લવ મેરેજ - 10

"ચાલને માનસી, આપણે ઘેર પાછા ચાલ્યા  જઇએ" એક સેફ હાઉસમાં બેસેલા પીયૂશે માનસીને કહ્યું. માનસી થોડા સમય માટે હલબલી ગઈ. તેના ગોરા ગાલ પર રતાશ આવી ગઈ. તે ગરમ પાણીમાં આવતા ઉભરા જેવા લાગણીઓના ઉભરા મહેસુસ કરી રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ સ્પષ્ટ પ્રગટ થતો નહોતો. તે પીયૂશ ના બાહુપાશમાં લપાઈને બેસેલી હતી. તેની પીઠ પીયૂશની છાતી સાથે અડેલી હતી. પીયૂશનો એક હાથ તેની કમર પર હતો અને બીજો હાથ  તેની ગરદન પર વીંટળાયેલો હતો. થોડીવાર કંઈક વિચાર્યા બાદ માનસીએ તેની આ પકડ છોડાવીને ઉભી થઇ. તેણે પીયૂશને આરપાર વીંધી નાખે તેવી દ્રષ્ટિથી જોયો.

"શું મારા દેહનો જાદુ તારા પરથી ઉતરવા લાગ્યો છે? કે પછી તારા શરીરની બધી ભૂખ સંતોષાઈ ગઈ છે?"માનસી ગુસ્સામાં બોલી 

"એવું કશું નથી યાર. મને તો હવે ઘરની યાદ આવે છે. તને નથી આવતી?" પીયૂશ માનસીને ફરી બાહોપાશમાં જકડતા બોલ્યો.

"એટલે અત્યાર સુધી બાહરની બિરયાનીની મોજ ઉડાવી છે અને હવે ઘરે જઈને દાળનો સ્વાદ લેવો છે તારે? યાદ રાખજે. હવે હું જ તારૂ ઘર છું. હવે માત્ર મારા કહેવા પ્રમાણે જ તું પરત જઈશ અત્યારે તો બિલકુલ નહીં!"માનસીએ પીયૂશનો હાથ છોડાવ્યો. તેને પીયૂશનો સ્પર્શનો આનંદને બદલે દજાડવા લાગ્યો હતો. તે રૂમની બહાર ચાલી ગઈ. તેણે ધડ દઈને  દરવાજો બંધ કર્યો અને રૂમને બહારથી લોક કરી દીધો. 

પીયૂશે દોડીને દરવાજો પકડ્યો પરંતુ ત્યાં સુધીમાં તો દરવાજો વાસી દેવામાં આવ્યો હતો. તેણે દરવાજો ખોલવા ઘણી આજીજી કરી પરંતુ બદલામાં કોઈ પ્રત્યુત્તર ન આવ્યો. પીયૂશ અંતે હારીને બારી પાસે બેસી ગયો. તે  આ રૂપ લાલસામાં કૈદ થયો ત્યારે ઉમ્ર ભર તેનો કેદી બનવા ચાહતો હતો. પરંતુ આજે આવી રીતે પુરાઈને રહેવું તેના માટે એક લાચારી બની ગઈ હતી. તે બંધ ઓરડામાં લાઈટ્સ ઓન ઓફ કરી રહ્યો છે. તે ઓરડામાં થતાં અજવાળાને અંધારાની સાથે પીયૂશના માનસ-પટલ પર ભૂતકાળના દ્રશ્યોની અલપ-ઝલપ દેખાય છે. પીયૂશે નિશ્વાસ નાખ્યો. કાશ તે પોતાની ઇચ્છા પર કાબૂ રાખી શક્યા હોત. કાશ તેણે તે દિવસ દિલથી નહીં દિમાગથી કામ લીધું હોત. તે મનોમન પોતાની ભૂલને યાદ કરવા લાગ્યો. આમ પણ વાત કરવા માટે રૂમમાં કોઈ નહોતું એટલે સ્વયં સાથે વાત કરીને તે થાકી ગયો હતો. તે હવે મૌન રહેતો હતો અને તેનો વિતક સમય બોલી રહ્યો હતો
***

ઘણા સમયના ઇંતેજાર બાદ તે દિવસ આવી ગયો હતો. આમ તો પીયૂશ માટે તે સામાન્ય દિવસ હતો. તેનો આસિસ્ટન્ટ કામે નહોતો આવ્યો એટલે તેને ડબલ કામ કરવાનું હતું. સોમવાર હોવાથી દર્દીઓ પણ વધારે હતા. કામમાં વ્યસ્ત પીયૂશ ને કંઈ જ ખબર નહોતી. તે માત્ર તેના કામ પર ધ્યાન આપી રહ્યો હતો. ક્યુ માં કોણ બેઠું છે? કેટલા દર્દી બાકી છે? તેની તેને ખબર નહોતી. તે માત્ર સેમ્પલ લઈને દર્દીને રવાના કરી દેતો. સેમ્પલનું ટેસ્ટિંગ અને એનાલિસિસ તે પછી કરવાનો હતો. જેથી દૂરથી આવતા લોકોને ઘણી તકલીફ પડવાની હતી. લગભગ દોઢ કલાકના સેમ્પલ કલેક્શન બાદ તે ઊભો થયો અને લૅબની બહાર ચાલ્યો ગયો. તે જેવો બહાર ચાલતો થયો કે દર્દીઓ વાતો કરવા લાગ્યા. તેના પર લોકો વિવેચના કરવા લાગ્યા. પરંતુ પબ્લિક ડીલીંગ કરતા તમામ કામોમાં આ સાવ નોર્મલ વાત છે. તે લોકો આનાથી એ હદે ટેવાઈ ગયા હોય છે કે તેના પેટમાં પાણી પણ હલતું નથી.

થોડા ઠાગાઠૈયા કર્યા પછી તે પોતાના કાર્યસ્થળે  પરત ફર્યો. તે જોવો પોતાની કેબિનમાં જઈ રહ્યો હતો કે તેની નજર એક હાથ પર પડી. કોઈ તેને દૂરથી 'હાઈ' કહી રહ્યું હતું. તે કશું ભૂલી ગયો હોય તેવો ડોળ કરી પાછો ગયો અને પેલી વ્યક્તિ પાસેથી પસાર થયો. 

જે વ્યક્તિ તેને ચોરીછુપે 'હાઈ' કહી રહી હતી તે બીજું કોઈ નહીં પરંતુ માનસી હતી. માનસીએ બ્લુ કલરના ટાઈટ સાથે ગોલ્ડન રંગનું રાઉન્ડ શેપ ટી-શર્ટ પહેર્યું હતું. તે ટીશર્ટ તેના શરીર સાથે તસોતસ ચીપકેલુ હતું. જેથી તેનું યૌવન ઉત્કૃષ્ટ બની ગયું હતું. ઉજળા વાન પર ગોલ્ડન પિન્ક કલર એક ગજબનો કૈફ  ચડાવી દે છે. તેણે વાળને તેના એક ખભા પર ઢાળીને રાખ્યા હતા. ચહેરા પર લાઈટ મેકઅપ હતો અને એક અજબ મુસ્કાન તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરી રહી હતી. પીયૂશ માનસી તરફ સ્મિત કરી પાછો પોતાના કામમાં મગ્ન થઈ ગયો. તેણે હવે તરત જ નવો કારસો ઘડી રાખ્યો. તે પહેલા દર્દીઓને કહેતો હતો કે રિપોર્ટ સાંજે લઈ જજો. હવે તેને બદલે તે બધાને રિપોર્ટ આવતીકાલે લેવા આવવાનું કહેવા લાગ્યો. આજે તે એકલો છે એટલે રિપોર્ટ નહીં બને. કાલે આવીને રિપોર્ટ લઈ જશો તેવું સાંભળતા જ દર્દીઓનું મો ઉતરી ગયું. તેઓ મજબુર હતા. તેઓ કરે તો પણ શું કરે? એક બે વ્યક્તિઓએ  હંગામો કર્યો પરંતુ પીયૂશે તેમને દરવાજો બતાવી હાંકી કઢાયા. ત્યાર પછી બીજા કોઈ દર્દીએ કશો અવાજ કર્યો નહીં. થોડા કલાક બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. લોકો પોતાની આદત વશ બધું ચલાવી લેવા લાગ્યા.

 એક પછી એક દર્દી તપાસ્યા બાદ માનસીનો વારો આવ્યો. પીયૂશના મનમાં લાડવા ફૂટવા લાગ્યા. તે સપનામાં રચવા લાગ્યો. તે પોતાની અધૂરી રહેલી મુલાકાતને પૂર્ણ કરવા માંગતો હતો. જેવો લેબનો દરવાજો ખૂલ્યો તેની નજર સામે અપ્સરા જેવી છોકરી ઉભી હતી. તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો. પરંતુ તેનો વધુ ઉત્સાહ ટકી શક્યો નહીં. તેણે જેવી માનસીને ચેર ઓફર કરી કે તેની પાછળ પાછળ તેના મમ્મી અનીલાબેન પણ કેબીનમાં આવી ચડ્યા. પીયૂશની બધી મનની મનમાં રહી ગઈ. તેણે જલ્દી જલ્દી સેમ્પલ લીધું. તે બને તેટલો પ્રોફેશનલ વર્ક કરી રહ્યો હતો. જાણે તે માનસીને પહેલીવાર જ મળ્યો હોય તેમ વર્તી રહ્યો હતો. તેણે સેમ્પલ લઈને માનસીને આવતીકાલે આવીને રિપોર્ટ લઈ જવાનું કહ્યું. રિપોર્ટ આવતીકાલે લેવા આવવામાં તે લોકોને ઘણી મુશ્કેલી પડશે તે વાતની જાણ હોવાથી તેણે બહુ રૂષ્ઠતાથી રિપોર્ટ આવતીકાલે લેવા આવવાનું કહી દીધું.

"બેટા તું તો અમને ઓળખે છે. આવતીકાલે નહીં આજે કરી દે." અનિલાબહેન બોલ્યા. અનિલ બહેનને પીયૂશના રહેણાંકની ખબર હતી. આમ પણ સ્ત્રીઓને આપણી ધારણા કરતા ઘણી બધી બાબતમાં વધારે જ્ઞાન હોય છે.

"પણ હું શું કરું? મારી પાસે કોઈ માણસ નથી અને કામ પણ કેટલું વધારે છે " પીયૂશ  કોઈ મદદ ન આપતા બોલ્યો 

"સર પ્લીઝ કાંઈ થાય તો કરી દો" માનસી મધુર સ્વરમાં બોલી. 

"જોઉં છું. વહેલામાં વહેલા સાંજે આપી શકું" પીયૂશે થોડી આનાકાની કર્યા બાદ કહ્યું.

"પણ ત્યાં સુધી અમે શું કરીએ? અહીં પડ્યા રહીએ શું?" અનિલબહેન બોલ્યા. સમર્થનમાં માનસીએ પણ માથું ધુણાવ્યું.

"તમે મને ઓળખો છો અને તમે એકલા પણ છો એટલે કહું છું. તમે ચાહો તો તમેં મારા ક્વાટરમાં આરામ કરી શકો છો. તે હોસ્પિટલની પાછળ જ છે. ત્યાં તમને કોઈ તકલીફ નહીં પડે." પીયૂશે ઠાવકાઇથી વાત કરી.

"ના અમે ત્યાં ન રહી શકીએ" અનિલાબહેને ચોખ્ખી ના કહી દીધી. માનસી તેમને એક બાજુ લઈ ગઈ. તેણે થોડી વાર બાદ અનિલાબહેનને રાજી કરી લીધા. આમ પણ વહેલી સવારના ઉઠીને તેણે ઘરના કામ પતાવ્યા હતા અને બધું નિપટાવીને તે હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા હતા. એટલે તેઓનું શરીર પણ આરામ માંગી રહ્યું હતું. 
માનસી અને અનિલાબહેનને રૂમ બતાવવા પીયૂશે કોઈને સાથે મોકલ્યો અને પોતે પોતાના કામમાં મગ્ન થઈ ગયો. બાકીના કલાકમાં તેણે બધા પેશન્ટ ચેક કરી લીધા. બધાના સેમ્પલ લઈને તેણે આવતીકાલે રિપોર્ટ લઈ જવા કહી દીધું. 

અહીં માનસી અને તેના મમ્મી જમીને લાંબા થઈ ચૂક્યા હતા. થોડી જ વારમાં અનીલાબહેન નસકોરા બોલાવવા લાગ્યા. તેના નસકોરા, તેના માટે આરામ હતો પરંતુ માનસી માટે આરામ હરામ હતો. તે બિચારી આ રીતે સુઈ નહોતી શકતી. તે બારી પાસે બેસી અને શાંત મકાનોને જોઈ રહી હતી. આટલી મોટી હોસ્પિટલમાં કેટલો બધો કકળાટ હતો અને અહીં તો જાણે કંઈ છે જ નહીં. તે બારીમાંથી ખાલી રસ્તાને જોઈને પણ થાકી ગઈ હતી.

થોડા સમય બાદ તેને દરવાજા પાસે કોઈનો પગરવ સંભળાયો. તે ઉભી થઇને દ્વાર પાસે ગઈ. સાવ ખાલીખમ લાગતા ક્વાટરમાં અચાનક આ શેનો અવાજ હશે. તે જાણવામાં માનસી દરવાજાને જોઈ રહી હતી. અચાનક દરવાજો ખૂલ્યો. દરવાજાને ખૂલતો જોઈ તે ડરી ગઈ છતાં તે અનિલાબહેનની  નીંદરમાં ખલેલ  નહોતી કરવા માંગતી તેથી તેણે શાંતિથી પરિસ્થિતિનું અવલોકન કર્યું . દરવાજાનો નોબ ફર્યો, દરવાજો ધીમેથી સરરર દઈને ખુલ્યો. દરવાજાને પેલે પાર પીયૂશ ઊભો હતો. 

"તમે કેમ અહીં ?" માનસીને શું પૂછવું તેની ખબર ન પડતા બોલી. 

"કેમ હું મારા ઘરમાં ન આવી શકું? પીયૂશે નટખટ અદાથી કહ્યું 

"આવી શકો પરંતુ અત્યારે શું કામ આવ્યા છો?" માનસીએ ધીમા સ્વરે કહ્યું. 

પીયૂશ ઘરમાં પ્રવેશ્યો. તેણે દરવાજો બંધ કર્યો અને માનસીનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી લીધી. માનસી વેગના કારણે સીધી તેની સાથે અથડાઈ ગઈ. તેણે માનસીને પોતાની બાહોમાં કેદ કરતાં કહ્યું 

"એક કામ અધૂરું રહી ગયું હતું તે યાદ આવી ગયું"

"અને તે શું કામ હતું?'' માનસીએ તેના નખરાને પરવાનગી આપતા કહ્યું હતું.
 
" હતું કંઈક પર્સનલ" પીયૂશ માનસીને ચૂમવા લાગ્યો.

 માનસી તેને દૂર કરવા મહેનત કરી રહી હતી. જોકે તે અંદરથી તો આ બધું પસંદ કરી રહી હતી. માત્ર બહારથી થોડો વિરોધ દર્શાવી રહી હતી. ઉપરાંત રૂમમાં પોતાની માતા હતી. તેનો પણ તેને ભય હતો. પરંતુ પીયૂશ બહુ પાકો ખેલાડી હતો. હાથ લાગેલી માછલીને તે કેમ કરી છોડે. માનસીને ઉપાડી ને તે બીજા રૂમમાં લઇ ગયો.  તેણે પોતાના બંને હાથો પર માનસીને ફિલ્મી અંદાજમાં તેડી હતી. તે માનસીને ખૂબ જ જતન સાથે બીજા રૂમમાં લઇ ગયો .

"મમ્મી જાગી જશે તો?"માનસીએ ડરના માર્યા પૂછ્યું. 

"તારી મમ્મી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી નહીં જાગે. તારી પાછળ દોડી દોડીને તે થાકી ગઈ છે" પીયૂશ તેના ગાલ ચૂમતા બોલ્યો. માનસી બદલામા હસી. 

પીયૂશે તેના હાથથી માનસીના દેહને અનાવૃત કર્યો. તે એક એક ઇંચના અંતરે તેને ચૂમી રહ્યો હતો અને માનસીના શરીરમાં હજારો પતંગિયાઓ એકસાથે ઊડી રહ્યા હતા. કોઈ પ્રવીણ સંગીતકાર વીણાના તારોને જેમ એક પછી એક છેડીને તેમાંથી સંગીત ઉત્પન્ન કરે. તેમ આ કળાનો માહિર પીયૂશ માનસીના માખણ જેવા કોમળ દેહમાંથી મધ જેવું મીઠું સંગીત રેલાવી રહ્યો હતો. જે કંઈ થઈ રહ્યું હતું તે સારું છે કે ખરાબ તેની ભાન માનસીને  નહોતી. પરંતુ તે એક જ વાત જાણતી હતી કે આ પળ તેની જિંદગીની સૌથી સુંદર પળ છે. તેણે આવું સુખ ક્યારેય માણ્યું નહો.તું ન તો તેને આવી કલ્પના પણ કરી હતી. સાવ નાજુક કળી સમાન માનસીનું દેહ ઉઘડેલા પુષ્પની માફક પલંગ પર સજેલું હતું.

પીયૂશ તેના પર આરુઢ થયો. બંને એકબીજામાં ગુમ થઈ ગયા. જાણે સુખના હલેસા તેમના જીવનની નાવને સાગર પાર લઈ ગયા હોય તેમ બંને એકબીજાને સહેલાવી રહ્યા હતા.  હવે માનસીમાં ન તો શરમ હતી. ન તો કોઈ ક્ષોભ. તે બેફિકર થઇને આ ક્ષણનો આનંદ લઈ રહી હતી.

લગભગ થોડાક સમય બાદ જાણે કોઈએ તપતો સૂરજ માનસીના દેહમાં ઉતારી દીધો હોય તેમ માનસી થર-થરી રહી હતી. માનસી દર્દની સાથે મજાનો પણ આનંદ લઈ રહી હતી. જીવનમાં પ્રથમ વખત કોઈ દર્દ તેને આનંદ આપી રહ્યું હતું. થોડા સમય બાદ બંનેના લાગણીના રથે વિરામ લીધો.

"તું મારી સાથે લગ્ન કરીશને?" લોહી ભરેલી બેડશીટ પલંગથી દૂર કરતા માનસી બોલી.

પોતાના તન પર કપડા ચડાવતો પીયૂશ વિચારોમાં ગુમ થઈ ગયો . તેણે કશો જવાબ આપ્યો નહીં. તે જવાબ આપે તો પણ શું જવાબ આપે? પોતે પહેલેથી જ લગ્નગ્રંથીથી બંધાયેલો છે. માલિની સાથે થયેલા તેના ફેરા પીયૂશને જવાબ આપતા રોકી રહ્યા છે. 

"બોલને..." પીયૂશનું મુખ ચૂમતા માનસી બોલી. 

પીયૂશના મસ્તક પર પરસેવો બાઝી ગયો હતો. તેણે મનોમન 'ના' કહી દેવાનું નક્કી કર્યું. તે ગડમથલમાં હતો. જો તે ના પાડશે તો તેના હાથમાંથી આ સોનાની ચકલી નીકળી જશે.  તે ચાહતો હતો કે તે કહી દે કે તેણે તેના હાથેથી માલીનીના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું છે. તેણે માલીનીનો સાથ દેવાની જિંદગીભરની કસમ ખાધી છે. માનસી તો તેના માટે માત્ર ટાઈમ પાસ છે આટલું કડવું સત્ય સાંભળી માનસી પર શું વીતશે તેની પણ પીયૂશને પરવા નહોતી. તે હિંમત એકઠી  કરી રહ્યો હતો. 

"હવે બોલને..." માનસી તેને વીંટળાય પડી. તેના તનની ગરમી પીયૂશની હિંમત પર પાણી ફેરવી ગઈ.  પીયૂશ જોરથી બોલી ઉઠ્યો 

"હા"

તેના મુખમાંથી વણ ચાહ્યો સંવાદ આવીને ખુદ તેને પરેશાન કરી ગયો. તેણે તેના જીવનની નવી દિશા ખોલી લીધી હતી. તે હવે મૂંઝવણમાં હતો કે આ એક શબ્દ તેના જીવનની ભૂલ હતી કે પછી સુખની શરૂઆત!

***