" મારે ' ડી.જે ડાન્સ એકેડેમી ' મા એડમીશન લેવું છે.મારે ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન મા પાર્ટીસીપેટ કરવું છે. " પલક ની વાત સાંભળી ને ચોંકી જાય છે.તેને ખેંચી ને લઇ જાય છે.
" શું બોલે છે તું ભાન છે તને ? આનું પરિણામ શું આવશે તને ખ્યાલ છે? " ફોરમ
" હા બધું વિચારી ને જ કર્યું છે .બાકી મારે કોઇ જવાબ આપવા ની જરૂર નથી .પુલકિત તમે મને એડમિશન ની પ્રોસેસ જણાવો ને મારે મારું ડાન્સીંગ સ્ટાર બનવા નું ડ્રિમ પુરું કરવું છે." પલક
" પલક આ ફોર્મ છે તે ભરી લો ફીસ ભરી લો અને હા અ બહુ મોટી એકેડેમી છે અહીં એડમિશન લેવા માટે અમારે તમારું ઓડીશન લેવું પડશે.બાકી ક્યાય આવું નથી હોતું પણ અહીં આજ સીસ્ટમ છે.પછી નિર્ણય અમારા કોચ લેશે.અને હા તમારા ઘરમા કોઇની સાઈન જોઇશે આ ફોર્મ મા કોઇ પ્રોબ્લેમ ના થાય એટલે ." પુલકિત.
" ઓહ રિયલી.ઓડીશન માટે તો હું તૈયાર જ છું ."પલક સાઇન માટે થોડી ચિંતા માં હોય છે.
" ઓ.કે ચલો હું કોચ ને જણાવી દઉં "
પુલકિત જઇ ને કોચ ને વાત કરે છે.પછી તે ઇશારો કરી ને પલક ને બોલાવે છે.
" કોચીસ અને ફ્રેન્ડ્સ આજે આપણી વચ્ચેક્ષે પલક જે આપણી ઇન્સ્ટિટ્યુટ માં એડમિશન લેવા માંગે છે સો શી ઇઝ રેડી ફોર ઓડીશન."
પલક આટલા બધાં લોકો ને જોઇને નર્વસ થઇ જાય છે.પણ પછી બધા તેને ચીયર કરે છે.તેનો ઉત્સાહ વધારે છે પલક ને પોતના સપના ની યાદ આવતા તે કોન્ફિડેન્ટ થઇ જાય છે.તે દુપટ્ટો કમર પર બાંધે છે નમસ્કાર કરે છે અને ગીત શરૂ થાય છે.પલક પોતાના ડાન્સ મા ખોવાઇ જાય છે.
" અલબેલા સજન આયો રે
મોરા હર મન સુખ પાયો રે
અલબેલા સજન આયો રે"
પલક અદભુત રીતે શરૂ કરે છે તેનો ડાન્સ તેટલા માં જ પેલો છોકરો જેને બધાં જે જે કરી ને બોલાવતા હોય છે તે આવે છે.તે પલક ના ડાન્સ થી ઇમ્પ્રેસ થાય છે.તે પોતાની જાત ને રોકી નથી શકતો અને તે તેની સાથે જોડાઇ જાય છે ડાન્સ માં .
પલક તેના અચાનક જોડાવા થી થોડી કોન્શીયસ થઇ જાય છે.પણ ડાન્સ ની રીધમ મા તે ફરીથી ખોવાઇ જાય છે.તે છોકરો જે અને પલક અદભુત ડાન્સ કરે છે.
બધા ખુબ જ તાલી ઓથી તેમનું સ્વાગત કરે છે.
" વાઉ ગ્રેટ પરફોર્મન્સ સોરી કે હું મારી જાત ને રોકી ના શક્યો ન્યુ જોઇની ગ્રેટ પુલકિત આપણે આટલા સરસ ટેલેન્ટ ને મીસ ના કરી શકીયે " એમ કહી તે પલક સામે હસે છે અને પુલકિત ને ઇશારો કરી ને જતો રહે છે.
પણ પુલકિત તો પલક ને જોવા માં જ ખોવાયેલો છે.અચાનક તેનું ધ્યાન જતા તે પોતાની કેબિન માં જતો રહે છે.
પલક બધાં નું અભિવાદન કરી ને પુલકિત પાછળ ઓફિસ મા જતી રહે છે.
" ગ્રેટ પરફોર્મન્સ પલક કોન્ગ્રેચ્યુલેશન્સ પલક તમે ડિ.જે .ડાન્સ ના સદસ્ય છો હવે આ ફોર્મ જલ્દી જ ફોર્માલીટી પતાવી ને જોઇન કરો ." પલક હકાર માં માથું હલાવી ને ફોરમ ને લઇ ને જાય છે.પુલકિત તેને ક્યાય સુધી જોયા કરે છે.
પલક અને ફોરમ નીચે આવેલા એક કેફે માં જઇને બેસે છે.
" વાઉ આનો મતલબ કે અંકલે તને પરમીશન આપી દીધી." ફોરમ
" ના પણ " પલક તેની અને તેની મમ્મી ની વચ્ચે થયેલિો વાત જણાવે છે.
" તું પાગલ થઇ ગઇ છો.તારા પપ્પા ને ખબર પડશે તો શું થશે ભુકંપ આવશે અહીયા " ફોરમ
" ફોરમ હું નથી ઇચ્છતી કે મારી હાલત મારી મમ્મી જેવી થાય પુરી જિંદગી મારું સપનુ પુરું ના થવા ના ગમ માં દુખી થઉ અને તું પણ તો આજ ઇચ્છતી હતી ને." પલક
" હા પણ એ બધું તારા પપ્પા ની પરવાનગી સાથે થાય એમ હું માનતી હતી.પલક અગર આ બધું તારા પપ્પા ને ખબર પડી તો તારું તો ઠીક મારું પણ જીવવું હરામ થઇ જશે.તારા પપ્પા બહુ જ પાવરફુલ વ્યક્તિ છે.મારું મારા પરિવાર નું જીવન મુશ્કેલ થઇ જશે.સોરી પણ આ કામ માં હું તારો સાથ નહીં આપી શકું . બાય પલક " ફોરમ કશું જ પણ સાંભળ્યા વગર જતી રહે છે.
" ફોરમ મારી વાત તો સાંભળ " પલક ની આંખ માં આંસુ હોય છે.
" અગર આ બધું વિથ પરમીશન થાય તો પણ કઇરીતે ?" પલક ક્યાય સુધી વિચારે છે અચાનક તેના મગજ માં એક ઝબકારો થાય છે તે કોઇને ફોન કરી ને મળવા બોલાવે છે."
થોડીવાર પછી કેફે મા કોઇ આવે છે જે પલક ની સામે બેસે છે.
" હાય પલક મને તો આશા પણ નહતી કે આટલી જલ્દી તમે મને બોલાવશો મળવા.થેંકયુ." નિવાન હસે છે.
" જી નિવાન કોફી લેશો ને " પલક કોફી નો ઓર્ડર આપી ને " સીધા પોઇન્ટ પર આવીએ મને આ લગ્ન મંજુર છે પણ એક મદદ કરવી પડશે તમારે મારી."
નિવાન ને પોતાના કાન પર વિશ્વાસ નથી થતો." સાચે પણ હું તમારી શું મદદ કરી શકું ?"
પલક તેને જણાવે છે.તેના સપના વિશે તેની મહત્વકાંક્ષા વિશે, પોતાના પિતા ના વિરોધ અને આજે આપેલા ઓડીશન વિશે.
" તો હું આમાં શું કરી શકું ? " નિવાન કશું સમજી શક્તો નથી .
" હું ઇચ્છુ છું કે તમે મને ડાન્સ શીખવા ની અને ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન માં ભાગ લેવાની પરવાનગી આપો." પલક
" કેમ અને કયા હક થી?" નિવાન
" તમારી થવાવાળી પત્ની ના હક થી મારા થવા વાળ પતિ ના હક થી બસ એક વાર આ કોમ્પીટીશન જીતી લઉ ને પછી જેમ તમે કેશો એમ જ કરીશ પ્રોમીસ." પલક ભાવુક થઇ જાય છે.તે નિવાન નો હાથ પકડે છે અમે દયામણા ચહેરે તેની સામે જોવે છે.
નિવાન ને તેની વાત વિશે વિચારે છે.
"આપણી સગાઇ થઇ પણ ગઇ પણ મારે મારા પપ્પા ને પણ મનાવવા પડશે પલક "
" પ્લીઝ મારા માટે આટલી હેલ્પ કરી લો. બાકી મારા પપ્પા નુ નામ ,મોભો અને બાકી બધું મારી સાથે જ આવશે તમારા ઘર માં " પલક
" પલક તમે ખરેખર મારી સાથે લગ્ન કરશો?" નિવાન
" હા નિવાન હા " પલક
" ઠિક છે મુશ્કેલ છે પણ અશક્ય નહીં બાય હું આજે જ ઘરે વાત કરું છું " નિવાન ખુબ જ ખુશ હોય છે.
" પણ જોજો મારા પપ્પા અને મમ્મી સુધી આ વાત ના પહોંચે . બાય "
નિવાન જતો રહે છે.પલક કોઇપણ ભોગે પોતાનું સપનુ પુરું કરવા માટે મક્કમ હોય છે.તેને બધું સ્વીકાર છે.તે ઘરે પહોંચે છે ખુબ જ ખુશ હોય છે.તે પોતાના રૂમમાં આજે બનેલી ઘટના વિશે વિચારતી હોય છે.
તેટલાં માં તેના પપ્પા મમ્મી આવે છે
" પલક મારી જોડે બેસ "
પલક ને આશ્ચર્ય થાય છે તે બેસે છે.
" પલક કાલે જે નિવાન અને તેનો પરિવાર મળવા આવ્યા હતા તો અત્યારે તેમનો ફોન આવ્યો હતો "
પલક ડરી જાય છે.
" શું નિવાન ના પપ્પા નહી માન્યા હોય ? હવે શું થશે?"
"તેમણે આ સબંધ મંજુર છે પણ મારા માટે તારી મરજી ખુબજ મહત્વની છે.
તે છોકરો તારી સરખામણી માં ક્યાય નથી આવતો આનાથી સારો છોકરો હું શોધીશ તારા માટે તું મારી એકમાત્ર સંતાન છો.મને પણ ના ગમ્યો તે છોકરો."
" પણ મને ગમ્યો મે મમ્મી ની વાત પર વિચાર્યું અને મને પણ એવું લાગે છેકે બાહ્ય દેખાવ કરતા મન નો દેખાવ વધુ મહત્વ ધરાવે છે.મને મંજૂર છે આ સંબંધ "
પલક ને હાશ થાય છે કે આજ ની વાત પપ્પા સુધી નથી પહોંચી .
" જોયું ગૌરી હંમેશા મારી વાત ની વિરુદ્ધ જ બોલવા નું એ તેની આદત થઇ ગઇ છે.સમજાવો આ છોકરો તેની સાથે નહીં શોભે."
" પણ મમ્મી મને કોઇ વાંધો નથી .હું એમ માનું છું કે તે ખુબ જ અન્ડરસ્ટેનડીંગ હશે."
તેટલા માં નિવાન નો ફોન આવે છે.તે તેના મમ્મી પપ્પા ની સામે જોવે છે.તે જલ્દી થી આ ફોન ઉપાડવા માંગે છે.
શું પલક ના પપ્પા પલક ની ચાલ સમજી જશે અને લગ્ન અટકાવી દેશે ? શું જવાબ હશે નિવાન નો?
જાણવા વાંચતા રહો.