજે તેને તેના મમ્મી સાથે વઘારે આરગુમેન્ટ નોતી કરી. બને મા-દિકરી ની વાતો શરુ જ હતી ત્યા નેહલ પણ આવી પહોંચી. નેહલ રિતલ ની ભાભીનુ નામ હતું. તેની ભાભી સુંદર અને સુચિલ હતી.

"રિતુ , પીયૂષ નો કોલ હતો. તે આજે ઓફિસથી જલ્દી આવવાના છે તો તેને કીધું તને અને મને રેડી થવાનુ તુ ફટાફટ તૈયાર થઈ જા તે આવતા જ હશે "

"પણ, ભાભી, જવાનુ છે કયા??? "

"એ તો પિયુષ જ બતાવી શકે, મમ્મી તમારી અને પપ્પા માટે અમે બાહરથી ખાવાનુ લેતા આવીએ તો ચાલે ને..? "

"ચાલે નહીં દોડે ભાભી, મમ્મી ને તો બસ કોઈ કેહવુ જોઈએ. કેમ મમ્મી ! બરાબરને "

"હા.. હા.. તુ પણ તારા પપ્પાની જેમ ઉડાવી લે મજાક."

"રિતલ ચલને હવે લેટ થઈ જશે પછી " રિતલનો હાથ પકડી નેહલ તેને તેના રુમમા લઈ ગઈ જયારે પણ તે લોકો બાહાર જાય ત્યારે હમેશા તે રિતલને તેની સાથે લઇ જતા.

"રિતલ, જોને મને કંઈ સમજાતુ નથી હુ શુ પેહરુ"કબાટને ખોલતા જ નેહલ વિચારવા લાગી.

"ભાભી, આમ તો તમે ગમે તે પેહરો તે સારુ જ લાગે પણ આ સુટ તમારા માટે પરફેક્ટ છે" રિતલે દિઘેલો બુલ્યુ કલરનો સુટ નેહલને જાણે તુરંત પસંદ આવી ગયો હોય તેમ તેને પેહરી પણ લીધો. રિતલ ની પસંદ નેહલ માટે પરફેક્ટ હતી ને નેહલની પસંદ રીતલ માટે.

       બંને રેડી થઈ  પિયુષની રાહ જોતી બાહાર હોલમાં બેઠી હતી. થોડીવારમાં પિયુષ પણ આવી ગયો. તે ફટાફટ તૈયાર થઈ બાહાર આવ્યો . બ્લુ કલરનો સટને બ્લેક કલરનુ પેન્ટમા તે કાફી વધારે હેન્ડસમ લાગતો હતો .તેના કપડાંમા આવતી સ્પ્રે ની સુગંધ આખા ઘરને મેહકાવતી હતી. પિયુષને હોલમાં આવતા જોઈ રિતલ બોલી ઉઠી-"વાવ ભાઈ , તમે તો આજે વધારે ખુશ લાગો છો ! આ ખુશીનુ રાજ તો બતાવો ?"

" હમમમમ ! ના, અત્યારે  બતાવવા તો મજા કંઈ રીતે આવશે!  પિયુષ ને વધારે કંઇ ન પુછતા રિતલ અને નેહલ તેની સાથે ઘરની બહાર નીકળી.

             ♥ ♥ ♥ ♥ ♥ ♥  ♥ ♥ ♥  ♥ ♥ ♥  ♥ ♥ ♥

       રિતલ નો હમસફર સાથી કેવો હશે ? શું તે તેના મમ્મી-પપ્પાની હા મા હા મળવતી રહેશે  કે પછી પોતે પોતાની જીત પર કાયમ રેહશે. કયારે તુટશે તેનુ દિલ ને કોણ દેશે તેના જ પ્રેમમાં તેને દગો તે જાણવા માટે વાંચતા રહો 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં'
     આશા છે કે તમને મારી નવલકથા નુ પેહલુ પ્રકરણ ગમ્યું હશે.પણ મારે બીજૂ પ્રકરણની શરુવાત કરવા તમારા પ્રતિભાવ ની આવશ્યકતા છે. તો રેડિગ આપી તમારો પ્રતિભાવ જાણવવા વિનંતી.