Bhagwan je kare te saru kare books and stories free download online pdf in Gujarati

ભગવાન જે કરે તે સારું કરે ?









પિંગલ નામના મેદાન ઉપર કેટલાક નાના નાના તથા થોડાં મોટા ઝૂંપડાં આવેલાં હતાં. આ ઝૂંપડાની અંદર કેટલાક ભિખારીઓ રહેતા હતાં. બધા ભિખારીઓને આપસમાં સ્નેહીજનો જેવો સંબંધ અને સ્નેહાળ પ્રકૃતિ હતી તેઓ એકબીજાની ખોજમાં પોતાનું કાર્ય ભૂલી જઈ બીજાના કાર્યમાં મદદરૂપ થઈ શકે તેઓ ઓથ બનતા હતા. પોતાનું કેટલે અંશે સારું થાય એના કરતાં બીજા માટે અંશસભર સારી વૃત્તિ દાખવતા હતા. જેમ બે સગા ભાઇઓના સંબંધની જેમ તેઓ પોતાનું વ્યક્તિત્વ એક બીજા સાથે નું કેળવતાં હતાં.
 સૂર્ય માથે ચઢ્યો અને તડકો થવા લાગ્યો અને સાથો સાથ ધોમ ઉનાળા બપોરના બાર વાગ્યા. પિંગલાના તમામ ઝુંપડાઓ ખાલી હતા ત્યાં એક પણ ભિખારી ન હતો બધા ભિખારી પોતાના કામે માંગવા ગયેલા ઉનાળા ને કારણે તડકો પણ વધુ લાગતો હતો. અને ત્યાં રહેલા એક ઝૂંપડાની અંદર ખાલી એક યુવાન છોકરો હતો. આ છોકરો પેલા એક ભિખારીનો છોકરો હતો પગે તે અપંગ હતો અને થોડું ઘણું તેમને સૂઝતું પણ હતું અને થોડો ઘણો માંંદો રહ્યા કરતો. પેલા બધા ભિખારીઓ આ છોકરા માટે પણ ખાવાનું લેવા ગયા હતા પેલા આ છોકરાનું મળે તે પછી તે લોકો પોતાનું પેટ ભરવા માંગતા હતાં. ભિખારીઓ બે કલાક ગામમાં રખડીને થાક્યા પણ ખાવાનું ક્યાંય મળ્યું નહીં. ત્યાર પછી તે થોડુંક આગળ ચાલ્યા ત્યાં એક મોટી એવી મિલ હતી આ મિલની અંદર તમામ કારીગરો નો જમણવાર ચાલતો હતો. ત્યાં જઈને તમામ ભિખારીઓ એ પોતાનો માંગવાનો પ્રસ્તાવ મૂક્યો પણ ત્યાં કોઈ કારીગરોએ ધ્યાન ન આપ્યું આમ તમામ ભિખારીઓ ત્યાં દસથી બાર વખત કરગર્યા. ત્યાર પછી એક ત્યાંથી એક મશીનરી નો મેેેેનેજર આવ્યો અને બધા ભિખારીઓની તેમણે વાત માની અને કહ્યું કે તમે બધા અહીં જ આપનું ભોજન કરી શકો છો. ત્યાં જ એક ભિખારી બોલ્યો કે અમે બધા અહીં ભોજન કરીશું તો અમારો બચેલો એક અપંગ યુવાન એ ઘરે છે તો એનું શું થશે..? આ વાત સાંભળીને પેલા મેનેજરે કહ્યું કે મને એ ખ્યાલ નથી કે તમારો એક યુવાન ઘરે છે...ચાલો ચાલો તમારે અહીં જમવું હોય તો જમો નકર નીકળો ચાલો...આ સાંભળતાની સાથે જ બધા ભિખારીઓ મૂંઝાયા અને છેવટ બધા ભિખારીઓ એ વિચાર કર્યો કે આપણે બધા જ અહીં આપણું પેટ ભરી લઈએ અને અને છોકરા માટે કંઈક બારથી ગોતી કાઢીશું. આમ આ વિચારની સાથે બધા ભિખારીઓ એ ત્યાં મિલની અંદર જ જમી લીધું અને બધા પોતાની આકરી ચિંતા સાથે મિલની બહાર નીકળી અને છોકરા માટે કંઈક ખાવાનું ગોતવા નીકળ્યા.
આમ ભર બપોર થઈ ચૂક્યો હતો અને બપોરના બે વાગી ગયા હતા ઝૂંપડાની અંદર બેસેલો છોકરો વિચારી રહ્યો હતો કે બધાને જમવાનું મળ્યું હશે કે નહીં...? આ વિચાર સાથે તેમણે ઢસડાઈ ઢસડાઇને બહાર નીકળ્યો અને ઢસડાઈને ચાલતો થયો આમ કરતાં કરતાં તે અર્ધો કિલોમીટર આગળ જઈને મિલ્ડ્રેડ નામના સર્કલ ઉપર રૂકી ગયો ત્યાં સામે આવેલા એક ઘર ઉપર એક બહેન ઉભેલા હતા તેમણે આ છોકરાની વ્યથા જોઈ તો છોલાઈ ગયેલા પગ સાથે અને ભૂખી હાલતમાં તે થાપ ખાઈ રહ્યો હતો આ બહેને ધીરેકથી છોકરાની પાસે જઈને પૂછ્યું કે બેટા તું ભૂખી હાલતમાં લાગે છે..! ચાલ હું તને જમવા માટે મારે ઘરે લઈ જાવ...? 
આ સાંભળીને છોકરાએ બહેન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે હે બહેન મારા કુટુંબીજનો પણ ખાવા માટે બહાર ગયેલા છે પણ તેમને હજુ ખાવાનું નહીં મળ્યું હોય તો હું કેમ પેટ ભરીને ખાઈ શકું...?
આ સાંભળીને બહેને કહ્યું કે શું તું તારા કુટુંબીજનો સાથે જમવા માંગે છે...?
છોકરાની હા થઈ....
અને બહેને આ સાંભળીને બધા માટે એક એક ટિફિન ભરી દીધું અને કહ્યું કે જા બેટા તુ તારા કુટુંબીજનો સાથે જમી શકે છે અને તેમની તું મદદ કરી શકે છે. આ સાથે છોકરાએ બહેનનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ત્યાંથી ચાલતો થયો ધીરે ધીરે તે પોતાની ભૂખી હાલતમાં થાકી પાકીને પોતાના ઘરે આવ્યો અને જોયું તો પણ પોતાના વસવાટ માં કોઈ પહોંચ્યું ન હતું અને છોકરો બધાની વાટ જોઈ રહ્યો હતો. 
પણ બધાં પેલા છોકરા માટે ખાવાનું ગોત્યું છતાં પણ મળ્યું નહીં અને બધાંએ પોતાનું પેટ ભર્યા નું દુઃખ અનુભવ્યું કે અમે અમારું પેટ તો ભરી લીધું પણ બિચારો છોકરો બાકી રહિ ગયો હવે શું કરીશું...? આમ બધાં ભિખારીઓ વિચારવા લાગ્યાં ત્યાંજ એક ભિખારી બોલ્યો કે ચાલો આપણ ને ખાવાનું મળ્યું કે નાં મળ્યું પણ ઘરે છોકરો વાટ જોઈ રહ્યો હશે તો ચાલો આપણે ઘરે જઈયે જે ભગવાન કરે તે હંમેશા સારું જ કરે તો ચાલો ચાલો ઘરે....
આમ અંતે બધાં ભિખારીઓ ઘરે ફરે છે ત્યાં જ અચાનક.....  (ક્રમ:શ)

         (વધુ આપને સારું લાગે તો મુકવામાં આવશે)