Return of shaitaan - 5 books and stories free download online pdf in Gujarati

Return of shaitaan - part 5

હેલો દોસ્તો કેમ છો? આશા રાખું છુ કે આપને મારી આ નોવેલ પસંદ આવી રહી હશે ફરીથી લઇ ને આવી છુ રીટર્ન ઓફ શૈતાન નો પાર્ટ ૫ . આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ ને કેવી રીતે ખબર પડે છે ગૅલીલિયો વિષે અને ડો.લિઓનાર્દો વિષે. તે લોકો લિઓનાર્દો ની દીકરી ના આવાની રાહ જોઈ રહ્યા હોય છે અને તેને મળવા માટે તે લોકો હેલિપેડ પાસે જાય છે.હવે આગળ.

"તમને લાગે છે કે લિઓનાર્દો નું કામના લીધે તેમની હત્યા થઇ હોય?" રાજ એ કોહલર ને પૂછ્યું.

"હા આ પોસ્સીબ્લ છે .લિઓનાર્દો એ મને કહ્યું હતું કે તે લોકો કોઈ ખતરનાક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.જેનું એન્ડ રિઝલ્ટ બહુ જ ખતરનાક આવાનું હતું જે કદાચ આખી દુનિયા ને હલાવી દે.જે બ્રેકીંગ ન્યૂઝ બનશે અને માનવો ને એના થી ઘણો જ ફાયદો થશે.અને તેમનો આ પ્રોજેક્ટ બહુ જ ખાનગી હતો.તેમને ખાનગી લેબ અને એકલતા આપવા માં આવી હતી.જેમાં મને કઈ વાંધાસૂચક ના લાગ્યું હતું.ના મેં કોઈ દિવસ તેમના કામ માં કોઈ દખલ કરી હતી. તેમનો આ પ્રોજેક્ટ એકલો જ ઇલેક્ટ્રિક પાવર નો ૮૦ ટકા હિસ્સો લઇ લેતો હતો પણ CERN ને બધું જ મંજુર હતું લિઓનાર્દો ની અગાઉ ની સિદ્ધિઓ સામે આ કઈ ના હતું. પણ મી.રાજ હજુ પણ મારે તમને એક વાત કરવી છે આ જગ્યા છોડતા પહેલા."કોહલેર રાજ ની આંખો માં આંખો નાખતા થોડા ગભરાયેલા ચેહરા સાથે બોલ્યો.

રાજ ને કઈ ખબર ના પડી એ વિચાર માં પડી ગયો કે હજુ કેટલા રાઝ છે આ હત્યા ને લઇ ને જે તેની આગળ ખુલવાના છે. તેણે પ્રશ્ર્ન સૂચક નજરે કોહલેર સામે જોયું.

કોહલેર બોલ્યો," એક વસ્તુ છે લિઓનાર્દો ની જે તેના હત્યારા દ્વારા ચોરાઈ છે."

"કઈ વસ્તુ મી.કોહલર?" રાજ એ અધીરતા થી પૂછ્યું.

કોહલર પાછાં તેમની વ્હીલચેર લઇ ને લાશ જ્યાં પડી હોય છે ત્યાં આવે છે રાજ પણ કમને તેમની પાછળ જાય છે.

કોહલર લાશ ની એકદમ નજીક જઈ ને કહે છે કે, "મી.રાજ તેમનો ચેહરો જુઓ."

રાજ થોડો નિરાશ થઇ ને બોલ્યો,"ચેહરો? તમે તો કહ્યું હતું કે કોઈ વસ્તુ ચોરાઈ છે? "

તે લાશ ની નજીક ગયો અને ચેહરો જોવાની કોશિશ કરી પણ તે નાકામ રહ્યો કેમ કે હત્યારે તેમની ગરદન ૧૮૦ ડિગ્રી ઘુમાવી ને તેમને મોતને ઘાટ ઉતારેલા હતા.અત્યારે વેત્રા ની ગરદન સાથે તેમનો ચેહરો કાર્પેટ ને અડીને જમીન તરફ હતો.

કોહલર ધીરે રહી ને નીચે નમ્યા અને મી.વેત્રા ની લાશનો ચેહરો પકડી ને ગરદન આગળ તરફ ઘુમાવી દીધી. એક કડાકા સાથે ગરદન આગળ આવી ને લબડી પડી. રાજ ના હોશ ઉડી ગયા જયારે તેણે મી.વેત્રા ની લાશ નો ચેહરો જોયો જે ખૂનથી લથપથ હતો જે ખૂન હવે ઘાટ્ટુ કાળા રંગ નું થઇ ગયું હતું તેમના ચેહરા ના આઈ સોકેટ માં એક જ આંખ હતો બદામી કલર ની અને બીજી આંખ મિસિંગ હતી. જે ખાનુ ખાલી હતું તે ખરેખર ખુબ જ ભયાવહ લાગતું હતું. હત્યારા એ મી.વેત્રા ની આંખ ચુરાવી લીધી હતી.

રાજ વિચાર માં પડી ગયો કે કોઈ આંખ ની ચોરી કેમ કરે અને એ પણ એક જ આંખ ની?

*****************************************************************

થોડી વારપછી તે લોકો બિલ્ડીંગ સી ની બહાર હતા. વેત્રા ના ફ્લેટ ની બહાર નીકળી ને રાજ ને આખુલ્લી જગ્યા માં ઘણું સારું લાગ્યું. સૂર્ય પ્રકાશે તેણે મી.વેત્રા ના એક આંખ વગર નો ચેહરો ભૂલવામાં થોડી મદદ કરી હતી.

"this way please " કોહલર બોલ્યો.

કોહલર આગળ આગળ જતો હતો અને રાજ તેની પાછળ.

"મિસ વેત્રા ગમે ત્યારે આવી પહોંચશે " કોહલર બોલ્યો.

રાજ જલ્દી જલ્દી ચાલવા લાગ્યો.

"તો શુ હજુ પણ તમને શક છે ઈલુમિનેટી ની સંડોવણી માં?" કોહલર એ રાજ ને પૂછ્યું.

રાજ પાસે કોઈ જવાબ ના હતો.લિઓનાર્દો વેત્રા ના ધાર્મિક જોડાણો એને પરેશાન કરનારા હતા.અને છતાં પણ રાજ જે ભણ્યો હતો એને પણ નજર અંદાજ કરી શકતો ના હતો અને ઉપરથી આ આંખ.

"હમ્મ જોઈએ છે " રાજ એ જવાબ આપ્યો.

એ લોકો થોડા જ આગળ ગયા હશે અને હેલિકોપ્ટર નો અવાજ આવ્યો. અને હેલિકોપ્ટર હેલિપેડ પાસે નીચે ઉતર્યું. થોડી વાર માં પાયલોટ નીચે ઉતર્યો અને મિસ.વેત્રા નો સમાન નીચે ઉતારવા લાગ્યો. સ્કૂબા કીટ, વેટ બેગ્સ ,અને બીજું ઘણું સ્કૂબા રિલેટેડ.

રાજ થોડો મૂંઝવણ માં પડી ગયો. તેને જોરથી કોહલર ને પૂછ્યું,"આ બધો મિસ. વેત્રા નો સમાન છે? તેને હજુ જોરથી બોલવું પડતું હતું કેમકે હેલિકોપ્ટર નો ઘણો અવાજ હતો.

કોહલર એ માથું હલાવી ને હા પડી અને એ પણ જોરથી બોલ્યો કે હા એ કોઈ સંશોધન કરી રહી હતી બાલેરીક સી પાસે.

"તમારા કહેવા પ્રમાણે એ તો ભૌતિકશાસ્ત્રી છે" રાજ એ સામે સવાલ કર્યો.

"હા તે છે તે બાયો એન્ટાગેલમેન્ટ ફીઝિસિસ્ટ છે તેનું કામ પણ તેના પિતાના કામ ની જોડે જોડે ચાલતું હતું." કોહલર એ જવાબ આપ્યો.

થોડી વાર માં લોરા વેત્રા બહાર નીકળી.રાજ તેને એક ટક જોયા જ કર્યો.રાજ ને લાગ્યું કે આજનો દિવસ સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ આપી રહ્યો છે. સવારે ઉઠ્યો ત્યારે ક્યાં હતો અને પછી ક્યાં આવ્યો કેવી વિકૃત હાલત માં લાશ જોઈ અને હવે ક્યાં આ સુંદર છોકરી. લોરા એ ખાખી કલર ની શોર્ટ અને સફેદ કલર ની ટી શર્ટ પહેરી હતી.તેને જોઈ ને કોઈ કહી ના શકે કે તે એક વૈજ્ઞાનિક હશે. તેને જોઈ ને એવું લાગતું હતું હતું કે જાણે કોઈ એડવેનચર પર થી પાછી આવી હોય.રાજ ની નજરો હજુ પણ તેની ઉપર જ ટીકેલી હતી ખાસ કરી ને તેની પાતળી કમર ઉપર.તે એકદમ પાતળી અને ઊંચી હતી. તેની આંખો થોડી બ્રાઉન કલર ની હતી અને વાળ તેના બ્લોન્ડ હતા જેને અત્યારે તેણે ઉપર વાળી ને પોનીટેલ માં બાંધેલા હતા તેના રીડિંગ ગ્લાસસીસ તેની ટી શર્ટમાં આગળ લગાવેલા હતા.કમર પર તેને જરા પણ ફેટ જરા પણ ના હતો.તેનો લુક એકદમ ઇટાલિયન હતો.

"મિસ.વેત્રા પાસે ઘણી તાકાત છે તે મહિના ઓ લગાડી છે પોતાને ફિટ રાખવા માં તે વેજીટેરીઅન છે અને cern ની હાથા યોગા ગુરુ છે." કોહલર રાજ નું ધ્યાન ખેંચતા બોલ્યા.

"હાથા યોગા તો બૌદ્ધ ધર્મના યોગા છે તે ધ્યાન ધરવાની એક રીત છે." રાજ બોલ્યો સાથે સાથે તેને આશ્ચર્ય પણ થયું કે કેથોલિક પ્રિસ્ટ ની છોકરી અને યોગા ગુરુ.

મિસ લોરા નજીક આવી એવું રાજે જોયું કે તેની આંખો રડી ને લાલ થઇ ગઈ હતી. તે સૂઝી ગઈ હતી તેના ચેહરા પર તેના પિતા ને ગુમાવ્યા નું દુઃખ સાફ દેખાતું હતું.લોરા પાસે આવી અને સીધી કોહલર પાસે ગઈ.

"લોરા અમારો શોક તારી જોડે છે આ એક ભયાનક ખોટ છે સાયન્સ માટે અને CERN માટે પણ."કોહલર ભીના અવાજ માં બોલ્યા.

"કઈ ખબર પડી કે કોણ છે આની પાછળ?"લોરા રડતા રડતા કોહલર ને પૂછે છે.

''ના હજુ પત્તો લાગવાની કોશિશ કરીએ છે" કોહલર બોલ્યા.

લોરા રાજ તરફ ફરી અને હાથ લંબાવી ને કહ્યું ,"મારુ નામ લોરા છે. તમે ઇન્ટરપોલ તરફ થી હસો એવું મને લાગે છે.

"રાજ શાહ "રાજે પણ તેની સાથે હાથ મિલાવતા પોતાનું નામ કહ્યું આગળ શુ બોલવું તેની સમજમાં આવતું ના હતું.

"મી.રાજ ઇન્ટરપોલ તરફ થી નથી.તે યુ .એસ .એ થી આવ્યા છે આપણ ને હેલ્પ કરવા માટે અને એ પત્તો લાગવા કે આની પાછળ કોનો હાથ છે." કોહલર બોલ્યા.

"અને પોલીસ?"લોરા થોડી ગુસ્સામાં બોલી.

કોહલર એ જોર થી શ્વાસ લીધો પણ કઈ બોલ્યો નહિ.

"મારા પિતાનું પાર્થિવ શરીર ક્યાં છે?મને હમણાં જ લઇ જાવ ત્યાં."લોરા અકળામણ ના ભાવ સાથે બોલી.

"હજુ કોઈ ગયું નથી ત્યાં."કોહલર જૂઠ બોલ્યા. તેમના આ જૂઠ થી રાજ પરેશાન થઇ ગયો.

"મને હમણાં જ જોવા છે"લોરા રડી પડી. રાજ ને એવું લાગ્યું કે એને પકડી લે અને કહે કે ના રડ હું તારી જોડે છુ રાજ ને આવી હાલત માં લોરા ને જોઈ ને ઘણું દુઃખ થયું તેને લાગ્યું કે કાશ કોઈ જાદુ થાય અને લોરા હસ્તી જ રહે.

"લોરા,તારા પિતાની કરપીણ હત્યા થઇ છે પ્લીસ એ જેવા હતા તેવા જ યાદ રાખજે એમને."કોહલર એ કહ્યું.

લોરા કઈ બોલવા જ જતી હતી ત્યાં જ પાછળ થી કોઈ અવાજ આવ્યો,"હેય લોરા વેલકમ હોમ." તે પાછળ ફરી તો જોયું કે ૪ વિજ્ઞાનીઓ નું એક ગ્રુપ હતું જે ત્યાંથી પસાર થઇ રહ્યું હતું.તેમાંથી એક બોલ્યો,"હજુ કોઈ થિયરી છે આઈનસ્ટાઇન ની કે જે તને મંજુર ના હોય?

બોજી બોલ્યો,"તારા પિતા ઘણું પ્રાઉડ ફીલ કરશે."

લોરા ફિક્કું હસી. તે લોકો ત્યાંથી જતા રહ્યા.

તેને કોહલર તરફ નજર કરી એને પછી તેને પૂછ્યું,"હજુ કોઈ ને ખબર નથી?"

"હા મેં નક્કી કર્યું છે કે હમણાં કોઈ ને કશુ કહેવું નથી."કોહલર ધીરે રહી ને બોલ્યા.

"પણ કેમ?મારા પિતા નું ખૂન થયું છે શુ એ એટલી પણ અહેમિયત નથી ધરાવતા કે તેમને સારી રીતે વિધિસર દફનાવીએ?" લોરા હજુ પણ રડતી જ હતી.

"લોરા તું ભૂલી જ કે તારા પિતા નું ખૂન થયું છે હમણાં .જે ક્ષણે તારા પિતાના મર્ડર ની વાત ખબર પડશે એ જ ક્ષણે પોલીસ અને ઇન્ટરપોલ અને મીડિયા બધા જ અહીંયા હશે. અને જો તને યાદ હોય તો તારા પિતા અને તું કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા જે ખુબ જ પ્રાઇવેટ હતો. અને તને ખબર છે કે હું પ્રાઇવસિ ની કેટલી કદર કરું છુ. તારા પિતા એ એ પ્રોજેક્ટ વિષે ૨ વાતો કહી હતી એક એ કે આ પ્રોજેક્ટ માં આટલી તાકાત છે કે CERN ને મિલિયન બિલિયન ડોલર અને ઈજ્જત કમાવી આપશે.અને બીજી એ કે હજુ પબ્લિક સામે આ પ્રોજેક્ટ ને જાહેર કરવામાં વાર લાગશે કેમ કે હજુ ઘણી જોખમી ટેક્નોલોજી છે આ. આ બંને તથ્ય ને ધ્યાન માં લેતા હું એટલું જ એટલું જ કહી શકું કે કોઈ અજાણ્યું તારા પિતા ની લેબ માં ના જાય એ જ આપડા માટે સારું છે અને આ પ્રોજેક્ટ હજુ પણ પ્રાઇવેટ જ રહેવો જોઈએ."કોહલર એ થોડા ઊંચા અવાજ સાથે બોલ્યો.

લોરા કશું ના બોલી પણ તે પણ વિચાર માં પડી ગઈ તેને પણ કોહલર નું વિચારવું યોગ્ય લાગ્યું.

"આપડે આગળ કશુ પણ કરીએ એ પહેલા મારે જાણવું છે કે તું અને તારા પિતા કાયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.તું એમને લેબ માં લઇ જ."કોહલર બોલ્યા.

"લેબ ની તો કોઈ વાત જ નથી કોઈ ને જ નથી ખબર કે હું અને મારા પિતા કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.અને આ પ્રોજેક્ટ અને મારા પિતા ની હત્યા ને કોઈ લેવા દેવા નથી." લોરા પણ ઊંચા અવાજે બોલી.

"પણ પુરાવાઓ તો બીજું કઈ સૂચવે છે." કોહલર એ શ્વાસ બહાર કાઢતા જોરથી કહ્યું.

"પુરાવા? કયા પુરાવા?'લોરા બોલી.

રાજ પણ મૂંઝવણ માં હતો કે કોહલર કયા પુરાવા ની વાત કરી રહ્યો હતો.

કોહલર લોરા ની આંખો માં આંખ નાખતા બોલ્યા,"લોરા મારા પર ભરોશો રાખજે."

લોરા નો ચેહરો જોઈ ને જ ખબર પડી જતી હતી કે તેને કોહલર પર જરાપણ ભરોશો નથી.

**********************

કોહલર તેની વ્હીલ ચેર માં આગળ જવા લાગ્યો ત્યારે તેની પાછળ લોરા જવા લાગી.રાજ પણ ધીરે ધીરે ચાલવા લાગ્યો. રાજ ને વાત કરવી હતી લોરા સાથે તેને સહાનુભૂતિ આપવી હતી લોરા ને તેને કહેવું હતું કે જયારે માં બાપ ને ગુમાવે છે ત્યારે કેવું ફીલ થાય છે. અને પોતાને એ દિવસ યાદ આવે છે જયારે તેને પણ તેના માતા પિતા ને ગુમાવ્યા હતા.તેના બાર વર્ષ બસ પુરા થવાના બે જ દિવસ બાકી હતા અને તેના માતા પિતા નું એક કાર આસિડેન્ટ માં મૃત્યુ થાય છે. તે બંને ને ગુમાવી દે છે.તેના દાદા દાદી ઇન્ડિયા થી આવી ગયા હતા અને રાજ ને સાથે લઇ જવાની કોશિશ કરી રહ્યા હતા અને રાજ ને યાદ આવેછે ગ્રે કલર ના સૂટ પહેરેલા માણસો. તેના માતા પિતા ના દાદા દાદી જોડે સંબંધો સારા ના હતા આ વાત તેના વકીલઅંકલ જાણતા હતા તેમણે રાજ ને એક ફોસ્ટર હોમ માં મોકલી આપ્યો અને ૧૮ વર્ષ નો થતા તે આ પ્રોપર્ટી એટલે કે માતા પિતા ની પ્રોપર્ટી નો લીગલ મલિક બની જશે. દાદા દાદી ના અથાગ પ્રયત્નો છતાં પણ તેને ઇન્ડિયા ના લઇ જઈ શક્યા.બે મહિના જેવું ત્યાં રહી ને તેઓ પણ પાછા ઇન્ડિયા ચાલ્યા ગયા. અને રાજ ફોસ્ટર હોમ માં રહેવા ચાલ્યો ગયો. આ બધું વિચારતા રાજ ની આંખો માં ક્યારે પાણી આવું ગયું તેને ખબર જ ના પડી.પિંગ કરીને લિફ્ટ ખુલવાનો અવાજ આવે છે અને રાજ વિચારો માં થી બહાર આવે છે. તે જુએ છે કે કોહલર તેની સામે જ જોતા હતા. કોહલર એ પૂછ્યું,"ઍવેરીથીંગ ઓલરાઇટ ?

રાજ માથું હલાવી ને હા પડે છે.

રાજ ને બંધ જગ્યા માં ખુબ જ ગભરામણ થતી બને ત્યાં સુધી તે લિફ્ટ નો ઉપયોગ બહુ ઓછો કરતો તે દાદર ચઢવા ઉતારવાનું વધારે પસંદ કરતો .અહીંયા પણ તેને ગભરામણ થવા લાગી હતી.

"ડો. વેત્રા ની લેબ ભૂમિગત છે મતલબ કે અંડરગ્રોઉંન્દ છે."કોહલર બોલ્યા.

અને એક લિફ્ટ જેવી રચના હતી ત્યાં કોહલર ગયા અને પછી ડોર ઓપન કર્યો તેમની પાછળ પાછળ લોરા અને રાજ પણ આવ્યા. કોહલર એ ડોર બંધ કર્યો અને ઑટોમૅટિક લિફ્ટ માંથી અવાજ આવ્યો ,"કયું લેવલ?"

કોહલર બોલ્યા,"૬ સ્ટોરીસ ડાઉન મતલબ ૬ માળ નીચે." અને લિફ્ટ નો ડોર બંધ થઇ જાય છે. અને લિફ્ટ નીચે જવાનું ચાલુ કરે છે.

રાજ જેમ જેમ લિફ્ટ નીચે જવા લાગે છે તેમ તેમ તેની પાર બદલાતા જતા નંબર જુએ છે અને હવે બે જ સ્ટોપ હતા. ગ્રાઉન્ડ લેવલ અને LHC .

"LHC નો મતલબ શુ થાય?" તેણે કોહલર ને પૂછ્યું.

"LARGE HADRON COLLIDER પાર્ટિકલ એક્સીલેટર મતલબ કે કણો પ્રવેગક ."કોહલરે એ જવાબ આપ્યો.

'પાર્ટિકલ એક્સીલેટર" આ શબ્દ તેણે સાંભળ્યો હોય એવું લાગ્યું.

ઓહ હા તેને યાદ આવ્યું જયારે તેણે લાસ્ટ ટાઈમે ડિનર કર્યું હતું તેના મિત્રો સાથે. ત્યારે તેનો મિત્ર બોબ પણ તેની સાથે હતો તે ફીઝીસીસ્ટ હતો. ડિનર કરતા કરતા બધા વાતો કરતા હતા ત્યારે ગુસ્સામાં બોબ બોલ્યો,"બધા બેકાર છે આખો પ્રોજેક્ટ કેન્સલ કરી નાખ્યો મારો."

"શુ કેન્સલ થઇ ગયું?" બધા એ એકી સાથે પૂછ્યું.

'"THE SSC "

એ શુ છે?

SUPER CONDUCTING SUPER COLLIDER "

વૉઉં અમને નથી ખબર હાવર્ડ આવુ કઈ બનાવા ની હતી.

"અરે હાવર્ડ નહી US ગવરમેન્ટની વાત કરું છુ તેમને કેન્સલ કર્યું. જો આ મશીન બન્યું હોત તો દુનિયા નું સૌથી મોટું અને તાકાતવર પાર્ટિકલ એક્સેલેટર બન્યું હોત. બિલિયન ડોલર નો પ્રોજેક્ટ હતો પણ US ગવર્મેન્ટ પાછળ હટી ગઈ.

થોડી વાર માં તેનો ગુસ્સો શાંત થયો અને પછી તેણે સમજાવ્યું કે LHC શુ હોય એ વિષે. તેણે કહ્યું ,"પાર્ટિકલ એક્સેલેટર એક નળાકાર ટયુબ હોય છે જેમાં પાર્ટિકલ્સને દોડવામાં આવે છે ત્યાં સુધી જ્યાં સુધી તે ૧૮૦,૦૦૦ મિલ્સ/સેક ની સ્પીડ ના પકડે ત્યાં સુધી."

"પણ તે તો પ્રકાશ ની સ્પીડ છે.' એક દોસ્ત વચ્ચે જ બોલ્યો.

"એકદમ સાચું. આ સ્પીડ પર જ બે કણો ને વિરુદ્ધ દિશામાં દોડાવીને અથડાવા માં આવે છે અને પછી તેમને સુક્ષમ કણો માં વહેંચી દેવામાં આવે છે.અને તેમાંથી પ્રકૃતિના સૌથી મૂળભૂત ઘટકો ની ઝાંખી મળે છે. એ બહુ જરૂરી છે વિજ્ઞાન ના ભવિષ્ય માટે બહુ જલ્દી આપડને ખબર પડી જતું કે આપડે ક્યાંથી આવ્યા છે અને શુ કોમોન છે આપડા માં . તથા અથડામણ ની આ પ્રક્રિયા બ્રહ્માંડ ના મૂળભૂત કણો ને સમજવામાં પણ મદદ કરતુ. પણ બધું કેન્સલ થઇ ગયું."બોબ એ હતાશા માં જવાબ આપ્યો.

રાજ આ બધું વિચારી રહ્યો હતો આટલી વાર માં તે લોકો સૌથી નીચે ના પાર્ટ માં આવી ગયા. રાજ ને લાગ્યું કે તે કોઈ ALIEN ની દુનિયા માં આવી ગયો હોય.

પેસેજ થોડો મોટો હતો અને તે જ્યાં ઉભો હતો ત્યાં થોડી ઘણી લઈટ હતી અને જ્યાં પેસેજ વળી જતો હતો ત્યાં અંધારું હતું.રાજ ને યાદ આવ્યું કે તે લોકો પૃથ્વી ના ઊંડાણ માં છે.

"આ પાર્ટિકલ એક્સેલેટર છે?"રાજે પૂછ્યું.

ડિવાઇસ એવું ના હતું જેવું રાજે વિચાર્યું હતું. આ તો એકદમ સીધું હતું લગભગ ૫ ફીટ જેટલો ડાયામીટર હતો અને આગળ જતા નળાકાર શેપ બની જતો હતો. અચાનક તેણે યાદ આવ્યા એ ન્યૂઝ કે સ્વિટ્ઝર્લૅન્ડ ના જીનીવા એ રેકોર્ડ સર્જ્યો હતો.કોઈ આવી વસ્તુ બનાવી ને. અને અત્યારે તે અહીંયા હતો. તે બીલીવ નહતો કરી શકતો કે શુ થઇ રહ્યું હતું આજે એની જોડે.

"આ ડિવાઇસ ગોળાકાર છે એ સીધું દેખાય છે એ આંખો નો ધોકો છે. ઓપ્ટિકલ ઇલ્લુસન." કોહલર બોલ્યા.

રાજ અચંબિત હતો એને એ પણ યાદ આવ્યું કે જે ડ્રાઈવર તેણે કાર માં લઇ ને આવ્યો હતો એ પણ આ જ વાત કરતો હતો.

"આંઠ કિલોમીટર નો વ્યાસ છે અને સત્તાવીશ કિલોમીટર લાબું છે.. કોહલર બોલ્યા.

"૨૭ કિલોમીટર લાંબી?" રાજ એ પૂછ્યું.

"હા સંપૂર્ણ વર્તુળાકાર બનેલી છે અને ફ્રાન્સ માં પણ જઈ ને આવે છે.સંપૂર્ણ પણે કણો ને અથડાવતાં પહેલા તે આ ટ્યૂબે માં ૧૦,૦૦૦ થી પણ વધુ વખત ફરે છે."કોહલર બોલ્યા.

રાજ ના પગ જકડાઈ ગયા તે બોલ્યો,"એટલે તમે મને એવું કહેવા માંગો છો કે cern એ આ ઊંડો ખાડો એટલા માટે ખોદ્યો છે કે આ નાના કણો ને અથડાવી શકે?"

"કોઈક વખત સત્ય જાણવા માટે પહાડ ને પણ હલાવા પડે છે."કોહલેર એ જવાબ આપ્યો.

*************************

કેટલાય કિલોમીટર દૂર એક વોકી ટોકી માં થી અવાજ આવ્યો."ઓકે હું અહીંયા હોલવે માં છુ."

ટેક્નિશિયન જે કેમેરા ડિસ્પ્લે ની સામે હતો ટી એક બટન દબાવ્યું અને કહ્યું,"હા તમારે કેમેરા નો.૮૬ ની સામે જોવાનું છે. એ એન્ડ પર હોવો જોઈએ."

ઘણી વાર થઇ ગઈ પણ કોઈ અવાજ ના આવ્યો. લગભગ ૫ મીન પછી તે બોલ્યો,"સર અહીંયા કેમેરા ક્યાં લગાવેલા હતા એ દેખાય છે પણ ત્યાં કેમેરો નથી અને કોઈ એ નીકળી દીધા છે."

"આભાર તમારો થોડીવાર રાહ જુઓ હું પાછો કોલ કરું છુ."

ટેક્નિશિયન નું ધ્યાન સંપૂર્ણ પણે મોનિટર પર હતું.કોમ્પ્લેક્સ નો બહુ મોટો ભાગ ખુલ્લો હતો જેનો ઉપયોગ પબ્લિક કરતી હતી. અને વાયરલેસ કેમેરો ખોવાઈ જાય છે. કદાચ કોઈ મસ્તી માટે પણ આવુ કરતુ હોય. અને પેલા માણસ ના કહ્યા પ્રમાણે ત્યાં કેમેરો નથી.તો પણ ઇમેજ આવી રહી છે જે એકદમ ક્રિસ્ટલ કલીયેર છે. ટેક્નિશિયન વિચારમાં પડી ગયો કે જો કેમેરો ચોરાઈ ગયો છે તો આ ઇમેજ ક્યાંથી આવે છે.એક જવાબ તો કલીયેર હતો કે કેમેરો હજુ પણ આ જ કોમ્પ્લેક્સ માં હતો. કોઈક એ તેણે હટાવી ને ત્યાંથી બીજે મૂકી દીધો હતો.પણ કોણે અને કેમ?

ક્રમશ:

થૅન્ક યુ દોસ્તો મારી નોવેલ વાંચવા માટે અને રેટિંગ આપવા માટે. મારી બીજી એક નોવેલ પણ છે THE hunt જે હું આ નોવેલ ફિનિશ થઇ જશે પછી રિલીઝ કરીશ. અહીંયા સિડની માં બહુ જ બિસિ સિડ્યુલ છે માટે આ નોવેલ પતશે પછી એ નોવેલ આવશે. તો દોસ્તો વાંચતા રહો અને રેટિંગ આપતા રહો.