Ouija Board - Ek Bhayavah Bhoot Katha - 4 books and stories free download online pdf in Gujarati

વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 4

(પ્રણવના નાના ભાઈ સાથે સોશિયલ મીડિયા થ્રુ મારે કોન્ટેક થાય છે. તે પ્રણવના ઘરે આવ્યા પછી તેના બદલાયેલા વર્તન વિશેની આખી ઘટનાનો ચિતાર મને જણાવે છે. આખી ઘટના ત્રણેય કઝિન્સને કહ્યા બાદ પણ, નિધિ પેરાનોર્મલ ઘટનાઓ વિશે માનવા તૈયાર થતી નથી. પેરાનોર્મલ ઘટનાઓના અનુભવ માટે હું તેને એક પ્રયોગ કરવા વિશે કહું છું...)

હવે આગળ...,

બીજા દિવસે સવારે અમે ચારેય કઝિન્સ તૈયાર થઈ, ચા-નાસ્તો કરી બીજા ફ્લોરની બાલ્કનીમાં પાંચ મિનિટ માટે ભેગા થયા.

“તો નિધિ,” મેં સસ્મિત બંને ભ્રમરો ઉછાળી, “...શું વિચાર્યું તે?”

તેણે ઊંડો શ્વાસ ખેંચ્યો. ડાર્ક ચેરી લિપસ્ટિકનો ઢોળ ચડાવેલા તેના હોઠ નર્વસ મુસ્કુરાયા, “વેલ... હું તો આ પ્રયોગના એડવેન્ચર માટે એક્સાઈટેડ છું!”

“Awesome! વોટ અબાઉટ યુ ગાય્ઝ?” મેં હર્ષ અને આઇશાને પૂછ્યું.

“આઈ થિંક ઇટ્સ નોટ અ ગુડ આઇડિયા...!” ઓફ્ફ-વાઇટ અને બ્લ્યુ રંગના ઓફ્ફ શોલ્ડર ડ્રેસમાં ચિત્તાકર્ષક દેખાતી આઇશાએ કહ્યું, “...ગઇકાલે તમે તો કહ્યું હતું કે, ઇવિલ સ્પિરિટની સાબિતી માંગવાની મજાક ક્યારેક જીવલેણ પણ બની શકે. જસ્ટ લાઈક પ્રણવ! આઈ થિંક વી શુડ નોટ પ્લે વિથ ડેડ!”

“હા, હું આઇશા સાથે અગ્રી કરું છું. આવી ઇવિલ સ્પિરિટ્સથી દૂર રહેવું એમાં જ સમજદારી છે.” હર્ષના અવાજમાં ડર ભળેલો હતો.

“સાંભળો, આપણે એમની મજાક કરવા નથી જતાં. એચ્યુલી આ પ્રયોગ એક મદદ છે.” મેં તેમને સમજાવતા કહ્યું.

“મદદ…? વોટ ડુ યુ મીન...?” આઇશાએ આંખો ઝીણી કરીને પૂછ્યું, “...મરેલાને કેવી મદદ કરી શકાય? પ્લીઝ, તમે આ પ્રયોગ વિશે અમને થોડુંક તો જણાવો. આટલું સસ્પેન્સ ના રાખો!”

“ઓ.કે...!” મેં રહસ્યનો એક છેડો ખોલતા કહ્યું, “...આજે રાત્રે એક વાગ્યે આપણે ત્રણ કિલોમીટર દૂર રોડની બાજુમાં આવેલા 100 વર્ષ જૂના એક ખ્રિસ્તી કબ્રસ્તાનમાં જવાનું છે!”

“વ્હોટ...?” હર્ષ અને આઇશા એકસૂરમાં ભયથી છળી પડ્યા, “ના...ના...ના...!! મારે આ પ્રયોગના ભાગ નથી બનવું.” આઇશાએ હાથ ઊંચા કરી દીધા.

મેં આઇશાના ખભે હાથ મૂકીને કહ્યું, “કામ ડાઉન આઇશા એન્ડ લિસન ટુ મી. આપણે—”

“નો...!! યુ લિસન ટુ મી...! આપણે અહી લગ્ન પ્રસંગ માણવા આવ્યા છીએ. ભૂત-પ્રેતના ઇન્વેસ્ટિગેશન માટે નહીં!” તેણે ગંભીર સ્વરે કહ્યું.

“ઓ.કે...!!” નિધિએ દ્રઢ સ્વરે કહ્યું, “…તારે આવવું જ એવું જરૂરી નથી! બોલ હર્ષ? તારે આવવું છે કે તારી પણ હવા નીકળી ગઈ?” નિધિના અવાજમાં પૂરી તૈયારી વર્તાતી હતી.

“પણ દીદી...? મને આ પ્રયોગ ભારે જોખમી લાગે છે!” હર્ષે બોદા અવાજમાં બોલ્યો.

“ઓલ રાઇટ ધેન! આજે રાત્રે અમે ત્રણ જણા પ્રયોગ માટે જઈશું એ વાત ફાઇનલ!” નિધિએ કહ્યું એ સાંભળી હર્ષ ભડકી ઉઠ્યો!

“ત્રણ જણા....!?!? પ—પણ મારે નથી આવવું!” હર્ષ હેબતાઈ ગયો.

“એય ફટ્ટુ!” મેં હસીને કહ્યું, “...ત્રણ મતલબ અમે બંને અને પ્રેયાંસ. એ મારો સ્કૂલ ફ્રેન્ડ છે. અમે છેલ્લા બે વર્ષથી આ પ્રયોગ કરવાનું વિચારી રહ્યા છીએ.”

હર્ષના હૈયે જરાક હાશકારો વળ્યો.

“તમારે જવું હોય તો જાવ... પણ હું આ વાત ઘરમાં બધાને કહી દઇશ!” આઇશાએ અમારા પ્લાન પર ધૂળ ફેરવી નાંખવાની તૈયારી બતાવી.

“સારું, બધાને કહી દેજે!” નિધિએ સસ્મિત કહ્યું, “...પછી હું ઘરમાં બધાને તારા બોયફ્રેન્ડ—આરવ વિશે અને એની સાથેના–”

“ઓહ કમ ઓન...! ધેટ્સ નોટ ફેર!” આઇશાએ રડમસ મોઢું કરી પગ પછાડ્યો.

“સાંભળ આઇશા, આ પ્રયોગ બસ દસ જ મિનિટનો છે. જવા-આવવાની પંદર મિનિટ ગણીએ તો કુલ ચાલીસ મિનિટ! અમે પૂરો પ્લાન બનાવીને નીકળવાના છીએ, ઓ.કે? તું ગમે ત્યારે અમને કોલ કરી અમારી હાલચાલ પૂછી શકે છે.” મેં તેને ધરપત અપાવતા કહ્યું.

હર્ષ અને આઇશાના મુખભાવ જરાક હળવા પડ્યા હોય એવું મને લાગ્યું.

“અમે ત્રણેય બાઇબલ અને ક્રોસ ગળામાં પહેરીને કબ્રસ્તાનમાં જવાના છીએ. પછી માત્ર દસ મિનિટનો પ્રયોગ પર્ફોર્મ કરી સીધા જ બહાર. ગાડી ભગાવીને તરત તારી ખિદમતમાં હાજર થઈ જઈશું! ભૂત બનીને!!” આખરી વાક્યમાં મજાક ઘૂંટીને મેં કહ્યું, “...આજે તું આ ડ્રેસમાં બિલકુલ પરી જેવી લાગે છે! ખરેખર!” મેં તેને મનાવવા વખાણનો વઘાર કર્યો.

પ્રશંસા સાંભળી તેના હોઠ પર તત્ક્ષણ આછું સ્મિત ફરકી ઉઠ્યું.

“બિલકુલ...” હર્ષે પણ સહમતીનો સૂર પુરાવી, આઇશાથી બે ડગલાં દૂર અગમચેતીના ભર્યા, “...પેલી આહટ સિરિયલમાં સફેદ સાડી પહેરીને ભટકતી...” તે આગળ બોલવા જીભ ઉપાડે એ પહેલા તો વીફરેલી વાઘણની જેમ આઇશાના બંને હાથ અને પગ તેની તરફ ધૂલાઈ કરવા ફર્યા...

એ દિવસે બપોરે મેં પ્રેયાંસને બધી વાત ફોન પર જણાવી પ્રયોગ માટેના જરૂરી સાધન-સામગ્રીની ગોઠવણ કરી દેવાનું કહી દીધું...

*

એ દિવસે સાંજનું ડિનર પતાવ્યા બાદ, અમારા આશ્ચર્ય વચ્ચે આઇશા અને હર્ષે પણ પ્રયોગમાં ભાગ બનવા તૈયાર થઈ ગયા! સાંજે પ્રયાંસને ફોન કરીને મેં તેને સાધન-સામગ્રી લઈને 8:30 PM એ રોડ પર ઊભા રહેવા જણાવ્યુ. ઘરે અમે 9થી 12 મૂવી જોવાનો પ્લાન બનાવી ગાડી લઈને નીકળ્યા. ગાડી ડ્રાઈવ કરતી વખતે હું ત્રણેયના ચહેરા પર થ્રીલિંગ એડવેન્ચર માણવાના મુખભાવ જોઈ મનમાં મુસ્કુરાતો હતો.

ગાડી હાઇવેની નજીક પહોંચતા જ રોડની કિનારે ઉભેલા પ્રયાંસે હાથ ઊંચો કરી વેવ કર્યો. મેં ગાડી ત્યાં ઊભી રાખી, “ગૂડ ટુ સી યુ, મેન! ગેટ ઇન...” મેં સ્મિત સાથે તેને અંદર બેસવાનો ઈશારો કર્યો.

તે અંદર ગોઠવાઈ ગયો. ત્રણેય કઝિન સાથે મેં તેને ઓળખાણ કરાવી. ત્યાર બાદ મુખ્ય વાત પર આવી મેં તેને પૂછ્યું, “અત્યારે સીધા જ કબ્રસ્તાન તરફ ગાડી લઈ લેવી છે કે મૂવી દેખ્યા બાદ પ્રયોગ કરવો ઠીક રહેશે...?”

“મૂવી દેખ્યા બાદ યોગ્ય રહેશે. ત્યારે 12 પણ વાગી ગયા હશે. પ્રયોગ માટે એ સમય પરફેક્ટ રહેશે....” પ્રેયાંસે કહ્યું.

ત્યાર બાદ અમે મૂવી જોવા સિનેવર્લ્ડ થિયેટર તરફ નીકળ્યા. મૂવી જોવાનો પ્રોગ્રામ પતાવી અમે તરત બહાર નીકળ્યા. કાંડા ઘડિયાળમાં જોયું તો સવા બાર વાગી ચૂક્યા હતા. અમે ફટાફટ ગાડીમાં બેસી ત્યાંથી કબ્રસ્તાનના રસ્તે નીકળી પડ્યા. પ્રેયાંસ દરેક માટે ક્રોસ નેકલેસ, બાઇબલ, ટોર્ચ અને ઘોસ્ટ ઇન્વેસ્ટિગેશનના સાધનો એક બેગમાં લઈને આવ્યો હતો. દરેકે એક એક બાઇબલ લઈ લીધી અને ગળામાં ક્રોસ પહેરી લીધો, જેથી ઇવિલ એનર્જી અમારા મન પર પસ્સેસન કરી ન શકે. પંદર મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયા.

મેં ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી. અમે પાંચેય બહાર ઉતર્યા. કબ્રસ્તાનની ચારે તરફ અંધારગોટ અને સૂમસામ વાતાવરણ જોઈને અમારામાં અજાણ્યો ભય ઘૂંટાવા લાગ્યો. કબ્રસ્તાનની મધ્યમાં એક ટ્યુબલાઇટ ઝાંખો-ઝાંખો સફેદ પ્રકાશ ફેંકી રહી હતી.

“ઓહ માય ગોડ! આપણે છેક ત્યાં કબ્રસ્તાનની અંદર જવાનું છે?” હર્ષે ભયભીત સ્વરે પૂછ્યું.

“ગાય્ઝ, આ તો બહુ ભયંકર જગ્યા છે! સાપ વીંછી જેવા ઝેરી જીવો પગમાં કરડી જાય તો? મારાથી આ જોખમ નહીં લેવાય. હું નહીં આવું…” આઇશાએ ગભરાયેલા અવાજમાં કહ્યું.

“ઇટ્સ ઓલ રાઇટ! તમારે આવવું જ એવું જરૂરી નથી. હું અને પ્રેયાંસ બંને જઈશું...“ મેં કહ્યું.

“હું તમારી સાથે આવીશ...” નિધિએ હાથમાં પકડેલી ટોર્ચ ચાલુ કરીને કહ્યું.

“ગ્રેટ...! હર્ષ, આઇશા—તમે બંને ગાડીના કાચ બંધ કરીને અંદર બેસો. અમે ત્રણ દસ મિનિટમાં પ્રયોગ પર્ફોર્મ કરીને આવી જઈશું, ઓ.કે?” મેં સ્પષ્ટતા કરીને કહ્યું.

“ઓ.કે?” બંનેએ એકસૂરમાં કહ્યું.

મેં ટોર્ચનો પ્રકાશ પ્રેયાંસ અને નિધિ પર નાંખી તેમના ગળામાં પહેરેલો ક્રોસ, હાથમાં પકડેલી હોલી બાઇબલ અને ટોર્ચ લીધેલી જોઈ લીધી. ઘોસ્ટની હાજરી પકડવા માટે પ્રેયાંસ તેના બીજા હાથમાં પકડેલું EMF સેન્સર ડિવાઇસ ઓન કરી રહ્યો હતો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પકડવા તેના ડિવાઇસ પર લાલ, લીલા અને પીળા ડોટ્સ ઉપર નીચે થયા. સ્ક્રીન પર આંકડાઓ જોઈને તે બોલ્યો, “મારું ડિવાઇસ ઓન કરી દીધું છે. અત્યારે યલો લાઇટ્સ—મતલબ નોર્મલ સ્ટેટિક્સ બતાવે છે.”

“Cool…!” મેં થબ્સ અપ કરીને કહ્યું.

પ્રયાંસે તેનો હેન્ડ હેલ્ડ ડિજિટલ વિડીયો કેમરો ઓન કરીને નિધિને પકડાવ્યો. તેને સમજાવતા તેણે કહ્યું, “આ કેમેરાનું નાઈટ વિઝન વિડિઓ રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. થર્મોગ્રાફિક એનર્જી (to find hot spot) પકડવા આમાં વિડિઓ રેકોર્ડિંગ થતું રહેશે. હાલતું-ચાલતું કોઈ ફિગર (ઓળો) દેખાય તો તરત અમને જાણ કરજે...”

“સ્યોર!” નિધિએ કેમેરો કબ્રસ્તાન તરફ કરીને ડિજિટલ સ્ક્રીન પર દેખાતા દ્રશ્યનું નિરીક્ષણ કર્યું.

હું મારા હાથમાં પકડેલું EVP (electronic voice phenomena) ડિવાઇસ ઓન કરી તેની નોર્મલ ફિક્વન્સીનું સ્ટેટિક્સ જોઈ લીધું. ત્યાર બાદ મેં ઊંડો નર્વસ શ્વાસ છાતીમાં ભરીને કહ્યું, “ઓલ રાઇટ ધેન! મડદાઓના વિસ્તારમાં તેમની હાલ-ચાલ પૂછવા યુ ગાય્ઝ રેડી?”

બંનેએ બેચેનીભર્યું સ્મિત ખેંચીને માથું હકારમાં હલાવ્યું. “લેટ્સ ગો...!! આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી સાચી હકીકત જાણી લઈએ...” નિધિએ કહ્યું.

પ્રેયાંસે ગળા પહેરેલો ક્રોસ ચૂમી લઈ, કબ્રસ્તાનના રસ્તા તરફ ટોર્ચનો પ્રકાશ પાથરી અંદર પ્રવેશવા પગ ઉપાડ્યા.

“હર્ષ, આઇશા... ઘરેથી કોઈનો ફોન આવે તો કહી દેજો કે અમે ઘરે જ આવી રહ્યા છીએ...” મેં આંખ મારીને કહ્યું.

“ઓ.કે...” હર્ષે કહ્યું.

“બી કેરફૂલ ગાય્ઝ...” આઇશાએ કહ્યું.

“વી વિલ...” કહી હું અને નિધિ પ્રેયાંસ પાછળ ચાલ્યા.

પ્રેયાંસે કબ્રસ્તાનના જૂના કાટ ચડેલા દરવાજા પર સાપની જેમ વીંટળાયેલી વેલ દૂર કરી. મેં ટોર્ચ બગલમાં દબાવીને એક બાજુનો દરવાજો લગભગ 40 ડિગ્રીએ ખોલ્યો. ધડકતા હ્રદયે અમે મૃત લોકોના રહેઠાણમાં પ્રવેશ કર્યો. વિશાળ અને બિહામણા કબ્રસ્તાનની વચ્ચોવચ ટ્યુબલાઈટનો ઝાંખો પ્રકાશ માંડ એક-બે કબર સુધી ફેલાતો હતો. કદાચ આવા સ્થળે રહીને તેનો પ્રકાશ ભયને માર્યો વિલાઈ ગયો હતો!

“ગાય્ઝ, અંદર પ્રવેશતા જ અહીંનું વાતાવરણ જરાક ઠંડુ હોય એવું નથી લાગતું?” નિધિએ નોંધ કરીને પૂછ્યું.

“હા, મારા ડિવાઇસમાં કોલ્ડના સ્ટેટિક્સમાં બે પોઈન્ટ નીચે પડી ગયા!“ પ્રેયાંસે કહ્યું.

“એચ્યુલી ઇટ્સ અ ગૂડ સાઇન!” મેં માથું હકારમાં હલાવતા કહ્યું.

પ્રેયાંસે હુંકારો ભણીને પૂછ્યું, “...પાર્થ, કબ્રસ્તાનની વચ્ચે જઈને પ્રયોગ શરૂ કરીએ. આઈ થિંક એ જગ્યા યોગ્ય રહેશે. એકબીજાને જોઈ શકાય એ માટે ટ્યુબલાઇટનો પૂરતો પ્રકાશ પણ મળી રહેશે...”

“લેટ્સ ગો ધેર!” મેં એ તરફ ટોર્ચનો પ્રકાશ ફેંકીને કહ્યું.

અમે ત્રણેય કબ્રસ્તાનની વચ્ચે જઈને ઊભા રહ્યા. તમરાંઓના ત્રમ-ત્રમ અવાજો વાતાવરણમાં વધુ ભય ઘૂંટતા હતા. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી રહ્યું હતું. મેં ગળું ખોંખારીને કહ્યું, “ગાય્ઝ, હું મુખ્ય પ્રયોગ પર્ફોર્મ કરવાનું શરૂ કરું છું. તમે તમારા ડિવાઇસમાં થઈ રહેલ એક્ટિવિટી પર ધ્યાન આપજો...”

બંનેએ માથા હકારમાં હલાવ્યા.

બેચેની અનુભવતા મેં ઊંડો શ્વાસ ખેંચ્યો. છાતીમાં ભય ઘૂંટાતા અને ધડકતા હ્રદયે મેં પ્રેતાત્મા સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું:

***

કહાનીમાં આગળ બનતી રોમાંચક અને ભયાવહ ઘટનાઓ જાણવા તમારે ભાગ – 5 વાંચવો જ પડશે...

વાંચો બીજી હોરર સ્ટોરીઝ:

1. અધૂરી ઈચ્છા: અ ઘોસ્ટ સ્ટોરી

2. શાપિત હવેલી

Facebook: www.facebook.com/Toroneel

Instagram: www.instagram/Parth_Toroneel