Dil ka rishta A love story - 3 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A love story - ભાગ 3

               (ભાગ 3)

        (આગળ ના ભાગ માં જોયું કે રશ્મિ ની બાઇક બંદ પડી જતા રોહન એને લિફ્ટ આપે છે બન્ને વરસાદ માં ભીંજાય છે રશ્મિ ના દિલ માં રહેલી કુની લાગણી માં વરસાદ નો સાથ મળતા પ્રેમ ના અંકુર ફૂટી ગયા છે રશ્મિ મનોમન રોહન ને ચાહવા લાગી છે રોહન એને ઘરે મૂકી અને બાઇક ચાલુ કરે છે ત્યાં કાર પસાર થાય છે દૂર ઉભી રહે છે કોઈ એમ થી બહાર આવે છે પણ રાહુલ એને જોઈ શકતો નથી હવે વાંચો આગળ) 



            બાજુ માં થી પસાર થયેલી કાર દૂર ઉભે છે એ કાર કોઈ મેરેજ ફંકશન માંથી આવી રહી હતી અચાનક કાર નું ટાયર પંચર થતા એ કાર ઉભી રહી હતી ટાયર પંચર થતા ડ્રાઇવર બહાર ઉતરે છે અને કહે છે કે ટાયર પંચર છે એટલે ચેન્જ કરવું પડશે તમે લોકો થોડી વાર બહાર આવી જાવ તો હું ફટાફટ ચેન્જ કરી નાખું કાર રોહન થી થોડે દુર હતી કાર માંથી કોઈ ઉતરે છે પણ વાદળાં ના અંધકાર ને લીધે ચેહરો સ્પષ્ટ નથી દેખાતો રોહન ધ્યાન થી જોવાની કોશિશ કરે છે પણ નાકામ રહે છે પણ આજ કુદરત રોહન પર જાણે મહેરબાન હોઈ એમ વીજળી કડાકા સાથે વરસાદ ધીમી ધારે ચાલુ થઈ જાય છે અને રાહુલ બીજી તરફ નજર ફેરવવા જાય ત્યાં જ વીજળી ના ચમકારા માં એ ચેહરો દેખાય થાય છે અને રોહન તો એને જોતા જ આભો બની જાય છે 3 ઇંચ ની પેન્સિલ હિલ ના વાઈટ સેન્ડલ 
સફેદ ચુડીદાર ડ્રેસ હાથ માં સિલ્વર બંગડીઓ નો જુડો  કાન માં સિલ્વર ઝૂમખાં  ને કાજળ થી ધારદાર બનાવેલી એની મારકણી આંખો આછા ગુલાબી રંગ થી હોઠો ને અપાયેલો નેચરલ ટચ અને નીચલા હોઠ ની નીચે એક કાળો તલ ઘઉંવર્ણી એની કમનીય કાયા કોઈ અપ્સરા ને ટક્કર મારે એવી હતી ખૂબ જ સિમ્પલ કરેલો મેકપ એના ચહેરા ની નમણાંશ ને જાણે ચાર ચાંદ લગાવી રહ્યો હતો મારકણી અદા સાથે એને કરેલી સ્માઈલ કોઈ ના પણ દિલ ને ઘાયલ કરવા માટે કાફી હતી એની મારકણી આખો થી જાણે કોઈ તિર છૂટ્યું અને સીધુ રોહન ના દિલ ની આરપાર થઈ ગયું  એવું ન હતું કે રોહન પહેલીવાર કોઈ છોકરી ને જોતો હતો અત્યાર સુધી રોહન એ ઘણી છોકરીઓ જોઈ એની સ્ત્રી મિત્રો પણ ઘણી હતી પણ ખબર નહિ આને જોતા જ રોહન જડવત બની ગયો એને ખબર નહોતી પડતી કે એને શુ થયું એને લાગ્યું જાણે ધીમો ધીમો પવન આવવા લાગે છે જાણે કોઈ વાયોલિન પર "એક લડકી કો દેખા તો એસા લગા " ગિત વગાડી રહ્યું હોય  વરસાદ ચાલુ થતા જ પેલી છોકરી એની 3 બહેનપણી ઓ ને પણ જબરદસ્તી વરસાદ માં ખેંચી લાવે છે વરસાદ ના પાણી ને પગ વડે એકબીજા ને ઉડાડે છે મસ્તી કરે છે પણ રોહન તો જાણે પૂતળું બની ગયો એને તો બીજું કોઈ દેખાતું જ નથી એતો બસ જોતો રહી ગયો પેલો કાળો તલ એને જોતા જાણે પલક જપકવતા ભૂલી ગયો જાણે દિલ 2 ઘડી ધડકન ચુકી ગયું ત્યાં જ ડ્રાઇવર બૂમ પાડે છે કે મેડમ ટાયર ચેન્જ થઈ ગયું છે જલ્દી આવી જાઓ અને જાણે એ રૂપ નો ખજાનો સમેટાય અને કાર તરફ આગળ વધે છે બધા કાર માં બેસે છે અને અને કાર ત્યાં થી જતી રહે છે રોહન એને જતા જોઈ રહે છે જે જતા જતા રોહન નું દિલ પણ એની સાથે લઈ ચાલી ગઈ છે 


                 ત્યાં રશ્મિ બહાર આવે છે રોહન ને ત્યાં વરસાદ માં ભીંજાતો ઉભેલો જોઈ આશ્ચર્ય પામે છે એ રોહન ને બુમ પાડે છે પણ રોહન સાંભળતો નથી રશ્મિ છત્રી લઈ એની નજીક જાય છે " રોહન એ રોહન" તો પણ રોહન કાઈ પ્રત્યુત્તર નથી આપતો રશ્મિ એનો ખભો પકડી ને હચમચાવે છે રાહુલ ઝબકી ને સપના ની દુનિયા માંથી જાણે જમીન પર પટકાયો " હા બોલ રશ્મિ તું હજી અહીંયા જ છે? " રશ્મિ કહે " અરે એ સવાલ તો મારે તને પૂછવો જોઈએ કે તું કેમ હજી અહીંયા જ છે હું તો ઘર માં જઇ અને ચેન્જ કરી ને પણ આવતી રહી તો પણ તું અહીંયા જ છે હું ક્યાર ની બુમો પાડું છું પણ તું તો બસ બાઘા ની જેમ રસ્તા પર જોઈ ને ઉભો છે શું થયુ? રોહન કહે " ત્યાં રસ્તા પર.." રશ્મિ હસતા હસતા કહે છે " સુ ત્યાં રસ્તા પર??  કાઈ ભૂત બુત તો નથી જોઈ લીધું ને " આમ કહી હસવા લાગે છે રોહન કહે " કઈ નહીં ચાલ બાય કાલ મળ્યા" રશ્મિ કહે " હા ધ્યાન થી જજે " રશ્મિ નું કહેલું સાંભળ્યું ના સાંભળ્યું હોઈ એમ તે ઘર તરફ બાઇક ભગાવી મૂકે છે  

           રોહન રસ્તા માં એજ વિચારે છે કોણ હતી એ જે કોઈ પણ હતી પણ રોહન ના દિલ ની સાથે એની રગે રગ માં ઉતરી ગઈ હતી જે એના વધેલા દિલ ના ધબકારા કહી રહ્યા હતા આવું વિચારે છે ત્યાં જ...... to be continue 


           ( કોણ હતી એ છોકરી??? રોહન એને ઓળખતો પણ ના હતો તો રોહન એને કાઈ રીતે ગોતશે ???? રોહન એને પાછો મળી શકશે કે આ જ એની છેલ્લી મુલાકાત હશે ???? રોહન પ્રત્યે ના રશ્મિ ના પ્રેમ નો શુ અંજામ આવશે  એ જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા A LOVE STORY....