આત્માના અંતિમ સંસ્કાર - ૧૮

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૮

વનદેવી નિરંતર દોડી રહ્યા હતા ! આગળ જતી કેડી હવે સાંકડી થઇ રહી હતી અને વ્રુક્ષોના ઝુંડમાં ગાયબ થઇ રહી હતી ! “સમરરરરરરરરર....” વનદેવીએ જોર જોર થી બુમો પાડી અને જવાબમાં એમને કોઈનો ક્રોધિત ફૂંફાડો સંભળાયો ! કોઈ જનાવર જાણેકે હાંફતું હોય અને છીંકતું હોય એવું એમને લાગ્યું ! વનદેવીએ દોડવાની ઝડપ ઓછી ના કરી. અચાનક એક પહાડીય વણાંક પાસે વનદેવીના પગ થીજી ગયા. સામે એક વિશાળકાય મોટી ખુંધ વાળો આખલો ઉભો હતો ! એના નસકોરામાંથી ધુમાડા નીકળી રહ્યા હતા ! એ જોર જોરથી હાંફતો હતો અને ક્રોધિત નજરે વનદેવીની સામે જોઈ રહ્યો હતો. વનદેવી એની આંખોમાં જોઈ રહ્યા ! આખલાએ થોડા ડગલા પાછા ભર્યા અને એકદમ ભયાનક ઝડપથી એ દોડ્યો અને એણે વનદેવી પર આક્રમણ કર્યું. વનદેવીની આંખોમાં ભયંકર ગુસ્સો વ્યાપી ગયો. અચાનક એમના મુખમાં થી શબ્દો સરી પડ્યા ‘જય મહાદેવ !’ એમણે એમનો એક હાથ લાંબો કર્યો અને એક પગ બાજુમાં પડેલા ખડક પર ટકાવીને હવામાં કુદકો માર્યો અને એ એમની તરફ ધસી આવતા આખલાને વટાવીને બીજી તરફ પડ્યા. આખલો આગળ નીકળી ગયો. હવે એ પાછો ફરીને ફરીથી પ્રહાર કરવા માટે સજ્જ થઇ ગયો હતો. વનદેવીની આંખોમાં અંગારા નીકળી રહ્યા હતા ! એમણે એમની આંખો બંધ કરી અને એમને દુર સુદૂર પહાડો પર એક આખલા પર બેઠેલા મહાદેવ નજરે ચડ્યા. એમણે મનોમન એમને વંદન કર્યા. મહાદેવના મુખ પર એક સ્મિત આવી ગયું. વનદેવીએ હવે આંખો ખોલી અને એમની લાલ લાલ આંખો હવે આખલાને જોઈ રહી હતી. એમણે એક ભયાનક ત્રાડ પાડી. આજુબાજુની ધરા ધ્રુજી ગઈ. વનદેવીએ હવે આખલા સામે ભયંકર ગતિથી દોટ મૂકી. પોતાના તરફ આવતી અગ્નિ જવાળા જેવી આકૃતિથી આખલાને નવાઈ લાગી પણ એણે એની દોડવાની ગતિ ઓછી ના કરી. અચાનક એના માથા પર એક પ્રચંડ પ્રહાર થયો અને એ લથડિયું ખાઈને ભોય ભેગો થઇ ગયો ! એને ભયંકર ગુસ્સો આવ્યો અને એ ફરીથી ઉભો થઇ ગયો. “હેય હેય હેય !!!” અચાનક વનદેવી ચમક્યા. એમણે જોયું કે એમની ડાબી બાજુથી સમર બુમો પાડતો આવી રહ્યો હતો ! એણે વનદેવી કઈ પણ સમજે કે એને રોકે એ પહેલા આખલા તરફ દોટ મૂકી. આખલો પણ ભયંકર ગુસ્સામાં સમર તરફ દોડ્યો. “નહીઈઈઈઈઈઈઈઈઈ... સમર,,,,,રહેવા દેએએએએએએ,,,,,,” વનદેવીએ જોરથી બુમો પાડી પણ મોડું થઇ ગયું હતું. સમરે દોડતા દોડતા વનદેવીની સામે જોયું ! ઓફ...!!! એ જ ચહેરો, એ જ નાક નકશો, એ જ અદ્દલ પ્રતિકૃતિ, સામે યુવાને ઉભેલી જોઇને સમર ખચકાઈ ગયો અને ઉભો રહી ગયો. “યુવા,,,” એના મોઢામાં થી શબ્દો સરી પડ્યા અને આટલી વાર આખલા માટે કાફી હતી. આખલાએ પ્રચંડ વેગથી સમરના પડખે ઢીન્ક મારી દીધી હતી અને સમર હવામાં ઊંચકાઈને કેડીની ઉપર થઈને નીચે ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયો ! “નહીઈઈઈઈઈઈઈઈ....” વનદેવીએ જોરથી બુમ પાડી પણ ઘણું મોડું થઇ ગયું હતું ! આખલાના પ્રચંડ પ્રહારથી સમર ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયો હતો જ્યાં નીચે સફેદ બરફ અને ખડકો જ હતા અને બચવાની કોઈ આશા નહોતી. વનદેવી ખીણની ધારે બેસી પડ્યા ! એમનું માથું ફાટ ફાટ થઇ રહ્યું હતું ! પોતે પણ જાણે કે ખીણમાં ગબડી પડ્યા હતા એવું એમના મસ્તિષ્કમાં ઉભરી રહ્યું હતું ! એમની આંખો સમક્ષ સમરના પાકીટમાં રહેલો યુવાનો ચહેરો તરવરી રહ્યો ! “મોટીઈઈઈઈ,,,,” કોઈ એમને સાદ પાડીને બોલાવી રહ્યું હોય એવું લાગવા માંડ્યું હતું. કોઈ વિશાળકાય આદમી એને સાદ પાડી રહ્યો હતો. વનદેવીના હાથ આપોઆપ આગળ આવી ગયા જાણે કે એમના હાથમાં કોઈ નાનું શિશુ હોય અને એ એમની સામે એની મોટી મોટી બ્લુ આંખો પટપટાવીને જોઈ રહ્યું હોય એવું એમને લાગવા મંડ્યું ! એક ચીસ પાડીને એ ત્યાં જ ઢળી પડ્યા.

***

ત્રણ ત્રણ મહિના થઇ ગયા હતા ! સમરનો કોઈ પત્તો નહોતો ! ભારતીય સેનાએ એના ચુનંદા માણસોને કામે લગાડ્યા હતા. એ લોકો સમર છેલ્લે જ્યાં ગયો હતો એ જગ્યાની આજુબાજુ બધે જ ફરી વળ્યા હતા પણ એનું પગેરું ક્યાય મળ્યું નહોતું. સ્થાનિક આદિવાસીઓનો સાથ લઈને પણ એમણે સમરની ખોજ કરવાની કોશિશ કરી પણ બધું વ્યર્થ નીવડ્યું ! વિરાટ અને શિવાનંદે સાથે મળીને એ જગ્યાએ સમરને શોધવાની કોશિશ કરી હતી પણ જાણે કે એને હવા ગળી ગઈ હોય એમ એનું પગેરું સુધ્ધા મળતું નહોતું ! લગલગાટ બે મહિના સુધી એમણે એને શોધ્યો હતો અને પછી હારી થાકીને એ લોકો પાછા આવી ગયા હતા ! શિવાનંદ એના આશ્રમ ભણી જતો રહ્યો હતો અને પ્રોફેસર મુંબઈ. વિરાટ પાછો એની માં રેવા પાસે આવી ગયો હતો. રેવા રડી રડીને બેહાલ થઇ ગઈ હતી ! હિમાલયે એના પતિ અને પુત્ર બંનેને ગાયબ કરી દીધા હતા !

***

યુવા બેચેન હતી ! એ કમાન્ડો પ્રશિક્ષણ પામેલી હતી, દયા, લાગણી અને દુખ એને સ્પર્શતું નહોતું પણ જ્યારથી એ રેવામાં અને સમરને મળી હતી એની ઝીંદગી બદલાઈ ગઈ હતી. એણે પણ સમરને શોધવામાં વિરાટની ખુબ મદદ કરી હતી પણ બધું જ વ્યર્થ હતું ! હારી થાકીને એ અને ઝારા મુંબઈ એમના ઘરે પાછી ફરી હતી ! એક બેચેન રાત્રે એને એના માસ્ટર રબ્બીની ખુબ યાદ આવી અને એણે રબ્બીને પત્ર લખી નાખ્યો અને બધું જ કહી દીધું કે કેવી રીતે એ સમરને ચાહતી હતી અને કેવી રીતે એ ગાયબ થઇ ગયો હતો ! એને ખબર ન હતી કે રબ્બી એની પુત્રીને મદદ કરવા ટૂંક સમયમાં જ એની પાસે આવશે !

***

“ઝારા, પ્લીઝ એક પેકેટ આપ ને” યુવાએ ઝારાને આજીજી કરી. ઝારાએ નકારમાં માથું ધુણાવ્યું ! “દીદી, કઈ જ વધ્યું નથી, આપણે અમજદને ફોન કરીએ તો ?” અમજદ રશીદખાનનો માણસ હતો જેની એમણે એક વાર જાન બચાવી હતી અને એમને ખબર હતી કે એની પાસે એમને ડ્રગ્સ મળી જ જશે. અચાનક યુવાના મોબાઈલ પર અજાણ્યો નંબર ફ્લેશ થયો. યુવાએ આશ્ચર્યથી ઝારા સામે જોયું અને ફોન ઉપાડ્યો. ફોનમાંથી એક ઘેરો પરિચિત અવાજ આવ્યો “જય મહાદેવ, કેમ છો યુવા ? હું શિવાનંદ બોલું છું, હું અહી મુંબઈ આવ્યો હતો અને મને થયું કે હું તમને મળતો જાઉં. શું તમે મને મળવા એકલા આવી શકો છો આજે સાંજે સાત વાગે ? હું તમને મારું એડ્રેસ મેસેજ કરી દઉં છું” યુવાએ એક ક્ષણ ઝારા સામે જોયું અને પછી એણે હકારમાં માથું ધુણાવી દીધું.

***

મોડી સાંજે યુવા ટેક્ષીમાંથી નીચે ઉતારી અને જય ભોલેનાથ ટ્રસ્ટના વિશાળ દરવાજે ઉભી રહી. એક બુઢા ચોકીદારે એની એક ચોપડામાં સહી લીધી અને એને અંદર જવા દીધી. એક ભગવા કપડા પહેરેલી સ્ત્રી યુવાને એક વિશાળ ખંડ તરફ દોરી ગઈ. અંદર શિવજીની એક વિશાળ મૂર્તિ હતી અને એની નીચે એક નાનકડું આસન હતું અને હવામાં અજીબ પ્રકારની સંમોહિત કરી નાખે એવી ધુમ્રસેર પ્રસરેલી હતી. યુવા પલોઠી વાળીને નીચે મુકેલા આસન પર બેસી ગઈ. થોડીવારમાં ખંડની બાજુનો દરવાજો ખુલ્યો અને શિવાનંદ અને રઘુ એમાંથી બહાર આવ્યા. રઘુ એકીટશે નીચે પદ્માસન વાળીને બેઠેલી યુવતીને જોઈ જ રહ્યો. શિવાનંદે એને આ યુવતી વિષે ઘણું કહ્યું હતું અને એ એને જોવા ઉત્સુક હતો. યુવાએ રઘુ તરફ જોયું અને રઘુની હૃદય એક ધબકારો ચુકી ગયું ! એ સંમોહિત થઇ ગયો. એના હાથ પગ ઠંડા થવા લાગ્યા ! એ બાઘાની જેમ એકીટશે યુવાને જોઈ જ રહ્યો, બાજુમાં ઉભેલા શિવાનંદે એક સ્મિત કર્યું અને એ ખંડની વચ્ચે પડેલા આસન પર બેસી ગયા. “યુવા, આ રઘુરામ છે, મારો શિષ્ય અને મુંબઈની અંધારી આલમનો ડોન ! હું કઈ જ છુપાવીશ નહિ યુવા, એ મારી સાથે કામ કરે છે ! અમે લોકો ડ્રગ્સ અને શસ્ત્રોના સોદાગરો છીએ. તારા મામા અને તે વાનમાં જે લોકોને માર્યા હતા અને પછી સમરના ઘર પાસે જે લોકોએ તારા પર હુમલો કર્યો હતો એ રઘુના માણસો હતા. એ વખતે અમે લોકો તને ઓળખાતા નહોતા યુવા. પણ હવે મેં રઘુને સમજાવ્યું છે. આ લે, પહેલા તો તું આ પડીકીનું સેવન કરી લે પછી આગળ વાત કરીએ.” શિવાનંદે યુવા સમક્ષ એક સફેદ પાવડરની પડીકી મૂકી. યુવાએ એક ઊંડો શ્વાસ લીધો અને એ પડીકી ખોલીને એમાં રહેલા સફેદ પાવડરને જોરથી સૂંઘ્યો અને એનું મગજ એકદમ શાંત થઇ ગયું. હવે એ કોઈ વિશાળ હિંચકા પર બેઠી બેઠી ઝૂલી રહી હોય એવું એને લાગવા માંડ્યું હતું. એના મુખ પર એક અજીબ સ્મિત આવી ગયું હતું. શિવાનંદે હવે યુવાની સમક્ષ રહેલા હવન કુંડમાં અગ્નિ પ્રજ્જવલિત કર્યો અને એ કૈંક મંત્રોચ્ચાર કરવા લાગ્યો. યુવા અચાનક ઉભી થઇ અને નીચે બેઠેલા શિવાનંદની આજુબાજુ ગોળ ગોળ ચક્કર કાપવા લાગી. એનું શરીર ધ્રુજવા લાગ્યું હતું. શિવાનંદે એના ડાબા હાથ પર એક કાપો કર્યો અને એમાંથી રક્તધારા વહી નીકળી. હવે એણે યુવાનો હાથ પકડ્યો અને એના પર પણ એક કાપો કર્યો અને એનો રક્તરંજિત હાથ એની પર મૂકી દીધો. યુવાએ એક ભયાનક ચીસ પાડી અને એ હવે વધારે ધ્રુજવા લાગી. શિવાનંદનો આખો હાથ જાણે કે સળગી રહ્યો હોય એવું એને લાગ્યું, એ દાઝી ગયો હોય એમ એણે એનો હાથ યુવાનાં હાથ પરથી લઇ લીધો. એ આશ્ચર્યચકિત થઈને યુવાને જોઈ જ રહ્યો ! આખો કમરો જાણેકે ધ્રુજી ઉઠ્યો હતો. રઘુ પણ ગભરાઈએ આ જોઈ રહ્યો હતો. “ઓ મહાન શક્તિના વહનકર્તા, સાંભળો, હું શિવાનંદ, મહાદેવનો પરમ ભક્ત તમને આજ્ઞા આપું છું કે અહી આવો, પ્રગટ થાઓ અને આ મહાન શક્તિની અંદર સમાઈ જાઓ” શિવાનંદે ત્રાડ પાડીને કહ્યું. અચાનક હવામાં ત્રણ ચાર કાળા ઓળાઓ પ્રગટ થયા અને યુવાની આજુ બાજુ વેગપૂર્વક ભમવા લાગ્યા ! જેવા એ યુવાની અંદર પ્રવેશવા જતા એ પાછળ ફેંકાઈ જતા હતા ! શિવાનંદે ત્રણ ચાર વાર એમને આદેશ આપ્યો પરંતુ એ નિષ્ફળ નીવડ્યો ! એણે આશ્ચર્યથી યુવાની સામે જોયું ! “કોણ છે તું ? મારી તમામ શક્તિઓ પણ ભેગી થઇને તને પરાસ્ત નથી કરી શકતી, કોણ છે તું ? જવાબ આપ !” જવાબમાં યુવાએ એની લાલ લાલ આંખો ખોલી અને જાણેકે ગુફામાંથી આવતો હોય એવો ઘોઘરો અવાજ એના  મુખમાં થી સરી પડ્યો “ઓ પામર મનુષ્ય, તું કોણ છે મારી અંદર શક્તિઓ નું નિરૂપણ કરવાવાળો ? દેવોના દેવ મહાદેવને પણ પ્રિય છે એવો હું પ્રચંડ શક્તિશાળી છું, ત્રણે લોકોનો આધિપતિ છું, તારા જેવા કરોડો શિવાનંદ અને એની શક્તિઓ આવે તો પણ મને કઈ જ થાય એમ નથી, દુષ્ટ, આ જો,,,” યુવાએ એક ત્રાડ પાડી અને માથું ધુણાવ્યું અને શિવાનંદ અને રઘુની આંખો ફાટી ગઈ ! યુવાના મસ્તિષ્કની આજુ બાજુ બીજા નવ માથા ઉભરી રહ્યા હતા ! હવે યુવા દસ માથા વાળી આસુરા જેવી લાગતી હતી ! એ ઉભી થઇ અને ખડખડાટ હસી પડી અને ગોળ ગોળ ફરવા લાગી ! રઘુને ચક્કર ચક્કર આવી રહ્યા હતા ! એણે હડબડાટમાં એના ખિસ્સામાં રહેલી ગન કાઢી અને શિવાનંદ કઈ કહે કે કરે એ પહેલા યુવા તરફ ફાયર કર્યો ! ગોળી યુવાના ડાબા કાનની બાજુમાંથી નીકળી ગઈ. યુવાએ લાલ લાલ આંખે રઘુ તરફ જોયું ! “રઘુઉઉઉઉઉ,,,,નહીઈઈઈઈઈઈ....ભાગ ડફોળળળળ,,,,,” શિવાનંદે એને ચેતવ્યો પણ ઘણું મોડું થઇ ચુક્યું હતું ! દસ માથાઓ વાળી અસુરા જેવી યુવા આગળ વધી અને એણે ફાટી આંખે એને જોઈ રહેલા અને ધ્રુજતા રઘુને ગળેથી પકડ્યો અને ઉંચો કર્યો ! યુવાની લાલ લાલ આંખોમાં રઘુને મોત દેખાઈ રહ્યું હતું. યુવાની આંગળીઓ એના ગળામાં ખુંપી ગઈ હતી અને એના ગળાનું હાડકું બહાર લબડી રહ્યું અને એક કડાકા સાથે તૂટી ગયું ! યુવાએ બે હાથે એની ગરદન મચકોડી નાખી અને એના માથાને એક હાથ માં લઈને એના ધડને નીચે ફેંકી દીધું ! હવે એ ધીરે ધીરે શિવાનંદ તરફ આગળ વધી ! શિવાનંદ ભયથી એક હાથમાં રઘુનું માથું કે જેમાંથી રક્તની ધારા વહી રહી હતી એ લઈને એની સામે આવતી ક્રોધિત દસ માથા વાળી યુવાને જોઈ જ રહ્યો ! એ થર થર ધ્રુજવા લાગ્યો અને એને પોતાની સામે મોત તાંડવ કરતુ હોય એવું લાગવા માંડ્યું ! અચાનક એ યુવાના પગમાં પડી ગયો. “ઓ મહાન શક્તિ, ઓ રાજાઓના રાજા, ઓ દશાનંદ, મને માફ કરી દો, હું આજીવન તમારી સેવા કરીશ, મહેરબાની કરીને મને માફ કરી દો” યુવા ફૂંફાડા મારતી હોય એમ એના મોઢામાંથી હિસ્સ હિસ્સ અવાજો આવી રહ્યા હતા ! એણે થોડો સમય એના પગમાં પડેલા શિવાનંદ સામે જોયું અને જોરથી એક અટ્ટહાસ્ય કર્યું ! “આજથી તું મારો ગુલામ છે, હું જેમ કહું તેમ તારે કરવું પડશે, જા સહુથી પહેલા રઘુના તમામ માણસોને બોલાવી લાવ અને બધાને કહી દે કે આજથી હું એમની નવી સ્વામીની છું ! જલ્દી કર જા” યુવાએ ત્રાડ પાડી અને શિવાનંદ ત્યાંથી દોડ્યો !

***

રશીદખાને ફોન નીચે મુક્યો ! એને કઈ ખબર નાં પડી ! એને અમજદનો ફોન આવ્યો હતો અને એ અને યુવા એને મળવા  માંગતા હતા ! યુવા એને કૈંક આપવા માંગતી હતી ! એણે માથું ખંજવાળ્યું અને એક લોડેડ ગન એના ખિસ્સામાં મૂકી દીધી અને એના માણસોને સાવધાન રહેવાનું કહી દીધું !

***

એક ચિચિયારી સાથે કાર રશીદખાનના બંગલે ઉભી રહી ગઈ ! એમાંથી અમજદ અને યુવા નીચે ઉતર્યા ! યુવાના હાથમાં એક પોટલી જેવું હતું. બધા અમજદને ઓળખાતા હતા એટલે એ બંને સીધા બંગલાની અંદર પહોંચી ગયા ! વિશાળ ડ્રોઈંગરૂમમાં રશીદખાન એક ગ્લાસમાં ગુલાબનો શરબત પી રહ્યો હતો. એણે દુરથી યુવા અને અમજદને જોયા અને એ ઉભો થઇ ગયો. યુવાએ માથું જુકાવીને રશીદખાનને નમસ્કાર કર્યા ! જવાબમાં રશીદ્ખાને પણ માથું જુકાવ્યુ. અમજદ આગળ વધીને રશીદખાનને ભેટ્યો.

“બોલ છોકરી, એવું શું છે કે જે તું જાતે મને બતાવવા માંગે છે ?” રશીદખાન સીધો મુદ્દા પર આવ્યો. જવાબમાં યુવાએ એક ખંધુ સ્મિત કર્યું ! “ખાનસાહેબ, એક વાર તમે મારી અને મારી બેનની રઘુના માણસોથી રક્ષા કરી હતી, તમે કદાચ મને ઓળખાતા નથી પણ હું જગતની ખતરનાક ઇન્સ્ટીટ્યુટમાં પ્રશિક્ષણ પામેલી કમાન્ડો છું અને હું મને હેરાન કરવાવાળાને છોડતી નથી. આજે હું તમારી સામે દોસ્તી નો હાથ મિલાવું છું અને તમને એક નજરાણું પેશ કરું છું” યુવા બોલી અને એણે પોટલી ખોલી નાખી અને એમાંથી રઘુનું કપાયેલું મસ્તિષ્ક નીચે પડ્યું ! બાજુમાં ઉભેલો અમજદ ફાટી આંખે આ  જોઈ રહ્યો ! એને યુવાએ આવું કશું કહ્યું નહોતું ! એ હબકી ગયો ! રશીદખાન છાતી પર હાથ મુકીને સોફામાં ફસડાઈ પડ્યો ! એના હાથમાંથી શરબતનો ગ્લાસ નીચે પડી ગયો ! શરબતનું ગુલાબી પ્રવાહી નીચે પડેલા રઘુના લોહી નીગળતા મસ્તિષ્કમાંની નીકળતા લાલ રંગ સાથે મિક્સ થઇ રહ્યું હતું ! “યા અલ્લા ! યે સબ ક્યા હે અમજદ ?” એ એટલું જ બોલી શક્યો ! સામે એના કટ્ટર દુશ્મનનું માથું પડ્યું હતું ! “બાબા, મુજે ભી નહિ પતા થા, યે લડકીને મેરી જાણ બચાયેલી થી ઇસ લીયે ઉસકી બાત માણ કે મેં આપ કે યહા ઉસ કો લે કે આયા ! મુજે પતા નહિ થા કે યે લડકી રઘુકા કટા સર લે આયેગી ! અલ્લાહ !” અમજદ પણ ધ્રુજતા ધ્રુજતા બોલી ઉઠ્યો ! બંને જણાએ ઝીંદગીમાં ઘણા ખૂન કરેલા, ઘણી લાશો જોયેલી પણ આ એમના માટે પણ આઘાતજનક હતું ! થોડીવાર બંને સ્તબ્ધ થઈને રઘુના મસ્તિષ્કને અને યુવાને જોઈ જ રહ્યા !

“તું બહુ ખૂંખાર છોકરી છે, પણ મારા કટ્ટર દુશ્મન નું માથું લાવવા માટે શુક્રિયા ! હું તને હવે શું મદદ કરું ?” રશીદ્ખાને સ્વસ્થ થતા કહ્યું ! યુવા ધીરેથી હસી પડી. “બાબા, હા, આજથી હું પણ તમને બાબા કહીશ ! આ રઘુએ મારો પીછો કરીને મને અને મારા ખાનદાનને ઈજા પહોચાડવાની કોશિશ કરેલી. આ તમારા માટે છે અને રઘુની આખી ગેંગ પણ ! હવેથી એ લોકો તમારી અન્ડરમાં કામ કરશે ! મેં એ લોકો સાથે વાત કરી દીધી છે અને એ લોકો તમે કહો ત્યારે તમારા બંગલે તમને મળવા આવશે !” રશીદખાનને હજુ પણ એની આંખો પર અને એના કાન પર વિશ્વાસ નહોતો થતો ! હવે આખા મુંબઈનો એ એકલો ડોન રહી ગયો હતો ! “રહી વાત શિવાનંદની તો મેં એને પણ મારીને એના જ આશ્રમની પાછળ દાટી દીધો છે બાબા, હવે તમારો કોઈ હરીફ નથી, તમે આખા મુંબઈ ના એકલા બાદશાહ છો !” રશીદખાનની આંખો ફાટી રહી ગઈ ! એ આશ્ચર્યથી આ યુવતીને જોઈ રહ્યો !

***

પ્રોફેસર અને વખત બહારગામ હતા અને યુવાએ ઝારાને પોતે એક ખાસ કામ માટે જાય છે એમ કહીને આવી હતી પણ ઝારાને કૈંક વિચિત્ર લાગી રહ્યું હતું ! એને અચાનક યુવા બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું ! એણે એને ખાસ્સી વાર પૂછપરછ કરી હતી પણ યુવાએ હસીને વાત ઉડાડી દીધી હતી ! ઝારાને યુવા બદલાતી જતી હોય એવું લાગી રહ્યું હતું પણ એ કઈ કરી શકે એમ નહોતી !

***

રશીદખાનના બંગલે પાર્ટી ચાલી રહી હતી ! રઘુના તમામ માણસો એના શરણે આવ્યા હતા અને એની ગેંગમાં ભળી ગયા હતા. રશીદ્ખાન ખુબજ ખુશ હતો. એના બંગલાના મોટા ગાર્ડનમાં એણે ખાણીપીણીની વ્યવસ્થા ગોઠવી હતી. એને હજુ પણ ભરોસો નહોતો બેસતો અને એણે એના માણસોને સાવધ રહેવાનું સૂચવ્યું હતું. એને આ ખૂંખાર યુવતી અજીબ લાગતી હતી અને એણે એની પાછળ એના ખાસ ચાર પાંચ માણસો મૂકી રાખ્યા હતા ! ગાર્ડનની વચ્ચો વચ્ચ એક મોટી ખુરશીમાં રશીદખાન બેઠો હતો અને એનું ભાવતું ગુલાબ શરબત પી રહ્યો હતો. એની આગળ પાછળ એના માણસો ઉભા હતા અને કેટલાક રઘુના માણસોની સાથે મળીને ખુણામાં ગોઠવેલી વિવિધ વાનગીઓ માણી રહ્યા હતા. યુવા રશીદખાનની સામે એક ખુરશીમાં બેઠી હતી અને એ વાઈન પી રહી હતી. એણે થોડા સમય પહેલાજ નશો કર્યો હતો અને એની સુંદર મોટી મોટી આંખોમાં ભીનાશ છવાઈ ગઈ હતી. “બાબા, આજથી રઘુ ગેંગના માણસો તમારા, તમે બેતાજ બાદશાહ, બસ હું જાઉં છું, તમે વચન આપો કે તમે મારું અને મારા પરિવારનું હમેશા રક્ષણ કરશો.” યુવાએ નશીલી આંખોથી રશીદખાનને તાકતા કહ્યું.

“યુવા, બેટા, આ રશીદખાન એના પર થયેલા અહેસાનનો બદલો ચોક્કસ આપે છે. હું તને વાયદો કરું છું કે હું જીવું ત્યાં સુધી મારા માણસો તારી અને તારા પરિવારની રક્ષા કરશે. તને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે અને હું બધુંજ કામ પડતું મૂકીને તારી સેવામાં હાજીર થઇ જઈશ.” રશીદ્ખાને ઉષ્માપૂર્વક યુવાનો હાથ દબાવ્યો. એણે એક નાનકડી જર્મન મેડ ગન યુવાના હાથમાં મૂકી દીધી. યુવા ધીમું હસી અને એ રશીદખાનને પગે લાગી અને ત્યાંથી જવા માંડી. “ઉભી રહે બેટા, અમજદ તને મૂકી જશે. અમજદ,,,” રશીદ્ખાને અમજદને બુમ પાડી. અમજદ અને બીજો એક જણો દોડીને આવ્યા અને યુવાની સાથે બહાર તરફ ચાલી નીકળ્યા. એક કાળી મર્સિડીઝમાં યુવા અને અમજદ પાછળની સીટ પર ગોઠવાયા. યુવાના મુખ પર એક અકળ સ્મિત હતું.

લગભગ દસેક કિલોમીટર પછી સુમસામ રસ્તો આવ્યો અને યુવાએ અચાનક અમજદ સામે જોયું અને એક ક્રૂર સ્મિત કર્યું ! અમજદ આશ્ચર્યથી એની સામે જોઈ જ રહ્યો અને અચાનક યુવાએ એનું ગળું પકડી લીધું ! હવે યુવાની બ્લુ સુંદર આંખો લાલ લાલ થઇ ગઈ હતી. એના હાથની લાંબી આંગળીઓ અમજદના ગાળામાં ઊંડે સુધી ખુંપી ગઈ હતી અને અમજદ કઈ સમજે કે કરે એ પહેલા એના ગળાનું હાડકું તૂટી ગયું હતું અને એની આંખો ફાટીને બહાર આવી ગઈ હતી ! એ તત્કાલ મૃત્યુ પામ્યો હતો. કૈંક અવાજ થયો એ જોવા કારના ડ્રાઈવરે કાર ધીમી કરી અને મિરરમાં પાછું જોયું અને એ ગભરાઈ ગયો. એણે જોરથી બ્રેક મારીને કાર ઉભી રાખી દીધી પણ એ કઈ કરે એ પહેલા યુવાએ ઝાપટ મારીને પાછળથી એની ગરદન પકડી લીધી અને જોરથી દબાવી દીધી ! યુવાના અમાનુષી બળ આગળ એનું કઈ ચાલ્યું નહિ અને થોડીવારમાં જ એની ગરદન એક બાજુ લટકી પડી. યુવા બહાર નીકળી અને એણે ડ્રાઈવરને ઊંચકીને નીચે ફેંકી દીધો. અચાનક એક કાર અંધારાને ચીરતી ત્યાં આવીને ઉભી રહી અને એમાંથી શિવાનંદ ઉતર્યો. એની કારમાં પાછળ બે જણા બેઠા હતા. “આ લાશોને અને કારને સગેવગે કરી નાખો, જલ્દી” એણે એના માણસોને સૂચનાઓ આપી. એના માણસો ઝડપથી મર્સિડીઝમાં ગોઠવાઈ ગયા. યુવા આગળ વધીને શિવાનંદની સાથે એની કારમાં બેસી ગઈ અને એ લોકો આગળ વધી ગયા ! કારમાંથી યુવાનું ભયાનક હાસ્ય રેલાઈ રહ્યું હતું.

***

“ચાલો પાર્ટી પૂરી, તમે લોકો તમારા અડ્ડે જાઓ, કાલે બપોરે બે વાગ્યે અહી આવી જજો, બોસ બધાને મળશે અને કામ સોંપી દેશે, સમજ્યા ?” એક ઊંચા પડછંદ રશીદ્ખાનના આદમીએ આવીને રઘુના માણસોને સૂચનાઓ આપી. અચાનક એ લોકો કઈ સમજે કે કરે એ પહેલા એમના બંગલાનો દરવાજો તોડીને એક કાર અંદર ધસી આવી. રઘુના માણસો તરતજ એક્શનમાં આવી ગયા અને એમની આસપાસ રહેલા રશીદખાનના માણસોની ગરદન પર ગન મુકીને ઉભા રહી ગયા. કારમાંથી શિવાનંદ ઉતર્યો અને એ ખડખડાટ હસી પડ્યો. “રશીદખાન, આજે તારું મોત છે, તારા દિવસો પુરા !” રશીદખાન આશ્ચર્યથી એની ખુરશીમાં બેઠો રહી ગયો હતો. એના તમામ માણસોને રઘુનાં માણસોએ ઘેરી લીધા હતા. અચાનક કારમાંથી યુવા નીચે ઉતારી અને ધીમા પગલે રશીદખાન તરફ ગઈ. એની લાલ લાલ આંખોને જોઇને રશીદખાન ધ્રુજી ઉઠ્યો ! યુવા રશીદખાનની એકદમ નજીક ગઈ અને એણે એનો એક હાથ લાંબો કર્યો અને રશીદખાનનું ગળું પકડીને એને બેઠો હતો ત્યાંથી ઉંચો કર્યો. ખુરશીમાંથી ઉંચા થયેલા રશીદખાનનાં પગ હવામાં લટકી રહ્યા હતા અને એ તરફડી રહ્યો હતો ! બંગલાના ગાર્ડનમાં ઉપર લટકાવેલી હેલોજનના અજવાળામાં યુવા ભયાનક લાગી રહી હતી. શિવાનંદે જોયું કે યુવાના પડછાયામાં એના દસ મસ્તક ઉભરેલા દેખાતા હતા ! રશીદખાનના માણસો પણ આ ભયાનક દ્રશ્ય જોઈ રહ્યા અને એને ઘેરીને ઉભેલા રઘુના માણસો પણ ધ્રુજી ઉઠ્યા ! રશીદખાનની આંખો બહાર નીકળી પડી હતી, એના તરફડતા પગ હવે શાંત થઇ ગયા હતા ! યુવાએ એક ભયાનક ત્રાડ પાડી અને ખડખડાટ હસીને રશીદખાનનું મૃત શરીર નીચે ફેંકી દીધું. હવે એનો પડછાયો સામાન્ય થઇ ગયો હતો અને એમાં દેખાતા દસ મસ્તિષ્કની જગ્યાએ એક જ મસ્તિષ્ક દેખાતું હતું. “જેને મારું આધિપત્ય સ્વીકાર હોય એ અહી ઉભા રહે, બાકીનાને ઠાર મારવામાં આવશે. અને જો કોઈ પાછળથી દગો કરશે તો એને હું આવું જ ભયાનક મોત આપીશ. બોલો કોઈને કઈ કહેવું છે ?” યુવાએ ઘોઘરા અવાજમાં કહ્યું. શિવાનંદ નીચે બેસી પડ્યો અને એણે એનું માથું નમાવી દીધું. આજુબાજુ ઉભેલા તમામ લોકોએ પણ ભયના માર્યા માથું નમાવી દીધું. “આપાણો જે પણ કારોબાર ચાલે છે એ ચાલુ રાખો, તમે બધા શિવાનંદને રીપોર્ટ કરશો અને સમયે સમય હું આવતી રહીશ અને બધાને મળતી રહીશ. જો કોઈ દગો કરશે કે ગેંગમાંથી છટકવાની કોશિશ કરશે તો હું,,,,” યુવાએ ભયાનક અવાજમાં ધમકી આપી. ત્યાં બેઠેલા બધાના શરીરમાંથી ધ્રુજારી નીકળી ગઈ. યુવા ચુપચાપ કાર પાસે ગઈ અને અંદર બેસી ગઈ. શિવાનંદે એક માણસને ઈશારો કર્યો અને એ દોડીને આગળ બેઠો અને એણે કાર મારી મૂકી.

***

“આ લે ઝારા” યુવા રૂમમાં આવી અને એણે એક મોટો થેલો ઝારાની તરફ ફેંક્યો. ઝારાએ આશ્ચર્યથી યુવા સામે જોયું અને પછી એણે થેલામાં હાથ નાખ્યો અને એમાંથી એને સંખ્યાબંધ સફેદ પડીકીઓ મળી. એ યુવા તરફ જોઈ જ રહી. “લઇ લે મારી બેન લઇ લે, જેટલી જોઈએ એટલી લઇ લે, આજ પછી આપણને આની કોઈ કમી રહેશે નહિ.” યુવાએ ઝારાના ગાળામાં હાથ નાખ્યો અને એના ગાલે એક પ્રેમભરી કિસ કરી. એ પોતે પણ ખુબજ નશામાં હતી. એને સમરની યાદ સતાવી રહી હતી. એણે ફરીથી એને શોધવા જવાનું નક્કી કરી લીધું હતું.

***

“પિતાજી, હું સમરને શોધવા જાઉં છું, મને ચેન નહિ પડે એના વગર, તમે જાણો છો કે મને એના માટે કેવી લાગણી છે. હું તમારાથી કઈ છુપાવીશ નહિ પણ હું એને પ્રેમ કરું છું અને એ પણ મને ! પ્લીઝ પાપા, મને હેલ્પ કરો, મારે એને શોધવો જ પડશે !” યુવાએ સીધ્ધે સીધ્ધું પ્રોફેસર સિન્હાને કહી દીધું. પ્રોફેસરે એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો અને બોલ્યા “બેટા, જે રસ્તો હિમાલયમાં જાય છે ત્યાં એક ગામ પાસે સરકારનો જુનો બંગલો છે, હું ત્યાં આપણા રહેવાની વ્યવસ્થા કરી દઉં છું, હું પણ તારી સાથે આવું છું, વખત અને ઝારા પણ આવશે, આપણે બધ્ધા મળીને એને શોધવાનો પ્રયાસ કરી જોઈએ. શું ખબર નિયતિ આપણને ક્યાં લઇ જશે.”

“હું વિરાટને ફોન કરીને ત્યાં બોલાવી દઉં છું, એ પણ આપણી સાથે આવશે પાપા.” યુવાએ ઝારાને ઈશારો કરતા કહ્યું.

***

“હું થોડા દિવસ બહાર જાઉં છું, તું બધું સંભાળી લેજે અને કોઈ કામ હોય તો મને ફોન કરજે” જતા પહેલા યુવાએ શિવાનંદને ફોન કર્યો હતો. સામે છેડે શિવાનંદે યુવાને ધરપત આપી હતી. યુવાની શક્તિઓથી વાકેફ થયા પછી શિવાનંદ ધ્રુજી ઉઠ્યો હતો ! એણે એની આખી ઝીંદગીમાં પણ આવી ઊર્જા જોઈ નહોતી ! એ મનોમન ધૂંધવાતો પણ હતો કે હવે એને યુવાની શરણમાં કામ કરવું પડતું હતું પણ એ કઈ કરી શકે એમ નહોતો. એના માણસોએ પણ યુવાનું કૃદ્ધ રૂપ જોયું હતું અને એ બધાજ એનો પડ્યો બોલ જીલતા હતા. “બેલી ગામ પાસે આપાણો આશ્રમ છે યુવા, હું ત્યાં તમારી બધાની વ્યવસ્થા કરવી દઉં છું, તમને લોકોને ત્યાંથી સમરની શોધ કરવી સરળ પડશે” શિવાનંદે યુવાને કહ્યું. યુવાએ હામી ભરી દીધી. “હું પણ તમારી પાછળ પાછળ આવીશ અને તમે જ્યાં જ્યાં રહો ત્યાં નજીકમાં જ રહીશ, મારી કોઈપણ જરૂર પડે તો મને તુરંત ફોન કરી દેજે” શિવાનંદે કહ્યું. એના મગજમાં એક યોજના રમી રહી હતી. યુવાને કાયમ માટે ખતમ કરી દેવાની.

***

યુવા હોસ્પિટલમાં થી બહાર નીકળી. એ ખુબજ ગુસ્સામાં હતી. શિવાનંદ અને એના કોઈ માણસોએ વિરાટ પર હાથ ઉપાડ્યો હતો ! એણે શિવાનંદને ફોન કર્યો ! “યુવા, ભૂલ થઇ ગઈ, મારા માણસને ખબર નહોતી કે એ વિરાટ છે અને એ અંદર ડોકિયું કરીને અમને જોઈ ગયો હતો એટલે મારા માણસે એને વધારે ઈજા નાં થાય એમ માર માર્યો હતો. પ્લીઝ તું સમજ, મેં એને ઠેકાણે લગાડી દીધો છે, હવે પછી આવું કઈ નહિ થાય, મેં આપણા બધાજ માણસોને કહી દીધું છે અને એ લોકો હવે પડછાયાની જેમ તમારું ધ્યાન રાખશે. માફ કરી દે આ વખતે.” શિવાનંદે ફોનમાં આજીજી કરી. યુવાએ એને ગાળો ભાંડી અને ફોન મૂકી દીધો. એની આંખોમાં આંસુ આવી ગયા ! સમર ગાયબ હતો અને હવે જો વિરાટને કઈ થઇ જાય તો એ ઝારાને શું મોઢું બતાવે ! અંડરવર્લ્ડ પર એણે શિવાનંદની સાથે મળીને આધિપત્ય સ્થાપિત કર્યું હતું. એ અવળા રસ્તે ચાલી નીકળી હતી ! એનો એને અફસોસ નહોતો પણ એ હજુ પણ સમરને ભૂલી શકતી નહોતી અને એને આશા હતી કે એ વિરાટની સાથે મળીને એને એક દિવસ ચોક્કસ શોધી કાઢશે ! વિરાટ ને એના પાપાએ મળવા બોલાવ્યો હતો પણ અચાનક એના પર શિવાનંદના માણસોએ (સીબ્બુએ) હુમલો કરીને એને ઈજા પહોચાડી હતી અને એ હોસ્પિટલ ભેગો થઇ ગયો હતો. (વાંચો પાર્ટ -૧ અને ૨ અને ૩)

***

યુવા અને પ્રોફેસરે વિરાટને પોતાના ઘેર લઇ આવ્યા. હોટેલના રૂમમાંથી એનો સામાન પણ એમણે એમના ઘરમાં શિફ્ટ કરી દીધું હતું અને વિરાટને ત્યાજ થોડા દિવસ આરામ કરવો એવું ઠેરાવેલું હતું. વિરાટ થોડા દિવસોમાં ઠીક થઇ જાય એવું હતું. ત્યાર બાદ વિરાટ, ઝારા, યુવા અને પ્રોફેસર ટુકડી બનાવીને સમરની શોધમાં જાય એવું એમણે નક્કી કરેલું હતું. યુવાએ શિવાનંદને ફોન કરીને ત્યાના લોકલ સાથીદારોની એક ટુકડી પણ તૈયાર રાખી હતી કે ગમ્મે ત્યારે એમને કામ આવી શકે.

***

“ફાઈલ લાવ એ બંને ની” આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ રહાણે બરાડ્યો ! હાલ થોડા મહિનાઓ પહેલાજ એની બહાદુરી અને કાર્યદક્ષતાને લઈને એને સીનીયર ઇન્સ્પેક્ટરમાં થી પ્રમોશન મળ્યું હતું અને એ સીધો આસિસ્ટન્ટ કમિશ્નર બનીને મુંબઈ આવ્યો હતો. આવતા વેત એણે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું હતું અને મુંબઈના બે ખૂંખાર ડોન રઘુ અને રશીદખાનની ફાઈલો મંગાવી હતી. એ કામમાં ડૂબી જવા માંગતો હતો. એનો જીગરજાન દોસ્ત, ભારતીય આર્મીનો કેપ્ટન સમર ગાયબ થયો હતો. એ પણ શોધ ટુકડી સાથે ખાસ રજા લઈને ગયો હતો પણ સમરનો ક્યાય પત્તો મળ્યો નહોતો, કંટાળીને એ પાછો મુંબઈ શિફ્ટ થયો હતો અને એણે ચાર્જ સાંભળી લીધો હતો. એ ઝનુનથી રશીદખાન અને રઘુની ટુકડીઓનું નામોનિશાન મિટાવી દેવા માંગતો હતો. રશીદખાન અને રઘુ ગાયબ થઇ ગયા હતા ! કોઈ કહેતું હતું કે વિદેશ ભાગી ગયા છે જયારે કોઈ કહેતું હતું કે કોઈ રહસ્યમયી વ્યક્તિએ એ બંનેને પતાવી દીધા હતા. રહાણેની પક્કડમાં રશીદખાનનો એક જુનો રસોઈયો આવ્યો હતો અને એ કસ્ટડી માં હતો. રહાણેએ એને પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું.
કસ્ટડીનો દરવાજો ખોલીને રહાણે અંદર ગયો. સામે નીચે એક દુબળો પાટલો આદમી બેઠો હતો. રહાણેને જોઇને એ સફાળો ઉભો થઇ ગયો. એના નાકની બાજુમાં એક મોટો મસ્સો હતો, એનો ચામડીનો રંગ કાળો હતો અને એ બેઠી દડીનો હતો. એણે લાલ કુરતો અને નીચે સફેદ લેંઘો પહેરેલો હતો. “જો અફઝલ, મને બહુ નાટક પસંદ નથી, તું મને ફટાફટ મારા સવાલોના સાચા જવાબ નહિ આપે તો તારું હું નામોનિશાન મિટાવી દઈશ, પોલીસ ચોપડે તને ફરાર ઘોષિત કરીને તારું એનકાઉન્ટર કરી દઈશ ! તારા ઘરવાળા કે આખી દુનિયા શોધશે તો પણ તું નહિ મળે સમજ્યો ?” રહાણેએ લાલ આંખો કરીને અફઝલને કહ્યું અને અફઝલ ધ્રુજી ઉઠ્યો ! “માલિક, હું તો એક સામાન્ય રસોઈયો છું, તમે કોઈને પણ પૂછી જુવો, મારો કોઈ વાંક નથી, તમે બેફીકર રહો હું તમને સાથ આપીશ અને તમને બધું જ કહી દઈશ” અફઝલે ધ્રુજતા ધ્રુજતા કહ્યું. “બોલવા માંડ, તું શું જાણે છે રશીદખાન વિષે અને અત્યારે  એ ક્યા છે?” રહાણેએ એક ખુરશી પર એને બેસાડ્યો અને એ સામે બેઠો.

“રશીદખાન તો અલ્લાહને પ્યારા થઇ ગયા છે સરજી, હું જુઠ્ઠું નહિ બોલું, હું એમનો માનીતો ખાનસામો હતો. રશીદખાનના તમામ સાથીઓ અને એના કરતૂતો વિષે મને જેટલું ખબર છે એ બધું જ હું તમને કહી દઉં છું.” અફઝલે આગલા અડધા કલાક સુધી રશીદખાનના તમામ ધંધાઓ અને એના કાળા કરતૂતો વિષે રહાણેને માહિતી આપી દીધી. હવે એ ધ્રુજવા લાગ્યો હતો ! “માલિક, એ ગોઝારી છેલ્લી રાત, રશીદભાઈના બંગલે પાર્ટી હતી, લગભગ ૧૫૦ જણાનું ખાવાનું હતું, હું અંદર કિચનમાં બીઝી હતો અને અચાનક મેં દરવાજો તુટવાની અને કારનો અથડાવાનો અવાજ સાંભળ્યો. હું કુતુહલવશ બહાર આવ્યો અને મેં જોયું તો મારી આંખો ફાટી ગઈ માલિક ! એક ભગવા કપડા પહેરેલો આદમી કારની બહાર આવ્યો અને એની પાછળ એક ગોરી ગોરી પડછંદ યુવતી બહાર આવી. માલિક મારી ઝીંદગીમાં પણ મેં આવી ખૂંખાર યુવતી જોઈ નહોતી. રઘુના માણસોએ રશીદખાનના માણસો પર હુમલો કરીને એમને કબજે કરી લીધા હતા. આ યુવતી આગળ આવી અને નીચે ખુરશીમાં બેઠેલા  મારા માલિક રશીદખાનને એણે ગળેથી પકડ્યા અને ઉંચા કરી દીધા. માલિકના પગ તરફડવા લાગ્યા. આ યુવતી ખડખડાટ હસી રહી હતી, દુરથી આ ભયંકર દ્રશ્ય જોઇને હું ધ્રુજી ઉઠ્યો હતો સરજી. એણે માલિકને એક હાથે પકડીને ઊંચા કરી દીધા અને માલિકે ત્યાજ દમ તોડી દીધો. બાપરે ! કોઈ શૈતાન જાણે કે ઉભો હોય એવું લાગતું હતું. એ ખડખડાટ હસી અને એણે બધાને ધમકી આપી અને પછી એ કારમાં બેસીને ત્યાંથી જતી રહી. કોઈ પાંચ મિનીટ સુધી હલ્યું નહિ. પછી એ ભગવા કપડા વાળા આદમીએ થોડા લોકોને કહીને રશીદખાનની કબર એ બંગલામાં જ ખોદવાનું કહી દીધું. મને એટલો સજ્જડ આઘાત લાગ્યો હતો કે હું બીજા દિવસથી ત્યાં નોકરી પર પણ ના ગયો અને મને સખ્ખત તાવ પણ આવી ગયો. સપનામાં પણ મને એ જ યુવતી અને એનું ભયંકર અટ્ટહાસ્ય સંભળાતું હતું. બસ મને આટલી જ ખબર છે સરજી, પછીથી હું એ બંગલામાં ક્યારેય ગયો નથી.” અફઝલના માથા પર પરસેવો વળી ગયો હતો અને એ હાંફી રહ્યો હતો. રહાણેએ એને એક ગ્લાસ પાણી આપ્યું અને એ વિચારમાં પડી ગયો ! “કોણ હશે એ યુવતી ? શું આ સાચું કહેતો હશે ? એના હાવભાવ પરથી તો લાગતું નથી કે એ ખોટું બોલે ! પણ રશીદખાનને મારવાની જીગર રાખવાવાળી એ યુવતી કોણ છે ? અને એ ભગવા કપડાવાળો કોણ હશે ? ખેર ! હું શોધીને જ જંપીશ !” રહાણેએ મુઠ્ઠીઓ વાળી ને દાંત ભીંસ્યા. “પરિકર, થોડા સાથીઓને લઈને આની સાથે જા, રશીદખાનના બંગલે એ બતાવે ત્યાં ખોદકામ કર અને મને ફોન કર પછી” એણે હવાલદાર પરિકરને આદેશ આપ્યો.

***

“હા સાહેબ, કોહવાઈ ગઈ છે, પણ લાશ મળી ગઈ છે, બંગલો આખો ખાલી હતો, એક બે કુતરા ત્યાં ફરતા હતા, અમે કબજો લઇ લીધો છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. એ સાચું બોલતો હોય એવું લાગે છે. બંગલાનો મેઈન ગેટ પણ તૂટેલો છે. બીજું કોઈ ઘણા દિવસોથી અહી આવ્યું હોય એવું લાગતું નથી સર” ફોનમાં પરિકરનો અવાજ ગુંજી રહ્યો અને રહાણેએ એને કામ નીપટાવીને પાછો આવી જવાનું કહી દીધું.

***

“આ લો સાહેબ, સ્કેચ તૈયાર છે” એક માણસે રહાણેને કહ્યું અને એના હાથમાં એણે અફઝલે કરેલા વર્ણન મુજબ દોરેલો સ્કેચ મુક્યો. રહાણેએ એ સ્કેચ હાથમાં લીધો અને એ સડક થઇ ગયો ! એની આંખો ફાટી ગઈ ! “આને તો ક્યાંક મેં જોઈ છે ! ઓહ ઓહ ઓહ ! આ તો,,,આ તો,,,આ,,,,શું નામ છે એનું ? સમર અને એ બંને આવેલા પોલીસ પ્રોટેક્શન માટે મારી પાસે,,,,હા,,,,,,યુવાઆઆઆ,,,યેસ, આ તો એ જ છે !” રહાણેએ ખાતરી કરવા ફરીથી અફઝલને એ સ્કેચ બતાવ્યો અને અફઝલે માથું ધુણાવીને હા પાડી દીધી ! રહાણે તાત્કાલિક એની કેબીનમાં ગયો અને એણે એના ખાસ માણસોને ભેગા કર્યા. “આ યુવા સિન્હા છે, આના સ્કેચની કોપીઓ બનાવીને તમે બધા રાખો અને એને શોધો, એ ક્યા છે અત્યારે એ મારે તાત્કાલિક જાણવું છે, એને પકડવાની નથી, બસ એની પર નજર રાખો.” એણે ફટાફટ બધાને સૂચનાઓ આપી. એણે તાત્કાલિક વિરાટને ફોન કર્યો અને આડાઅવળી વાતો કરીને જાણી લીધું કે યુવા મુંબઈમાં ક્યા રહે છે.

“સાહેબ, ઘરને તાળું છે અને બધા બહાર ગયા છે !” એક હવાલદારે આવીને રહાણેને કહ્યું. “તપાસ કરો કે ક્યા ગયા છે બધા, મારે કોઈ પણ હિસાબે એ લોકો જોઈએ જ” રહાણે બરાડ્યો.

***
“સર, મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે.” એક કમાન્ડોએ જુકીને રબ્બીને કહ્યું. રબ્બીએ એનું આભાર સહ માથું ધુણાવ્યું. “અમે લોકો અહી થોડા દિવસો લેન્ડ કરીને રહીશું, આપ પાછા આવો તો અમને ખબર કરજો” એ કમાન્ડોએ ફરીથી રબ્બીને કહ્યું. ઈઝરાયેલી વાયુસેનાનું વિશિષ્ટ વિમાન અન્ય પેસેન્જર વિમાનો કરતા અલગ હેંગર તરફ વળી ગયું.

રબ્બી અકીવા ઝડપથી ઉભો થયો, એની પ્યારી પુત્રી યુવાને મળવાનો સમય આવી ગયો હતો. એણે નીચે ઉતરીને પ્રોફેસર સિન્હાને ફોન લગાવ્યો. 

***

ભાગ-૧૮ સમાપ્ત

આગળ વાંચો યુવા અને એના સાથીઓની અદભુત હિમાલય-માનસરોવર યાત્રા અને સત્યને શોધવાની ઝંખના ! કોણ કોને શોધે છે અને કોણ કોને પામે છે ? આખરે તો બધું જ શિવાકાર છે અને પ્રકૃતિમાં મળી જાય છે ! “હરી ઓમ” !

***

Rate & Review

Om Vaja 1 day ago

vipul chaudhari 5 days ago

Viral 3 months ago

nice

Golu Patel 4 months ago

Hims 4 months ago