પલક અને નિવાન ગાર્ડન માં ફરી રહ્યા છે પલક ને ગાર્ડનીંગ નો ખુબ જ શોખ છે.તે માળી ની સાથે મળી ને ગાર્ડન નું ધ્યાન રાખે છે.એક મૌન બન્ને ની વચ્ચે છવાયેલુ છે પલક પોતાના અણગમા ને નકલી હાસ્ય થી છુપાવે છે.
" તમે ખુબ જ સુંદર છો.મને અા લગ્ન મંજુર છે તમને કઇંક પુછવુ હોય તો પુછી શકો છો." નિવાન.
" મને થોડો સમય જોઇએ છે. અને જરૂર પડશે તો આપણે એક વાર બહાર મળીશુ હું પછી જ નિર્ણય લઇ શકીશ." પલક
" ઓહ શ્યોર પલક ટેક યોર ટાઇમ ટેક માય નંબર તમે બોલાવશો ત્યારે આ બંદો હાજર થઇ જશે. " નિવાન પલક ની સાથે હજુ વધારે સમય વિતાવવા માંગે છે.પણ પલક ની ઇચ્છા નહોવાથી તે બન્ને અંદર જાય છે.
નિવાન નું હાસ્ય તેના માતા પિતા ને જવાબ આપી દે છે.જયારે પલક નો અણગમો તેના માતા પિતા થી છુપાતો નથી .મહાદેવ ભાઇ થોડા ગંભીર જણાય છે.અંતે તે લોકો વિદાય લે છે.પલક નારાજ થઇ ને તેના રૂમમાં જતી રહે છે.
પલક ની મમ્મી તેની પાછળ રૂમમાં જાય છે.
" પલક"
" મમ્મી તે જોયો આ છોકરો સહેજ પણ ગમે એવો નથી .પપ્પા કોઇપણ હિસાબે મને પરણાવવા જ માંગે છે?" પલક
"એવું નથી બેટા બાહ્ય દેખાવ ખરાબ હોય પણ તેનો સ્વભાવ અને ગુણો સારા હોય તેનું ઘર પણ સરસ છે.અને તેમને તારી શરત મંજુર છે.તો તને શું વાંધો છે."
" પણ મમ્મી એમના વિચારો તો કેટલા જુના છે પપ્પા ની જેમ જ હવે તો ભગવાન પણ મને નહીં બચાવી શકે આ લગ્ન તો પપ્પા કરાવી ને જ રહેશે." પલક
" હો તો શું લગ્ન તો કરવા ના જ છેને.અને શીખી જઇશ તું પણ મારી જેમ ઘર ની ચાર દિવાલ માં જીવતા .સપના ઓને ભુલી ને." ગૌરીબેન થોડા ભારે અવાજે બોલે છે.
" મમ્મી તું આ શું બોલે છે? અને તારું પણ કોઇ સપનુ હતું ?બોલ ને મમ્મી." પલક
" હતું મને પણ બાળપણ થી કુકીંગ નું સપનુ ત્યારે આવો કોઇ મોબાઇલ અને ઇન્ટરનેટ નો જમાનો નહતો પણ ન્યુઝ પેપર્સ માં વાંચી ને અને મારી જાતે શોધી ને અવનવી વાનગીઓ બનાવતી હતી.પુરા ગામ માં મારી રસોઇ ના ચર્ચા હતા. હું એક મિનિટ મા આવું ."
ગૌરીબેન એક જુની ચોપડી લઇને આવે છે.
" આ જો પલક આ મારી નાનપણ ની સહેલી એ મને આ કુકીંગ બુક ગીફ્ટ આપી હતી.તેમા લખેલી દરેક વાનગી મે બે-ત્રણ વારબનાવી લીધી હતી.જયારે તારા પપ્પા સાથે લગ્ન નક્કી થયા હતા ને ત્યારે હું ખુબ ખુશ હતી કે મોટા શહેર મા જવા મળશે ત્યાં હું મારી પ્રતિભા ને વીકસાવી શકીશ.
પણ લગ્ન ના બીજા દિવસે જયારે મે તેમને કહ્યું કે હું મારી પ્રતિભા ને આગળ વિકસાવવા માંગુ છું ને ત્યારથી તેમણે કહી દીધું કે જે પણ કરવું હોય તે ઘર માં ઘર ની બહાર નહી.પોતાના પરીવાર અને કુટુંબીજન માટે વ્યવસાય તરીકે નહી.બસ મારું દિલ તુટી ગયું અને મે ત્યારથી કશું જ નવું નથી કર્યું બસ ભગવાન ને એક જ પ્રાર્થના કરતી હતી કે મારી દિકરી ની આંખો ને કોઇ સપના ના બતાવતો પણ તેમણે મારું ના સાંભળ્યું .પણ તારા પપ્પા મને પ્રેમ ખુબ કરે છે અને તું છો મારા જીવન માં જેમણે મારા સપના ની જગ્યા લઇ લીધી." ગૌરીબેન ની આંખ મા આંસુ હોય છે.
" પણ કેમ કાયમ આપણે જ આપણા સપના ની બલી આપવા ની ? સોરી મમ્મી પણ મારા સપના ની જગ્યા કોઇ નહી લઇ શકે.મને તારા માટે દુખ છે કે તે તારું સપનુ છોડી દીધું .તે આસાની થી હાર માની લીધી .પણ હું નહી માનુ."
પલક કોઇ નિશ્ચય કરી ને સુઇ જાય છે.આ સવાર એક અલગ આશા લઇને આવવા ની છે.
" મમ્મી હું બહાર જાઉં છું ફોરમ સાથે લગભગ સાંજ પડી જશે જોઇ લેજે." સવારે વહેલા તૈયાર થઇ ને નિકળી જાય છે.તે ફોરમ ને ફોન કરી ને તૈયાર રહેવા નું કહે છે.
પલક ફોરમ ના ઘરે પહોંચે છે અને તે બહાર જ તૈયાર થઇ ને ઊભી હોય છે.
" હેલો કઇંક કહે તો ખરા ક્યાં જવાનું છે અને અચાનક ફોન કરે મારે પણ મારા પ્લાન હોય છે." ફોર
" ચલ બેસી જા .થોડિ વાર માં બધી ખબર પડી જશે." ફોરમ પલક ની પાછળ એકટીવા પર બેસી જાય છે.એકટીવા એક બિલ્ડીંગ ની બહાર આવી ને ઊભી રહે છે.પલક કોઇને ફોન કરે છે.
" હેલો હું પલક આપણી વાત થઇ હતી.અમે નીચે જ છીએ આવી જઇએ?" પલક
" ઓ.કે થેંક યુ " પલક ફોરમ નો હાથ પકડી ને તે બિલ્ડીંગ મા જતી રહે છે.લિફ્ટ મા ચોથા માળે પહોંચે છે.ફોરમ બોર્ડ પર નું નામ વાંચી ને ૪૪૦ વોટ નો ઝટકો પામે છે.
" ડી જે સ" ફોરમ નો અવાજ ગળા મા અટકી જાય છે.
" ડી.જે ડાન્સ એકેડેમી ચલ અંદર " પલક એક અલગ આત્મવિશ્વાસ થી અંદર જાય છે.
પલક અને ફોરમ જેવા અંદર જાય છે એક પરફોર્મન્સ ચાલુ થઇ રહ્યું હોય છે.બધા સ્ટુડન્ટ અને કોચ સાઇડ મા ઊભા હોય છે અને જેય જેય ના નામની બુમો પાડતા હોય છે.અને સોંગ ચાલુ થાય છે.એક અતિશય હેન્ડસમ ,ભુરી આંખો વાળો ,લાંબો ગોરો અને સ્ટાઇલીશ દાઢી વાળો છોકરો વ્હાઇટ શર્ટ બ્લુ જીન્સ માં વધારે ડેશીંગ લાગતો હોય છે.તેણે કમર પર એક કેસરી દુપટ્ટો બાંધ્યો હોય છે અને તે છલાંગ મારી ને નીચે પરફોર્મન્સ એરીયા માં આવે છે.
જય જય બજરંગ બલી, તોડ દે દુશ્મન કી નલી
હે ધા તુના તુના બાજે ડંકા ,લંડન હો યા લંકા ગુજે રે ચારો ઓર.
તેના અદભુત ડાન્સ સ્ટેપ અને પર્સનાલિટી જોઇને પલક મંત્રમુગ્ધ થઇ જાય છે .ગીત આગળ વધે છે.
આપ કી રહે અનુકંપા , ના ડર નાહી શંકા નાચેગે હમ ચોર
જોગી ચલાયે કોઇ જંતર ખીલેગા તેરા અંતર તુ આજા ગુરુ મંતર તે લેલે રે
ચલ બેટા સેલ્ફી લે લે રે
પલક એક સપનુ જોઇ રહી હોય તેમ અપલક પલકે તેને જોઇ રહી છે.ડાન્સ કરતા તે છોકરા એટલે કે ' જે ' ની નજર પલક પર પડે છે.તે તેને જોતો જ રહી જાય છે.અને તેની સામે હસે છે.પલક ને અચાનક સ્થાન નું ભાન થતા તે ઓફિસ મા જતી રહે છે.
પલક અને ફોરમ ઓફિસ મા બેસે છે.પલક હજુ પણ તે છોકરા ના વિચાર મા ખોવાયેલી હોય છે.તેટલામાં ત્યાં કોઇ આવે છે તે પુલકિત છે.જે પલક ને જોઇ ને ચોંકે છે.
" તું રાજધાની એક્સપ્રેસ " પુલકિત હસે છે.
" તું પુલકિત છો? ફોરમ આ એજ છે જેણે મને તે દિવસે સીડીઓ પરથી પડતા બચાવી હતી." પલક આશ્ચર્ય પામે છે.
" હાય પુલકિત હું ઓળખુ છું તેને પલક." ફોરમ
હા હું પુલકિત 'ડી.જે ડાન્સ એકેડમી 'નો મેનેજર તમે બન્ને એ મને ફોન કર્યો હતો."
" હા મે તમને જણાવ્યું હતું ફોન પર ?"પલક
" હા બોલો હું શું મદદ કરી શકું તમારી પલક?"પુલકિત
પલકે કઇંક નિર્ણય લીધો છે.અને તે મક્કમ છે તેના વીશે.ફોરમ પણ કશું સમજી શકતી નથી .પુલકિત પલક ને જોઇ રહ્યો છે .તેની માસુમ આંખો ,પ્યારી સ્માઇલ બસ તેને જોયા જ કરે છે.પલક કઇંક કહેવા માંગે છે પણ તે ખુબ જ ગભરાયેલી છે.
શું નિર્ણય લીધો છે પલકે ? શુ નિવાન અને પુલકિત આકર્ષાઇ રહ્યા છે પલક થી ?
જાણવા વાંચતા રહો.