KING - POWER OF EMPIRE 16

(આગળનાં ભાગમાં જોયું કે સુનિતા આત્મહત્યા કરે છે આ વાત થી શૌર્ય ને આઘાત લાગે છે, જયારે સુનિતા ની ડેડબૉડી ને એમ્બ્યુલન્સ મા લઈ જવામાં આવે છે ત્યારે શૌર્ય ની નજર સુનિતા ની હાથમાં રહેલ ચિઠ્ઠી પર પડે છે, શૌર્ય તે ચિઠ્ઠી લઈને વાંચે છે અને ખૂબ ગુસ્સે થયા છે એવું તો શું હતું એ ચિઠ્ઠી માં આવો જાણીએ)

“શૌર્ય શું લખ્યું છે આ ચિઠ્ઠી મા?  ” પ્રીતિ એ તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું

શૌર્ય એ તે ચિઠ્ઠી પ્રીતિ તરફ કરી અને તેણે તે ચિઠ્ઠી પોતાના હાથમાં લીધી, શ્રેયા અને અક્ષય પણ તેની પાછળ ગોઠવાય ગયાં અને ચિઠ્ઠી વાંચવા લાગ્યા.

“ હું સુનિતા એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવું છું, હું મારા માતા પિતા ની એક ની એક સંતાન છું એટલા માટે મારા માતા પિતા એ મારી બધી ઈચ્છા પૂરી કરી, મને ભણાવવા માટે પણ એમણે ખૂબ મહેનત કરી, પણ હું નાદાન એક જ ભૂલ કરી બેસી, એક એવા વ્યક્તિ સાથે પ્રેમ કર્યો જે પ્રેમ નો નહીં પણ વાસનાનો ભૂખ્યો હતો અને એ છે અહીં ના MLA રવિ યાદવ નો છોકરો રૉકી યાદવ, એણે બીજી છોકરીઓ ની જેમ મારો ઉપયોગ કરી મને તરછોડી દીધી, પણ મને એક વ્યક્તિ એ સમજાવ્યું હતું કે આવાં વ્યક્તિ માટે હું લાગણી રાખી ને પોતાનું જીવન બરબાદ કરું એના કરતાં જે માતા પિતા એ મને આજ સુધી ઉછેરી એના માટે જીવું, મે એ વાત માની પણ મારું નસીબ જ ખરાબ હતું મને કાલ રાત્રે જ ખબર પડી કે હું પ્રેગ્નેટ છું, અને આ બાળક બીજા કોઈ નું નહીં પણ રૉકી નું છે, મે તેને રાત્રે ખૂબ વિનંતી કરી ને મળવા બોલાવ્યો અને આ બધી વાત કરી પણ તેણે કહ્યું,

“જો તારા જેવી કેટલીય છોકરીઓ આવી અને ગઈ અને વાત રહી આ બાળક ની તો તેને ખતમ કરી દે જે પૈસા થશે એ હું આપી અને થોડાં વધારે આપી જે તું રાખજે આમ પણ તમે છોકરીઓ એ માટે આ બધું કરો છો ”

આ સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો કે આ એક હવસ નો પૂજારી છે આને માત્ર પોતાની હવસ સંતોષવા માટે જ આ કરે છે, મે તેને બહુ વિનંતી કરી કે તે મને અને આ બાળક ને અપનાવી લે પણ તેણે કહ્યું,

“જો સુનિતા મારા ખોટું દબાણ ન કર નહીં તો તું જાણે છે કે મારા પપ્પા ની પહોંચ કયાં સુધી છે અને તું ગમે તે કરી પણ એ સાબિત નહીં કરી શકે કે આ બાળક મારું છે અને હું એ અફવા પણ ફેલાવી દઈ કે તું પૈસા માટે લોકો સાથે…….” આટલું કહીને તે હસ્યો અને ત્યાં થી ચાલ્યો ગયો

આ સાંભળીને હું સમજી ગઇ હતી કે તે મને એક વેશ્યા સાબિત કરી દેશે અને આ સમાજ મને કયારેય નહીં અપનાવે, હું મારા માતા પિતા પર એ કલંક લગાવા નથી માંગતી કે લોકો એમને એક વેશ્યા ના માતા પિતા કહે એટલા માટે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો ન હતો, પણ જતાં જતાં હું એટલું જ કહી કે મારી અને આ બાળક ની મોત નું જવાબદાર રૉકી યાદવ છે, ભગવાન પાસે જઈ તેને એક પ્રશ્ન અવશ્ય કરી કે આવા પાપીઓનાં સંહાર માટે તેમણે કોઈ નાયક કેમ ન બનાવ્યો ”

આ વાંચીને પ્રીતિ ની આંખોમાં પણ આંસુ આવી ગયા, શ્રેયા અને અક્ષય ને પણ સુનિતા માટે ખૂબ દુઃખ થયું, શોર્ય પણ દુઃખી હતો પણ સાથે સાથે એ ગુસ્સામાં પણ હતો અને જયારે પણ કોઈ વ્યક્તિ ની અંદર દુઃખ અને ગુસ્સો એકસાથે હોય ત્યારે તેની પરિસ્થિતિ સમજવી ખૂબ મુશ્કેલ છે અને સુનિતા એ લખેલું છેલ્લું વાકય તેને ખૂબ ખૂચ્યું હતું, “કે ભગવાને પાપી ઓના સંહાર માટે કોઈ નાયક ન બનાવ્યો ” કારણ કે શૌર્ય એ તેનાં અતિત મા પણ આ વાકય સાંભળ્યું હતું તે સમયે જે પરિસ્થિતિ હતી તેનાં કરતાં આ પરિસ્થિતિ અલગ હતી પણ તેની વેદના તો માસૂમ લોકો ને જ વેઠવી પડી આ વાતનું શૌર્ય ને દુઃખ હતું

“શું થયું છે અહીં કેમ બધાં અહીં ટોળું એકઠું કર્યું છે ” ટોળાં ની પાછળ થી અવાજ આવ્યો

રૉકી તેનાં કેટલાંક મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો, તેણે ટોળામાં ઉભેલાં એક છોકરાં નો કૉલર પકડી ને ખેંચ્યો અને કહ્યું , “અહીંયા શું તારાં બાપ નાં લગ્ન છે જો ઉભો છે???  શું થયું એ બોલ.... માદર ”

“એક છોકરી એ આત્મહત્યા કરી છે રૉકીભાઈ ” એ છોકરાં એ થોથરાતાં અવાજે કહ્યું

“આત્મહત્યા એ પણ છોકરીએ , કોણ હતી એ?  ” રૉકી એ કહ્યું

“સુ... સુનિતા ” પેલાં એ થોથરાતાં કહ્યું

રૉકી સમજી ગયો કે તેણે આત્મહત્યા શા માટે કરી પણ હવે એ દુઃખ વ્યક્ત કરવાને બદલે એને બદનામ કરવાનું વિચારવા લાગ્યો,  તેણે પેલાં છોકરાં ને ધકકો મારી ને સાઈડ પર કર્યો તેનાં મિત્રો બધાં ને બાજુમાં કરવા લાગ્યા અને રૉકી આગળ આવ્યો.

“મને તો ખબર જ હતી કે આ આવું જ કરશે ” રૉકી એ કહ્યું

“કેમ રૉકીભાઈ તમને કેમ ખબર ” તેનાં મિત્ર એ તેની ચાપલૂસી કરતાં કહ્યું

“અરે પૈસા લઈને લોકોની રાતો રંગીન કરતી હતી ” રૉકી એ આંખ મારતાં કહ્યું

“તો પછી તમે પણ લાભ લીધો લાગે?  ” તેના બીજાં મિત્ર એ કહ્યું

“એ પણ કંઈ પૂછવાની વાત છે,  હું કંઈ વિશ્વામિત્ર થોડો છું પણ સાચું કહું તો કસમથી મઝા આવી ગઈ હતી થોડી જલ્દી મરી ગઈ નહીં તો તમને પણ લાભ અપાવત ” રૉકી એ તેનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું

રૉકી ના શબ્દો શૌર્ય ના કાન સુધી પહોંચ્યા , તેણે પોતાના હાથ ની મૂઠી બનાવી લીધી પ્રીતિ આ જોઈ ને તેની પાસે ગઈ અને તેનાં ખભા પર હાથ મૂકી ને કહ્યું, “નહીં શૌર્ય આ સમય એ તું કંઈ ન કરતો આ સમય આ બધી વાતો માટે ઉચિત નથી ”

“સમય કયારેય પણ ઉચિત નથી હોતો પ્રીતિ તેને ઉચિત બનાવવો પડે છે ” શૌર્ય એ આવેશ મા આવી ને કહ્યું

“શૌર્ય પ્લીઝ આવેશ મા આવી ને કોઈ નિર્ણય ન લે ” પ્રીતિ એ કહ્યું

“આની જેવાં પાપી ને જો માફ કરું તો મારું કિં...... ” આટલું બોલતાં શૌર્ય અટકી ગયો

“કિં...  શું  શૌર્ય? ” પ્રીતિ એ તરત જ કહ્યું

“કંઈ નહીં ” શૌર્ય એ કહ્યું

શૌર્ય થોડો શાંત પડયો તેણે મનમાં જ વિચાર્યું કે આવેશ મા આવી ને તે પ્રીતિ સામે બીજું કંઈક ન બોલી બેસે

“અરે આવી વેશ્યા માટે અફસોસ વ્યક્ત કરવાની જરૂર નથી કોને ખબર કેટલાં સાથે મૌં કાળું કર્યું હશે ” રૉકી એ ટોળાં ને વિખેરતા કહ્યું

“અસત્ય બોલી ને નામર્દ ની જેમ કયાં જાય છે મર્દ બનાવાનો શોખ હોય તો સત્ય બોલ રૉકી યાદવ ” પાછળ થી શૌર્ય એ ત્રાડ પાડી

શું ખરેખર શૌર્ય રૉકી ને તેનાં ગુના ની સજા આપશે ? ,શું રૉકી સાથે દુશ્મની તેને નવી મુસીબત મા મૂકશે કે પછી શૌર્ય કોઈ નવી રહસ્યમય સંજોગો ઉભા કરશે, કિંગ તરીકે પોતાની આેળખ ને શું તે પ્રીતિ થી છુપાવી શકશે અને આખરે એવું તો શું છે KING  ની અસલી પાવર ?

પ્રશ્નો બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતાં રહ્યો, “KING - POWER OF EMPIRE ”

હવે વાત કરું આ નવલકથા ની તો હવે એક રહસ્ય તમને કહી જ દવું છું, જે સ્ટોરી ના રહસ્યો અને સ્ટોરી ને તમે આટલી પંસદ કરી હકીકત માં સાત વર્ષ પહેલાં, એટલે કે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો, તે સમયે મે પોતાની વાસ્તવિક દુનિયા સાથે એક કાલ્પનિક દુનિયા બનાવી હતી, આજે આ સ્ટોરી નો લીડ રોલ શૌર્ય ના સ્થાને મે પોતાની જાત ને મૂકી  હતી, એ સમયે હું ઈચ્છતો હતો કે મારી પાસે પણ પાવર, પૈસા, પદ હોય, આજ ના કળિયુગમાં S.P. અને અર્જુન જેવા બે વિશ્વાસ નું ઉદાહરણ પૂરું પાડનાર સાથી હોય અને એક પ્રીતિ જેવી પ્રેમ કરનારી હોય. મેં તે સમયે માત્ર આ ચાર પાત્રો થી મારી કાલ્પનિક દુનિયા વસાવી હતી, પણ તે સમયે હું ટેક્નોલોજી નો એટલો ઉપયોગ કરતો ન હતો, ધોરણ 11-12 મા સાયન્સ મા હોવાથી એટલો સમય ન મળ્યો પણ કૉલેજ લાઈફમાં આવતાં માતૃભારતી અને પ્રતિલીપિ જેવા પેલ્ટફ્રોર્મ મને મળ્યા, જયાં મે મારી કાલ્પનિક દુનિયા ને કાગળ પર ઉતારી , ન તો મને પ્રતિભાવ ની લાલસા છે ન તો કોઈ રેંટીગ ની, પણ ઘણા લોકો એ જે પ્રેમ આપ્યો એેટલે મને તમારા પ્રેમ ની લાલચ થઈ ગઈ અને મે શૌર્ય નામનો એક અનોખો વ્યક્તિ બનાવ્યો, તમે તે પંસદ કર્યું અને મે આ સ્ટોરી મા ડગલે ને પગલે રહસ્યો ભરી દીધા, તમારી જિજ્ઞાસા વૃત્તિ જોઈ ને મને આનંદ પણ થયો.  

એક ખાસ વાત કહેવા માંગુ છું અને એ છે કે આ નવલકથા ના બે સીઝન મા વહેંચાયેલી છે, પહેલી સીઝનમાં શૌર્ય ના બધાં રહસ્યો ઉજાગર થશે, શા માટે તે કિંગ બન્યો અને શૌર્ય ના અતિત ના બધા રહસ્યો જાણવા મળશે અને એ બધા રહસ્યો ખૂબ રસપ્રદ છે અને સીઝન બે માં શૌર્ય ની સામે કેટલાંક રહસ્યો ઉજાગર થશે જેની તેણે કલ્પના પણ કરી નહીં હોય અને સ્ટોરી ના અંતમાં શૌર્ય સામે સૌથી મોટું રહસ્ય ઉજાગર થશે અને તે સમયે શૌર્ય ખૂબ વિકટ પરિસ્થિતિ માં મૂકાશે. આ નવલકથા ના 100 થી વધારે ભાગ બનશે એટલે વિનંતી કરું છું કે થોડી ધીરજ રાખજો.

રહસ્યો ની આંટીઘૂંટી થી રચાયેલી આ રચના ના રહસ્યો જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

***

***

Rate & Review

Verified icon

krina 3 months ago

Verified icon

Parth Ajudiya 3 months ago

Verified icon

Himanshu 3 months ago

Verified icon

Gaurang Rajat 3 months ago

Verified icon

Brinda Vora 4 months ago