આ વાર્તા છે એક સામાન્ય પણ અસામાન્ય છોકરી ની જેના પલકો માં છે એક જ ડ્રીમ જેના હ્રદય માં છે પ્રેમ અને મહત્વકાંક્ષા.
આ વાર્તા છે ત્રણ છોકરાઓ ના અલગ અલગ પ્રકાર ના પ્રેમ ની.
પણ પલક ન સપના ની મંજીલ ની રસ્તા માં છે અસંખ્ય અડચણો.શું તે પાર કરી પુરી કરી શકશે તેની ડ્રીમસ્ટોરી
કોઇ નું ડ્રીમ તેનો પ્રેમ તો કોઇનું રૂપિયો તો કોઇ નું તેની મહત્વકાંક્ષઆને કોઇનું સાચી દોસ્તી .
જાણવા વાંચવા તૈયાર રહો
ડ્રીમસ્ટોરી
વન ડ્રીમ વન લાઇફ
એક ડ્રીમ કમ લવ સ્ટોરી.....
ભાગ ૧
" એન્ડ આ કોમ્પિટીશન ની વીનર છે મીસ પલક પ્લીઝ સ્ટેજ પર આવો અને આ ટ્રોફી સ્વીકારો ."
પલક સ્ટેજ તરફ આગળ વધી રહી હોય છે.તેટલાં માં કોઇ તેને ઢંઢોળે છે જોર જોર થી.
" પલક ઉઠ નવ વાગી ગયાં કોલેજ જવાનું છે.તૈયાર થઇ ને રસોડા માં આવ " એમ કહી ને પલક ની મમ્મી રસોડા માં જતા રહે છે.
કોઇ કળી માંથી ફુલ ખીલી રહ્યું હોય ને તેમ બે સુંદર આંખો ખુલે છે.ગુલાબ ની પાંદડી જેવા હોઠ કઇંક બોલવા માટે ખુલે છે.ટુંકા વીખરાયેલા વાળ બે હાથે થી સરખા કરી ને પલક ઊભી થાય છે.
" હે ભગવાન આ શું ફરીથી એજ સપનુ વારંવાર બતાવે છે.જયારે ખબર છે કે તે પુરું નથી થવાનું ?" નીરાશ વદને પલક નાહવા જાય છે.
નાહી ને તૈયાર થઇ ને પલક રસોડા માં જાય છે.ત્યાં મંદિર મા ભગવાન નું બે હાથ જોડી ને સ્મરણ કરે છે.
પછી તે તેની મમ્મી ની પાસે જાય છે તેને પ્રેમ થી હગ કરે છે.
" ગુડ મોર્નિંગ મમ્મી."
" ગુડ મોર્નિંગ બેટા ચાલ રસોઇ માં મારી હેલ્પ કર પછી સાથે નાસ્તો કરીએ પછી જજે તું કોલેજ ." ગૌરીબેન પલક ની મમ્મી.
" ઓહ પ્લીઝ મમ્મી રસોઇ અને રસોડું કેટલી વાર ચર્ચા થઇ ગઇ છે.એ મારાથી નહી થાય મને નાસ્તો આપી દે એટલે હું કોલેજ જઉ." પલક
" પલક તારી મમ્મી સાચું તો કહે છે.રસોઇ બનાવતા તો શીખવુ પડે ને અને આમ પણ તારા માટે હવે છોકરા જોવા ના શરૂ કરવા ના છે." મહાદેવ ભાઇ પલક ના પપ્પા.
" પપ્પા પ્લીઝ આ ટોપીક ઉપર મારે કોઇ ચર્ચા નથી કરવી.અને મમ્મી મારે કોઇ નાસ્તો નથી કરવો હું જાઉં છું કોલેજ." એમ કહી ને પલક ગુસ્સા માં પગ પછાડતી એકટીવા ચાલું કરી ને કોલેજ જવા નિકળી જાય છે.
" દેવ શું તમે પણ નાસ્તો કર્યા વગર અને લંચ બોક્ષ લીધા વગર જતી રહી હજાર વખત આ વાત ઉપર ચર્ચા થઇ છે કોઇ પરીણામ આવ્યું છે તો આ વખતે આવશે" ગૌરીબેન.
" તો મે શું ખોટું કીધું છે ? તમે મારા ઉપર દોશ ના નાખો" મહાદેવ ભાઇ
પલક ગુસ્સા માં કોલેજ પહોંચે છે.જયાં તેની ફ્રેન્ડકમ કઝીન ફોરમ તેની રાહ જોઇ ને ઉભી હોય છે.
" હાય બેબી શું થયું ? કેમ ગુસ્સા માં છે?" ફોરમ
" ફોરમ મે તને કેટલી વાર કીધું છે.કે આમ ના બોલવ મને સ્કૂલ ની જેમ ચીઢવશે બધાં મને." પલક ને વધારે ગુસ્સો આવે છે.
" ઓહ સોરી બેબી પણ કેમ આટલી ગુસ્સા માં છે." ફોરમ
" શું કહું તને ફરીથી એજ ટોપીક પર ચર્ચા નાસ્તો પણ ના કર્યો અને લંચ પણ ના લાવી શકી?"પલક ને ખુબ જ ભુખ લાગી હોય છે.
" એની ચીંતા તું મારા પર છોડ લે આ ચોકલેટ થી કામ ચલાવ અને બાય ધ વે' ડી.જે સ' નો નવો વિડીયો આવેલો છે. જોવો છે?"
" વાઉ નવો વિડીયો તે તો મુડ બનાવી દીધો.ચાલ જલ્દી બતાવ."પલક
" અત્યારે નહી લંચ મા બીજો બેલ વાગી ગયો છે.તારે પહેલો લેકચર રામાની સર નો છે.અને તારો ક્લાસ છેક ઉપર છે તો ભાગ લંચ મા મળીએ." ફોરમ.
" હા રામની સર ડેન્જર જો લેઇટ પહોંચીને તો ક્લાસ માં જ નહી બેસવા દે અને કોઇ નોટસ પણ નહીં આપે." એમ કહી ને પલક ભાગે છે.
પલક દોડે છે અને ભાગતા ભાગતા સીડીઓ ચઢે છે.એક હાથ મા ચોકલેટ હોય છે.અચાનક સામે થી કોઇ આવે છે.તે જોરથી બુમ પાડે છે.ઓય ખસ અને પલક નું બેલેન્સ જાય છે અને તે પડી જાય છે તેનેહાથ મા વાગે છે.વધારે પડે તે પહેલા તે છોકરો તેને પકડી લે છે.એક ઉંચો ,ગોરો અને દેખાવ મા ઠીકઠીક એવો ચશ્મીસ છોકરો તેને બચાવી લે છે.
" ઓય બેબી આર યુ ઓલ રાઇટ ?તમને લોહી નિકળે છે કોણી મા વાગ્યુ છે."
" હા પણ મારે જવું પડશે લેકચર રામની સર નો." એમ કહી ને તે ભાગી જાય છે.
તે છોકરો તેને જોતો જ રહે છે.અને સ્વીટ સ્માઇલ આપે છે.
" સ્વીટ બેબી."
પલક ક્લાસ મા પહોંચે છે લેકચર શરૂ થઇ ગયો હોય છે.
" મે આઇ કમ ઇન સર ?" પલક
" યુ મે નોટ કમ ઇન પલક વોટસ ધ ટાઇમ ?" રામાની સર.
" સર આઇ એમ સોરી પણ હું પડી ગઇ સીડીઓ પરથી પડી ગઇ.મને વાગ્યુ છે જોવો." પલક
" ઓહ આર યુ સ્મોલ બેબી ગર્લ જેને ચાલતા ના આવડે બેસો આ લો બેન્ડેડ લગાવી દો." પુરો ક્લાસ હસે છે અને પલક ને ગુસ્સો આવે છે પણ બેસી જાય છે.
લેકચર તો શરૂ થઇ જાય છે.પણ પલક નું મન લાગતું નથી .તે તો ' ડી.જે સ ' ના નવા વિડીયો જોવા માટે લંચ નો વેઇટ કરે છે.
" અને ફાઇનલી આ બીજો લેકચર પુરો ગ્રેટ હવે મારા આતુરતા નો અંત આવશે.ચલ પલક ભાગ જલ્દી ."
પલક ઉતાવળે દોડી ને સીડીઓ ઉતરી રહી હોય છે.અચાનક પેલો છોકરો સામે આવી જાય છે.
" હેલો મીસ રાજધાની એક્સપ્રેસ શાંત તમે કાયમ આટલી જલ્દી મા હોવ છો? કે આજે કઇંક સ્પેશિયલ છે?બાય ધ વે રામાની સરે બેસવા દીધા તમને? અને દવા લગાવી તમે વાગ્યા પર ? "
" મિ.ક્વેશ્ચન માર્ક રામની સરે બેસવા પણ દીધી અને બેન્ડેડ પણ આપી હવે સવાલ જવાબ પત્યા હોય તો જઉ? " એમ કહી પલક ત્યાંથી નિકળી જાય છે.
તે છોકરો પલક ની સામે હસી ને જતો રહે છે.
" ક્યાં હતી કેમ લેટ પડી ?" ફોરમ
" અરે યાર એક છોકરો ટાઇમ વેસ્ટ કરતો હતો મારો. ચલ બકા જલ્દી થી વિડીયો બતાવ.માય ડિયર." પલક
" આ હા બહુ મસ્કા ના માર બતાવુ છું વિડીયો ."પલક ફોરમ ના મોબાઇલ માં વિડીયો જોવે છે તેની આંખો પહોળી થઇ જાય છે.પછી તે બન્ને લંચ કરે છે.
" વાઉ ફોરમ જબરદસ્ત છે આ લોકો સખત ટેલેન્ટેડ છે તે તો મારો દિવસ બનાવી દીધો." પલક
" હમ્મ તું પણ આમાંથી એક બની શકે છે તારી પાસે અા લોકો જેટલું અથવા તેમના કરતા વધારે ટેલેન્ટ છે." ફોરમ
" ફોરમ આ વાત શરૂ કરે તે પહેલા જ કહી દઉં કે તને ખબર છે બધું કે આ શક્ય નથી .તને મારો પ્રોબ્લેમ ખબર તો છે." પલક
" મારી વાત તો સાંભળ સેકન્ડ યર મા એક છોકરો છે તેનું નામ છે પુલકીત તે ' ડી.જે સ' માં મેનેજર છે.એડમિશન અને ઓફિસ વર્ક તે જ જોવે છે.એક વાર તેને મળ કઇંક રસ્તો નિકળે કદાચ." ફોરમ
" ફોરમ પ્લીઝ આમા તે શું મદદ કરી શકશે મારા પ્રોબ્લેમ નું સોલ્યુશન કોઇની પાસે નથી ચાલ હું જઉ મારા ક્લાસ નો ટાઇમ થઇ ગયો છે." પલક
" કાશ પલક કોઇ તો રસ્તો હોત કે જેનાથી તારું સપનુ પુરું થઇ શકે." ફોરમ હતાશ થઇ ને પોતાના ક્લાસ તરફ જતી રહે છે.
શું છે પલક ના પલકો નું સપનુ ? શું અડચણ છે તેના સપના ના રસ્તા મા માં ?
જાણવા વાંચતા રહો.