ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ ૨

ડ્રીમ સ્ટોરી 
વન લાઇફ વન ડ્રીમ ભાગ ૨

સાંજે પલક ઘરે પહોંચે   છે  અને તે સીધી તેના રૂમમાં  જતી રહે છે.તેની મમ્મી ચા અને નાસ્તો લઇને ત્યાં જાય છે.

" પલક મારી વ્હાલી દિકરી હજુ પણ નારાજ છે.ચલ તો મારી સાથે બેસી ને  ચા નાસ્તો કર ને.તારું ફેવરેટ વડાપાવ  છે." પલક થોડી ગુસ્સા માં  અને થોડી દુખી છે.

" હજુ નારાજ છે મારાથી મારી દિકરી." ગૌરીબેન

" મમ્મી તારાથી નારાજ નથી અને થઇ પણ કેવીરીતે શકું  બસ આ વાત ની ચર્ચા નિકળે છે ને દુખી થઇ જાઉં છું .આ તો સારું હતું કે ફોરમ નાસ્તો લાવી હતી. નહીંતર  ઉપવાસ જ હોત." પલક

" ચલ હવે તો ખાઇ લે " મમ્મી પલક ને હગ કરે છે તેનું કપાળ ચુમે છે.પછી બન્ને  નાસ્તો કરે છે.પલક નો બાકી મુડ પણ સુધરી જાય છે.

ગૌરીબેન વિચારે છે.
" ખબર નહીં શું થશે.બાપ દિકરી બન્ને  જિદ્દી છે.દેવ તેને પરણાવવા ની અને પલક ના પરણવા ની જિદ લઇને બેઠી છે."

" ચાલ તું  આરામ કર હું  સાંજ ની રસોઇ ની તૈયારી કરું છું ." ગૌરીબેન ત્યાંથી જતા રહે છે.
પલક ફોરમે બતાવેલા વિડીયો ના વિચાર મા હોય છે.

રાત્રે ડિનર ટેબલ પર ગૌરીબેન જમવા નું પિરસી રહ્યા  છે.તેટલાં મા મહાદેવ ભાઇ આવે છે.

" દેવ તમે પ્લીઝ અત્યારે સવાર વાળી વાત ની ચર્ચા ના કરતાં અને તેને શાંતિ થી જમવા દેજો." ગૌરીબેન

" હા તો જમવા જ દઇશ ને હું કઇ તેનો દુશ્મન નથી " મહાદેવ ભાઇ.

પલક આવે છે તે કોઇ ની સામે જોયા વગર બેસે છે અને જમી ને જતી હોય છે.

" પલક મારે વાત કરવી છે.બેસ તારા લગ્ન માટે મે બે-ત્રણ જગ્યા એ વાત ચલાવી છે.જયાં થી પણ હા આવશે ત્યાં  જોવાનું ગોઠવીશું બરાબર??" મહાદેવ ભાઇ  ની વાત સાંભળી ને પલક ને ઝટકો લાગે છે.

" અને મારી શરત ?" પલક  

" શરત ની સાથે જ " 

" તો મારું ભણવા નું  તેનું  શું  એ પણ પુરું નહી કરવા દો ?"  પલક વિચારે છે.હવે તો છટકવા નો કોઇ રસ્તો નથી .

" ના લગ્ન  તો ભણવા નું  પતશે પછી જ થશે.અત્યારે જો બધું બરાબર હશે તો સગાઇ ." મહાદેવ ભાઇ ની વાત સાંભળી ને પલક ને થોડી રાહત થાય છે.

પલક ટેન્શન માં  આવી ને ત્યાંથી  જતી રહે પોતાના રૂમમાં  .તે બધી વાત ફોરમ ને ફોન કરી ને જણાવે છે.

" યાર ફોરમ આ પપ્પા તો એવો છોકરો  પણ શોધી કાઢશે જે મારી શરત સાથે લગ્ન કરવા તૈયાર હોયઅને મારી પાસે હા પાડવા સિવાય કોઇ રસ્તો જ ના બચે. શું  કરું ? " 

" પલક  તું ચિંતા  ના કર આપણે કઇંક વિચારીએ  કાલે કોલેજ માં મળીએ." 
ફોરમ ફોન મુકી ને કઇંક  વિચારે છે.તે કોઇને ફોન કરી ને મળવા કહે છે.

બીજા દિવસે ફોરમ ખુશ હોય છે.તે પલક ની રાહ જોઇને ઉભી હોય છે.

" શું  વાત છે કેમ ખુશ છે આટલી? મારા લગ્ન ની ખુશી માં ." પલક તેને ખુશ જોઇને અકળાય છે.

" કાલે મે વાત કરી હતી તને પુલકીત ની યાદ છે તેને હું  મળી તેને મે તારો વિડીયો બતાવ્યો તે ખુબ ખુશ થયો અને તેને મે તારો પ્રોબ્લેમ  કીધો તો તેણે કીધું કે પ્રોપર ટ્રેનિંગ અને પ્રેક્ટિસ મળશે તો તું ખુબ આગળ વધી શકીશ. અને એ પણ ખાલી રોજ ના એક કલાક આપી ને." ફોરમ

" ફોરમ સ્ટોપ તે કોને પુછી ને આ બધું કર્યું ? શું  મે તને કીધું હતું ? ના ને તને બધી ખબર છે છતા પણ તે આવું કેમ કર્યું ?આજ પછી આ વાત ની મને કોઇ ચર્ચા ના જોઇએ." પલક ગુસ્સા મા જતી હોય છે.

" પલક મારી વાત સાંભળ નહી કરું ચર્ચા પણ એક મિનિટ ." ફોરમ તેને ઉભી રાખે છે.

" પલક આઇ એમ સોરી અગર તું  ના પાડીશ તો હું  નહી કરું  વાત તેની પણ મને લાગ્યું કદાચ હું  તારી કોઇ મદદ  કરી શકું તારો પ્રોબ્લેમ  દુર કરી શકું " ફોરમ ની આંખ માંથી પાણી આવે છે પલક તેના આંસુ લુછી તેને ગળે લગાવે છે.

" સોરી આ ટોપીક જ એવો છે તેની વાત થી હું  ગુસ્સે થઇ જાઉ છું  તે વાત છોડ ચલ કેન્ટીન માં" પલક

રાત્રે  પલક તેના રૂમમાં  વાંચી રહી હોય છે અને તેટલાં મા તેના મમ્મી પપ્પા આવે  છે.

" પલક અમને તારી સાથે વાત કરવી છે " 

" શું  વાત છે પપ્પા ?" પલક

તારા લગ્ન  માટે જે બે-ત્રણ જગ્યા એ વાત ચલાવી હતી તેમાંથી  એક જગ્યાએથી હા આવી છે એ પણ તારી શરત એમને મંજુર છે તું કઇ કહે તે પહેલા તને કહું ?"

" મંજુર છે તેમને ખરેખર?" પલક ને આશ્ચર્ય થાય છે.અને ગભરાટ પણ.

" મંજુર  છે તેમને અને એ બધી વાત થી તેમને કોઇ ફરક નથી પડતો ગૌરી પલક ને તૈયાર કરી દેજો સમયસર અને સમજાવી દેજો " મહાદેવભાઇ ત્યાંથી જતાં રહે છે.ા

" મમ્મી આ બધું  શું  છે મારા લગ્ન આટલા જલ્દી  ? અને મારા સપના નું અને મારી જીવન નું શું ?"

" પલક તારા સપના અને જીવન હું બધું જ સમજુ છું પણ કાલે કોઇ નાટક ના કરતી હું તને વિનંતી કરું છું એ લોકો તારા પપ્પા ના બિઝનેસ પાર્ટનર પણ છે તો તેમનું ખરાબ દેખાય તેવું કશું ના કરતી.આ કવર માં ફોટો છે જોઇ લેજે અને એવું પણ નથી  કે લગ્ન કરાવી જ દેવા તારા પપ્પા નવ બધું બરાબર લાગશે તો જ આગળ વાત વધશે. ગુડ નાઇટ બેટા." ગૌરી બેન.

પલક ખુબ જ દુખી છે .તે આ લગ્ન કોઇપણ હિસાબે કરવા નથી માંગતી અને તે મમ્મી ની વાત નું  માન રાખવા પોતાના મન ને તૈયાર કરે છે તે કવર માંથી ફોટો કાઢીને જોવે છે.અને તે ચોંકી જાય છે.તે ફોરમ ને ફોન કરે છે.તે તેને બધી વાત જણાવે છે.

"  આ તો પ્રોબ્લેમ  થઇ ગયો તને કોઇ નાપસંદ કરે એવી તો કોઇ વાત જ નથી તારા મા તું સર્વગુણ સંપન્ન છો એક વાત ને છોડી ને અને તેમા પણ તેમને કોઇ પ્રોબ્લેમ નથી ." ફોરમ

" પપ્પા કઇપણ કરીને મને પરણાવવા જ માંગે છે જે મળ્યું તે મારી શરત મંજુર છે તેમને એટલે હવે તો આ લગ્ન  કરાવી ને જ રહેશે તે" પલક ખુબ જ દુખી થાય છે તેને આંખો એ નાનપણ થી જોયેલા સપના નો એક જાણે કે દુખદ અંત આવે  છે.તેને લાગે છે કે ઉડતા પહેલા જ કોઇએ પાખો કાપી નાખી રડતા રડતા તે સુઇ જાય છે.

સવારે  થઇ જાય છે કોલેજ મા યોગાનુયોગ આજે રજા હોય છે.તે કમને મમ્મી ના આગ્રહ અને વિનંતી ને જોઇ શાંતિ થી સાડી પહેરી ને તૈયાર થાય છે.સુંદર યલો સાડી મા મોતી નો સેટ ખુલ્લા ટુંકા વાળ કપાળે  નાની બિંદી તેની સુંદરતા મા ઓર વધારો કરે છે. તેને જોઇ ને કોઇપણ પુરુષ તેને લગ્ન માટે ના ન પાડે 

" એક વાર જોઇ તો લઉ લગ્ન  થોડી થઇ જશે પછી નું  પછી જોયુ જશે" પલક મન માં વિચારે છે.

" ખુબ સુંદર મને વિશ્વાસ છે કે છોકરાવાળા મારી દિકરી ને પસંદ કરી જ લેશે હેને ગૌરી" મહાદેવભાઇ

પપ્પા ની વાત સાંભળી ને પલક ને ગુસ્સો આવે છે પણ તે મન માં  દબાવે છે .તેટલા માં બેલ વાગે છે.નોકર દરવાજો ખોલે છે.છોકરા વાળા આવે છે.

" વેલકમ" મહાદેવભાઇ.

મહેમાનો બેસે છે.નોકર પાણી અને ચા નાસ્તો લાવે છે.

" આ છે મારી દિકરી પલક અને પલક આ છે  નિવાન અને આ છે તેમના મમ્મી પપ્પા પગે લાગો બેટા." મહાદેવભાઇ

પલક નિવાન ના મમ્મી પપ્પા ને પગે લાગે છે.નિવાન પલક ની સુંદરતા મા ખોવાઇ જાય છે.પલક તેની સામે બેસે છે.પણ પલક ને નિવાન ને જોઇ ને આધાત લાગે છે.

" પપ્પા મારા સપના તો મને પુરા ન કરવા દીધા પણ લગ્ન  એ પણ .." પલક મન મા વિચારે છે તેટલાં મા નિવાન ના પપ્પા બોલે છે.
" તમારી દિકરી ની જે શરત હતી તે અમને મંજુર છે.અને અમારા ઘરે ધન દોલત ની ,નોકર ચાકર ની કમી નથી  તમારી પલક ને રાણી બની ને રાજ કરવા નું છેતે આગળ ભણી શકે છે.હા પણ અમારી પણ એક શરત છે તે ઇચ્છે  તેટલું ભણી શકે છે પણ નોકરી  એ નહી તમે સમજો છો ને મહાદેવભાઇ" 

મહાદેવ ભાઇ ને તેમની વાત ખટકે છે પણ તે હકાર મા માથું હલાવે છે

" એટલે તમે એમ ના સમજતા કે અમે જુના જમાના ના છે પણ ભગવાન ના આશિર્વાદ થી ઘણુ   છે. એટલે .આ છોકરાઓ ને એકલા મા વાત કરવી હોય તો" નિવાન ના મમ્મી.

" હા હા કેમ નહીં પલક નિવાન ને આપણું ગાર્ડન તો બતાવો." ગૌરીબેન.

પલક નાછુટકે, કમને ઉભી થાય છે અને નિવાન ને લઇ ને તે ગાર્ડન મા જાય છે.

શું પલક નું સપનુ પુરું થશે કે તેના લગ્ન તેમા અવરોધ બનશે? કે જાગશે કોઇ આશા ની નવી કિરણ? શું છે પલક નું એકમાત્ર સપનું?
જાણવા આવતો ભાગ જરૂર થી વાંચજો.


***