Prem no swash vishwash - 2 in Gujarati Love Stories by ashvin chaudhary books and stories PDF | પ્રેમ નો શ્વાસ વિશ્વાસ 2 - જીવન

Featured Books
  • અભિન્ન - ભાગ 2

    તાજી પરણીને આવેલી પ્રીતિ પોતાની નણંદ નિશા સાથે સોફા પર બેઠેલ...

  • હું અને મારા અહસાસ - 118

    પાનખર   પાનખરમાં સુકાઈ ગયેલા ફૂલો ખીલે તેવી અપેક્ષા રાખ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 49

    વ્હાલપોતાની મમ્મીનાં ગળા પર ચાકુનાં ઘાથી ઉડેલા લોહીનાં ફુવાર...

  • અનોખી સગાઈ

    ત્રીશા મીઠાઈ લઈને ઘરે પહોંચે છે.બેઠક રૂમમાં ત્રીશાને જોવા આવ...

  • ગણદેવી

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ગણદેવી.લેખિકા:- શ્રીમતી સ્ન...

Categories
Share

પ્રેમ નો શ્વાસ વિશ્વાસ 2 - જીવન

એક નાની બાળકી જેને દુનિયાની કંઈ ખબર પડતી નથી.જેને દુનિયામાં પોતાના મમ્મી સિવાય કોઈ પર ભરોસો નથી.એક ઘેટુ આગળ ચાલે અને ઘેટાનું ટોળુ તેની પાછળ ચાલે છે. તેમ તેનું જીવન ચાલે છે.એ 11 વર્ષની છોકરીની ખામોશી દુનિયાના કોઈ પણ ખામોશ વ્યક્તિને બોલવા મજબુર કરે તેવી છે. દુનિયાની નજરમાં આ ખામોશ છોકરી. પણ તેના મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યો હતો.

શા માટે મમ્મી પપ્પા લડ્યા? કેમ મમ્મી એ ઘર છોડ્યું? કેમ પપ્પા પોતાને બોલાવતા ન હતા? આવા અનેક સવાલો તેના નાનકડા મગજ માં આકાર લઈ રહ્યાં હતાં.

દરિયામાં સુનામી પહેલા દરિયો બહારથી તો શાંત જ હોય છે પરંતુ તેની અંદર ઘણું બધુ વંટોળ ચાલી રહયો હોય છે. તેવુ જ તેની સાથે હતું તે હતી શાંત પણ અંદર ઘણું બધાં વિચારોનું વંટોળ ચાલી રહયો હતો.

મમ્મી !! મને અહીં નથી ફાવતું.

બેટા પેલા ઘર કરતા કેટલું સરસ ઘર છે અને બહાર પણ મોટું મેદાન છે.જો તો ખરા....

અધવચ્ચે થી વાત કાપતા બોલી. પણ અહીં મારે કોઈ દોસ્ત નથી ને?

બેટા અહીં ખૂબ છોકરા છે બાર રમવા તો જા.તેને પણ ખબર હતી કે નાના બાળક ને વતાવરણ બદલાય એટલે તકલીફ થાય. પરંતુ તેની વાતોના તેના પાસે કોઈ જવાબ ન હતા અને હોત તો પણ કદાચ તે નાની છોકરી ને ના સમજાત. તે બસ એટલું બોલી કે ત્યાં હવે આપણું કોઈ નથી.

સાંજ ના સમયે તે તેને બહાર રમવા મોકલે છે. કોઈ માણસ નહીં પરંતુ માત્ર શરીર જ પરાણે બહાર જય છે. તેને મનમાં હોય છે કે કોઈ તેને નહીં રમાડે તો ? અને આવુજ થાય છે છોકરાઓ એ છોકરી જોડે ના રમીએ તેમ કહીને તેને ના રમાડી. તે નિસ્તેજ મુખ લઇ ને પાછી વળે છે.જ્યાં તેની નજર વડ નીચે ઓટલા પર એકલા બેઠેલા છોકરા પર પડે છે.તે પોતાની ધૂનમાં વ્યસ્ત હોય છે. તેને દુનિયાનું કાઈ ભાન નથી. તે તો બસ વડ પર બેઠેલા કબૂતર ને નીરખી રહયો હતો.અને થોડું હસી રહ્યો હતો. છોકરી તેની નજીક જય છે.

તું કેમ એકલો બેઠો છે?

તારા થી મતલબ. તારું કામ કર.

તું મને દોસ્ત બનાવીશ ?

મને કોઈ દોસ્ત નહીં બનાવે મને ગુસ્સો ખૂબ જ આવે છે.હું ખોટું સહન નથી કરી સકતો. છોકરાએ કહ્યું..

તું મને તારી દોસ્ત સમજીસ? હું પણ એકલીજ છુ.

સાચ્ચેજ ?

કેમ નહીં ?

તારું નામ ?

શિવાંગી. મારી મમ્મી મને પરી કહે છે. અમે અહીં નવા રહેવા આવ્યા છીએ. તારું નામ ?

મારુ નામ જય છે. અમે પણ અહીજ રહીયે છીએ.

આ જીવન નો દરેક મુસાફિર સ્વીકારશે કે સમય કોઈ ની રાહ જોતો નથી. જીવનના આ સફરમાં જો મનનું ધાર્યું મળે તો સમય ઝડપી પસાર થાય નહીંતર સમય ખૂબ કઠિન વહે છે.બસ જીવનના આ સુખ-દુઃખ ને બસ જીવી જાણવું એજ જિંદગી.

જય અને શિવાંગી ને કારણે તેમની ફેમિલી પણ એકબીજાની નજીક આવે છે. જય નો પરિવાર શિવાંગી ની માં માટે હમદર્દી જાતાવે છે. તેમને ખબર પડે છે કે તેમના પતી તેને અને તેની દીકરીને છોડીને ગયા હતા.

એક ફૂલ જ્યારે ખીલે ત્યારે ગમે તેટલું ધ્યાનથી જોવામાં આવે તો ખબર ના પડે કે ફૂલ મોટું થાય છે. એમ જ જય અને શિવાંગી ના પરીવાર ધીમે ધીમે પોતાના જ હોય તેમ રહેવા લાગે છે. બંને માંથી ગમ્મે તેને anytime કોઈ પણ જરૂરત હોય મદદ માટે તૈયાર જ હોય.

શિવાંગી અને જય ની દોસ્તીને આજે 10 વર્ષ થવા આવ્યું હતું.તે બંને એમ.એન.શેઠ. કોલેજમાં ભણતા હતા. તે બંને એકબીજા માટે કઈ પણ કરી છૂટતા.

શિવાંગીની માં અને જય ના પરિવારવાળા પોતાના મનમાં જય અને શિવાંગી ની દોસ્તી ને એક નામ આપી ચુક્યા હતા.અને જયની સાથે પણ આવુજ હતુ.સુરજ ધરતી પર જેમ ધીમે ધીમે અંધકાર દૂર કરી અને ધરતી પર આવે તેમ જય ના દિલ અને દિમાગમાં ક્યાંક શિવાંગી એ પોતાનું સ્થાન બનાવ્યું હતું.

જય.. જય..

હા માં. કેમ બરાડા પાડે છે.

તને તો હવે મારો અવાજ બરાડા જ લગાસેને?

કેમ. શુ થયું.?

તને તો હવે શિવાંગી નો જ અવાજ ગમશે.કેમ ?

ના ના માં

ઓકે ત્યારે તારા મનની વાત શિવાંગી ને કયારે કહે છે.

કઈ વાત માં ?

હું તારી માં છું. મારાથી ના છૂપાવીશ.

માં મને ડર છે કે હું કહુ અને શિવાંગી મને પસંદ ન કરતી હોય તો એક સાચો દોસ્ત પણ ખોઉ.

એવું શા માટે વિચારે છે. તને કોઈ છોકરી ના પાડેજ નહીં.

એવું ના હોય માં. તું નહીં સમજે કહી જય જાય છે.

હું તારી વાત નહીં સમજુ? દુનિયા મે પણ જોઈ છે જય. પણ માં છું ને એટલે તારી ખુશી જ જોઈએ મારે એટલે કહું છું આ દુનિયામાં વિચાર બદલતા વાર નથી લાગતી તું ઝડપી કહી દે. જેમ એક દરિયાને કિનારાની જરૂર પડે તેમ આ ઉંમરે દરેક ને સહારાની જરૂર પડે. અને ક્યાંક શિવાંગી તારી પહેલા બીજો સહારો....તે વિચારી રહી.

જય આજે શિવાંગીને કહી દેવા માંગતો હતો.

શિવાંગી.

હા

એક વાત પૂછું.

બોલને ગાંડા. હવે તારે મને કંઈક કહેવા પરવાનગી જોઈએ.

એવું નથી પણ વાત જ એવી છે ને કે પુછ્યું.

બોલ બોલ જય તું. પૂછ.

વાત એમ છે કે ...( વાત અધવચ્ચેથી અટકે છે.)

શિવાંગી જમી લે ખૂબ મોડું થયું છે.ઘરે થી અવાજ આવ્યો.

આવુ છું માં. તુ બોલ જય.

કંઈ ની તું જમી લે કહી જય ઉભો થઇ જાય છે. તેના મનમાં મોટો ભાર હતો જે શિવાંગી સમક્ષ હલકો કરવા માંગતો હતો પણ ડર લાગતો હતો.

શિવાંગી આજે થોડી નર્વસ હતી. તે બાલ્કની માં બેસી પોતાની આંખો સમક્ષ દુનિયાના બદલાવ જોઈ રહી. કેટલી ખુશ છે દુનિયા. કે પછી મારી જેમ માત્ર બહારથી જ ખુશ છે.કોઈ ના જીવન માં કોઈ પરિવર્તન નહીં છતાં પણ હસે છે. આવી બોરિંગ life હું તો ના જીવી શકું. શુ છે જીવન? હું આજે જ નક્કી કરું છું કે હું કંઈક કરીશ કે મારે જીવતી લાસોની જેમ ના જીવવું પડે. તે કંઈક કરવા માંગતી હતી અને સૌપ્રથમ જય ને કહેવા માંગતી હતી કે હું આ જુઠ્ઠા જગતથી અલગ છું. મારી મા મને નાનપણ માં પરી કહેતી હતી તે સાબિત કરીશ.હું આ જીવન ના કોઈ બંધનમાં બંધાવા માંગતી નથી.હું ખુલ્લા આકાશમાં ઉડવા માંગુ છું.જય શિવાંગી નો નનાપણ નો એવો સહારો હતો કે જેમ નાના છોડને સીધો રાખવા લાકડાની જરૂર પડે તેમ જય શિવાંગી ની દરેક બાબત માં કાળજી રાખતો.

શિવાંગી એક બંધ નવલકથાની ઝિંદગી જીવવા માંગતી હતી.જેમાં વાંચનારને ખાબર ના હોય કે હવે શું થશે. તેમ તેને તેના જીવનમાં surprise પસંદ હતા. તે એક પ્લાન વગરની happy life જીવવા માંગતી હતી.

શિવાંગી ખૂબ ખુશ હતી. તેમની કોલેઝ માંથી એક પ્રવાસ રાખવામાં આવ્યો હતો. બંને ખૂબ ખુશ હતા પ્રવાસ ને લઈને. બંને જણ પ્રવાસ માટે નામ નોંધાવ્યું હતું. બંનેને પરિવાર તરફથી પણ મંજૂરી મળી ગઈ.

પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ બંનેની ઝીંદગી ને એક એવા વળાંક ઉપર લાવશે કે બંને એ કયો રસ્તો લેવો તે મુશ્કેલ હશે.

હવે આગળ આપણે આગળના પ્રકરણમાં જોઈશું.

thanks for reading