સંભવામિ યુગે યુગે ભાગ ૨૭

સાંજે હોસ્ટેલ માં પહોંચ્યા ત્યારે ભુરીયો તેના પલંગ પર સુઈ રહ્યો હતો . જીગ્નેશે જયારે તેને ઉઠાડ્યો તો ભુરીયો ચમકી ઉઠ્યો અને ધ્રુજવા લાગ્યો અને રાડો પાડવા લાગ્યો મને મારશો નહિ હું કઈ નહિ કરું. સોમ સમજી ગયો કે ઉપરાછાપરી વાર ને લીધે ભુરીયા નું માનસિક સંતુલન હલી ગયું છે. એટલામાં સોમ નો મોબાઈલ રણક્યો. ફોન પાયલ ની મમ્મી નો હતો. તેમની વાત સાંભળીને સોમ જમીન પર બેસી ગયો . તેમણે સોમ ને હોસ્પિટલ આવવા કહ્યું . પાયલ પર પાગલપણ સવાર થઇ ગયું હતું. સોમ અવઢવ માં પડી ગયો . ભુરીયા ને આવી સ્થિતિ માં મૂકીને પાયલ પાસે દોડી જવું તેને યોગ્ય ન લાગ્યું. સોમ ને ફરી એક ફોન આવ્યો . નંબર અજાણ્યો હતો તે વ્યક્તિએ કહ્યું કે મને ખબર છે અત્યારે તમારો મિત્ર અને તમારી પ્રેમિકા મુસીબત માં છે પણ આપ ચિંતા ન કરશો હમણાં બે વ્યક્તિ તમારી પાસે આવશે તેમની સાથે આપ અને આપનો મિત્ર નીકળી જજો સાથે ત્રીજો મિત્ર છે તેને લાવવાની જરૂર નથી અને આપની પ્રેમિકા ને પણ હોસ્પિટલમાંથી બીજે હટાવાની વ્યવસ્થા કરવામાં આવી છે .સોમે પૂછ્યું આપ કોણ છો ? સામેની વ્યક્તિએ કહ્યું હું આપનો મદદગાર છું પણ સમય ઓછો છે આપ નીકળો અને બાકી વાતો આપણે મળીશું પછી . એટલી વાર માં રૂમ ના બારણે ટકોરા પડ્યા . દરવાજો ઉઘાડ્યો તો બે વ્યક્તિઓ હતી તેમણે કહ્યું આપ ભુરીયા ને લઈને મારી સાથે ચાલો . જીગ્નેશે કહ્યું હું પણ આવું છું . સોમે કહ્યું હું આને લઈને દવાખાને જાઉં છું તું પ્રોફેસર અનિકેત ને મળી ને સ્થિતિ સમજાવજે . સોમ અને ભુરીયો ગયા પછી જીગ્નેશ જોરજોરથી હસવા લાગ્યો જાણે પાગલપણ તેના પર સવાર થઇ ગયું હોય . તે મનોમન બબડ્યો હવે કેવી રીતે બચશે સોમ ?

   સોમે માંડ ભુરીયા ને કાબુ કર્યો અને ગાડી માં બેસાડ્યો અને ગાડી નીકળી . આ દ્રશ્ય દૂરથી એક વ્યક્તિ જોઈ રહી હતી . તે દોડીને પોતાની ગાડી પાસે ગયો અને ગાડી માં બેસીને સોમ અને ભુરીયો જે ગાડી માં ગયા તેનો પીછો કરવા લાગ્યો .પીછો કરનાર રામેશ્વર હતો . સોમે ભુરીયા ને ગળા નજીક ને એક નાસ દાબીને બેહોશ કર્યો અને આગળ બેસેલી વ્યક્તિને પૂછ્યું આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? આગળ ની વ્યક્તિએ કહ્યું કે આપણે સુરક્ષિત જગ્યા પર જઈ રહ્યા છીએ . સોમે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને પરસેવો લુછવા લાગ્યો . પરેસેવો લૂછતાં લૂછતાં ડ્રાઇવિંગ સીટ પર બેસેલી વ્યક્તિના ગળા પાસે દોરેલા  વીંછી ના  ટેટુ પર ધ્યાન ગયું .સોમ ને યાદ આવ્યું કે જે વ્યક્તિ નું તેના હાથે મૃત્યુ થયું તેના ગળા પર પણ આજ ટેટુ ચીતરાવેલું હતું . હવે સોમ નું મગજ હરણફાળ ભરવા લાગ્યું . આ વ્યક્તિ તો જટાશંકરે મોકલેલી છે  સોમે પોતાના ગાળામાંનું લોકેટ કાઢ્યું જેનો ઉપયોગ તે સંમોહન કરવા માટે કરતો . ડ્રાઈવર ની બાજુમાં બેસેલી વ્યક્તિ સામે લોકેટ ધાર્યું તો તેણે પિસ્તોલ કાઢીને સોમ સામે ધરી અને કહ્યું હું કઈ નાનો બાળક નથી જેને તો હિપ્નોટાઈઝ કરી નાખે હું પણ સાધક છું.સોમ જોરથી બરાડ્યો આગળ જો ટ્રક આવે છે . એક ક્ષણ ના ધ્યાનભંગ નો લાભ લઈને સોમે તે વ્યક્તિના કાંડા પર પકડ જમાવી અને ઝપાઝપી કરવા લાગ્યો અને તેમાંથી ગોળી છૂટી અને ડ્રાઈવર ના માથામાં વાગી જેના લીધે ગાડી નું બેલેન્સ ગયું અને તે રોડ ડિવાઈડર ને ટકરાઈને ઉંધી વળી ગઈ . સોમ માંડ ગાડીમાંથી બહાર નીકળ્યો અને ભુરીયા ને ખેંચીને બહાર કાઢ્યો . સોમ ના માથામાંથી લોહી વહી રહ્યું હતું . તેની પાસે રામેશ્વર ની ગાડી ઉભી રહી . રામેશ્વર બહાર નીકળ્યો અને કહ્યું સોમ જલ્દી અહીંથી નીકળ. સોમે પોતાના હાથ ની પિસ્તોલ રામેશ્વર ના માથા પર મૂકી અને કહ્યું હવે તું કોણ છે ? રામેશ્વરે કહ્યું તું ફક્ત એટલું સમજ હું મદદગાર છું બાકી ઓળખાણ પછી આપીશ . સોમે કહ્યું આ ગાડી ચલાવનાર પણ મદદગાર હતો . રામેશ્વરે કહ્યું તું ધ્યાન થી જોઇશ તો તને ખબર પડશે કે તું હોસ્ટેલમાંથી હતી વખતે જે ભિખારી ને ભીખ આપે છે તે હુંજ છું. સોમે પોતાના મગજ પર ભાર આપતા ધ્યાન માં આવ્યું કે આનો અને પેલા ભિખારી નો ચહેરો મળતો આવે છે . એટલામાં દૂરથી પોલીસ સાઇરન નો અવાજ આવ્યો એટલે રામેશ્વરે કહ્યું અત્યારે ઝડપ રાખ અને પિસ્તોલ ખીસામાં રાખ જો હું કઈ ખોટું કરવા જાઉં તો બેઝીઝક ગોળી મારી દેજે.સોમ ભુરીયા ને લઈને રામેશ્વર ની ગાડીમાં બેસી ગયો . રામેશ્વરે પોતાના મોબાઈલથી ફોન લગાડ્યો અને પૂછ્યું આ બંનેને લઈને ક્યાં જાઉં તો સામેથી એક અડ્રેસ કહેવામાં આવ્યું . રામેશ્વરે ગાડીને સર્કલ રોડ પર લીધી અને પછી બાવળા તરફ લઇ લીધી . સોમ ના માથામાંથી લોહી વહી રહ્યું હતું . રામેશ્વરે વચ્ચે એક જગ્યાએ ગાડી રોકીને મેડિકલમાંથી ફર્સ્ટ એઇડ કીટ લઇ લીધી અને સોમ ના માથે પટ્ટી બાંધી દીધી . આટલા મોટા એક્સીડેન્ટ માં પણ ભુરીયા ને કઈ વાગ્યું ન હતું . રામેશ્વર તે બંનેને લઈને એક બંગલામાં પહોંચ્યો . ચોકીદારે ગેટ ખોલ્યો એટલે રામેશ્વરે ગાડી અંદર લીધી અને ભૂરિયાને ઉંચકીને અંદર સોફા પર સુવડાવીને રામેશ્વરે કિચનમાંથી પાણી લાવીને સોમ ને આપ્યું . સોમ શાંતિથી બેઠા પછી આજે રાત્રે એક પછી એક બનેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો. તેના મગજ માં ઝબકારો થયો તેણે પોતાનો ફોન કાઢીને પાયલ ની મમ્મીનો નંબર જોડ્યો . તેણે કહ્યું આંટી હું હોસ્પિટલમાં આવતો હતો તે વખતે નાનો એક્સીડેન્ટ થયો તેથી હું પહોંચી શક્યો નથી . પાયલ ને હવે કેમ છે ? જવાબ માં પાયલ ની મમ્મી એક જે કહ્યું તે સાંભળીને સોમ ના પગ નીચેની જમીન ખસી ગઈ . તેમણે કહ્યું કે તેની ટ્રીટમેન્ટ જે ડોક્ટર કરતા હતા તે આવ્યા અને બેહોશીનું ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે આને બીજા વોર્ડ  ખસેડવી પડશે એમ કહીને લઇ ગયા અને હું સમાન સમેટતી હતી તે વખતે તે ડોક્ટર પાછા આવ્યા અને મને પૂછ્યું કે પાયલ ને કેમ છે ? તો મેં તેમને કહ્યું કે હમણાં તમેજ આવીને લઇ ગયા તો તેમણે કહ્યું હું હજી હમણાંજ ડ્યુટી પર આવું છું. અમે આખું હોસ્પિટલ ગોતી વળ્યાં પણ પાયલ ક્યાંય નથી .

***

Rate & Review

Balkrishna patel 5 months ago

Khyati Rupapara 5 months ago

Naran P Chauhan 5 months ago

Pratibha Shah 5 months ago

Bijal Bhai Bharvad 5 months ago